Monday 17 September 2018

આધુનિક ભૌતિક શાસ્ત્રનું જૈન દર્શન :ધર્મ અને વિજ્ઞાાનચનો સમાંતર વહેતો પ્રવાહ...

આધુનિક ભૌતિક શાસ્ત્રનું જૈન દર્શન
ધર્મ અને વિજ્ઞાાનચનો સમાંતર વહેતો પ્રવાહ...

પરમાણુથી ક્વૉન્ટમ મિકેનિક્સ સુધીની સફર...

જૈન ધર્મમાં ફિલોસોફી ઉપરાંત વિજ્ઞાાન વિશે ઉંડુ ચિંતન થયેલું છે. જૈન મુનીઓએ આધુનિક ભૌતિકશાસ્ત્રનું ખેડાણ કરવાનું પણ બાકી રાખ્યું નથી.

સામાન્ય રીતે લોકમાનસમાં વિજ્ઞાાન અને ધર્મ એકબીજાનાં વિરોધી બીંદુઓ હોય તેવું કલ્પી લેવામાં આવે છે. વિજ્ઞાાન જાણનારાં કે વૈજ્ઞાાનિકો ધર્મમાં માનતા હોતા નથી. જ્યારે ધાર્મીક માણસને વિજ્ઞાાન ઉપર શંકાની સોય તાકેલી રાખે છે. આ જનમાનસનું સર્વસામાન્ય તારણ છે. હકીકત ઘણીવાર ઉલટી હોય છે.

વૈજ્ઞાાનિકો અને વિજ્ઞાાનમાં વિશ્વાસ રાખનારાં ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખતા હોય છે. લગભગ દરેક ધાર્મિક પુસ્તકમાં પાપોનો પ્રશ્ન પુછવામાં આવતો જ હોય છે. મનુષ્ય ઉત્પત્તિનું મુખ્ય કારણ શું છે? આ સૃષ્ટિ એટલે કે બ્રહ્માંડની રચના કોણે કરી? આ પાયાનાં સવાલોનો ઉત્તર મેળવવા જતા ધાર્મિક લોકો જાણે અજાણે ધર્મ અને વિજ્ઞાાન વચ્ચે દોરેલી અદ્રશ્ય રેખા ઓળંગી જતા હોય છે. ધર્મ હવે વિજ્ઞાાન ક્ષેત્રમાં પ્રવેશી સંશોધન શરૂ કરે છે. અહીં પ્રાચીન મુનિઓનાં માઈન્ડ એક્સપરીમેન્ટ પેદા થાય છે. જેને થોટ એક્સપરીમેન્ટ પણ કહે છે. ધર્મ અને બ્રહ્માંડ બંનેનો મકસદ બ્રહ્માંડનાં રહસ્ય ઉકેલવાનો છે. જૈન ધર્મ તેમાં પાછળ નથી.

જૈન દર્શન : પ્રસ્તાવના

જૈન ધર્મમાં આધુનિક ભૌતિકશાસ્ત્રની ઘણી બધી વિભાવનાઓને સિધ્ધાંત વડે રજુ કરવામાં આવી છે. આધુનિક ભૌતિકશાસ્ત્રને અનુલક્ષીને બે પુસ્તકો વાંચવાલાયક છે. જેમાં જૈન ધર્મમાં ભૌતિકશાસ્ત્ર કઈ રીતે વણી લેવામાં આવ્યું છે તે જાણવું મહત્ત્વનું બની જાય છે. સાયન્ટીફીક સિક્રેટ ઓફ જૈનીઝમ, મુનીશ્રી નંદઘોષ વિજયજી દ્વારા લખવામાં આવ્યું છે. જે જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાાન વચ્ચે રહેલી ખાઈ પુરીને અનોખો બ્રીજ બાંધે છે. બીજુ પુસ્તક ધ સાયન્ટીફીક ફાઉન્ડેશન ઓફ જૈનિઝમ, પ્રો. કાન્તી મરડીયા દ્વારા લખવામાં આવ્યું છે.

જૈન ધર્મનાં ગ્રંથો અને સિદ્ધાંતોમાં થિયરી ઓફ રીલેટીવીટી, પરમાણુ પ્રકૃતિ, બ્લેક હોલ્સ, પ્રકાશ, અવાજ, તરંગો, ક્વૉન્ટમ મિકેનિક્સ વગેરે વિશે જાણવા મળે છે. ભૌતિકશાસ્ત્રમાં આલ્બર્ટ આઈનસ્ટાઈને સ્પેસ/અવકાશ/અંતરીક્ષ અને સમયને એક ડાયમેન્શન તરીકે આલેખી છે. જ્યારે જૈન ધર્મ આ બંને રાશીને અલગ અલગ ડાયમેન્શન માને છે. સામાન્ય રીતે ધર્મને આત્મા અને તત્વજ્ઞાાન સાથે જોડવામાં આવે છે. જ્યારે વિજ્ઞાાનને પદાર્થ/મેટર સાથે જોડવામાં આવે છે પણ આપણે જાણીએ છીએ આધ્યાત્મિક દુનિયા અને આપણું ભૌતિક વિશ્વ એક સાથે ચાલી રહ્યું છે. સમગ્ર બ્રહ્માંડ કુદરત/પ્રકૃતિનાં નિયમોને આધીન ચાલી રહ્યું છે. આ નિયમો ભૌતિક શાસ્ત્રમાં લો અને થિયરી બની જાય છે. ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક દુનિયા/ધર્મ બન્ને ભૌતિકશાસ્ત્ર 'ઓવરલેપ' થાય છે જ.

ભૌતિકશાસ્ત્ર પ્રકૃતિનાં નિયમોમાં માને છે ઈશ્વરમાં નહી. ધર્મ ઈશ્વરમાં પણ માને છે અને પ્રકૃતિનાં નિયમોમાં પણ માને છે. એટલે કે કહી શકાય કે ધર્મ અને વિજ્ઞાાન વચ્ચે 'ઓવરલેપ' થતું ક્ષેત્ર પ્રકૃતિનાં નિયમો છે. જેને અનુભવજન્ય અવલોકનો ઉપરથી તારવવામાં આવ્યાં છે. ધર્મ કહે છે કે બ્રહ્માંડ લો ઑફ ફીઝીકલથી ચાલે છે. વાત બરાબર છે. લો ઓફ ફીજીક્સ આપણો ભૌતિક દુનિયાને ચલાવે છે પરંતુ, ભૌતિકશાસ્ત્ર માટે તે પાયાનાં મુળભુત સિધ્ધાંત માત્ર નથી. તેનાથી કંઈક વિશેષ છે. જોઈએ જૈન દર્શન, આધુનિક ભૌતિકશાસ્ત્રને કઈ નજરે જુએ છે.

ભૌતિકશાસ્ત્ર પ્રમાણે સમગ્ર સૃષ્ટી જે બ્રહ્માંડ લો ઓફ ફીજીકલ પ્રમાણે ચાલે છે. ઉદાહરણ તરીકે, જોઇએ તો બ્રહ્માંડમાં રહેલાં બે પિંડ તેનાં દ્રવ્ય / મેટર પ્રમાણે એકબીજાને આકર્ષે છે. દ્રવ્યને 'માસ' એટલે કે 'દળ' વડે વ્યક્ત કરવામાં આવે છે. જેનાં ઉપરથી લો ઓફ ગ્રેવીટી એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ બન્યો છે. ગુરૂત્વાકર્ષણનાં નિયમમાં માસ / દળ એ મહત્વનો એકમ છે. હવે મેકનો સિધ્ધાંત કહે છે કે પિંડ તો જડતા ધરાવતો માસ / દળ એ બ્રહ્માંડમાં રહેલો અન્ય પિંડનાં દળ / માસ ઉપર આધાર રાખે છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન સાપેક્ષતાવાદ, મેક પ્રિન્સીપલને સ્પર્શતા જોવા મળે છે.

જૈન ધર્મ કહે છે કે કોઇ પદાર્થ / પુદગલ / બ્રહ્માંડમાં એકલું અટુલું આઇસોલેશન સ્ટેટમાં હોઇ ન શકે. તેને બ્રહ્માંડનાં અલ્પ પીંડો સાથેની આંતરક્રીયા, આકર્ષણ કે ઈન્ટરેકશન વડે જ સમજી શકાય. આ સિધ્ધાંતને આગળ લંબાવીએ તો, જીવ પણ એકલો હોવાનું માનવું ભૂલભરેલું છે. 'જીવ'ને આત્મા એટલે કે 'જીવાત્મા' વડે સ્પીરીચ્યુઅલ વર્લ્ડ સાથે કલ્પી શકાય. ભૌતિક દુનિયામાં પણ એક સજીવનું અસ્તિત્વ અને સજીવો સાથેનાં સહઅસ્તિત્વને આભારી છે.

આમ સજીવોનાં પાયાનાં અસ્તિત્વનો સવાલ, સજીવોનાં એકબીજા સાથેનાં સંબંધો સાથે સંકળાયેલો છે. માટે જૈન ધર્મ માટે ''અહિંસા પરમો ધર્મ'' સિધ્ધાંત પાયાનો સિધ્ધાંત ગણાય છે. કારણ કે જો તમે અન્ય પ્રાણી / સજીવ કે જીવાત્માને નુકશાન પહોંચાડો છો કે મારી નાખો છો ત્યારે તેની અસર અન્ય જીવંત જીવો / સજીવો ઉપરાંત મનુષ્ય ઉપર પણ થાય છે. મનુષ્ય, સજીવ વર્ગની બહાર નથી. અહિંસા એ મનુષ્ય દ્વારા અન્ય પ્રાણી, જીવજંતુને મારવા કે નુકશાન પહોંચાડવાનો નિષેધ દાખવે છે. આમ 'અહિંસા'નાં મુળીયા આધુનિક ભૌતિકશાસ્ત્રથી આધ્યાત્મિક દુનિયા સુધી વિસ્તરે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાંક મહાન વૈજ્ઞાાનિકોએ ભૌતિકશાસ્ત્રથી આગળની દુનિયા સાથેનું જોડાણ બતાવ્યું છે. વર્નર હેઇઝેનબર્ગ જે 'પ્રિન્સિપાલ ઓફ અનસરટેન્ટી' માટે જાણીતા છે તેમણે ફિજીક્સ એન્ડ ફિલોસોફી, ફીજીક્સ એન્ડ બિયોન્ડ જેવો પુસ્તક આપ્યા છે. ફીજીકલ રિસર્ચ લેબોરેટરીનાં ડૉ. નરેન્દ્ર ભંડારી માને છે કે હેઇઝેનબર્ગનાં અનસરટેન્ટીનાં મુળીયા જૈન ધર્મનાં 'અનેકાંતવાદ'માં રહેલાં છે. ભૌતિકશાસ્ત્રમાં જે અચોક્કસતા જોવા મળે છે. તેને જૈન ધર્મનાં 'અનેકાન્તવાદ' વડે સમજી શકાય.

અહિંસા પરમો ધર્મ :- મેક પ્રિન્સીપલ કે ''થિયરી ઓફ રીલેટીવીટી''

ભૌતિકશાસ્ત્ર પ્રમાણે સમગ્ર સૃષ્ટી જે બ્રહ્માંડ લો ઓફ ફીજીકલ પ્રમાણે ચાલે છે. ઉદાહરણ તરીકે, જોઇએ તો બ્રહ્માંડમાં રહેલાં બે પિંડ તેનાં દ્રવ્ય / મેટર પ્રમાણે એકબીજાને આકર્ષે છે. દ્રવ્યને 'માસ' એટલે કે 'દળ' વડે વ્યક્ત કરવામાં આવે છે. જેનાં ઉપરથી લો ઓફ ગ્રેવીટી એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ બન્યો છે. ગુરૂત્વાકર્ષણનાં નિયમમાં માસ / દળ એ મહત્વનો એકમ છે. હવે મેકનો સિધ્ધાંત કહે છે કે પિંડ તો જડતા ધરાવતો માસ / દળ એ બ્રહ્માંડમાં રહેલો અન્ય પિંડનાં દળ / માસ ઉપર આધાર રાખે છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન સાપેક્ષતાવાદ, મેક પ્રિન્સીપલને સ્પર્શતા જોવા મળે છે.

જૈન ધર્મ કહે છે કે કોઇ પદાર્થ / પુદગલ / બ્રહ્માંડમાં એકલું અટુલું આઇસોલેશન સ્ટેટમાં હોઇ ન શકે. તેને બ્રહ્માંડનાં અલ્પ પીંડો સાથેની આંતરક્રીયા, આકર્ષણ કે ઈન્ટરેકશન વડે જ સમજી શકાય. આ સિધ્ધાંતને આગળ લંબાવીએ તો, જીવ પણ એકલો હોવાનું માનવું ભૂલભરેલું છે. 'જીવ'ને આત્મા એટલે કે 'જીવાત્મા' વડે સ્પીરીચ્યુઅલ વર્લ્ડ સાથે કલ્પી શકાય.

ભૌતિક દુનિયામાં પણ એક સજીવનું અસ્તિત્વ અને સજીવો સાથેનાં સહઅસ્તિત્વને આભારી છે. આમ સજીવોનાં પાયાનાં અસ્તિત્વનો સવાલ, સજીવોનાં એકબીજા સાથેનાં સંબંધો સાથે સંકળાયેલો છે. માટે જૈન ધર્મ માટે ''અહિંસા પરમો ધર્મ'' સિધ્ધાંત પાયાનો સિધ્ધાંત ગણાય છે. કારણ કે જો તમે અન્ય પ્રાણી / સજીવ કે જીવાત્માને નુકશાન પહોંચાડો છો કે મારી નાખો છો ત્યારે તેની અસર અન્ય જીવંત જીવો / સજીવો ઉપરાંત મનુષ્ય ઉપર પણ થાય છે. મનુષ્ય, સજીવ વર્ગની બહાર નથી. અહિંસા એ મનુષ્ય દ્વારા અન્ય પ્રાણી, જીવજંતુને મારવા કે નુકશાન પહોંચાડવાનો નિષેધ દાખવે છે. આમ 'અહિંસા'નાં મુળીયા આધુનિક ભૌતિકશાસ્ત્રથી આધ્યાત્મિક દુનિયા સુધી વિસ્તરે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાંક મહાન વૈજ્ઞાાનિકોએ ભૌતિકશાસ્ત્રથી આગળની દુનિયા સાથેનું જોડાણ બતાવ્યું છે. વર્નર હેઇઝેનબર્ગ જે 'પ્રિન્સિપાલ ઓફ અનસરટેન્ટી' માટે જાણીતા છે તેમણે ફિજીક્સ એન્ડ ફિલોસોફી, ફીજીક્સ એન્ડ બિયોન્ડ જેવો પુસ્તક આપ્યા છે. ફીજીકલ રિસર્ચ લેબોરેટરીનાં ડૉ. નરેન્દ્ર ભંડારી માને છે કે હેઇઝેનબર્ગનાં અનસરટેન્ટીનાં મુળીયા જૈન ધર્મનાં 'અનેકાંતવાદ'માં રહેલાં છે. ભૌતિકશાસ્ત્રમાં જે અચોક્કસતા જોવા મળે છે. તેને જૈન ધર્મનાં 'અનેકાન્તવાદ' વડે સમજી શકાય.

અનેકાન્તવાદ :- ભૌતિક દુનિયાને જોવા માટેની બારી...

અનેકાન્તવાદ કે સિધ્ધાંત એ જૈન ધર્મનો પાયો છે. જેને સમજ્યાં વિના જૈન ધર્મ કે તેનાં સિધ્ધાંતોને સમજી શકાય નહીં. જૈન ધર્મ પ્રમાણે પદાર્થનાં ગુણધર્મો અનંત છે. આ કારણે માત્ર મનુષ્યનાં મર્યાદીત સંવેદનો કે દ્રષ્ટિકોણથી પદાર્થને સમજી શકાય નહીં. અનેકાન્તવાદ એકસાથે બહુપરીમાણ અને એક કરતાં 'વધારે વ્યુપોઇન્ટ'ને લક્ષ્યમાં રાખે છે. અનેકાન્તવાદનાં મુળીયા, ભગવાન મહાવીર સ્વામીનાં ઉપદેશો સુધી પહોંચે છે. આધુનિક કાળમાં તેનો સ્પર્શ ક્વોન્ટમ મિકેનિક્સ સુધી પહોંચે છે.

જૈન ધર્મ પ્રમાણે છ પદાર્થ વડે બ્રહ્માંડ રચાયેલું છે. એક કોસ્મીક સ્પેસ/અવકાશ, ગતિનાં નિયમો, જડત્વનો સિધ્ધાંત, આત્મા, પદાર્થ/મેટર, એનર્જી/ઉર્જા અને સમય. કોસ્મીક સ્પેસને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. એક ભાગ જ્યાં જીવંત સૃષ્ટિ વિકસેલી છે. બાકીનો ખાલી ભાગ. બીજો હિસ્સો છે. પહેલો ભાગ જેમાં જીવન એટલે કે સજીવ સૃષ્ટી છે તેને ''ફીજીકલ વર્લ્ડ'' કહે છે. આ ફીજીકલ વર્લ્ડમાં 'આત્મા' સિવાયનાં પાંચેય તત્વો આવેલાં છે. જેનાં આધારીત ભૌતિક દુનિયા ચાલે છે. મનુષ્યની સ્પીરીચ્યુઅલ દુનિયા ચલાવવા માટે 'આત્મા'નો કોન્સેપ્ટ છે.

ભૌતિકશાસ્ત્રમાં પદાર્થનો અતિ સુક્ષ્મ પણ 'પરમાણુ' ગણાય છે તેમ, જૈન ધર્મમાં કણ પદાર્થનો અતિ સુક્ષ્મ કણ જૈન-પરમાણુનો કન્સેપ્ટ છે. જૈન પરમાણુને વિજ્ઞાાનનાં ક્વોન્ટમ મિકેનિક્સને અનુસરતાં પરમાણુ તરીકે કલ્પી શકાય છે. જૈન પરમાણુને એક વિશિષ્ટ ક્ષેત્ર ફિલ્ડ એટલે કે ઈયોટા ઓફ સ્પેસમાં આવેલ અસંખ્ય પરમાણુઓનો સમુહ માનવામાં આવે છે. આ પરમાણુ પાસે સંકોચન પામવાની કે વિસ્તરણ પામવાની અનોખી ક્ષમતા છે. વૈજ્ઞાાનિકો દ્વારા શોધવામાં આવેલ બ્લેક હોલ એ એક વિશાળકાય જૈન પરમાણુનું સ્વરૂપ છે ? દ્રવ્ય સંગ્રહમાં આચાર્ય નેમીચંદ્ર બ્લેક હોલની સંભાવના દર્શાવે છે. વૈજ્ઞાાનિકોએ સ્૮૭ ગેલેક્સીનાં કેન્દ્રમાં વિશાળકાય બ્લેક હોલ શોધી કાઢ્યો છે.

ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે સુક્ષ્મ કણ ક્યારેક પાર્ટીકલ કે બીંદુ સ્વરૂપે વર્તે છે તો ક્યારેક તરંગો સ્વરૂપે એટલે કે પાર્ટીકલ દ્વીગુણવાદ ધરાવે છે. ભૌતિકશાસ્ત્રનાં આવા કણ ખુબ જ સુક્ષ્મ છે. આ અતિસુક્ષ્મ કક્ષાએ માનવીનાં મર્યાદીત દ્રષ્ટિકોણથી તેને સમજી શકાય નહીં. જૈન ધર્મ પ્રમાણે 'આત્મા' આવા ભૌતિકશાસ્ત્રનાં સુક્ષ્મ પરમાણુ / કણથી પણ અતિ સુક્ષ્મ છે. જેને સમજવો કે ગુણધર્મ જાણવા ખૂબ જ મુશ્કેલ કે અઘરા છે.

પરમાણુ :- સુક્ષ્મ સૃષ્ટીનું વિરાટ દર્શન

જૈન 'પરમાણુ'ની કલ્પના અને ભૌતિકશાસ્ત્રનાં 'પરમાણુ'ની વ્યાખ્યા વચ્ચે પાયાનો ભેદ છે. જૈન ધર્મ પ્રમાણે પદાર્થ-પુદગલનો અતિ સુક્ષ્મ કણ જેને વિભાજીત કરી તેનાંથી સુક્ષ્મ કણ મેળવવો શક્ય જ નથી. આ વ્યાખ્યાને આધુનિક ભૌતિકશાસ્ત્રનાં 'ક્વોટા ઓફ એનર્જી' કે 'ક્વોન્ટા' તરીકે લઇ શકાય. વિજ્ઞાાનનાં સિધ્ધાંતો પ્રમાણે સુક્ષ્મ કણ પરમાણુ છે. જો તેનું વિભાજન કરવામાં આવે તો, ન્યુટ્રોન પ્રોટોન, ઈલેક્ટ્રોન કર્વાર્ક વગેરે મળી આવે. જૈન પરમાણુ પદાર્થનું સૌથી છેલ્લું સુક્ષ્મ સ્વરૂપ છે. તેને હાલનાં ભૌતિકશાસ્ત્ર પ્રમાણે પરમાણુ રચતા સબ-એટમીક પાર્ટીકલ સાથે સરખાવી શકાય. ભવિષ્યમાં સબ-એટમીક પાર્ટીકલની રચના કરનારાં નવાં કણ કે તરંગો મળી આવે તો જૈન-પરમાણુને તેની સાથે જોડવા પડે.

જૈન ધર્મ પ્રમાણે પરમાણુ માત્ર પદાર્થનો અંતિમ અવિભાજ્ય કણ માત્ર નથી. એ બ્રહ્માંડનું સર્જન કરનાર 'સર્જનહાર' છે. તેની પાસે ખાસ ગુણધર્મ છે. જેથી એક કરતાં વધારે પરમાણુ એકઠા થઇને પદાર્થ / મેટર / મુદગલ બન્યો છે. જૈન ધર્મ માને છે કે પદાર્થમાં રહેલી ઉર્જા માપવાનાં એકમ તરીકે 'પરમાણુ' ગણી શકાય. પરમાણુની એકબીજા સાથેની જોડાવાની ક્રિયા / પ્રક્રીયાને જૈન ધર્મ ''સ્કંધ'' તરીકે ઓળખાવે છે. બે કણ, ત્રણ કણ કે તેનાંથી  વધારે કણ એકઠા થઇ એક રેણુ મોલેક્યુલ બને છે. ''સ્કંધ''ની પ્રકૃતિને આધુનિક વિજ્ઞાાનની 'ડાલ્ટનની એટમીક થિયરી' સાથે સરખાવી શકાય.

જૈન ... પ્રમાણે પરમાણુ / સ્કંધ વડે ખાસ પ્રકારની ગતિ થતી હોય તેવું જોવા મળે છે. એટલે કે પરમાણુઓમાં વિશિષ્ટ પ્રકારનાં કંપન, વાયબ્રેશન થાય છે જેનાં કારણે પ્રકાશ, અવાજ, ઉષ્મા-ગરમી વગેરે પેદા થાય છે. પરમાણુની તરંગ પ્રક્રીયા કે તરંગ સ્વરૂપ પ્રકાશ, અવાજ, ગરમી પેદા કરે છે. આ વાતને આધુનિક વૈજ્ઞાાનિક નેલ્સ બોરરનાં ''ક્વૉટમ એટમીક મોડેલ થિયરી'' સાથે જોડી શકાય છે.

જૈન ધર્મમાં પરમાણુનાં કણ અને તરંગ બંને સ્વરૂપ સ્વીકારાયેલાં છે. પદાર્થને દ્રશ્યમાન 'રૂપ' છે. જેને સ્પર્શ, સ્વાદ, ગંધ અને રંગ વડે ઓળખી શકાય. સ્પર્શ વડે આઠ સ્વરૂપ મળે છે. લીસ્સો/સ્મુધ, ખરબચડો/રફ, પોચો/સોફ્ટ, કડક/હાર્ડ, ગરમ, ઠંડો, હલકો અને ભારે. પાંચ પ્રકારનાં સ્વાદ અને બે પ્રકારની ગંધ છે. પાંચ પ્રકારનાં રંગ- એટલે કે કાળો, લાલ, પીળો, વાદળી, અને સફેદ છે. જૈન ધર્મ પ્રમાણે, દ્રવ્યાણુ યોગમાં ૨૦૦ પ્રકારનાં પરમાણુનું વર્ણન છે. આધુનિક વિજ્ઞાાન અત્યાર સુધી ૧૧૮ પ્રકારનાં  પરમાણુ / તત્વ /  એલીમેન્ટ શોધી ચુક્યું છે.

Tuesday 23 January 2018

''ફ્રેન્કેસ્ટેઈન'' નવલકથા હવે હકીકત બનશે?



''ફ્રેન્કેસ્ટેઈન'' નવલકથા હવે હકીકત બનશે? આધુનિક તબીબી વિજ્ઞાન, પ્રોસ્થેટીક્સ, સ્ટેમસેલ ટેકનોલોજી અને બાયો પ્રિન્ટીંગ વડે અંગો બનાવવાનું આસાન બન્યું છે જુન ૧૮૧૬ એટલે કે આજથી ૨૦૦ વર્ષ પહેલાંની વાત છે. જ્યારે એક માનવ દૈત્યનો જન્મ થયો હતો. ખ્યાતનામ બ્રિટીશ લેખીકા લેક જીનીવા ખાતે હોલીડે મનાવી રહી હતી. સાથે કવિ મિત્ર લોર્ડ બાયરન અને તેનો પ્રેમી પર્સી શેલી પણ હાજર હતાં. મોસમ ઉનાળાની હોવા છતાં, વાતાવરણ પુષ્કળ ઠંડું અને ભેજવાળું હતું. બધા રૃમમાં ભરાઈ રહેતાં હતાં. લોર્ડ બાયરને ગુ્રપમાં રહેલા લોકોને એક ડરામણી 'ઘોસ્ટ સ્ટોરી' લખવાનું નિમંત્રણ અને ચેલેન્જ આપી. થોડા દિવસમાં મેરી શેલીએ આ દિશામાં કામ કરવાનું શરૃ કર્યું. જેમાંથી જન્મ થયો એક ડરામણી સાયન્સ ફિક્શન નવલકથાનો જેનું નામ હતું : 'ફ્રેન્કેસ્ટેઈન'. આ નવલકથા એ સમયનાં વિજ્ઞાાનથી પ્રભાવિત હતી. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એક તબીબ, યુવાન વૈજ્ઞાાનિક વિક્ટર ફ્રેન્કેસ્ટેઈન મડદાઓને ઉઠાવી લાવી તેમનાં વિવિધ સારા અંગો કાપી લે છે. બધા અંગોને જોડીને એક 'મોન્સ્ટર' બનાવે છે. વિદ્યુતનો ઉપયોગ કરીને વિવિધ શરીરનાં ભાગો ભેગા કરીને બનાવેલ 'ડેવિલ'ને તે જીવતો કરે છે. યાદ રહે, નવલકથામાં મોન્સ્ટરને કોઈ નામ આપવાનું આવ્યું નથી. આજે બે દાયકા બાદ 'મેરી શેલી' જીવતી હોત તો આશ્ચર્ય પામી જાત કે આ રીતે વિવિધ અંગો ભેગા કરીને એક મનુષ્યનું સર્જન જરૃર થઈ શકે. માત્ર મડદામાં પ્રાણ રેડવો મુશ્કેલ બને. આજનું વિજ્ઞાાન શું કહે છે? વિવિધ અંગોને એક જીવંત વ્યક્તિ પર પ્રત્યારોપિત થઈ શકે ખરા? 

મનુષ્ય અંગો સર્જવા માટેની ટુલકીટ:

વિવિધ કોષોનો ઉપયોગ કરીને આધુનિક 3D પ્રિન્ટીંગ ટેકનોલોજી વાપરીને પ્રયોગશાળામાં અંગો બનાવી શકાય છે. આ ટેકનિકને બાયો-પ્રિન્ટીંગ કહે છે. વૈજ્ઞાાનિકો શ્વાસનળીનો ટુકડો બનાવી દર્દીને પ્રત્યારોપણ કરી ચુક્યાં છે. બાયોપ્રિન્ટિંગ માટે સ્ટેમ સેલનો ઉપયોગ થઈ શકે છે. જ્યાં બાયો-પ્રિન્ટીંગ શક્ય ન હોય ત્યાં સ્ટેમ સેલને વિકસાવી નુકસાનવાળા અંગમાં તેનું પ્રત્યારોપણ કરવામાં તબીબોને સફળતા પણ મળી છે. ચામડી અને આંખના કોષોનું આ રીતે પ્રત્યારોપણ થઈ ચૂક્યું છે. મગજની કામગીરી કઈ રીતે ચાલે છે તે સમજવું વૈજ્ઞાાનિકો માટે ખુબ જ મહત્ત્વનું છે. કારણ કે મનુષ્યનાં દરેક અંગોનું સંચાલન મગજ વડે થાય છે. વૈજ્ઞાાનિકો મગજ અને કોમ્પ્યુટરને જોડવા પણ માગે છે. મનુષ્યની ચૈતન્યશાળી લાક્ષણિકતાઓ, કોમ્પ્યુટરમાં તેઓ 'ડાઉનલોડ' કરવા મથી રહ્યાં છે. હજી આ તબક્કો પ્રાથમીક અવસ્થામાં છે. તાજેતરમાં ઈલેક્ટ્રોનીક ડિવાઈસને બે વ્યક્તિને જોડી દેવામાં સફળતા મળી છે. એક વ્યક્તિ જો તેનાં હાથના આંગળા હલાવે તો, અન્ય વ્યક્તિના હાથના આંગળા આપમળે એ જ રીતે હલનચલન કરે છે. એટલે કે એક વ્યક્તિનાં વિચારો કે સંવેદનને ઈલેક્ટ્રોડ દ્વારા અન્ય વ્યક્તિને આપીને તેનાં અંગોને હલનચલન કરાવી શકાય છે. મગજનાં ચેતા કોષોનાં વાયરીંગના મેપીંગને 'બ્રેઈન કનેક્ટોમ' કહે છે. અત્યાર સુધી વૈજ્ઞાાનિકો, એક સુક્ષ્મ ગોળ કૃમિ (રાઉન્ડ વોર્મ)ના સુક્ષ્મ મગજનું સંપૂર્ણ 'કનેક્ટોમ' ઉકેલવામાં સફળ રહ્યાં છે. જ્યારે અન્ય વ્યક્તિનાં અંગો બીજી વ્યક્તિને આપવામાં આવે ત્યારે, શરીર આવા અંગોને પારકા ગણી તેને નકારી કાઢે છે. જેમાં શરીરની રોગ પ્રતિરક્ષા પ્રણાલી મુખ્ય ભૂમિકા ભજવે છે. આવા સમયે ખાસ પ્રકારની દવાઓ વડે પ્રતિરક્ષા પ્રણાલીને જાણી જોઈને નબળી બનાવવામાં આવે છે. જો કે આવું કરવાથી પ્રત્યારોપણ કરેલ અંગને ઈન્ફેક્શન લાગવાનો ખતરો વધારે રહે છે. દવાથી રોગપ્રતિરક્ષા પ્રણાલીને નબળી બનાવતી દવાઓને 'એમ્યુનોસપ્રેશન્ટ' કહે છે. જો કે આધુનિક સ્ટેમ સેલ વાપરીને દર્દીનાં પોતાનાં કોષોમાંથી અંગ વિકસાવવામાં આવે તો, તેનાં રિજેક્શનની સમસ્યા રહેતી નથી. કેટલીક વાર મનુષ્યનાં ગુમાવેલ અંગોનાં સ્થાને કૃત્રિમ મિકેનિકલ કમ ઈલેક્ટ્રોનીક અંગ બેસાડવામાં આવે છે. આવા વિજ્ઞાાનને ''પ્રોસ્થેટીક્સ'' કહે છે. 

મગજમારી : કૃત્રિમ મગજ સર્જવાની સમસ્યા

મેરી શેલીની પ્રખ્યાત નવલકથા 'ફ્રેન્કેસ્ટેઈન'ને ઓલટાઈમ ગ્રેટ સ્ટોરીમાં સ્થાન મળે છે. વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ નવલકથાઓનું લીસ્ટ, કોઈપણ સાહિત્યકાર બનાવે તો તેમાં મેરી શેલીની 'ફ્રેન્કેસ્ટેઈન' અવશ્ય સામેલ હશે જ. નવલકથાનું અહીં સાહિત્ય તરીકે મુલ્યાંકન કરવાનું નથી. વિવેચકો તેને વિશ્વની પ્રથમ 'સાયન્સ ફિક્શન' નવલકથા ગણવાનું સુચવે છે. જે ખોટું પણ નથી. મુળ ચર્ચા એ છે કે હાલનાં મેડિકલ સાયન્સ પ્રોસ્થેટીક્સ વગેરેનો ઉપયોગ કરીને મનુષ્ય સર્જન થઈ શકે? બેશક, જવાબ 'હા'માં છે. પરંતુ વિવિધ અંગો જીવંત વ્યક્તિમાંથી મેળવવામાં આવે તો સારાં પરીણામ આવે. મૃત વ્યક્તિનાં અંગોને મૃત્યુ બાદ ચોક્કસ સમયમાં વાપરી લેવા પડે. આજનું વિજ્ઞાાન અંગોનાં પ્રત્યારોપણ એટલે કે 'ટ્રાન્સપ્લાન્ટેશન'ની દિશામાં કેટલું આગળ વધ્યું છે. અન્ય વ્યક્તિનાં અંગો ઉપયોગ કરવામાં હાલમાં મેડિકલ સાયન્સ કઈ સ્થિતિમાં છે? એક ઉડતી નજર નાખીએ... મગજ : હજી સુધી એક વ્યક્તિનું મગજ અન્ય વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં મેડિકલ સાયન્સને સફળતા મળી નથી કારણ કે મગજનું વાયરીંગ ખુબ જ અટપટું છે. રિવર્સ એન્જીન્યરીંગ માફક કૃત્રિમ બ્રેઈન બનાવવા માટે વૈજ્ઞાાનિક કાર્ય કરી રહ્યાં છે. ગયા વર્ષે ઉંદરનાં વિવિધ સંવેદનો માટે જવાબદાર ભાગ નિઓ-કોર્ટેક્ષને ઉકેલવામાં વૈજ્ઞાાનિકોને સફળતા મળી છે. એક ક્યુબીક મીલી મીટર એટલે કે મોટી દાણાદાર ખાંડનાં કણનાં ત્રીજા ભાગ જેટલાં, ઉંદરના મગજમાં આશરે ૩૦ હજાર ચેતાકોષો જોડાએલા હોય છે. જેમની વચ્ચે ૪ કરોડ આંતરકોષીય જોડાણ 'સાયનેપ્સ' થયેલાં હોય છે. મનુષ્યનાં મગજની કાર્યરચના અને સરકીટ જાણવી એ ખુબજ જટીલ પ્રક્રિયા છે. મનુષ્યનાં મગજમાં અંદાજે ૮૬ અબજ ચેતાકોષો આવેલાં હોય છે. ઉંદરનાં મગજ કરતાં ત્રીસ લાખ વાર વધારે સક્રીયતા ધરાવતાં કોષો છે. અમેરીકામાં હ્યુમન કનેક્ટોમ પ્રોજેક્ટ ચાલે છે. જે મગજનું વાયરીંગ ચકાસવા અને તેનું મેપીંગ કરવામાં વૈજ્ઞાાનિકો પ્રયત્નશીલ છે. કેટલાંક વૈજ્ઞાાનિકો કોમ્પ્યુટર ચીપ વાપરીને ન્યુરોન પ્રકારનું ડીજીટલ મેપીંગ તૈયાર કરવામાં લાગેલા છે. જ્હોન હોપકીન્સ યુનિ.નાં થોમસ હાર્ટગ બે મહીનાનાં ગર્ભનો મગજ જેટલાં કદનું સુક્ષ્મ જૈવિક મગજનું સર્જન કરવામાં સફળ રહ્યાં છે. આ મગજ બાહ્ય વિદ્યુત સંકેતો સામે પ્રતિક્રિયા પણ આપે છે. હાલનાં તબક્કે આ ટચુકડા મગજનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓનાં પરીક્ષણ માટે થઈ શકે તેમ છે. 

આ ધડ-માથા વગરની વાત નથી : 

હેડ ટ્રાન્સપ્લાન્ટ મનુષ્ય મગજ બાદ, નવું શરીર રચના કરવામાં મુખ્ય મુશ્કેલી નડે તેવું અંગ છે. માથુ અને ચહેરો. અત્યાર સુધી આવશ્યક અંગ જેવા કે આંખ, હાથ, ફેફસા, યકૃત, કિડની/મુત્રપીંડ વગેરેનું પ્રત્યારોપણ સફળતાપુર્વક કરવામાં આવ્યું છે. ધડ ઉપર આખે આખું નવું માથુ બેસાડવાનાં પ્રયોગો હજી થયા નથી. વ્હાલીદીમીર ડેમીખેવ નામનાં રશીઅન તબીબે ૧૯૫૦નાં દાયકામાં કુતરા પર અન્ય કુતરાનું માથું બેસાડવાનાં પ્રયોગ તેણે કર્યા હતાં. જે સફળ થયા ન હતાં. તાજેતરમાં ચીનનાં તબીબ અને ઈટાલીઅન ડોક્ટર સર્જીઓ કાનાવેરોએ વાંદરાનાં ધડ ઉપર અન્ય વાંદરાનું માથું બેસાડવામાં સફળતા મેળવી હતી. મિડીયામાં તેને ખાસ્સો પ્રતિભાવ મળ્યો હતો. રશીઅન નાગરીક વેલેરી સ્પીરીડોનોવ નામનાં વ્યક્તિને સ્પાઈનલ મસ્ક્યુલર એન્ટ્રોપી નામનો રોગ થયેલો છે. તેણે પોતાનું માથું અન્ય વ્યક્તિનાં ધડ ઉપર બેસાડવા માટે ડૉ. સર્જીઓ કાનાવેરોને મંજુરી આપી છે. માથાને અન્ય ધડ ઉપર બેસાડવા માટે કાનાવેરોએ નવી આધુનિક ટેકનિક પણ વિકસાવી છે. જે ઝડપી છે મુખ્ય સમસ્યા અહીં ચેતાતંત્રને ઘા સાથે જોડવામાં નડશે તેવું વૈજ્ઞાાનિકો માને છે. માથા બાદ, હવે ચહેરાનું પ્રત્યારોપણ કરવા માટે તબીબો તૈયારી કરી રહ્યાં છે. નવેમ્બર ૨૦૧૫માં પેટ્રીક હાર્ડીસન નામનાં અગ્નિશામક દળનો કર્મચારી, અકસ્માતમાં ખુબ જ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો. યુનિ. ઓફ ન્યુયોર્કનાં મેડિકલ સેલરમાં ૨૦ કલાકની સર્જરી બાદ, પેટ્રીકને અન્ય બ્રેઇન ડેડ વ્યકિતનો ચહેરો બેસાડી આપવામાં આવ્યો હતો. બરાબર એક દાયકા પહેલાં ૨૦૦૫માં એક અન્ય કિસ્સામાં ચહેરાનું આંશિક પ્રત્યારોપણ તબીબોએ કર્યું હતું. પ્રત્યારોપણનાં દરેક કિસ્સામાં દર્દીઓએ આખી જીંદગી 'ઈમ્યુનોસપ્રેસીવ ડ્રગ્સ' લેવા પડે છે. જેમાં ચેપ અને કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે. ચહેરાનું પ્રત્યારોપણ કરીને ડૉ. એડવર્ડો રોડ્રીગેજને ખાસ્સી પ્રસિધ્ધી મળી હતી. તેજ પ્રકારે વાંદરાનાં ઘા પર માથું બેસાડનારાં ઈટાલીઅન તબીબ, સર્જીઓ કાનાવેરો મેડિકલ જગત, ઉપરાંત મીડિયામાં પણ ખાસ્સા ચર્ચાસ્પદ રહ્યાં છે. માથુ અને ચહેરાનું પ્રત્યારોપણ કેટલીક સામાજીક અને નૈતિક સમસ્યા પણ પેદા કરે તેમ છે. 

બાયો-પ્રિન્ટીંગ : અંગ ઉત્પાદનની આધુનિક ટેકનિક

મનુષ્ય શરીરમાં જે અંગને આસાનીથી બદલી શકાય અથવા તેની અવેજીમાં અન્ય વસ્તુ વાપરી શકાય તેવું એક માત્ર અંગ હાડકાં છે. જેનાં સ્થાને પીન, સ્ક્રુ અને સળીયા વાપરીને હાડકાને આધાર આપી શકાય છે કે જોડી શકાય છે. ૧૯મી સદીમાં ટીટોનિયમ ઘાતુનો ઉપયોગ કરવામાં આવ્યો. કારણ કે આ ધાતુ બિનઝેરી છે. આ ઉપરાંત તે જીવંત કોષો સાથે આસાનીથી રહી શકે છે. તેમાં કોઈ પણ પ્રકારનું 'રિજેક્શન' કોષો દર્શાવતા નથી. પ્રોસ્થેટીક્સ વડે હાથ અને પગ બનાવવામાં આવે છે. જે મગજનાં સંકેતો મેળવીને હલનચલન પણ કરે છે. આ હિસાબે હાથ અને પગનાં સ્થાને કૃત્રિમ હાથ અને પગ બેસાડવામાં બહુ મુશ્કેલી નડતી નથી. 3D પ્રિન્ટીંગ અને હાડકાનું આબેહુબ નકલ જેવું હાડકું બાયો-પ્રિન્ટીંગ વડે બનાવવું સરળ છે. ૨૦૧૨માં 3D પ્રિન્ટર અને તૈયાર થયેલ જડબાનું હાડકું એક મહિલાને બેસાડવામાં આવ્યું હતું. જે સર્જરી બાદ ખોરાક પણ લઈ શકતી હતી અને વાતો પણ કરી શકતી હતી. ૨૦૧૫માં સ્પેનિશ દર્દીને ટીટાનિયમનું બનેલું રીબકે એટલે કે પાંસળીઓવાળું અસ્થીપીંજર બેસાડવામાં તબીબોને સફળતા મળી હતી. બાયો પ્રિન્ટર વડે નાજુક અંગો બનાવવા મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. કાર્નેગી મેલોન યુનિવર્સિટીએ 'મેકર બોટ 3D પ્રિન્ટર બનાવ્યું છે. જેના વડે હૃદય, કિડની અને યકૃત આસાનીથી બનાવવામાં આવ્યા હતાં. જેલ જેવાં પદાર્થ પર જીવંત કોષોને ગોઠવીને અંગો બનાવવામાં આવે છે. 3D પ્રિન્ટીંગ વડે બનાવેલ અંગોને મુખ્ય સમસ્યા નડે છે. તેમાં રક્તવાહિનીનું સર્જન મુખ્ય છે. અંગોને પોષણ અને ઓક્સીજન પહોંચાડવા માટે સુક્ષ્મ રક્તવાહિનીઓ તેમાં બનાવવી પડે. ૨૦૧૪માં ઓસ્ટ્રેલીયા અને અમેરિકાનાં તબીબોએ કૃત્રિમ અંગોમાં, કૃત્રિમ રક્તવાહિનીઓ ગોઠવવામાં સફળતા મેળવી હતી. નોર્થ કેરોલીનાની વેક ફોરેસ્ટ યુની. દ્વારા 3D પ્રિન્ટર વિકસાવવામાં આવ્યું છે જે મનુષ્ય અંગો જેવું આબેહુબ અંગો, કોશિકાઓ અને હાડકા બનાવી શકે છે જેને સીધા જ દર્દીનાં શરીરમાં ગોઠવી શકાય છે. હવે 3D પ્રિન્ટર વડે મનુષ્ય શરીરનું સૌથી વિશાળ અંગ એટલે કે 'ચામડી' છાપવામાં પણ તબીબોને સફળતા મળેલ છે. દાઝેલા લોકો માટે નવી ચામડી આશીર્વાદરૃપ પુરવાર થાય તેમ છે.