Thursday 26 May 2022

મૂન રોક સેમ્પલ: ૮ લાખ ડોલર થી 15 હજાર અમેરિકન ડોલર સુધીની સફર

                
50 વર્ષ બાદ અમેરિકા ફરીવાર ચંદ્ર ઉપર પોતાના નાગરિકને ઉતારવાની કવાયત કરી રહ્યું છે. અમેરિકા હવે ચંદ્ર ઉપરથી ખનીજતત્વો મેળવવા માટે, ચંદ્રના ખડકોના ટુકડા પૃથ્વી ઉપર લાવવા માટે, એક નવા જ પ્રકારનો વેપાર શરૂ કરવા માગે છે. નાસાએ ગયા નવેમ્બર મહિનામાં એપોલો મિશન દ્વારા એકઠા કરવામાં આવેલ રોક સેમ્પલને, ૪૦ વર્ષ બાદ ખુલ્લા મુક્યા હતા. આ રોક સેમ્પલ ઉપર કોઈપણ પ્રકારના પ્રયોગો થયા ન હતા. તે વૈજ્ઞાનિકોના હાથેથી અસ્પૃશ્ય રહ્યા હતા. તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છેકે કોઈ પ્રાઈવેટ કંપની ચંદ્રના રોક સેમ્પલ એટલે કે પથ્થરના નમૂના એકઠા કરી આપશે, તો નાસા તેને નિશ્ચિત કરેલ રકમ ચૂકવી આપશે. હાલ તુરંત આ સેમ્પલને પૃથ્વી ઉપર પાછા લાવવાના નથી પરંતુ, ખાનગી કંપનીના અંતરિક્ષયાન દ્વારા રોક સેમ્પલ એકઠા કરવામાં આવ્યા છે, તેના ફોટોગ્રાફ્સ અને વિડિયો નાસાને સુપ્રત કરવાની રહેશે. અંતરીક્ષયુગની શરૂઆત થતાં જ અમેરિકા- સોવિયત યુનિયન વચ્ચે ચંદ્ર ઉપર પહોંચવાની અને તેના રોક સેમ્પલ એકઠા કરવાની એક રેસ ચાલી હતી. આવનારા ભવિષ્યમાં આ પ્રકારની સ્પેસ-રેસ વિશ્વની ખાનગી સ્પેસ કંપનીઓ વચ્ચે ચાલે તો નવાઈ લાગશે નહીં?

મૂન રોક સેમ્પલ:             

 
પૃથ્વીની રચના થયા બાદ, અંતરિક્ષમાં ચંદ્રની રચના થઈ હોવાની થિયરી વૈજ્ઞાનિકો આપી રહ્યા છે. પૃથ્વી અને સૂર્યમાળાની રચના થયાને વૈજ્ઞાનિકો અંદાજે 4.5 અબજ વર્ષ માને છે. માનવીઍ ચંદ્ર ઉપરથી એકઠા કરેલા ખડકના નમૂનાની ઉંમર અંદાજે 3.20 અબજ વર્ષ માનવામાં આવે છે. ભૂતકાળમાં એપોલો પ્રોગ્રામ દ્વારા નાસાએ ચંદ્રના ખડકોના નમૂના એકઠા કરીને પૃથ્વી ઉપર લાવ્યા હતા. જેમાં પથ્થરના ટુકડા ઉપરાંત ચંદ્રની માટી પણ હતી. એપોલો પ્રોગ્રામના છ મિશનમાં, અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર ઉપર ઉતર્યા હતા. ૧૨ જેટલા અંતરિક્ષયાત્રીઓએ સમગ્ર એપોલો પ્રોગ્રામ દરમ્યાન 380 કિલોગ્રામ જેટલા ચંદ્રની સપાટી પરના નમૂના એકઠા કર્યા હતા. સોવિયેત યુનિયન પણ પોતાના અંતરિક્ષયાત્રીને ચંદ્ર પર ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તેઓ નાકામિયાબ રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં અમેરિકા બાજી મારી ગયા પછી, સોવિયેત યુનિયનને માત્ર નામના મેળવવા માટે, ખોટા ખર્ચ કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યુ હતું.
                
જોકે વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે “લ્યુના” કાર્યક્રમ અંતર્ગત ૩ અંતરિક્ષયાન ચંદ્રની સપાટી પર ઉતાર્યા હતા. રોબોટીકયાન્ દ્વારા, ચંદ્રની સપાટી પરથી ખડકના નમૂના એકઠા કર્યા હતા. આ નમૂનાનું વજન ખૂબ જ ઓછુ એટલે કે માત્ર ૩૦૦ ગ્રામ જેટલું જ હતું. રશિયા માટે સંશોધન કરવા માટે આ સેમ્પલ્સ પૂરતા પ્રમાણમાં હતા.ચંદ્રના પથ્થરના ટુકડાની ૧૯૯૩માં સોવિયત યુનિયન દ્વારા હરાજી કરવામાં આવી હતી. માત્ર ૨૦૦ મિલી ગ્રામ પથ્થરનો ટુકડો 4,41,500 અમેરિકન ડોલરના ભાવે વેચાયો હતો. આજની તારીખે તેની કિંમત લગભગ ૮ લાખ ડોલર જેટલી થાય. 2018માં પણ ચંદ્રના ખડકોના નમુના વિશ્વ પ્રસિદ્ધ હરાજી કરનાર કંપની "સોથબી" દ્વારા ૮ લાખ અમેરિકન ડોલરની કિંમતે વેચવામાં આવ્યા હતા.

નાસાનો નવો કોન્ટ્રાક્ટ:

              
 
તાજેતરમાં નાસાએ એક અનોખા પ્રકારની જાહેરાત કરી છે. જે મુજબ નાસાએ ખાનગી કંપનીઓ પાસેથી ચંદ્રના ખડકના નમુના ભેગા કરવા માટેનાં ભાવ માગ્યા છે. ખાનગી કંપનીએ રોબોટિક રોવર મોકલીને ચંદ્ર ઉપરથી ખડકના નમૂના એકઠા કરવાના રહેશે. નાસા 50 ગ્રામથી માંડી 500 ગ્રામ વજન ધરાવતા ખડકના નમુના મેળવવા માગે છે. જેના માટે નાસા 15 હજારથી ૨૫ હજાર અમેરિકન ડોલર ચૂકવવા તૈયાર છે. નાસાનું આ પગલું ચંદ્રના માઈનીગ / ખાણ ઉદ્યોગને જન્મ આપશે. ખાનગી કંપની નાસાને, સેમ્પલની માલિકી આપશે. ઉપરાંત ભવિષ્યમાં અમેરિકાના જેટલા પણ ચંદ્ર અભિયાન જશે, તેમાં ખાનગી કંપની મદદરૂપ બનશે. 2024"માં નાસા અમેરિકન નાગરિકને ફરીવાર ચંદ્ર ઉપર ઉતારવા માગે છે. વિજ્ઞાન જગતમાં એપોલો મિશન બાદ નાસાનું આ વિશાળ પાયે શરૂ થયેલ "ખાનગી મિશન" હશે.
                
નાસા દ્વારા રજુ કરવામાં આવેલ માહિતી મુજબ , ખાનગી કંપની ચંદ્ર કોઈપણા સ્થળેથી ખડકના નમૂના એકઠા કરી શકશે. આ નમૂનાને ઉપર હાલના તબક્કે પૃથ્વી પાછા લાવવાના નથી. પરંતુ નમૂના એકઠા કર્યા છે. તેના ફોટોગ્રાફ્સ અને કંપનીએ નાસા સુપ્રત કરવાની રહેશે. નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રિડેનસ્ટિન કહે છે કે"અમે હાલના યુગમાં અનોખા પ્રકારના સંશોધન અને આવિષ્કાર થાય તે માટે પ્રયત્નશીલ છે. જેનો લાભ પૃથ્વી પરની મનુષ્ય પ્રજાતિને મળશે.” તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અંતરીક્ષ સંબંધી 196૭માં થયેલ “આઉટર સ્પેસ ટ્રીટી”ના નીતિ નિયમો ક્યારે ભંગ કરશે નહીં. વૈશ્વિક ધોરણે થયેલા કરારમાં, ચંદ્ર ઉપર કોઈપણ રાષ્ટ્ર પોતાની માલિકી હોવાનો દાવો કરી શકશો નહીં. આ કરાર દ્વારા ખાનગી કંપનીના ચંદ્ર ઉપરથી ભેગા કરેલા નમુના પૃથ્વી પર પાછા લાવવા માટે આદેશ આપવામાં નહીં આવે. નાસા ઈચ્છે છે કે ખાનગી કંપની ઓછા ખર્ચમાં વધારે કાર્યક્ષમ રોબોટિક અંતરિક્ષયાન વિકસાવે, જે ચંદ્ર ઉપર ખડકના નમુના અને અન્ય માલ સામગ્રી એકઠી કરવા માટે મદદરૂપ બની શકે.

અંતરિક્ષ કાર્યક્રમોનુ ખાનગીકરણ:

                
નાસાએ સ્પેસ શટલ યુગની સમાપ્તિ કરી, ત્યારથી તેના કાર્યક્રમમાં ખાનગી કંપનીઓને કરારબદ્ધ કરી કામ આપવાની શરૂઆત કરી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર માલસામાન પહોંચાડવાનો હોય કે, 2024 માં ચંદ્ર ઉપર અમેરિકન નાગરિકને ઉતારવાનો હોય, દરેક કાર્યક્રમમાં અમેરિકાએ અમેરિકાની ખાનગી કંપનીને નાસા સાથે જોડવાનું કામ કર્યું છે. શક્ય છે કે નાસા, ખાનગી કંપની પાસે ધ્રુવ પ્રદેશમાં રહેલા બરફના નમૂના એકઠા કરવા માટે પણ કરાર કરે. ભવિષ્યમાં અંતરિક્ષયાત્રી ચંદ્ર પર હંગામી અથવા કાયમી ધોરણે મનુષ્ય વસાહત ઉભી કરે, ત્યારે પાણીની આવશ્યકતા ઉભી થશે, જેને ધ્રુવ પ્રદેશમાં રહેલ બરફ દ્વારા પૂરી કરવામાં આવશે. પાણીનો ઉપયોગ અંતરિક્ષયાત્રીઓ પીવા માટે અને ચંદ્ર ઉપર ખેતીવાડી કરવા માટે પણ કરી શકે છે. ભવિષ્યમાં પાણીને તેના મૂળતત્વોમાં છૂટા પાડીને મંગળ ગ્રહની અંતરિક્ષ યાત્રા માટેના ફ્યુઅલ/બળતળ તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે. નાસા માને છેકે 2030ના સમયગાળામાં ચંદ્ર ઉપરથી મંગળ તરફની અંતરિક્ષ સફર શરૂ થઈ શકે તેમ છે. એક અર્થમાં એમ કહી શકાયકે નાસા ખાનગી કંપની દ્વારા નવી ટેકનોલોજીનો વિકાસ કરાવી, પોતાના ચંદ્ર અભિયાનને આગળ વધારી રહી છે.
                
ભવિષ્યમાં આ ટેકનોલોજી તેને મંગળ મિશન માટે પણ કામ લાગે તેમ છે. કરારની શરતો મુજબ, ખાનગી કંપનીએ નાસા સાથેના વ્યવહારમાં પારદર્શિતા રાખવાની રહેશે. ચંદ્ર ઉપર અંતરિક્ષયાત્રીને કોઈપણ પ્રકારની ઈમરજન્સી થાય તો મદદ પૂરું પાડવાની રહેશે. 2024માં નાસા અમેરિકન અંતરિક્ષયાત્રીને ચંદ્ર ઉપર ઉતારવા માટે “આર્ટેમિસ.” નામનુ ચંદ્ર અભિયાન ચલાવવાની છે.યોગાનુયોગે ''આર્ટેમિસ નામે એક સુંદર સાયન્સ ફિકશન ૨૦૧૭માં પ્રકાશીત થયેલ છે. આ વાર્તાનાં કેન્દ્રમાં ચંદ્ર પર માનવીએ સ્થાપેલી નાની કોલોની ઉર્ફે ''મુન સીટી''ની વાત છે. “આર્ટેમિસ.” નામનાં ચંદ્ર અભિયાન વખતે અંતરીક્ષયાત્રી ચંદ્ર પર પગલા પાડીને, રોક સેમ્પસ એકઠા કરીને કે ધ્વજ ફરકાવીને સંતોષ માનશે નહીં. અંતરીક્ષયાત્રી દ્વારા મંગળ ગ્રહ ઉપર જવા માટે, મનુષ્યની ચંદ્રની સપાટી પર લાંબો સમય હાજરી ટકી રહે તેવા પ્રયત્ન કરશે.

''પ્રોજેક્ટ આર્ટેમિસ” અને “લ્યુનાર ગેટ વે''

              

 
નાસાએ તેનાં નવાં મિશન એટલે કે ચંદ્ર પર માનવીને ફરીવાર ઉતારવાનાં કાર્યક્રમને ''પ્રોજેક્ટ આર્ટેમિસ'' નામ આપ્યું છે. ચંદ્રનાં સંદર્ભમાં આ નામ ખુબ જ ફિટ બેસે તેમ છે. અમેરિકાનાં પ્રથમ કાર્યક્રમને 'એપોલો' નામ આપવામાં આવ્યું હતું. એપોલો ગ્રીક દંતકથાનો દેવતા (ગોડ) છે. તેને બે જોડકી બહેનો છે. જેનું નામ 'આર્ટેમિસ' છે. ''આર્ટેમિસ'' ચંદ્રની દેવી માનવામાં આવે છે. નાસાનાં ભવિષ્યનાં મુન મિશન માટે આ નામ યોગ્ય જ છે. 'આર્ટેમિસ' એ શિકારની દેવી પણ ગણાય છે. તેનો શિકારનો સાથીદાર ''ઓરાયન'' છે. નાસાનાં મુન મિશન 'આર્ટેમિસ' માટે અંતરીક્ષયાત્રીને લઇ જવા લાવવા માટે જે કેપ્સ્યુલ બનાવવામાં આવી રહી છે. તેનું નામ 'ઓરાયન' રાખવામાં આવેલ છે. આમ ચંદ્ર પર માનવીને ઉતારવા માટે એપોલો, આર્ટેમિસ અને ઓરાયન પોતાનું યોગદાન આપશે, આપી ચુક્યાં છે.
                ભવિષ્યમાં ચંદ્રની ફરતે પ્રદક્ષીણા કરે તેવું ઓરબીટીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે 'લ્યુનાર ગેટ વે' તરીકે ઓળખાશે. જેનું કદ એક રૂમ રસોડા વાળા સ્ટુડીયો / એપાર્ટમેન્ટ જેટલું હશે. જ્યારે પૃથ્વીની ફરતે પ્રદક્ષીણા કરનાર 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' ૬ બેડરૂમનાં ફલેટ જેટલું વિશાળ છે. 'લ્યુનાર ગેટ વે' પર અંતરીક્ષયાત્રી મહત્તમ ત્રણ મહીના રોકાણ કરી શકશે. પૃથ્વી પરથી 'ગેટ વે' સુધી પહોંચતા પાંચ દિવસ લાગશે. 'ગેટ વે' પરથી ચંદ્રનો વધારે સારી રીતે અભ્યાસ કરી શકાશે. મંગળ ગ્રહની મુલાકાતે જનારા માટે 'ગેટ વે' પ્રથમ પડાવ બનશે. મંગળ ગ્રહ માટેની સામગ્રી જેવી કે ઓક્સીજન, ફ્યુઅલ, ખોરાક અને સ્પેર પાર્ટસ વગેરે 'ગેટ વે' પરથી મેળવી શકાશે. ગેટવેમાં સ્પેસ લેબોરેટરી, રોબોટીક્સ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વાળી કોમ્પ્યુટર સિસ્ટમ પણ હશે, જે અંતરીક્ષ યાત્રીઓની ગેરહાજરીમાં તેમનાં પ્રયોગો આગળ વધારશે. નાસા માટે આ સુર્યગ્રહ માળાનાં 'એક્સપ્લોરેશન' માટેનું પ્રથમ ચરણ છે. ISS માફક ભવિષ્યમાં તેની સાથે વધારાનાં મોડયુલ જોડવામાં આવશે.

Wednesday 25 May 2022

બ્રેઈન સેક્સ : સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ પારખવની "મગજમારી"?

                
તાજેતર બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સ્ટુઅર્ટ રિચિએ યુકે બાયોબેન્કમાંથી એમ.આર.આઈનો કેટલોક ડેટા લઈને તેની સરખામણી કરી હતી. યુકેબાયો-બેંકમાં લગભગ ૫ લાખ લોકોનો મગજનો સ્કેન કરેલો ડેટાબેઝ ઉપલબ્ધ છે. સ્ટુઅર્ટ રિચિએ 2750 સ્ત્રીઓ અને 2466 પુરુષના મગજની સરખામણી કરી હતી. સરખામણી કરવા માટે મગજના ૬૮ જેટલા વિવિધ ભાગને ચકાસવામાં આવ્યા હતા. પરિણામના અંતે જોવા મળ્યું કે પુરુષના મગજમાં ૧૪ જેટલા વિસ્તાર એવા છે જ્યાં મગજનું કદ વધારે છે. જ્યારે મગજના 10 વિસ્તારમાં સ્ત્રીઓના મગજનું કદ વધારે જોવા મળે છે. આ તફાવત જોઈને એક સવાલ જરૂર થાય કે શું કદનો આ તફાવત મનુષ્યની બૌદ્ધિક ક્ષમતા કે વર્તણૂક સાથે સંકળાયેલ છે ખરો? તાજેતરમાં થયેલા નવા સંશોધનમાં સ્ત્રી અને પુરુષના મગજના જૈવિક બંધારણથી માંડી, જૈવિક કાર્યશૈલી અને મનોવૈજ્ઞાનિક બદલાવ સુધીના વિવિધ તબક્કાઓને આધુનિક સંશોધનમાં કવર કરવામાં આવી રહ્યા છે. શું ખરેખર સ્ત્રી અને પુરુષનું મગજ અલગ પ્રકારનું હોય છે? એક જ પરિસ્થિતિમાં સ્ત્રી અને પુરુષ અલગ-અલગ નિર્ણયો લઇ લે છે? આ બધા સવાલના જવાબ આપવા વિવાદાસ્પદ છે. પરંતુ વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષના મગજના બંધારણ અને કેટલીક કાર્યશૈલીમાં ઊડીને આંખે વળગે તેવો તફાવત જોયો છે.

બ્રેઈન સેક્સ: સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ            

 
સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ પારખવાનું કામ ગ્રીક ફિલોસોફર સમયથી શરૂ થયું હતું. ૧૯મી સદીમાં અમેરિકન તબીબ સેમ્યુઅલ જ્યોર્જ મોર્ટનના દિમાગમાં મગજનું કદ માપવાના બીજ રોપાયા અને ત્યારથી સ્ત્રી પુરુષ વચ્ચે મગજના તફાવતને સમજવાની એક નવી દિશા ખુલી ગઈ. ત્યારબાદ ફ્રેંચ વૈજ્ઞાનિક ગુસ્તાવ લ બોન, 1895 માં લખેલ પુસ્તક "ધ ક્રાઉડ: અ સ્ટડી ઓફ ધ પોપ્યુલર માઈન્ડ"મા દર્શાવ્યું કે સ્ત્રી કરતાં પુરુષના મગજનું કદ વધારે હોય છે. આ વાતને ઉમેરો કરતા, એલેક્ઝાન્ડર બેન્સ અને જ્યોર્જ રોમેન્સ દ્વારા એવું પ્રતિપાદિત કરવાનું પ્રયત્ન થયો કે “સ્ત્રી કરતા પુરુષનું મગજ મોટુ હોવાના કારણે તે સ્ત્રી કરતાં વધારે સ્માર્ટ અને બુદ્ધિશાળી છે. જોકે આ વાત ખોટી હતી, તેથી જ્હોન સ્ટુઅર્ટ મિલે દલીલ કરી કે “જો મગજના કદના આધારે જ બુદ્ધિમત્તા અને સ્માર્ટનેસની ગણતરી કરવાની હોય તો, હાથી અને વ્હેલનું મગજ મનુષ્ય કરતાં પણ વધારે મોટું છે. તેથી આ પ્રાણી મનુષ્ય કરતાં વધારે બુધ્ધિશાળી હોવા જોઈએ.” ખરેખર આવું છે નહીં. હવે વૈજ્ઞાનિકો સ્માર્ટનેસ અને બુદ્ધિમત્તાનો ચકાસવા માટે મગજ નહીં, પરંતુ મગજમાં આવેલા વિવિધ ભાગના કદ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમને લાગ્યું કે આ ભાગમાં આવેલ તફાવત કદાચ મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે નો ભેદ અને બુદ્ધિમત્તા પારખવામાં મદદરૂપ બની શકે તેમ છે.
              
 
2015માં ડેફના જોએલ અને ટેલ-અવીવ યુનિવર્સિટીમાં તેના સહયોગીઓ દ્વારા સ્ત્રી અને પુરુષના મગજ ના વિવિધ ભાગો ની સરખામણી કરવાના અને આ હા ભાગોનું વોલ્યુમ એટલે કે કદી માપી તેમાં તફાવત શોધવાના પ્રયોગો થયા હતા. જેના સંશોધન રિપોર્ટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન જર્નલમાં પ્રકાશિત થયા હતા. અત્યાર સુધી થયેલ મગજ પરનાં સંશોધનો કેટલો સારાંશ અહીં રજૂ કરવામાં આવ્યો છે જેથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના મગજ નો ભેદ સમજવા માંગતા લોકો માટે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ બને. ભલે સ્ત્રી અને પુરુષનું મગજ એકસરખું લાગતું હોય પરંતુ તેમની વર્તણૂક અને અભ્યાસ દરમિયાન તફાવત સ્પષ્ટ નજર પડે તેવો હોય છે.

વાઈટ મેટર અને ગ્રે મેટર: ન્યુરો-કેમિકલ્સની કમાલ             

 
સમાન શારીરિક બંધારણ અને વજન ધરાવનાર સ્ત્રી અને પુરુષના મગજની સરખામણી કરવામાં આવે તો પુરુષનું મગજ ૧૦ ટકા જેટલું વધારે મોટું હોય છે. પરંતુ તેને બૌદ્ધિક ક્ષમતા સાથે કોઈ જ સબંધ નથી. મગજમાં સફેદ અને રાખોડી એટલે કે ગ્રે રંગનો પદાર્થ હોય છે. જેને અંગ્રેજીમાં વાઈટ મેટર અને ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ વધારે હોય છે. જયારે પુરુષના મગજમાં વાઈટ મેટરનું પ્રમાણ વધારે હોય છે. ગ્રે મેટર સ્નાયુના નિયંત્રણ અને શારીરિક સંવેદનો સાથે સંકળાયેલું છે. એક અવલોકન એવું જોવા મળ્યું છે કે સ્ત્રીની પ્રેગ્નન્સી દરમિયાન ગ્રે મેટરનું પ્રમાણ ઘટી જાય છે. સ્ત્રીના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ વધારે હોવા છતાં, સ્ત્રીઓ વાઈટ મેટરનો સૌથી વધારે ઉપયોગ કરે છે. પુરુષો સામાન્ય રીતે ગ્રે મેટરનો વધારે ઉપયોગ કરે છે.
                સ્ત્રી અને પુરુષના મગજના ન્યુરોન્સનું વાયરીંગ પણ અલગ પ્રકારે થયેલું જોવા મળે છે. પુરુષના મગજમાં જોડાણ આગળથી પાછળની દિશા તરફ હોય છે. જ્યારે સ્ત્રીના મગજમાં ડાબેથી જમણે અને જમણેથી ડાબી બાજુમાં જોડાણ જોવા મળે છે. વૈજ્ઞાનિકો જેને “સેરેબેલમ” તરીકે ઓળખે છે, તે ભાગ લઘુ મસ્તિષ્ક કે પાછલા ભાગનું મગજનું કદ પણ સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષમાં સમાન પ્રકારના ન્યુરો કેમિકલ્સ હોવા છતાં તેનો ઉપયોગ અને પરિણામ અલગ અલગ જોવા મળે છે. સેરોટોનિન નામનું ન્યુરો-કેમિકલ મનુષ્યની આનંદ ખુશી અને હતાશા સાથે સંકળાયેલું છે. સ્ત્રીના મગજમાં સેરોટોનિનનું પ્રોસેસિંગ પુરુષના મગજ માફક થતું નથી. જેથી સ્ત્રીઓમાં ચિંતા અને હતાશાપ્રમાણ વધારે જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના મગજના તફાવતના કારણે તેઓ વિશિષ્ટ પરિસ્થિતિનો ભોગ બની શકે છે. જેમકે ચિંતા અને હતાશા દરમિયાન પુરુષ દારૂનું સેવન કરવા લાગે છે. સ્ત્રી કરતાં પુરુષોમાં આ સામાજિક વ્યક્તિત્વની ખામીઓ વધારે જોવા મળે છે. સ્ત્રી કરતાં પુરુષને પાર્કિંનસન્સ નામના મગજના રોગ થવાની સંભાવના બમણી હોય છે. સ્મૃતિલોપ એટલે કે અલ્જાઈમર નામનો રોગ થવાની શક્યતા સ્ત્રીઓમાં બમણી છે.

મેન ફ્રોમ માર્સ અને વુમન ફ્રોમ વિનસ                

“લોકો કહે છે કે પુરુષોનું અવતરણ મંગળ ગ્રહ સાથે સંકળાયેલું છે. સ્ત્રીઓનું અવતરણ શુક્ર સાથે સંકળાયેલું છે, પણ મગજ એક યુનિસેક્સ શારીરિક અંગ છે. સ્ત્રીના મગજના બે ગોળાર્ધ, પુરુષો કરતાં વધુ એક બીજા સાથે સંવાદ/વાત કરે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સંશોધનકારોએ 428 પુરુષ અને 521 યુવાન સ્ત્રીઓના મગજની તસવીર સરખાવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મગજના બે અર્ધગોળાકાર પુરુષો કરતાં વધારે એક્ટિવ થઇ ને એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે. વાઈટ મેટરના બનેલા કેબલ વડે મગજના બે અર્ધગોળાકાર એકબીજા સાથે જોડાય છે. કોર્પસ કેલોઝિયમ નામનો મગજનો વાઈટ મેટરથી બનેલ ભાગ પુરૂષ કરતાં સ્ત્રીમાં મોટો હોય છે. પુરુષ અને સ્ત્રીના મગજમાં તફાવત શા માટે જોવા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે તેનો આધાર અંતઃસ્ત્રાવ ઉપર છે. સ્ત્રી અને પુરુષના શરીરના વિકાસમાં જનનીના વિકાસ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ, શરીરના અન્ય અંગોના વિકાસમાં અમુક હદે અસર કરતા જોવા મળ્યા છે.
              
 
ઉંદર ઉપર થયેલા કેટલાક પ્રયોગો માં જોવા મળ્યું કે મનુષ્ય પ્રજાતિ અને ઉંદર ના મગજ માં આવેલ હાઇપોથેલેમસસ્ત્રી અને પુરુષના તફાવત પારખવામાં કદાચ મદદરૂપ બની શકે. કારણકે મગજનો આ ભાગ, મનુષ્યને સંતાનની ઉત્પત્તિ કરવાની ક્ષમતા અને વર્તણૂક સાથે જોડાયેલ છે. 1959 પ્રકાશિત થયેલ એક સંશોધન લેખ માં જોવા મળ્યું કે જ્યારે ગર્ભવતી સ્ત્રીના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે તો, વિકસતા ગર્ભના પુરુષપ્રધાન ફેરફાર થતા જોવા મળે છે. ત્યારબાદ આ વાત મનુષ્ય ના સંદર્ભમાં પણ વૈજ્ઞાનિકોને સંશોધન દ્વારા સાચી લાગી. આવા સંશોધનોથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના બાયોલોજીકલ એટલે કે જૈવિક અને શારીરિક ફેરફારો ને ચકાસવામાં તો મદદ મળી પરંતુ, સ્ત્રી-પુરુષ વચ્ચેના હાર્દિક ક્ષમતા અને સ્માર્ટ અને સમજવા માટે આજની ટેકનોલોજી અને સંશોધનો પણ ક્યાં તને ક્યાંક ઉણા ઊતરે છે. કારણકે સ્ત્રી અને પુરુષ વચ્ચે નહીં બૌદ્ધિક ક્ષમતાનો તફાવત માત્ર જૈવિક તથા વચ્ચે શારીરિક બંધારણ ઉપર આધાર રાખતો નથી.

હોર્મોન્સ: “બ્લુ બ્રેઇન, પિંક બ્રેઇન”નો તફાવત                

કેટલાક વૈજ્ઞાનિકો તેને મનુષ્યના અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ સાથે સાંકળે છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષ સબંધી અંતસ્ત્રાવ છે જેના કારણે, પુરુષ વધારે હિંસાત્મક બનતો હોવાનું વૈજ્ઞાનિકો માને છે. સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ, પોતાની લાગણીઓ અલગ અલગ રીતે વ્યક્ત કરતી હોવાથી સ્ત્રી-પુરુષની ઉગ્રતા કે ગુસ્સાને અંતઃસ્ત્રાવ સાથે જોડવો વ્યાજબી લાગતુ નથી. શિકાગો મેડિકલ સ્કૂલના ન્યુરોસાયન્સના પ્રોફેસર અને લેખિકા લિસ એલિયટ એ “બ્લુ બ્રેઇન, પિંક બ્રેઇન” નામનું પુસ્તક લખીને તેમાં સ્ત્રી અને પુરુષના મગજનો તફાવત દર્શાવવાની કોશિશ કરી છે.
                સ્ત્રીઓ સાથે એસ્ટ્રોજેન્સ અને પ્રોજેસ્ટેરોન જોડાયેલા છે જ્યારે, પુરુષ સાથે ટેસ્ટોસ્ટેરોન અને ઍન્ડ્રોજેન સંકળાયેલા છે. ગર્ભાવસ્થાના મધ્ય ભાગ દરમિયાન, પુરુષ ગર્ભના વિકાસ સમયે ટેસ્ટોસ્ટેરોનની માંગ વધી જાય છે. જે માત્ર તેના શરીર શરીરના જ નહીં પરંતુ મગજના વિકાસ માટે પણ જવાબદાર બને છે. જેનેટિક ખામીના કારણે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવની અસર પુરુષ શરીરના વિકાસ માટે ખોરંભે ચડે છે ત્યારે, આપોઆપ સ્ત્રી શરીર જેવો વિકાસ થવા માંડે છે. મનુષ્યના મગજના ભાગ જેવા કે એમિગડાલા અને હિપ્પોકેમ્પસમા સેક્સ હોર્મોન્સને પારખી શકે તેવા રિસેપ્ટર એટલે કે ગ્રાહ્ય કોષો ની સંખ્યા વધારે હોય.
                તબીબો જાણે છે કે ડીએનએ બેઝની એકાદી જોડી પણ આડીઅવળી થાય તો, તબીબી સમસ્યા પેદા થાય છે? અહીં તો સ્ત્રીના શરીરમાં પૂરેપૂરા રંગસૂત્ર ની અદલાબદલી થાય છે. સ્ત્રી પાસે બે એક્સ રંગસૂત્ર હોય છે. જ્યારે પુરુષ પાસે X અને Y નામના રંગસૂત્ર, રંગસૂત્ર 27ની જોડીમાં જોવા મળે છે. યાદ રહે કે સ્ત્રી સાથે સંકળાયેલ એક્સ રંગસૂત્ર ઉપર અંદાજે ૧૫૦૦ જેટલા જનીનો આવેલા છે. જ્યારે વાય રંગસૂત્ર ઉપર ૩૦ જેટલા જનીનો આવેલા છે. આમ શારીરિક ભેદભાવ સર્જનાર સ્ત્રીના રંગસૂત્રમાં જનીનોની સંખ્યા વધારે છે. કદાચ તેના કારણે જ મનુષ્યના શરીરના દરેક કોષની રચના સમયે થોડોક તફાવત જોવા મળતો હશે. મનુષ્યની નવી નવી ચીજ વસ્તુઓ શીખવા સાથે મગજમાં આવેલ “હિપ્પોકેમ્પસ” ભાગ મહત્વની ભૂમિકા ભજવે છે.

Tuesday 24 May 2022

સ્ટારલિંક : ઇલોન મસ્કની નવી સેન્ચ્યુરી

              
 ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ નવી સેન્ચ્યુરી ફટકારી છે. કંપનીએ તેના 100મા ઉડ્ડયન સમયે ફાલ્કન નાઈન રોકેટને અંતરિક્ષ સફર ઉપર મોકલીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ ઉપરાંત ગ્લોબલ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે, કંપનીએ તેના 58 સ્ટારલિંક સેટેલાઈટને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ગોઠવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઇલોન મસ્કની સ્પેસએક્સ સમાચારોમાં છવાયેલી રહી છે. તાજેતરમાં ઇલોન મસ્ક દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે “ઇજિપ્તના પિરામિડ પરગ્રહવાસી દ્વારા બનાવવામાં આવ્યા છે.” આ ટ્વીટના જવાબમાં ઇજિપ્ત સરકારે તેના પિરામિડ જોવા માટે, ઇલોન મસ્કને વ્યક્તિગત આમંત્રણ પણ આપ્યું છે. ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ ખાનગી ક્ષેત્ર દ્વારા અંતરીક્ષ કાર્યક્રમો માટે અગ્રેસર રહી છે. તેની સ્પર્ધા જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપની સાથે ચાલી રહી છે. એમેઝોનના સીઈઓ જેફ બેઝોસની માલિકીની એરોસ્પેસ ફર્મ બ્લુ ઓરિજિન, એક મોકઅપ ક્રૂ લેન્ડર વાહન નાસાને પહોંચાડ્યું. મોકઅપ ક્રૂ લેન્ડર નુ અપડેટૅડ વર્ઝન, 2024માં અમેરિકાની પ્રથમ મહિલા અને આગામી પુરુષને ચંદ્ર પર લઈ જશે. બંને કંપનીઓ વચ્ચે ચાલતી તંદુરસ્ત હરીફાઇના કારણે અંતરિક્ષ વિજ્ઞાનને અનોખો ફાયદો થઇ રહ્યો છે. અમેરિકાની નાસાને સસ્તા દરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર અંતરિક્ષ યાત્રી અને માલસામાન મોકલવા માટે, એક સ્પેસએક્સ જેવો નવો વિકલ્પ પણ મળી આવ્યો છે. બચપણથી જ ઇલોન મસ્ક અંતરીક્ષના વિવિધ સપના જોતા હતા. હવે સપનાં સાકાર થવા જઈ રહ્યા છે.

સ્પેસએક્સની રોકેટ લોન્ચિંગની સેન્ચ્યુરી

                
19 ઓગસ્ટના રોજ, ફ્લોરિડાના કેપ કેનાવરલ રોકેટ લોન્ચ પેડ ઉપરથી સ્પેસએક્સ કંપનીએ 100મા ઉડ્ડયન સમયે ‘ફાલ્કન નાઈન’ રોકેટને અંતરિક્ષ સફર ઉપર મોકલ્યું હતું. રોકેટના મથાળે ૫૮ જેટલા સ્ટાર લિંક સેટેલાઈટ ગોઠવેલા હતા. આ ઉપરાંત પ્લેનેટ લેબ નામની કંપનીના, સ્કાયસેટ નામના અન્ય ત્રણ ઉપગ્રહ પણ હતા. ફાલ્કન નાઈન કંપનીનું પ્રથમ, વારંવાર વાપરી શકાય તેવું રિ-યુઝેબલ રોકેટછે. જેનો ઉપયોગ અંતરિક્ષમાં માલસામાન અને પેસેન્જર મોકલવા માટે કરે છે. નાસાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર સસ્તા દરે પેલોડ પહોંચાડી શકે તેઓ નવો વિકલ્પ મળી આવ્યો છે. અમેરિકાની નાસા એ ખાનગી રોકેટ ભાડે થી લઈને વાપરવાના શરૂ કર્યા છે. ચંદ્ર ઉપર 2024 માં ઉતરનાર અંતરિક્ષ યાન પણ ખાનગી કંપની ડિઝાઇન કરી રહી છે.
                સ્પેસ એકસ કંપનીએ સેંકડો સ્પૃટાર લિંકથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ગોઠવાશે છે. તેના કારણે સમસ્યાઓ પણ પેદા થઈ છે. થોડા સમય પહેલા પૃથ્વી પરની ખગોળ વેધશાળાઓએ ફરિયાદ કરી હતીકે, અંતરિક્ષમાં ગોઠવેલા ૬૦૦ જેટલા સેટેલાઈટ સૂર્યનાં કિરણોનું પરાવર્તન કરીને, વેધશાળાના અવલોકનો લેવામાં રૂકાવટ પેદા કરે છે. આ ફરિયાદના પગલે કંપનીએ સેટેલાઈટ ઉપર ખાસ પ્રકારનું લેયર ગોઠવ્યું છે, જેથી કરીને સેટેલાઈટ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે નહીં. સ્પેસસેક્સ કંપની થોડાજ દિવસોમાં આર્જેન્ટિનાના અંતરીક્ષ પ્રોગ્રામ માટે ખાસ પ્રકારનો સેટેલાઈટ અંતરિક્ષમાં ગોઠવી આપવાની છે. 1960 બાદ પોલાર લોન્ચ કોરિડોરનો ઉપયોગ કરનાર સ્પેસસેક્સનું પ્રથમ લોન્ચિંગ કરશે.
                આ ઉપરાંત કંપની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ માટે પણ સેટેલાઈટ ગોઠવવાની તૈયારી કરી રહ્યુંછે. કંપનીના અંદાજ મુજબ, હાઈ-સ્પીડ ગ્લોબલ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે કંપનીને ઓછામાં ઓછા ૮૦૦ જેટલા ઉપગ્રહ અંતરીક્ષમાં ગોઠવવા પડશે. હાલમાં કંપનીએ 655 ઉપગ્રહને અંતરીક્ષમાં ગોઠવેલા છે. પૃથ્વી પરના અતિશય દૂર આવેલા દુર્ગમ અને જટિલ સ્થાનો ઉપર ઇન્ટરનેટ સેવા પહોંચાડવા માટે આવનારા પાંચ વર્ષમાં 2200 જેટલા સેટેલાઈટ ગોઠવવાની છે. ટૂંકમાં કહીએ તો હવે પર્વતારોહકો, એવરેસ્ટ શિખરની ટોચ ઉપર પણ ઇન્ટરનેટ સેવાનો લહાવો માણી શકશે.

ઇલોન મસ્ક: એક સાથે અનેક ઘોડા ઉપર સવારી.

              
 ઇલોન મસ્કની ગણના ફોર્બ્સ મેગેઝિન, વિશ્વના ૨૫ ખૂબ જ પાવરફૂલ વ્યક્તિમાં કરે છે. ઇલોન મસ્ક બચપણથી જ સાહસિક સ્વભાવના રહ્યા છે. તેમણે એપ્લાઇડ ફિઝિક્સમાં મટીરીયલ સાયન્સની ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. યુવાન વયે તેમણે ઇન્ટરનેટના શરૂઆતના તબક્કામાં એક્સડોટકોમ ઓનલાઈન બેંકની સ્થાપના કરી હતી. છેવટે આ કંપની કોન્ફિનીટી સાથે મર્જર થઈ ગઈ હતી. જેણે ઈન્ટરનેટ ઉપર નાણાંની આપ-લે કરવા માટે “પેપાલ” નામની કંપની શરૂ કરી હતી. 2002ના મે મહિનામાં ઇલોન સ્પેસએક્સની સ્થાપના કરી હતી. જેથી કરીને તે પોતાના અંતરિક્ષ વિજ્ઞાનના સપનાઓને હકીકતમાં બદલી શકે.આવનારા દિવસોમાં ઈન્ટરનેટનો વ્યાપ વધવાનો છે. લોકોને સેટેલાઈટ ડિશવડે થતા ડાયરેક્ટુ હોમ ટી.વી ની માફક, અંતરિક્ષમાંથી પોતાના ઘરે સીધી જ ઈન્ટરનેટ સેવા મળી રહે તે માટે સ્ટારલિંક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટના 58 ઉપગ્રહને એકસાથે અંતરિક્ષમાં ગોઠવી, ઇલોન મસ્કએ સ્પેસ એક્સ કંપનીને નવી ઊંચાઇ ઉપર લાવી દીધી છે. પોતાના પાવરફુલ ફાલ્કન નાઈન રોકેટ ને તેમણે 92મી અંતરીક્ષ ઉડાન ઉપર મોકલીને, કંપનીએ પોતાના રોકેટ ઉડ્યનની સેન્ચ્યુરી મારી છે. નાસાના ગુપ્ત સ્પાય સેટેલાઈટને અંતરિક્ષમાં ગોઠવવાનું કામ પણ સ્પેસએક્સ કંપની કરે છે.
             
   ઇલોન મસ્ક, એક સાથે અનેક પ્રોગ્રામ ઉપર કામ કરી રહ્યા છે. તેમણે 2016માં ન્યુરાલિંક નામની કંપનીની સ્થાપના કરીછે. જે મનુષ્યના મગજને કોમ્પ્યુટર સાથે જોડવા માટેના પ્રયોગો કરી રહી છે. સૌથી હાઇ સ્પીડ ટ્રાન્સપોર્ટેશન માટે તેમણે “હાઇપરલિંકલૂપ” નામની નવી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને લગતા પ્રયોગો પણ શરૂ કરી દીધેલા છે. મંગળ ઉપર મનુષ્ય કોલોની સ્થાપવા માટે તેમણે પોતાના આગવા પ્લાન તૈયાર કર્યા છે. કોમ્પ્યુટર ટેકનોલોજીના નવા ખુલી રહેલા ક્ષેત્ર “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ”ને સામાન્ય માનવી સુધી પહોંચાડવા માટે નોન-પ્રોફિટ ટેબલ ધોરણે તેમણે ઓપન ઍ.આઈ.(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નામની સંસ્થાની સ્થાપના કરી છે. તેના આ બધા પ્રોજેક્ટમાં, સ્ટારલિંક પ્રોજેક્ટ થોડો અલગ છે. સામાન્ય માનવી સુધી સેટેલાઇટ દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચે તે માટે તેણે 655 જેટલા સ્ટારલિંક સેટેલાઈટને અત્યાર સુધી અંતરિક્ષમાં ગોઠવાયા છે.

સ્ટારલિંક : ગ્લોબલ હાઈ સ્પીડ ડેટા નેટવર્ક              

 સ્ટારલિંક સ્પેસએક્સના ઇલોન મસ્કનું એક અતિ મહત્વાકાંક્ષી સર્જનછે. સેંકડો ઉપગ્રહ દ્વારા પૃથ્વીના દુર્ગમ અને અતિ દૂર આવેલા સ્થાન ઉપર ઇન્ટરનેટ સેવા પહોંચાડવા માટે સ્ટારલિંક કંપનીની સ્થાપના કરવામાં આવીછે. કંપનીનું વડુમથક વોશિંગ્ટનમાં આવેલું છે. આ પ્રકારની કંપની શરૂ કરવાનો વિચાર ઇલોન મસ્કને 2015માં આવ્યો હતો. ફેબ્રુઆરી 2018માં એક ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન બે ઉપગ્રહને અંતરીક્ષમાં ગોઠવવામાં આવ્યા હતા. સેટેલાઇટના અંતરિક્ષમાં ગોઠવવાની ખરી અને સાચી કવાયત કંપની દ્વારા મે 2019માં કરવામાં આવી હતી. જ્યારે તેણે એક સાથે 60 ઉપગ્રહને અંતરિક્ષમાં ગોઠવ્યા હતા. તાજેતરમાં તેણે ૫૮ ઉપગ્રહને અંતરિક્ષમાં ગોઠવ્યા છે. કંપની 2022માં વ્યાપારી ધોરણે ટચુકડી સેટેલાઈટ ડીશ, હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા લોકોના ઘર સુધી પહોંચાડવાની શરૂઆત કરશે.
          
     અમેરિકાની ફેડરલ કોમ્યુનિકેશન કમીશન, ઇલોન મસ્કને અંતરિક્ષમાં 12000 સેટેલાઈટ ગોઠવવાની પરવાનગી આ અગાઉ આપી ચૂક્યું છે. હવે ઇલોન મસ્ક, અંતરિક્ષમાં 30000 સેટેલાઈટ ગોઠવવા માટે પરવાનગી માગી રહ્યા છે. પૃથ્વીની સપાટીથી ૬૦૦ કિલોમીટરની ઊંચાઈએ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવશે. ઇન્ટરનેટ સેવા સાથે જોડાયેલા આ ઉપગ્રહને અંતરિક્ષમાં ફરી રહેલ કચરાનુ જોખમ રહેલું છે. 18 ઓગસ્ટ 2020 સુધીમાં કુલ ૬૫૫ સ્ટારલિંક ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી રહ્યા છે.   
     કંપની ત્રણ અલગ-અલગ ભ્રમણકક્ષામાં શરૂઆતના તબક્કે 12000 ઉપગ્રહ ગોઠવવામાં આવ્યા છે. 550 કિલોમીટરની પ્રથમ પ્રદક્ષિણા માર્ગમાં 1584, 1110 કિલોમીટરની ઊંચાઇ ઉપર બીજી ભ્રમણકક્ષામાં 2825 અને 340 કિલો મીટર ઊંચાઈની ત્રીજી ભ્રમણકક્ષામાં 7500 ઉપગ્રહ ગોઠવવામાં આવશે. પૃથ્વીને ફરતી ૭૨ જેટલી અલગ-અલગ ભ્રમણકક્ષામાં ઉપગ્રહ ગોઠવવામાં આવશે. દરેક ભ્રમણકક્ષામાં લગભગ 22 ઉપગ્રહ કરતા હશે. માર્ચ 2020માં કંપની જાહેર કર્યું હતું કે, સ્ટારલિંક પ્રોજેક્ટ માટે કંપની દરરોજના છ સેટેલાઈટ તૈયાર કરશે. કંપની તેના મહત્વાકાંક્ષી રોકેટ સ્ટારશીપ વડે ભવિષ્યમાં એક સાથે 400 ઉપગ્રહને અંતરીક્ષમાં ગોઠવવાની યોજના ધરાવે છે.

ટેકનોલોજી ક્ષેત્રમાં આગવી આગેકૂચ             

   ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ, તેના પાંચમાં સામૂહિક ઉડ્ડયન પ્રોગ્રામમાં, ઇન્ટરનેટ સેવા માટેના 300 સેટેલાઈટ લોન્ચ કરી ચૂકી છે. અસંખ્ય સેટેલાઈટનું અંતરિક્ષમાં એક આખું નેટવર્ક ઊભું થશે. જે 24 કલાક કાર્યરત રહીને પૃથ્વીના એક છેડાથી માંડીને બીજા છેડા ઉપર હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા પુરી પાડશે. અંતરિક્ષમાં ગોઠવાયેલું આ ગ્રહ નેટવર્ક સ્ટારલિંક તરીકે ઓળખાઇ રહ્યું છે. હાલમાં સેટેલાઈટ દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમાં અનેક રૂકાવટ અને ડેટાને હાઈ સ્પીડમાં પહોંચાડવાની ક્ષમતામાં નબળાઈઓ જોવા મળી છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સ્ટારલિંક નેટવર્ક દ્વારા નવતર પ્રયોગ 2022ની આસપાસ શરૂ થશે. કંપનીમાં એ છે કે પૃથ્વીની સૌથી નીચે પ્રમાણે કક્ષામાં અસંખ્ય ઉપગ્રહ ગોઠવવાથી ગ્રાહકને ઝડપી અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે. સામા પક્ષે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા માટે ગ્રાહકોએ કંપનીએ નક્કી કરેલ રકમ ચૂકવવી પડશે. જ્યારે એક કંપની બાર હજાર જેટલા ઉપગ્રહને અંતરીક્ષમાં ગોઠવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે તેનું આયોજન ખુબ જ મોટા પાયે હશે ઍ વાત ખૂબ જ સહેલાઈથી સમજી શકાય તેમ છે. આવનારા દાયકામાં કોમ્પ્યુટર ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોબાઈલ ટેલિફોન સેવા વગેરેમાં ધરખમ ક્રાંતિ આવી શકે તેમ છે. લોકોના ઘરમાં રહેલ ડિજિટલ ઉપકરણો પણ હવે સીધા ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે તેવી ટેકનોલોજી ધરાવતા થઈ જશે. જેનું નિયંત્રણ ઘર માલિક, પૃથ્વીના કોઈ પણ છેડેથી કરી શકશે. આવા સંજોગોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા ખૂબ જ મહત્વની સાબિત થાય તેમછે.
              
 
એક મુલાકાતમાં ઇલોન મસ્કે જણાવ્યું હતુંકે “હાલમાં પૃથ્વી પર વસનારા ૩ અબજ લોકોને ઇન્ટરનેટ સેવાનો લાભ મળતો નથી.” તેની કંપની ગ્લોબલ ઇન્ટરનેટ સેવા પુરી પાડશે ત્યારે પૃથ્વી પર વસનાર દરેક વ્યક્તિ તેની સેવાનો લાભ લઈ શકશે. હાલમાં જે રીતે સેટેલાઇટ દ્વારાડાયરેક્ટુ હોમ, ટીવી કાર્યક્રમો પહોંચાડવામાં આવે છે તેવી જ રીતે ગ્લોબલ ઇન્ટરનેટ સેવા પણ પૂરી પાડવામાં આવશે. કંપનીએ તાજેતરમાં 4425 ઉપગ્રહને અંતરીક્ષમાં ગોઠવવા માટે, સ્થાનિક સરકાર પાસે મંજૂરી માગી છે. હાલમાં પૃથ્વીની ફરતે ફરી રહેલા કાર્યરત ઉપગ્રહ કરતા આ સંખ્યા ત્રણ ગણી વધારે છે.

Saturday 21 May 2022

બ્રિટન: સ્પેસપોર્ટનું વ્યાપારીકરણ કરવાની દિશામાં..

 

   
            ભારતે તાજેતરમાં જ સ્વતંત્રતાની ૭૪ વર્ષગાંઠ ઉજવે છે. ભારત પર રાજ કરનાર બ્રિટન ભારત કરતા રોકેટ ટેકનોલોજીમાં પાછળ છે અને હવે ધીરે ધીરે વ્યાપારી ધોરણે ખાનગી કંપની પાસે રોકેટ વિકસાવી પોતાની ભૂમિ ઉપરથી બ્રિટન પોતાના સ્પેસ પ્રોગ્રામની તૈયારીઓ કરી રહ્યું છે. બ્રિટનને અંતરીક્ષ ક્ષેત્રે કમાણી કરવાની તક દેખાઈ રહીછે. આ કારણે તે બ્રિટનની ખાનગી કંપની ઓર્બેક્સ અને સ્કાયરોરાને કેટલીક છૂટછાટ આપી, આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપી રહી છે. અલગ-અલગ એરપોર્ટ ઉપરથી જેમ વિવિધ કંપનીઓના વિમાનના ઉડ્ડયન ભરે છે, તે પ્રમાણે બ્રિટન પોતાની ભૂમિ ઉપર ખાનગી સ્પેસપોર્ટ ઉભા કરી, વિવિધ વ્યાપારી કંપનીઓને પોતાના રોકેટ દ્વારા નાના સેટેલાઈટ તથા અન્ય પેલોડ અંતરિક્ષમાં મોકલવા માટેની સગવડો પૂરી પાડવા તૈયાર થયું છે. છેલ્લા 50 વર્ષ બાદ, ગયા મે મહિનામાં બ્રિટનની ભૂમિ ઉપરથી પ્રથમવાર વ્યાપારી કંપનીનું રોકેટ અંતરિક્ષમાં ઉડાડવામાં આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ લોકહિડ માર્ટીન કંપની ખાનગી સ્પેસપોર્ટ વિકસાવવા માટે બ્રિટન આમંત્રણ આપી ચૂક્યું છે. બ્રિટનના પોતાના બ્લેક એરો પ્રોગ્રામ બાદ, પાંચ દાયકા બાદ બ્રિટન વ્યાપારી કંપનીના ખભા ઉપર ઊભા રહીને પોતાનો અંતરીક્ષ પ્રોગ્રામ આગળ ધપાવશે. મજાની વાત એછે કે, રોકેટ ટેકનોલોજીમાં પણ હવે બદલાવ આવી રહ્યો છે અને, કેટલીક વ્યાપારી કંપનીઓ થ્રીડી ટેકનોલોજી વડે પ્રિન્ટિંગ થયેલ રોકેટ એન્જિનનો પણ ઉપયોગ કરી રહી છે.

બ્લેક એરો પ્રોગ્રામ: કોલ્ડ વોર દરમિયાન ઠંડુ પાણી ફરી વળ્યું.

              
 
એક બાજુ અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું, જે દરમિયાન સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે બંને દેશ એકબીજાથી આગળ નીકળવા માટે દોડી રહ્યા હતા. આવા કપરા કાળમાં બ્રિટન પોતાના રોકેટ વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ જર્મની દ્વારા માર ખાઈને અધમુઆ થયેલ બ્રિટનને રોકેટ રોકેટ પાવર શું છે? તેનો ખ્યાલ આવી ગયો હતો. રોકેટને મિસાઇલમાં ફેરવવામાં વાર લાગતી નથી. 1969થી લઈને 1971 વચ્ચે બ્રિટન દ્વારા “બ્લેક એરો” નામના ચાર રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા રોકેટ દ્વારા બ્રિટને “પ્રોસ્પેરો” નામનો પોતાનો સેટેલાઈટ ‘લો અર્થ ઓર્બિટ’ માં તરતો મૂક્યો હતો.
              
 
રોકેટ તૈયાર કરવા માટે રોયલ એરક્રાફ્ટ એસ્ટાબ્લીશમેન્ટ કંપનીનો સહારો લેવામાં આવ્યો હતો. સંરક્ષણને લગતા વિવિધ સંશોધનો તેના દ્વારા કરવામાં આવતા હતા. તેણે અનેક વાર પોતાના નામ બદલી નાખ્યા હતા. ૧૯૮૮માં ફરીવાર તેનું નામ “રોયલ એરોસ્પેસ એસ્ટાબ્લીશમેન્ટ” રાખવામાં આવ્યું હતું. હાલમાં આ સરકારી કંપની, બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના નિર્દેશો પ્રમાણે ચાલે છે. બ્લેક એરો કાર્યક્રમ દરમિયાન બ્રિટને ત્રણ તબક્કા વાળુ રોકેટ વિકસાવ્યું હતું. તેના પ્રથમ તબક્કામાં કેરોસીન અને હાઈડ્રોજન પેરોક્સાઈડનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. રોકેટ 144 કિલો વજન અંતરિક્ષમાં લઈ જવાની ક્ષમતા ધરાવતું હતું. રોકેટના માત્ર ચાર ઉદયન બાદ, સમગ્ર કાર્યક્રમ સમેટી લેવામાં આવ્યો. બ્રિટનની પાર્લામેન્ટને લાગ્યું કે પોતાના નવા રોકેટ વિકસાવવા કરતા, અમેરિકાના સ્કાઉટ રોકેટ સસ્તા ભાવમા મળી રહ્યા છે. આમ બ્રિટન પોતાનો કાર્યક્રમ આગળ વધારે તે પહેલાં જ તેને અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યા.
        હવે પાંચ દાયકા બાદ બ્રિટન, ખાનગી વ્યાપારી કંપનીને બ્રિટનમાંથી રોકેટ લોંચીંગ કરવા માટે, વિવિધ પ્રકારે મદદ કરી રહ્યું છે. મે 2020માં સ્કોટલેન્ડના કિલ્ડરમોરી એસ્ટેટ નામના લોન્ચિંગ પેડ ઉપરથી સ્કાયરોરાનું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટ મહત્તમ 90 કિલો મીટરની ઊંચાઈ સુધી પહોંચી શક્યું હતું. સ્કાયરોરાનું રોકેટ ૧૦૦ કિલોગ્રામ વજનનો પેલોડ લઈ જઈ શકે છે. હાલમાં ‘લો અર્થ ઓર્બિટ’માં મીની સેટેલાઈટ લોન્ચ કરવા માટે આટલી ક્ષમતા પૂરતી છે.

સ્કાયરોરા: અવકાશનેઆંબવાની આકાંક્ષા

              

             
2017માં સ્કોટલેન્ડમાં સ્કાયરોરાની સ્થાપના કરવામાં આવી હતી. બ્રિટનમાં કાર્યરત આ કંપનીમાં માત્ર 20 થી 25 માણસનો સ્ટાફ છે જ્યારે, અન્ય દેશમાં તેની ઓફિસમાં સૌ વૈજ્ઞાનિકોનો સ્ટાફ કામ કરી રહ્યો છે. કંપની રશિયન લોકો ઉપર આધાર રાખી રહી છે. 2018માં કંપનીએ “સ્કાય લાર્ક નેનો” નામના પાંચ ફૂટ ઊંચાઈના રોકેટને અંતરિક્ષમાં મોકલ્યું હતું. જોકે આ રોકેટ માત્ર ૬ કિલોમીટરની ઊંચાઇ સુધી પહોંચી શક્યું હતું. અને અંતરીક્ષ ની સફર ખેડવા માં નિષ્ફળ રહ્યું હતું. જોકે કંપનીએ માત્ર રોકેટના એન્જિન ચકાસવા માટે આ ઉડ્ડયન કર્યું હતું. કંપનીની ખાસિયત એછે કે તેણે માત્ર પાંચ દિવસમાં રોકેટ લોન્ચ કરવા માટેનું, હરતું-ફરતું એટલે કે મોબાઈલ રોકેટ લોન્ચિંગ પેડ અને સાઈટ તૈયાર કરી છે. જેને અન્ય સ્થળે ખસેડી શકાય છે. સફળતાપૂર્વક ત્યાંથી રોકેટ છોડી શકાય છે. વિશ્વના દેશો હવે સસ્તા અને નાના સેટેલાઈટ અંતરિક્ષમાં મુકવા તરફ જઈ રહ્યા છે ત્યારે, આ કંપનીએ પોતાનું ધ્યાન ‘લો અર્થ ઓર્બિટ’માં ઓછા વજનના સેટેલાઈટ ગોઠવી આપવા તરફ ફેરવ્યું છે. કંપની સ્કાયલાર્ક રોકેટના ૨અલગ-અલગ વર્ઝન તૈયાર કરી ચૂક્યું છે. આ ઉપરાંત સ્કાયરોરાના લેટેસ્ટ મોડલ XL પણ તૈયાર કરી ચૂક્યું છે. ત્રણ તબક્કા વાળું આ રોકેટ, 3૦૦થી ૫૦૦ ગ્રામ પેલો ધરાવતા સેટેલાઈટને અંતરિક્ષમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે.
          
 
કંપનીના રોકેટની ખાસિયત એછે કે, તે માત્ર થોડી પ્રિન્ટિંગ ટેકનોલોજીથી તૈયાર થયા છે. આ ઉપરાંત રોકેટ એન્જિનમાં બળતણ તરીકે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પર્યાવરણ ક્ષેત્રે આ પ્રકારના રોકેટ ઉપયોગી થઈ શકે તેમ છે. ૭૨ ફૂટ ઊંચાઈનું સ્કાયરોરા XL રોકેટ, સ્પેસ લેબનાં કંપનીના 57 ફૂટના ઇલેક્ટ્રોન રોકેટ અને સ્પેસ એક્સના ફાલ્કન-9 વચ્ચે આવતું રોકેટ છે. રોકેટ એન્જિનમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થતો હોવાથી, ૪૫ ટકા જેટલા ગ્રીનહાઉસ ગેસનું પ્રદૂષણ ઘટી શકે છે. કંપનીના આયોજન મુજબ, 2022માં કંપની વ્યાપારી ધોરણે અન્ય દેશોના સેટેલાઈટને અંતરિક્ષમાં ગોઠવી આપવા માટે સક્ષમ બની ચુકી હશે.

ઓર્બેક્સ : સ્પેસપોર્ટ બનાવવાની તૈયારીઓ

                ઓર્બેક્સ બ્રિટનની બીજી કંપની છે જે રોકેટ ટેકનોલોજી વિકસાવી બ્રિટનને અંતરીક્ષયૂગની સફર કરાવવા માટે તૈયાર થયું છે. કંપની તેના “પ્રાઈમ” નામના રોકેટ તૈયાર કરી રહી છે. કંપનીનું વડુમથક સ્કોટલેન્ડમાં આવેલું છે. તેની પેટા કંપનીઓ જર્મની અને ડેનમાર્કમાં કામ કરી રહી છે.
             
   
2015માં સ્થાપના થયેલ આ કંપની એ, 2018માં ક્યુબસેટ નામનો નાના કદનો સેટેલાઈટ ‘લો અર્થ ઓર્બિટ’માં ગોઠવીને, પ્રથમ સફળતા મેળવી હતી. તાજેતરમાં બ્રિટનની સરકારે, ઓર્બેક્સને સુથરલેન્ડ સ્થળે સ્પેસપોર્ટ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. સુથરલેન્ડ , સ્કોટલેન્ડની ઉત્તર દિશામાં આવેલ એક નાનો ટાપુ છે. અહીંયા સ્પેસપોર્ટ કાર્યરત બનશે, તો સ્થાનિક લોકોને રોજગારી મળવાની ઉત્તમ તક રહેલી છે. સુથરલેન્ડ સ્પેસપોર્ટ ઉપરથી રોકેટ લેબ કંપનીના ઇલેક્ટ્રોન રોકેટ લોંચીંગ પણ થનાર છે. બન્ને કંપની પોતાનું રોકેટ લોન્ચિંગ પેડ અલગ તૈયાર કરશે પરંતુ કેટલીક સુવિધાઓ બંને કંપની સાથે મળીને ઊભી કરશે.
                કંપની હાલમાં “પ્રાઈમ” નામનું માત્ર ચાર ફૂટ ત્રણ ઇંચ લંબાઈનું રોકેટ વિકસાવી રહી છે. બે તબક્કા વાળા રોકેટનો, પ્રથમ તબક્કો વારંવાર વાપરી શકાય તે રીતે રિયુઝેબલ બનાવવામાં આવ્યો છે. “પ્રાઈમ” રોકેટમાં પ્રવાહી ઓક્સિજન અને પ્રોબ્લેમનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવશે. રોકેટની પેલોડ ક્ષમતા ૧૫૦ કિલોગ્રામની રહેશે, રોકેટ 500 કિલો મીટર ઊંચાઈ સુધી સેટેલાઈટ ગોઠવી શકે છે. 2021માં રોકેટનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવશે. “એસ્ટ્રો-કાસ્ટ” નામની કંપની સાથે કંપનીએ મીની અને નેનો સેટેલાઈટ અંતરિક્ષમાં ગોઠવવા માટે કરાર કર્યા છે.
                બ્રિટનની વ્યાપારી નીતિના કારણે, સ્પેસપોર્ટ વિકસાવવા માટે, વિવિધ કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઇ રહી છે. તાજેતરમાં બ્રિટન દ્વારા શેટલેન્ડ આઇલેન્ડ્સ ઉપર રોકેટ લોંચીંગ ફેસેલિટી ઉભી કરવા માટે વિશ્વની જાણીતી કંપની લોકહિડ માર્ટીનને પણ પરમિશન આપેલી છે. 2021 કંપની અહીંથી રોકેટ લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.લોકહિડ માર્ટીન કંપની અહીંથી તેનો પ્રથમ ઉપગ્રહ પણ અંતરિક્ષમાં મૂકશે. જે બ્રિટન માટે ઉપયોગી ડેટા ક્લેક્શન કરશે. લોકહિડ માર્ટીન તેને આપવામાં આવેલ 2 કરોડ 40 લાખ પાઉન્ડની ગ્રાન્ટને સ્પેસપોર્ટ વિકસાવવા માટે ઉપયોગમાં લેશે.

રોકેટ એન્જિન: થ્રીડી પ્રિન્ટર દ્વારા જન્મ

                તાજેતરમાં બ્રિટન દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ઓર્બેક્સ કંપની, બ્રિટનની ભૂમિ ઉપરથી “થ્રીડી” પ્રિન્ટર ટેકનોલોજી વડે તૈયાર કરવામાં આવેલ રોકેટનું, બ્રિટિશ સ્પેસપોર્ટ ઉપરથી લોન્ચિંગ કરશે. હાલમાં સ્પેસપોર્ટનું બાંધકામ ચાલુ છે. આવનારા સમયમાં બ્રિટન યુરોપિયન સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં અનોખુ સ્થાન મેળવી લેશે. 2015માં શરૂ થયેલ ઓર્બેક્સ કંપનીએ શરૂઆતમાં, લોક નજરમાં આવ્યા વિના અહીં પોતાનું કામકાજ શરૂ કર્યું હતું. તેણે અહીંથી જ્યારે ક્યુબસેટ નામનો નાના કદનો સેટેલાઈટનું લોન્ચિંગ કર્યું ત્યારબાદ તે લોકનજરમાં આવી હતી. કંપનીએ ‘એસએલએમ સોલ્યુશન’ નામની કંપની સાથે કરાર કરીને, વિશિષ્ટ પ્રકારના થ્રીડી પ્રિન્ટર તૈયાર કર્યા હતા. થ્રીડી પ્રિન્ટર દ્વારા કંપનીએ રોકેટ એન્જિન તૈયાર કર્યા છે. જેનું પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી વધારે સારી રીતે આગળ વધવાની તૈયારી કરી રહી છે.
              
 
ઓર્બેક્સ સિવાય અન્ય કંપની પણ થ્રીડી ટેકનોલોજી વડે બનેલો રોકેટ ઉપર સંશોધન અને પરીક્ષણ કરી રહી છે. અમેરિકાની નવી સ્ટાર્ટ અપ કંપની, ‘રોકેટ ક્રાફ્ટ’ દ્વારા “કોમેટ” સિરીઝના રોકેટ એન્જિન, થ્રીડી ટેકનોલોજી વડે તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં કંપની તેણે કરેલા 49 પરીક્ષણનો નિચોડ કાઢીને, એક વિશાળ થાય રોકેટ એન્જિન થ્રીડી પેઇન્ટિંગ ટેકનોલોજી વડે તૈયાર કરવા માટે આગળ વધી રહી છે.
                કેલિફોર્નિયામાં કાર્યરત “રોકેટ લેબ” કંપનીનું ઇલેક્ટ્રોન રોકેટ પણ થ્રીડી ટેકનોલોજી વડે બનેલા રોકેટ એન્જિન વાપરી રહ્યું છે. શરૂઆતની સિસ્ટમ ચેકિંગમાં રોકેટ એન્જિન પસાર થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં ઇલેક્ટ્રોન રોકેટ લોન્ચિંગ પેડ ઉપર અંતિમ પરીક્ષણ માટે રાહ જોતુ હશે. થ્રીડી ટેકનોલોજી વાપરવામાં અમેરિકાની રોકેટ બનાવનાર બીજી કંપની “રિલેટિવિટી સ્પેસ” પણ નોંધપાત્ર સંશોધન કરી રહી છે. કેલિફોર્નિયામાં તેણે પોતાનો નવો પ્લાન્ટ ઉભો કર્યો છે. આ પ્લાન્ટ દ્વારા કંપની થ્રીડી ટેકનોલોજી વડે બનેલા રોકેટ એન્જિનનું વ્યાપારી ધોરણે વેચાણ કરવાનું શરૂ કરશે.
              
 
મીની અને નેનો સેટેલાઈટ લોન્ચ કરવા માટે ૩૦૦થી ૫૦૦ કિલોગ્રામની વહન ક્ષમતા ધરાવતા રોકેટ માટે, થ્રીડી ટેકનોલોજી વડે તૈયાર થયેલ રોકેટ ચાલી જાય તેમ લાગે છે પરંતુ, વિશાળકાય રોકેટ માટે આ ટેકનોલોજી કેટલી કામયાબ નીવડે છે તેની ચકાસણી થઇ નથી. રોકેટ એન્જિનમાં હજારો સુક્ષ્મ ભાગ હોય છે, જેને આસાનીથી પ્રિન્ટ કરવા સહેલા નથી.

Thursday 19 May 2022

ફ્યુઝન પાવર: ન્યુક્લિયર રિએક્ટરમાં કુત્રિમ સૂર્ય પેદા કરવાની વૈજ્ઞાનિક મથામણ..

             
        જુલાઈ મહિનાના અંત ભાગમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા વિજ્ઞાન જગત નો સૌથી મોટો પ્રોજેક્ટ શરૂ કરવા માટે શિલારોપણ એટલે કે શુભ શરૂઆત કરવામાં આવી છે. ફ્રાન્સમાં ઉર્જા ઉત્પાદન માટેનો એક વિશાળકાય નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનું નામ “ ઇન્ટરનેશનલ થર્મો-ન્યુક્લિયર              એક્સપરિમેન્ટલ રિએક્ટર” એટલે કે ITER રાખવામાં આવ્યું છે. એક નવીન પદ્ધતિ દ્વારા, સૂર્યમાં જે પ્રકારે ઉર્જા ઉત્પન્ન થાય છે, તે પ્રકારે વૈજ્ઞાનિક પ્રક્રિયાને રીએક્ટરમાં શરૂ કરી ઉર્જા એટલે કે પાવર ઉત્પાદન કરવામાં આવશે. ટૂંકમાં એમ કહી શકાય કે રીએક્ટરમાં એક ટચુકડા સૂર્યને પેદા કરી તેમાંથી ગરમી ઉત્પન્ન કરવામાં આવશે. પેદા થયેલ ગરમીનો ઉપયોગ ત્યારબાદ ત્યારબાદ ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે. આ એક અનોખો પ્રયોગ છે. સાયન્સ ફિકશનમાં આવતા, વૈજ્ઞાનિક સિદ્ધાંત જેવો આ પ્રયોગ હવે સાકાર થવા જઈ રહ્યો છે. છેલ્લા ૩૫ વર્ષના આયોજન બાદ, પ્રોજેક્ટ હવે નક્કર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં ૩૦ કરતા વધારે દેશોએ ભાગ લીધો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. નવતર પ્રકારના રીએક્ટરમાં, પરમાણુની ફ્યુઝન એટલે કે સંલયન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે.

ફ્યુઝન: સંલયન પ્રક્રિયા શું છે?

                 ફ્યુઝન પ્રક્રિયામાં બે અથવા વધારે પરમાણુ નાભિ કેન્દ્ર જોડાઇને એક નાભિ કેન્દ્ર બને છે. આ પ્રક્રિયામાં નાભિ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને પકડી રાખનાર સ્ટ્રોંગ ફોર્સ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તેમની વચ્ચે લાગતુ કુલોમ્બ ફોર્સ,ધન વિદ્યુતભાર ધરાવતા પ્રોટોનને અપાકર્ષણ પેદા કરી એકબીજાથી દૂર રાખે છે.કુલોમ્બ ફોર્સ અને સ્ટ્રોંગ ફોર્સ નાભિ કેન્દ્રમાં ખૂબ જ ટૂંકા અંતર ઉપર લાગે છે. જ્યારે બે નાભિ કેન્દ્રના પ્રોટોન અને ન્યુટ્રોન જોડાઈને એક નાભિ કેન્દ્ર બનાવે છે ત્યારે તેમની વચ્ચે રહેલા સ્ટ્રોંગ ફોર્સ અનેક ગણો વધી જાય છે અને ખાસ પ્રકારની ઊર્જા મુક્ત કરે છે જે રેડિયેશન સ્વરૂપે હોય છે અને કેટલીકવાર તેમાંથી અન્ય સૂક્ષ્મ સબ એટમીક પાર્ટીકલ્સ છૂટા પડે છે. પ્રોટોનની સંખ્યા વધતા તેમની વચ્ચે લાગતુકુલોમ્બ અપાકર્ષણ માં પણ ખૂબ જ વધારો થાય છે.
                નાભિ કેન્દ્રની આજુબાજુ ફરતા ઈલેક્ટ્રોન અને તેના પ્રદક્ષિણા-માર્ગમાં રાખતા ખાસ પ્રકારના બળ કરતાં ઉપર જણાવેલ ખૂબ જ વધારે શક્તિશાળી છે. રાસાયણિક પ્રક્રિયામાં પ્રદક્ષિણા માર્ગ માં ફરતા ઇલેક્ટ્રોનના પ્રદક્ષિણા માર્ગમાં બદલાવાથી ઉર્જા પેદા થાય છે. જ્યારે ફ્યુઝન નામની ભૌતિક પ્રક્રિયામાં બે કે તેથી વધારે નામ કેન્દ્ર જોડાઈને એક બનતા, સ્ટ્રોંગ ફોર્સ અને કુલોમ્બ ફોર્સમાં થયેલ વધારો ઊર્જા મુક્ત કરે છે. આ કારણે પરંપરાગત ફોસીલ ફ્યૂઅલ, જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે છે, તેના કરતા 1000000 ઘણી ઉર્જા, આ ભૌતિક પ્રક્રિયામાંથી મુક્ત થાય છે.
     
જ્યારે પરમાણુનું નાભિ કેન્દ્ર તોડવામાં આવે છે, ત્યારે પણ પુષ્કળ ઊર્જા પેદા થાય છે. જેના વિખંડન/ ફીશન પ્રક્રિયા કહે છે. પરમાણુ ઊર્જા પેદા કરનાર ન્યુક્લિયર રિએક્ટરમાં આ પ્રક્રિયા નિયંત્રિત સ્વરૂપમાં કરવામાં આવે છે. જ્યારે પરમાણુ બોમ્બ આ પ્રક્રિયા અનિયંત્રિત હોય છે તેથી મોટો વિસ્ફોટ કરે છે અને ખૂબ જ મોટી જાનહાનિ પણ કરે છે. આ પ્રક્રિયાથી ઉલટી પ્રક્રિયામાં, જ્યારે બે પરમાણુના નાભી કેન્દ્રને જોડીને એક કરવામાં આવે ત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પેદા થાય છે. તેને સંલયન/ ફ્યુઝન પ્રક્રિયા કહે છે.

ફ્યુઝન પાવર: સાયન્સ ફિક્શન અને સાયન્સ ફેક્ટ.

         ધ ડાર્ક નાઈટ રાઈઝીસ", "બેક ટુ ફ્યુચર", "ઑબ્લિવિયન અને ઈન્ટરસ્ટેલર" જેવી હોલિવૂડની ફિલ્મોમાં કઈ સમાનતા છે? આ ફિલ્મ એક પ્રકારનું સાયન્સ ફિકશન છે. સાયન્સ ફિક્શનના કેન્દ્રમાં. વિજ્ઞાન જગત નો ઉર્જા પેદા કરવાનો ખાસ સિદ્ધાંત એટલે કે ફ્યુઝન એનર્જી અને ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર કેન્દ્ર સ્થાને છે.૧૯૨૦ના દાયકામાં બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી આર્થર સ્ટેનલી એડિંગ્ટને પ્રથમ સૂર્યની ભીતરમાં ચાલતી રાહ તિક પ્રક્રિયાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા સૂર્ય અને બ્રહ્માંડના અન્ય તારાઓમાં હાઇડ્રોજનનું હિલીયમ વાયુ માં રૂપાંતર થતાં પુષ્કળ ગરમી અને ઊર્જા પેદા થાય છે. 1950ના દાયકાથી વૈજ્ઞાનિકો સાયન્સ ફિક્શન ફિલ્મના ચાહકો અને ઉર્જા ઉત્પાદન કરવા મનારા ઔદ્યોગિક સાહસિકો, સૂર્યના સ્વરૂપ જેવા મિનિએચર સૂર્યને પેદા કરી તેમાંથી ઊર્જા મેળવવાના સપના જોતા હતા.
                
ફ્યુઝન દ્વારા ઉર્જા પેદા કરનાર ન્યુક્લિયર રિએક્ટર ની અનેક ડિઝાઇન સંભવ છે. પરંતુ પ્રોટોનથી પ્રોટોનનું જોડાણ થાય, તેવી સંલયન પ્રક્રિયા આધારિત રિએક્ટર વૈજ્ઞાનિકોમાં ખૂબ જ પ્રચલિત છે. હાલમાં સૂર્યમાં ચાલતી પ્રક્રિયાનું, પ્રયોગશાળામાં પુનરાવર્તન કરી ઉર્જા મેળવવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. ડ્યુટેરિયમ-ટ્રિટિયમ (ડીટી)નાભિ કેન્દ્રને જોડીને ભૌતિક સંલયન પ્રક્રિયા દ્વારા ઊર્જા પેદા કરવાનો વૈજ્ઞાનિક સિદ્ધાંત વૈજ્ઞાનિકોને વધારે અનુકૂળ આવે છે. ખાસ પ્રકારના રીએક્ટરના કેન્દ્ર સ્થાનમાં આવેલ ચેમ્બર જેને તોકમાક કહે છે. તેમાં સંલયન પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આ પ્રક્રિયા શરૂ કરવા માટે વાયુને પ્લાઝમા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે જે માટે ખુબ જ ઊંચું તાપમાન અહીં પેદા કરવામાં આવે છે.
                1932માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઓસ્ટ્રેલિયન ભૌતિકશાસ્ત્રી માર્ક ઓલિફંત દ્વારા ફ્યુઝન પ્રતિક્રિયાને સફળતાપૂર્વક શરૂ કરી શકાય હતી. મોટાભાગના ફ્યુઝન આધારિત રિસર્ચ કેન્દ્રના તોકમાકમાં સુપર કન્ડક્ટીગ મેગ્નેટ નો ઉપયોગ કરી, ફ્યુઝન પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં આવે છે. ૧૯૫૦ના દાયકામાં રશિયન ભૌતિકશાસ્ત્રીઓ આન્દ્રે સખારોવ અને ઇગોર તમ્મ દ્વારા ખાસ પ્રકારનું તોકમાક વિકસાવવામાં આવ્યું હતું. તોકમાક ચેમ્બરમાં ખુબ જ ઉચ્ચ કક્ષાનો ચુંબકીય ક્ષેત્ર પેદા કરવું અઘરું કામ છે.

કુત્રિમ સૂર્ય: પ્રયોગાત્મક ફ્યુઝન રિએક્ટર

       હાલમાં કેટલીક વૈજ્ઞાનિક સંસ્થાઓ અને પ્રયોગાત્મક રીએક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર આધારિત તોકમાક કાર્યરત છે. પ્રિન્સટોન પ્લાઝમા ફિઝિકલ લેબોરેટરી દ્વારા પ્રથમ ફ્યુઝન ટેસ્ટ રિએક્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેની ક્ષમતા 10 મેગાવોટ પાવર ની હતી. હાલમાં બ્રિટનમાં વિશ્વનું સૌથી વિશાળ તોકમાક, જોઈન્ટ યુરોપિયન ટોરસ પ્રયોગશાળામાં છે. જેનો વ્યાસ 3 મીટર છે અને તે 16 મેગાવોટ ફ્યુઝન પાવર પેદા કરે છે.હાલમાં પાવર વિશે વધારે વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે, અમેરિકાનું ડિપાર્ટમેન્ટ એનર્જી, સાન ડિયાગો ખાતે આવેલ જનરલ એટોમિક પ્રયોગશાળાના તોકમાક દ્વારા પોતાના પ્રયોગો આગળ વધારી રહ્યું છે. જર્મનીમાં વેન્ડેલસ્ટેઇન 7-એક્સ,પ્રયોગશાળામાં ફ્યુઝન પ્રક્રિયા ઉપર સંશોધન ચાલી રહ્યા છે. નવા બંધાઈ રહેલા ITER માં નીચેની

ભૌતિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાના પ્રયોગ કરવામાં આવશે.

  1. તોકમાક તરીકે ઓળખાતા ચેમ્બરમાં, સૌપ્રથમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમને ધકેલવામાં આવશે. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એક પ્રકારના હાઈડ્રોજન વાયુના જ પરમાણુ છે.
  2. હાઈડ્રોજન વાયુ જ્યાં સુધી વાયુના પ્લાઝમા સ્વરૃપમાં ના ફેરવાય ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવશે.
  3. પેદા થયેલ પ્લાઝમા વાયુના વાદળને ૧૦,૦૦૦ ટન વજન ધરાવનાર સુપર કન્ડક્ટીગ મેગ્નેટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  4. જ્યારે પ્લાઝમા નુ તાપમાન 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ પહોંચશે ત્યારે હાઈડ્રોજન વાયુના નાભિ કેન્દ્ર એકબીજા સાથે જોડાઈ જશે અને હિલીયમ વાયુના કેન્દ્રમાં ફેરવાશે.
  5. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સૂત્ર મુજબ નજીવા દર ધરાવતા પદાર્થ માંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પેદા કરવામાં આવશે.
  6. ફ્યુઝન પ્રક્રિયામાં પેદા થતાં ખૂબ જ ખૂબ જ ઉચ્ચ ઉર્જા ધરાવનારા ન્યુટ્રોન કણ ચુંબક ક્ષેત્ર માંથી ભાગી ને બહાર નીકળશે અને તે ગરમી સ્વરૂપે ઉર્જા મુક્ત કરશે.
  7. તોકમાક ચેમ્બરની દિવાલમાં ફરતું પાણી આ ગરમીને ચૂસી લઈ, પાણી અને વરાળમાં ફેરવી નાખશે.
  8. પાણીની વરાળ, ખાસ પ્રકારના સ્ટીમ્બ ટર્બાઈન ચલાવીને વીજળીનું ઉત્પાદન કરશે.

ઇન્ટરનેશનલ થર્મો-ન્યુક્લિયર એક્સપરિમેન્ટલ રિએક્ટર” : કેટલીક વિશેષતાઓ             

         
ITERના બાંધકામમાં વપરાતા વિવિધ ભાગનું ઉત્પાદન આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા વિવિધ દેશ કરવાના છે. પરમાણુના નાભિ કેન્દ્રને આયન સ્વરૂપમાં લાવવા માટે ખાસ પ્રકારના કેન્દ્ર ભાગ બનાવવામાં આવશે. જેની રચના અમેરિકા કરવાનું છે. અમેરિકા પાવરફુલ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય તેવી રચના કરશે. ITERના તોકમાક ખાસ પ્રકારના ચુંબક વડે બનાવવામાં આવેલ છે. જે સેન્ટ્રલ સોલેનોઇડતરીકે ઓળખાય છે. સેન્ટ્રલ સોલેનોઇડની રચના છ ભાગમાં કરવામાં આવશે. દરેક ભાગને જોડીને જ્યારે એક વિશાળ બાંધકામ કરવામાં આવશે ત્યારે, તેની ઊંચાઈ ૧૩થી ૧૮ મીટર જેટલી હશે. આ ચુંબક એટલા પાવરફુલ હશે કે, અમેરિકાના નૌકાદળના વિશાળકાય વિમાનવાહક જહાજને એકલા હાથે ઊંચકી શકે તેટલી તેની તાકાત હશે. 2020 ના અંત ભાગમાં અમેરિકા મેગ્નેટ ના ભાગ ફ્રાન્સમાં મોકલવાની શરૂઆત કરશે.
              
                 ફ્યુઝન પ્લાન્ટના બાંધકામ માટે જરૂરીવિશાળ કદના વિવિધ ભાગ વિવિધ દેશમાંથી હવે ફ્રાન્સમાં પહોંચી રહ્યા છે દરેક ભાગ 15 મીટર કરતા વધારે લાંબો અને સેંકડો ટન વજન છે. જેના બાંધકામમાં પાંચ વર્ષ કરતાં વધારે સમય લાગેલો છે.આ પ્રોજેક્ટમાં ફ્રાંસ યુરોપિયન યુનિયન યુનાઇટેડ કિંગડમ અને સ્વીઝરલેન્ડ યજમાન દેશ છે તેથી તેઓ પ્રોજેક્ટ નો ૪૫ ટકા જેટલો ખર્ચ ઉઠાવશે જ્યારે, બાકીના દેશ એટલે કે અમેરિકા ચીન જાપાન રશિયા ભારત અને કોરિયા નવ ટકા જેટલો ખર્ચ ઉઠાવશે. આ પ્રોજેક્ટ માંથી મળનારા લાભ અને નવી ટેકનોલોજીના વિકાસ નો લાભ આ પ્રોજેક્ટમાં જોડાયેલ દેશને મળશે
             
   ITERમાં વપરાતું બળતણ દરિયાઈ પાણીમાંથી મળે છે અને સાથે લિથિયમ વાપરવામાં આવે છે. ફ્યુઝન રીએક્ટરમાં પાઈનેપલના કદના બળતણથી, કોલસાના ૧૦,૦૦૦ ટન જેટલા બળતણમાં થી પેદા થતી વીજળી, જેટલી વીજળી પેદા કરી શકાશે. ફ્યુઝન પ્લાન્ટ બાંધવાનો ખર્ચ, પરંપરાગત ન્યુક્લિયર રિએક્ટર બાંધવાના ખર્ચ જેટલો જ છે. 1950ના દાયકાથી ફ્યુઝન દ્વારા ઉર્જા ઉત્પન્ન થવાના પ્રયોગો થઈ રહ્યા છે.

Monday 16 May 2022

ટીઆનવેન-૧: નવો ઈતિહાસ લખવાની તૈયારી!


                    ચીન દ્વારા દક્ષિણ ચીનમાંથી હેઈનાન ટાપુ પરથી મંગળ ગ્રહ તરફ સ્પેસ ક્રાફ્ટ છોડવામાં આવ્યું છે. જેનું નામ ટીઆનવેન-૧ રાખવામાં આવ્યું છે. ચીન મંગળ ગ્રહ પર પ્રથમવાર સ્પેસ ક્રાફ્ટ ઉતારવાનો પ્રયત્ન કરશે. ગયા નવેમ્બર મહિનામાં, ભારતે જે રીતે ચન્દ્ર ઉપર વિક્રમ લેન્ડર ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો, તેવી જ રીતે ચીન મંગળ ગ્રહ ઉપર તેના લેન્ડર ટીઆનવેન-૧ ઉતારવાનો પ્રયત્ન કરશે. પાંચ મેટ્રિક ટન વજનનું સ્પેસ-ક્રાફ્ટ, ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ પ્રકારનો સામાન લઈને ગયું છે. લોંગ માર્સ-5 રોકેટ ઉપર ૨૩ જુલાઇના રોજ વેન ચાંગ સેટેલાઈટ લોન્ચ સેન્ટર પરથી રોકેટ છોડવામાં આવ્યું હતું. ચીન દ્વારા ટીઆનવેન-૧ને લગતી વધારે વિગતો આપવામાં આવી નથી. ચાઈનીઝ ઓફિસિયલ મોઢું સીવીને બેસી ગયા છે. ચીનના નેશનલ સ્પેસ સાયન્સ સેન્ટર ના ભૂતપૂર્વ અધિકારી જી વૂ કહે છેકે” મંગળ ગ્રહનું અમારુ મિશન ખૂબ જ જોખમી છે. આ કારણે જ ચાઈનીઝ વૈજ્ઞાનિકો મૌન સાધીને લો પ્રોફાઇલમાં રહેવાનું પસંદ કરે છે. ચીનના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કાર્યક્રમને કેટલાક વૈજ્ઞાનિકો શંકાની નજરે પણ જોઇ રહ્યા છે. આખરે અંતરીક્ષ સંશોધનમાં ચીન શું હાંસલ કરવા માંગે છે?

ચીન : નવો ઈતિહાસ લખવાની તૈયારી.

                    
ચીન છેલ્લા કેટલાક સમયથી અંતરિક્ષમાંનવો ઇતિહાસ રચી રહ્યું છે. 2003માં તેણે આત્મનિર્ભર બનીને, મનુષ્યને અંતરિક્ષમાં મોકલનાર ત્રીજો દેશ બન્યો હતો. ત્યારબાદ ચીન ટીઆન-ગોંગ નામની, પોતાની સ્પેસ લેબોરેટરીના બે મોડ્યુલ, પૃથ્વીની લો-અર્થ-ઓર્બિટમાં ગોઠવી ચૂક્યું છે. અમેરિકા અને રશિયા બાદ પોતાની અંતરીક્ષ પ્રયોગશાળા તૈયાર કરનાર ચીન ત્રીજો દેશ છે. એકાદ દાયકા બાદ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કદાચ આંતરરાષ્ટ્રીય ધોરણે ઉપયોગ કરવાનું બંધ કરવામાં આવે ત્યારે. ચીનની એક માત્ર પ્રયોગશાળા અંતરિક્ષમાં તે સમયે પ્રદક્ષિણા કરતી હશે. 2018માં ચીન દ્વારા ચંદ્રની અંધારી બાજુ ઉપર, સ્પેસક્રાફ્ટને સફળતા પૂર્વક લેન્ડિંગ કરાવનાર પ્રથમ દેશ સાબિત થયો હતો. ચંદ્રની અંધારી બાજુ ઉપર સ્પેસક્રાફ્ટનું ઉતરાણ કરવું હોય તો, સંદેશા વ્યવહારમાં ખૂબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે તે વાત યાદ રાખવી જોઈએ. આમ છતાં ચીનને ચંદ્ર ઉપર પોતાના લેન્ડર ઉતારવામાં બે વાર સફળતા મળી હોવાથી, એક જ ઝાટકે તેણે મંગળ ઉપર ઓર્બિટર, લેન્ડર અને રોબોટિક રોવર ગોઠવવાની હિંમત કરી છે. સામાન્ય રીતે કોઈ પણ દેશ સૌથી પહેલા મંગળની ભ્રમણકક્ષામાં ઉપગ્રહ એટલે કે ઓરબીટર ગોઠવવાનું કામ કરે છે. ત્યારબાદ લેન્ડરને ભૂમિ ઉપર ઉતારીને સોફ લેન્ડિંગની ચકાસણી કરે છે. અને છેલ્લે જો, આ બે અભિયાનમાં સફળતા મળે તો રોબોટિક રોવરને મંગળ ઉપર ગોઠવવાનું કામ કરે છે. આ રીતે મંગળ અભિયાન ૩ અંતરીક્ષ પ્રોજેક્ટમાં વહેંચાઈ જાય છે.
                  

                     
ચીનના ભવિષ્યના આયોજનમાં, હવે ચીન ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પોતાનો એક કાયમી કેમ્પ એટલે કે અંતરીક્ષ થાણું ગોઠવવાની તૈયારી કરી રહ્યું છે. કારણકે અંતરિક્ષમાં નવી ટેકનોલોજી વડે નવી ક્ષિતિજોને સ્પર્શ કરવાની મહાસત્તાઓ જ્યારે તૈયારી કરશે ત્યારે, ચંદ્ર તેનો પહેલો મુકામ હશે. મનુષ્ય ચંદ્ર ઉપર રહેવા માટે કાયમી કોલોની પણ સ્થાપી ચૂક્યો હશે. ચીન આ વાત સારી રીતે જાણી ચુકી હોવાથી, તે અત્યારથી જ ચંદ્રના દક્ષીણ ધ્રુવ ઉપર પોતાનું નાનુ સ્પેસ સ્ટેશન ઉભુ કરવા માંગે છે. કારણ કે અહીં પાણી બરફ સ્વરૂપે મળવાની શક્યતાઓ છે.

“ટીઆનવેન-૧”:કવિ ક્યુ યુનાનની એક કવિતા            

ચીનના મંગળ અભિયાનનું નામ “ટીઆનવેન-૧”, ઈસવીસન પૂર્વે ચોથી સદી ત્રીજી સદીમાં થઈ ગયેલા કવિ ક્યુ યુનાનની એક કવિતા માંથી મેળવવામાં આવ્યું છે. અભિયાનમાં મંગળની પ્રદક્ષિણા કરે તેવું ઉપગ્રહ જેવું એક ઓર્બિટર, મંગળની સપાટી પર ઉતરાણ કરી શકે તેવું લેન્ડર, અને લેન્ડર યાનમાંથી બહાર નીકળી મંગળની ભૂમિ ઉપર ફરી શકે તેવું રોબોટિક રોવર મોકલવાનું ચીનનું આયોજન છે. ચીનનું ઓર્બિટર મંગળના એક વર્ષ એટલે કે પૃથ્વી પરના 687 દિવસ સુધી કામ આપે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. મંગળની સપાટી ઉપર ઉતરે લેન્ડર સાથે સંદેશા વ્યવહાર ચલાવવા માટે ઓર્બિટર એક રીલે સ્ટેશનની ભૂમિકા ભજવશે.
                    ૧૯૭૬માં નાસાએ વાઈકિન્ગ-૨ નામના લેન્ડરને મંગળની સપાટી ઉપર ઉતાર્યું હતું. ૧૯૭૧માં સોવિયત યુનિયને મંગળ ઉપર પોતાનું સ્પેસ ક્રાફ્ટ ઉતાર્યું હતું, પરંતુ ઉત્તરાયણની બે મિનિટ બાદ તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. 2011માં અમેરિકન પ્રશાસન દ્વારા ચીન સાથે અંતરિક્ષ અંતરિક્ષ કાર્યક્રમ સબંધી સહકાર આપવાનું બંધ કરી દીધું હતું કારણ કે અમેરિકા માનતું હતું કે ચીન અમેરિકન ટેકનોલોજીનો લશ્કરી ઉપયોગ કરી શકે તેમ છે. ચીને જોકે અમેરિકા સાથે સહયોગ કરવાની તક ગુમાવી હોવા છતાં, તેને કોઈ જાતની તકલીફ પડી નથી. તેણે આ કાર્યમાં હવે રશિયાનો સહયોગ અને જર્મનીનો સહયોગ મેળવ્યો હતો. રશિયા સાથેના સંબંધમાં ચીન અને નુકસાન ખાવાનો વારો આવ્યો હતો. રશિયાના રોકેટ દ્વારા ચીન ભૂતકાળમાં પોતાનો ઉપગ્રહ મંગળ તરફ ધકેલવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ, લોન્ચિંગ પછી તરત જ ટેકનિકલ ખામીના કારણે લોન્ચિંગ નિષ્ફળ નીવડ્યું હતું અને તેનો ઉપગ્રહ અને રોકેટ વાતાવરણમાં પાછા પ્રવેશતી વખતે બળીને ભસ્મ થઈ ગયા હતા.
                    નાસાએ “માર્સ રીકોનિસેન્સ ઓર્બિટર” દ્વારા મેળવેલ ડેટા બતાવે છેકે ઉટોપિયા પ્લાનેશીયા ઉપર અમેરિકાના લેક સુપિરીયર ઉપર પાણીના બરફનું જેટલું લેયરછે, તેટલું બરફનું લેયર આ ભાગમાં હોવાની શક્યતાછે. ચીન મંગળની સપાટી ઉપર બરફના લેયરનું વિતરણ કઈ રીતે થયું છે. તે સમજવા માંગેછે જેથી કરીને ભવિષ્યમાં મંગળ ઉપર મનુષ્ય વસાહત ઉભી કરવી હોય તો, આ બરફનો ઉપયોગ થઈ શકે.

મિશન માર્સ: મંગળ મંગળ હો.

              
 
    આ વર્ષે મંગળ તરફ ત્રણ મિશન જવાના છે. ટીઆનવેન-૧ તેમનું બીજું મિશન છે. એકાદ અઠવાડિયા પહેલા આરબ અમીરાત દ્વારા હોપ ઓર્બિટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નાસાનું છપૈયા વાળુ પરસેવીરેન્સ રોવર ટૂંક સમયમાં મંગળ તરફ લોન્ચિંગ કરવામાં આવશે. આરબ અમીરાતના મળેલી સફળતા, જેટલી લોન્ચિંગની સફળતા ચીનના મિશનને મળેલ છે. મિશન દ્વારા પૃથ્વી અને ચંદ્રના અંતરીક્ષ માર્ગમાંથી લીધેલ ફોટોગ્રાફ્સ પૃથ્વી ઉપર પાછા મોકલવામાં આવ્યા છે. ચીનના આ કાર્યક્રમ દ્વારા સૂર્યમંડળના ગ્રહો વિશેના સંશોધનમાં નવી માહિતી અને ડેટા મળી આવશે તેઓ આશાવાદ માર્સ સોસાયટીના પ્રમુખ જોહ્નન ક્લાર્કે વ્યક્ત કર્યો છે.
         
   
        મંગળ ઉપર પહોંચતા પહેલા ટીઆનવેન-૧, લાંબો કઠીન માર્ગ કાપવાનો છે. ફેબ્રુઆરી મહિનામાં ટીઆનવેન-૧ મંગળના પ્રદક્ષિણા-માર્ગ માં પહોંચી જશે. પ્રદક્ષિણા માર્ગમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે તેને લાંબો સમય લાગશે. એપ્રિલ મહિનામાં ઓર્બિટર માંથી લેન્ડર અને રોવર યાનને મંગળના વાતાવરણમાંથી પસાર કરીને “ઉટોપિયા પ્લાનેશીયા” નામના સ્થાન ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. આ વિસ્તાર મંગળ ઉપર ભૂતકાળમાં ફાટેલા જ્વાળામુખીના લાવા માંથી બને વિશાળકાય બેસીન છે. જો ચીનનું લેન્ડર સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં કામયાબ નીવડશે તો અમેરિકા પછી સોફ્ટ લેન્ડિંગ કરાવનાર બીજા દેશ તરીકે ચીન પોતાનું નામ ઇતિહાસમાં નોંધ આવશે. ચીનનું નામ માર્સ મિશન લગભગ એક વર્ષ ચાલવાનું છે. જેનો સમયગાળો મંગળના ૯૦ દિવસ જેટલો થાય છે.
                    ચીનના મિશન દ્વારા સમગ્ર મંગળ ગ્રહનો ભૂસ્તરીય અભ્યાસ કરવા માંગે છે. મંગળ ગ્રહનું વાતાવરણ અને સપાટીની રચનાના રહસ્ય ઉકેલવાની ચીનની ગણતરી છે. ચીનના ટીઆનવેન-૧ અભિયાનમાં, ગ્રહ ફરતા ઓર્બિટરમાં સાત પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણ લાગેલા છે. જ્યારે, રોબોટિક રોવર ઉપર છ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણ લાગેલાછે. જેમાં વિવિધ પ્રકારના કૅમેરા સબ-સરફેસ રડાર અને સ્પેક્ટ્રોમીટર લાગેલાછે. મેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટર મંગળના ભૂતકાળમાં ડોકયુ કરીને તેનું ચુંબકીય ક્ષેત્ર જાણવાનો પ્રયાસ કરશે. ચીનના માર્સ રોવરની ડિઝાઇન, ચીન દ્વારા ચંદ્ર ઉપર ઉતારવામાં આવેલ રોવર જેવી જ છે.

મંગળ ગ્રહ: ગઈકાલ અને આજ

          
 
        2011માં ચીન દ્વારા મંગળલક્ષી અંતરીક્ષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ તેણે રશિયાની સહાય લઈને મંગળના કુદરતી ઉપગ્રહ ફોબોસના અભ્યાસ માટે યિન્ગહુયો-1, ઓર્બિટર મોકલુ હતું. પરંતુ રશિયન રોકેટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યું હતું અને પૃથ્વીના વાતાવરણમાં સળગીને ભસ્મીભૂત થઈ ગયું હતું. જાન્યુઆરી 2019માં ચીને ચંદ્રની દૂરની અંધારી બાજુ ઉપરચાંન્ગ-૪, લેન્ડિંગ કરાવીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ સ્થાન ઉપર તેનું રોબોટિક રોવર યુટુ-૨, હાલમાં પણ કાર્યરત છે.
થોડા સમય પહેલાં જ આધાર આરબ અમીરાત જાપાનીઝ રોકેટની મદદથી માર્સ મિશન મોકલી ચૂક્યું છે. 30 જુલાઈના રોજ નાસા મંગળ ઉપર પરસેવીરેન્સ રોબોટિક રોવરનું વિશાળકાય રોકેટ સાથે લોન્ચિંગ કરશે. મંગળ ગ્રહ ઉપર નાસાનું આ પાંચમું રોબોટિક રોવર હશે. જે તેના ભૂતકાળના “ક્યુરિયોસિટી” રોવરને મળતું આવે છે. હાલ ક્યુરિયોસિટી રોવર મંગળના ગેલ ક્રેટર ઉપર સંશોધનકાર્ય કરી રહ્યું છે. જ્યારે નાસા પિક્ચરનું નવું રોવર અલગ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો સાથે જેઝેરો ક્રેટર ઉપર વૈજ્ઞાનિક સંશોધન કાર્ય કરશે. વૈજ્ઞાનિકો માને છેકે મંગળને ભૂમિ એક સુકાયેલું સરોવર છે. જ્યાં ફોસિલ એટલે કે અશ્મી સ્વરૂપે સૂક્ષ્મ જીવોના અવશેષો મળવાની શક્યતા સૌથી વધારે છે.
                  
 
આ અભિયાનમાં નાસા પ્રથમવાર મંગળના પાતળા અને ભેજવાળા વાતાવરણમાં એક મીની હેલિકોપ્ટર ઉડાડવાનો પ્રયત્ન કરશે. નાસાનું ઈન્જેન્યુટી હેલિકોપ્ટર લેન્ડર સાથે જ જોડવામાં આવ્યું છે. લેન્ડરના સફળ ઉતરાણની થોડી ક્ષણો બાદ, મીની હેલિકોપ્ટર હવામાં ઉડવાની તૈયારી કરશે. રશિયા અને યુરોપ સંયુક્ત સાહસ સ્વરૂપે “રોસાલિન ફ્રેન્કલિન” નામનું રોવર આ વર્ષે જ મંગળ પર ઉતારવાનું હતું. પરંતુ કોરોના અને કેટલીક ટેકનીકલ બાબતોના કારણે તેનું લોન્ચિંગ થઈ શક્યું ન હતું. જે હવે 2022માં ગોઠવવામાં આવ્યું છે. ભૂતકાળમાં અમેરિકા અને રશિયા જેવા દેશો જ મંગળ ઉપર પોતાના અંતરિક્ષ યાન અને ઉતરવામાં સફળ રહ્યા છે. મંગળ ઉપર EDL તરીકે ઓળખાતી ઉતરાણ પ્રક્રિયા મુશ્કેલ ગણવામાં આવે છે. ઉતરતી વખતે પેરાશૂટ અને રીટ્રો-રોકેટનો ઉપયોગ કરશે.