Friday 1 May 2020

વિજ્ઞાન ભૈરવ તંત્ર:પશ્ચિમી જગતમાં હાલ તાંત્રિક સેક્સની બોલબાલા

પશ્ચિમી જગતમાં હાલ તાંત્રિક સેક્સની બોલબાલા

પશ્ચિમી જગત આ મહિને મનુષ્યએ ચંદ્ર ઉપર પગ મૂક્યો એ વાતના ૫૦ વર્ષની પુર્ણાહૂતિની ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહ્યું છે. ઇસરોનું મુન મિશન લૉન્ચ કરી દીધું છે.  આવા માહોલમાં પશ્ચિમી જગતમાં 'તંત્ર સૂત્ર' વિશે અવનવા સમાચારવાંચીને કુતૂહલ જાગ્યું.એક સમાચાર પ્રમાણે બ્રિટનના ફેલોન શહેરમાંથી વિજ્ઞાાનમાં ગ્રેજ્યુએટ થયેલા દંપત્તી, લોકોને તાંત્રિક સેક્સ શીખવવા માટે એક કલાકના ૧૦૦ પાઉન્ડ એટલે કે ૮૬૦૦ રૂપિયા ચાર્જ કરે છે. તેમને ત્યાં લોકોની લાઇન પણ લાગે છે.
એક ભારતીય પરંપરાને પશ્ચિમ વેપારમાં ફેરવી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી પશ્ચિમી જગતમાં 'તંત્રવિજ્ઞાાન' વધારે પ્રાચીન બની રહ્યું છે. ભારતની નાલંદા યુનિવર્સિટીના ડો. મધુ ખન્નાએ,   ગયા નવેમ્બર-2019 માં એક સુંદર વ્યાખ્યાન પણ આપ્યું હતું જેમનો વિષય હતો. 'ધ કોસ્મોસ ઇન ધ યોગિક બોડી ઇન ધ આર્ટ ઓફ તંત્ર' ભારતીય સંસ્કૃતિને જાણનારા ઘણાં લોકોએ આપણી પ્રાચીન પરંપરાના તંત્ર સૂત્ર, વિજ્ઞાાન ભૈરવ તંત્ર, તાંત્રિક સેક્સ વગેરે વિશે જાણતા નથી.આખરે શું છે 'તંત્ર' અને તેનું 'રહસ્ય'

તંત્ર સૂત્ર: એક દ્રષ્ટિપાત

વિજ્ઞાાનમાં તંત્રનો અર્થ થાય છે એક વિકસેલી પ્રણાલિ, સિસ્ટમ. જીવ વિજ્ઞાાનને તંત્રસૂત્ર સાથે સીધો સંબંધ છે. શરીરમાં અનોખી પ્રણાલિ વિકસેલી છે. જેમ કે, શ્વસન તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર, અસ્થિ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, અંત:સ્ત્રાવી તંત્ર. ઓશો રજનીશ કહે છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં માત્ર 'વિજ્ઞાાન
ભૈરવ તંત્ર'માં 'વિજ્ઞાાન' છૂપાયેલું બાકીના ગ્રંથો, ફિલોસોફી, અધ્યાત્મ અને ધર્મ સાથે સંકળાયેલા છે.
વાત પણ આવી છે તંત્ર વિજ્ઞાાનનું સૂક્ષ્મ કનેક્શન માનવ બાયોલોજી સાથે સંકળાયેલું છે. તંત્ર વિજ્ઞાાનની બધી જ માહિતી વિજ્ઞાાન ભૈરવ તંત્રમાં આપેલી છે. જે તે કાળથી મૌખિક શ્લોક સ્વરૂપે આગળ વધતી રહી છે. વિજ્ઞાાન ભૈરવ તંત્ર તે ભગવાન 'શિવની વાણી' પણ કહેવામાં આવે છે. કારણ કે ભગવાન શિવ દેવી પાર્વતીને સવાલ જવાબરૂપે 'તંત્ર'નું વિજ્ઞાાન સમજાવે છે. વિજ્ઞાાન ભૈરવ તંત્રમાં ભગવાન શિવે 'ધ્યાન' મેડિટેશનની ૧૧૨ પ્રકારની વિદ્યાઓ બતાવી છે.
પ્રાચીન કાળમાં આપણા ઋષિ-મુનિઓ 'વિજ્ઞાાન' લોકોના મગજમાં આસાનીથી ઉતરી જાય તે માટે ધર્મનું મેળવણ કરી ધાર્મિક વિધિ બતાવતા હતા. સમય જતા પ્રાચીન જ્ઞાનને બ્રાહ્મણોએ પોતાનો કોપીરાઇટ ટ્રેડમાર્ક માની સામાન્ય પ્રજા સુધી પહોંચતું અટકાવ્યું હતું.
ખજુરાહો અને અજંતા ઇલોરાનીગુફાઓનો સમયકાળ ચાલ્યો ત્યાં સુધી લોકો તંત્ર સૂત્ર ભૈરવ- ભૈરવી સાધના અને તાંત્રિક સેક્સને જીવનમાં ઉતારી ચૂક્યા હતા ત્યારબાદ સેક્સ પ્રત્યે સમાજમાં 'સૂગ' ફેલાવવામાં આવી. તેને નિમ્ન કક્ષાનું માનવામાં આવ્યું અને જાતિય જીવનમાંથી આનંદ મેળવવાના બદલે બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો.
વિજ્ઞાાન ભૈરવ તંત્રને સંકલન કરવાનું કામ કાશ્મીરના શૈવધર્મી બ્રાહ્મણોએ કર્યું છે. વિજ્ઞાાન ભૈરવ તંત્રની સમીક્ષા કરતા અનેક ગ્રંથો પણ આપ્યા હતા. ભગવાન શિવ 'ભૈરવ' તરીકે ઓળખાય છે ભૈરવ તંત્ર અક્ષરો 'ભૈ', 'ર' અને 'વ' વડે બનેલો છે. દરેક શબ્દને ઇશ્વરની ક્રિયા સાથે સાંકળવામાં આવી છે. 'ભ' શબ્દ સાથે આધુનિક વિજ્ઞાાનનું ભૌતિક શાસ્ત્ર સાથે જોડાયેલું છે. જે બ્રહ્માંડના પદાર્થ અને ઊર્જાને મનુષ્ય શરીર અને તેના સૂક્ષ્મ ઊર્જા શરીર સાથે સાંકળે છે. 'ર' શબ્દ બ્રહ્માંડના વિસર્જન, વિનાશ સાથે જોડાયેલો છે. જ્યારે 'વ' શબ્દ બ્રહ્માંડના અર્થઘટન, પ્રકૃતિને સમજવા માટે વપરાયેલો છે.

શરીરના ઊર્જા ચક્રો

હિન્દુ ફિલોસોફી ઉપર છેલ્લી કેટલીક સદીઓથી જૈન, બૌદ્ધ અને જાપાની 'ઝેન' પદ્ધતિની અસર જોવા મળે છે. મનુષ્યના શરીરને એક બંધન તરીકે જોવામાં આવે છે. દરેક ધર્મમાં માનવો ને જન્મ- મરણની પ્રક્રિયામાંથી બહાર ફેંકવા માટે 'મોક્ષ' નામનું રમકડું પકડાવવામાં આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મ માને છે કે મનુષ્ય પોતાના શરીરનું દમન કરીને શરીરને પીડા આપીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે હિન્દુ તંત્ર ફિલોસોફી જિંદગીને બોજ નહિ ઉત્સવ તરીકે ગણાવે છે.શરીરને દમન કે શમન કરીને નહીં, તેને જાણીને શરીરનો, તેની ઊર્જાનો ઉપયોગ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે એ તંત્ર વિજ્ઞાાન કહે છે. શરીરને ઉત્સવ તરીકે ઉજવવા, આનંદ-ઉત્સાહથી ઉજવવા માટે, આધ્યાત્મિક દુનિયામાં ડોકિયું કરવા માટે 'તાંત્રિક સેક્સ' ઉપયોગી છે એમ દર્શાવવામાં આવે છે. ૧૫મી સદી બાદ હિન્દુ ફિલોસોફીમાં પણ શરીર દમન અને કષ્ટ આપી, બ્રહ્મચર્ય પાળીને 'મોક્ષ' તરી ગતિ પામવાની વાત કરવામાં આવી છે.
જો કે, આધુનિક વિજ્ઞાાન કહે છે કે, સેક્સ પ્રક્રિયા દરમ્યાન મગજ સક્રિય બની જાય છે, શ્વાસોસ્છવાસ ઝડપી બની જાય છે. રૂધિરાભિસરણ તંત્ર ઝડપથી કામ કરવા લાગે છે. સેક્સ પ્રક્રિયા દરમ્યાન મગજને આનંદની અનુભૂતિ કરવા તેમાં અંત:સ્ત્રાવ ઝરે છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે અંત:સ્ત્રાવ ખૂબ જરૂરી છે. તંત્ર વિજ્ઞાાન કહે છે એમ મનુષ્ય શરીર જેમાં માત્ર ઊર્જા ફેલાયેલી રહેછે એ શરીરને અનુમાનનું સૂક્ષ્મ શરીર, આ સૂક્ષ્મ શરીરમાં સાત ચક્રો આવેલા છે. કેટલાક ગ્રંથોમાં શરીરની બહાર પણ અન્ય ચક્રો દર્શાવેલા છે. જે મનુષ્યના તેજોમય શરીર એટલે કે 'ઓરા'માં હોય છે.
આમ ચક્રોની સંખ્યા ૧૨થી ૧૪ સુધી પહોંચે છે ભારતે 'યોગ'ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીથી આંતરરાષ્ટ્રીય કક્ષાને પહોંચાડયું છે. પરંતુ 'યોગ' માત્ર ભૌતિક શરીરને તંદુરસ્ત રાખવાની દિશા બતાવે છે. શરીરના સાતેય ચક્રો અને તેની ઊર્જાનું સંતુલન કરી, મનુષ્ય મન દ્વારા બ્રહ્માંડ દર્શન કરવાનું અને મનુષ્ય બ્રેઇન દ્વારા માનવ શરીરને બ્રહ્માંડની ઊર્જા સાથે જોડવાનો માર્ગ તંત્ર વિજ્ઞાાન શરીરના સાત ચક્રોની યાત્રા બતાવે છે. જેમાં માધ્યમ તરીકે તાંત્રિક સેક્સ મુખ્ય ભૂમિકા ભજવે છે. તાંત્રિક સેક્સનો સંબંધ આમ સ્પીરીચ્યુઆલીટી, અધ્યાત્મ અને મેટા ફિઝિક્સ સાથે પણ જોડાયેલો છે.

મેટર- એનર્જી: એક અદ્ભુત કોમ્બિનેશન

આધુનિક વિજ્ઞાાન કહે છે કે બ્રહ્માંડ માત્ર બે ચીજનું બનેલું છે પદાર્થ એટલે મેટર અને ઊર્જા એટલે કે એનર્જી. આ ભૌતિક સામાન્ય સમજને જનમાનસ સુધી પહોંચાડવા માટે ઋષિ-મુનિઓએ મેટરને પરમ શિવ તત્ત્વ તરીકે ઓળખાવ્યું તંત્ર વિજ્ઞાાનમાં શિવને 'ભૈરવ' તરીકે ઓળખવામાં આવે છે. ઊર્જા - એનર્જીને હિન્દુ સંસ્કૃતિએ 'શક્તિ' તરીકે સ્વીકારી. સ્ત્રીને શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ, શક્તિ ઉપાસનામાં વિવિધ દેવીઓને સ્થાન આપવામાં આવ્યું. પદાર્થ- ઊર્જાની વિજ્ઞાાન જોડી છે.
તેને મેટા ફિઝિક્સમાં શિવ-શક્તિનુ યુગ્મ દર્શાવવામાં આવે છે. બંનેના કોમ્બિનેશનને 'અર્ધ-નારેશ્વર' સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. આમ, મનુષ્ય શરીર પદાર્થ- શિવત્વ (ભૌતિક શરીર) અને શક્તિ ઊર્જા સૂક્ષ્મ શરીર (જેમાં સાત ચક્રો આવેલા છે.) મેટા ફિઝિક્સનું બનેલું છે. તેમાં ઊર્જા, પ્રાણ, આત્માનો નિવાસ છે. યાદ રહે ભૌતિક શરીરનું પોસ્ટમોર્ટમ કરતા સાત ચક્રો જેવી કોઈ ભૌતિક રચના મળતી નથી પરંતુ તેનું સ્થાન જ્યાં આવેલું છે ત્યાં શરીરના અંત:સ્ત્રાવી તંત્રની કોઈને કોઈ મહત્ત્વની ગ્રંથિ આવેલી છે જે હોર્મોન્સ પેદા કરે છે.
શરીરની બાયોલોજી- બાયોકેમીસ્ટ્રી સમજાવવા માટે 'હોર્મોન્સ' રાસાયણિક ઉદ્દીપકનું કામ કરે છે. જેનો પાવર ઓન-ઓફની સ્વિચ મગજમાં આવેલી છે. જાતીય સમાગમમાં ભલે શરીરના વિવિધ ભાગો દ્વારા કરતા હોય. મગજ, બ્રેઇન વગર સેક્સની ચરમ સીમા અનુભવી શકાતી નથી. જ્યારે પાંચેય ઇન્દ્રિયોનો મનુષ્ય અનુભવ કરી શકે છે ત્યાં મનુષ્યની ત્રીજી આંખ જેવું 'આજ્ઞાા ચક્ર' આવેલું છે.તંત્ર વિજ્ઞાાનના સાત ચક્રોની સંકલ્પના બૌદ્ધ ધર્મ, ઝેન અને વિશ્વના અન્ય દેશો જેવા કે તિબેટ, કોરિયા, જાપાન વગેરેના વિવિધ ધર્મોમાં પણ જોવા મળે છે. મૂળ વાત પશ્ચિમી જગતમાં તંત્ર વિજ્ઞાાનની અને તાંત્રિક સેક્સની હવા ક્યારે પહોંચી?

પશ્ચિમી જગત પર પ્રભાવ

અભ્યાસમાં જોવા મળ્યું છે કે, તંત્ર પ્રણાલિ ઉપર સ્ત્રીઓએ વધુ કામ કર્યું છે તેના ઉપર સુંદર પુસ્તકો લખ્યા છે. ભારતના ડો. મધુ ખન્નાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ એટલે પીએચડી કરી છે. તેઓ દિલ્હીના નેશનલ મ્યુઝીયમના ફેલો તરીકે સેવા આપે છે. નાલંદા યુનિ.ની એકેડેમિક કાઉન્સિલમાં તેઓ સભ્ય છે 'હિન્દુ સકલ તંત્ર' તેમની પીએચડીનો મુખ્ય વિચાર હતો. લંડનનું સન્ડે ટાઇમ્સ તેમને આધુનિક તંત્ર વિજ્ઞાાનનો ઉગતો ચહેરો ગણાવે છે. જો કે તંત્ર વિજ્ઞાાનને પશ્ચિમી જગત સામે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે કોઈ એક નામ આપવું હોય તો ઓશો રજનીશનું નામ આપી શકાય.
ત્યારબાદ ઇશાડોરા સાલ્મ નામની સ્ત્રીએ તાંત્રિક સેક્સની વકીલાત કરી, પશ્ચિમી જગતમાં એક સારવાર ચિકિત્સાથી માંડી આધ્યાત્મિક દુનિયા સુધીની સફર કરવાનો માર્ગ તેમણે લોકો સમક્ષ મૂક્યો. જો કે હોલીવુડની હિરોઇનને ટક્કર મારે તેવું શરીર સૌષ્ઠવ અને આકર્ષક ચહેરો ધરાવતા ઇશાડોરા સાલ્મ હોટેલની રૂમમાં દવા પીને આત્મહત્યા કરી હતી.
કહેવાય છે કે લોકોને ટેન્શનથી દૂર રાખવા તાંત્રિક સેક્સ શીખવનારી વ્યક્તિ ખુદ પોતાના ટેન્શનના કારણે આત્મહત્યાના માર્ગે પહોંચી ગઈ. પણ હાલના સમયની વાત બાજુએ મૂકીએ તો, તંત્રને એક સુંદર રચનાની વણાટ પદ્ધતિ ગણી શકાય. જેના તાણાવાણાની યોગ્ય ગોઠવણી અનોખી ભાત ને ડિઝાઇન પેદા કરે છે. વિજ્ઞાાનના બે ધુ્રવ પ્રદેશ જેમ કે આત્મા અને શરીર, માઇન્ડ અને બોડી, સ્ત્રીત્વ અને પુરુષત્વ પૃથ્વી અને સ્વર્ગ વગેરેને એક સૂત્રમાં બાંધે છે.
૧૯૧૯માં આર્થર એવલોને 'ધ સરપન્ટ પાવર' નામનું પુસ્તક લખીને 'વિજ્ઞાાન ભૈરવ તંત્ર' પશ્ચિમ જગત સામે મૂક્યું હતું. જેનો આધાર ૧૫૭૪માં ભારતીય પંડિતે લખેલા સાત ચક્ર નિરૂપણ નામનો ગ્રંથ હતો. મનુષ્યની ઊર્જાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વડે માપી શકાય છે. પ્રાણી અને વનસ્પતિની ઊર્જાને 'કીરલીયન' ફોટોગ્રાફી વડે જોઈ શકાય છે. તંત્ર વિજ્ઞાનને સમજવા માટે 'સ્પેસ' ઓછી પડે તેમ છે.

No comments: