Friday 1 May 2020

બ્રહ્માંડનાં દસ આયામ : વેદીક વિજ્ઞાાન અને ધર્મનું મિલન, ચોથું પરિમાણ સમય અને અંતરીક્ષ


દિવાળી એટલે હિન્દુ કેલેન્ડરનો છેલ્લો દિવસ. અને...ત્યારબાદ શરૂ થાય એક નવું વર્ષ એટલે નૂતન વર્ષાભિનંદનનો તહેવાર. કેલેન્ડર એ બીજું કાંઈ નથી. વિજ્ઞાાન જેને સ્પેસ ટાઇમ કહે છે. તેનું એક અંગ છે. ભારતીય સંસ્કૃતિ જેનાં આદી પૂર્વજો એ આપણને વેદ અને પુરાણની ભેટ આપી તેઓ બ્રહ્માંડ, અંતરીક્ષ (સ્પેસ) અને ટાઇમ (સમય) ઉપર ઘણું બધું જાણતા હતાં. તેમનાં જ્ઞાાનને શ્લોકમાં ઉતારવા સિવાયનો એ સમયે બીજો કોઈ માર્ગ ન હતો. ત્યારે વિજ્ઞાાન દ્રષ્ટિકોણ કરતાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ વધારે મહત્ત્વ ધરાવતો હશે એટલે જ સમગ્ર બ્રહ્માંડ સર્જનથી લઈ ઉત્ક્રાંતિ સુધીનાં કોન્સેપ્ટ વેદમાં આગવી રીતે દર્શાવાયા છે.
આજનું વિજ્ઞાાન પેરેલલ યુનીવર્સ, મલ્ટીવર્સ વગેરેમાં માને છે. તેની ઝલક પણ વેદ અને પુરાણમાં મળે છે. બ્રહ્માંડને આપણે અનુભવજન્ય ત્રણ આયામ વડે ઓળખીએ છીએ. આઇન સ્ટાઇને થિયરી ઓફ રીલેટીવીટી  દ્વારા ચોથાં મહત્ત્વનાં આયામ તરીકે સ્પેસ/ટાઇમ આપ્યો. વેદમાં દસ આયામ એટલે કે ટેન ડાયમેન્સન્લ બ્રહ્માંડનાં સદર્ભ મળે છે. ભગવાન રામ રાવણને હરાવીને અયોધ્યામાં પ્રવેશ્યા એટલે દિવાળીનાં પર્વની શરૂઆત થઈ પરંતુ ભગવાન ક્યાં છે ? કેમ દેખાતા નથી ? આવા સવાલનાં જવાબ પણ વેદની દસ ડાયમેન્શન વાળી થિયરીમાં છે. વેદ પ્રમાણેનાં પ્રર્વતમાન બ્રહ્માંડને માણીએ.

વેદીક સભ્યતાનું બ્રહ્માંડ

ઋગ્વેદ પ્રમાણે બ્રહ્માંડ સર્જન પહેલાં, કોઈ ચોક્કસ બીદું ન'હતું. જ્યાંથી બ્રહ્માંડ સર્જનની શરૂઆત થઈ હોય. ત્યારે હાલનું ચોથું ડાયમેન્શન સ્પેસ/ટાઇમ પણ નહતું. એટલે અંતરીક્ષ કે બ્રહ્માંડની જેમ શરૂઆત ન હતી એમ તેનો અંત પણ ન'હતો. બ્રહ્માંડ સર્જન પહેલાં ફક્ત સુપર પાવર જેવાં ભગવાન વિષ્ણુ હતાં. અને ભગવાન વિષ્ણુનાં પણ ત્રણ સ્વરૂપ ફોર્મ હતાં. વેદ કહે છે કે બ્રહ્માંડ સર્જન પહેલાં ભગવાન વિષ્ણુ વિશાળકાય શેષનાગની શૈયા ઉપર સુતેલા હતાં. શેષનાગની વિશાળકાય પથારી એક મહાસાગર ઉપર ગોઠવાયેલી હતી.જેમાંથી બધા કારણો, ધ્યેય અને ઉદ્દેશ્ય મળી આવે તેવી સ્પેસ એટલે આ મહાસાગર ભગવાન વિષ્ણુ સુતાં હતાં ત્યારે તેમની નાભી (એટલે કે આજે જેને ન્યુક્લીયસ કહીએ છીએ તેને માનીશું ? કે બિગબેંગ પહેલાંની અવસ્થા કે સિક્યુરીટીની શરૂઆત. ખેર, તેમની નાભીમાંથી 'બ્રહ્મ'નો જન્મ થયો. તેમણે જેનું સર્જન કર્યું એ બ્રહ્માંડ.આ કારણે 'બ્રહ્માં'નાં જન્મ સાથે જ 'સમય'નો જન્મ થયો. જેને 'બ્રહ્માં'નો એક 'દિવસ' અને એક 'રાત' તરીકે માપવા માટેનો યુનિટ/એકમ મળ્યો. બ્રહ્માંનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે એક બ્રહ્માંડનો અંત થાય છે. ભગવાન વિષ્ણુનાં દરેક ઉચ્છવાસમાં એક 'બ્રહ્માં' અને તેમનું નવું બ્રહ્માંડ સર્જન પામે છે. શ્વાસ લે ત્યારે બ્રહ્માંડનું સંકોચન થઈ જાય છે.

કાર્લ સેગન કોસ્મોલોજીનાં ખાસ અભ્યાસું હતું. તેમણે 'વેદ'માં વર્ણવેલ કોસ્મોલોજીને લક્ષ્યમાં પણ લીધી હતી. વેદીક સમયની વાત કરીએ તો, 'બ્રહ્માં'નો એક દિવસ એટલે મનુષ્યનાં સૌરમંડળ આધારીત ચાર અબજ ૩૨ લાખ વર્ષ. જેને એક 'કલ્પ' પણ કહેવામાં આવે છે. આમ 'બ્રહ્માં'ની 'એકકલ્પ'નો માંપાક પણ ૪.૩૨ અબજ મનુષ્ય વર્ષ થાય. જેમાં બ્રહ્માંનો એક રાત અને એક દિવસનો સમાવેશ થઈ જાય. એક કલ્પને ચાર યુગમાં વહેંચી નાંખવામાં આવે છે.સતયુગ, તેત્રાયુગ, દ્વાપર યુગ અને કળીયુગ આપણે 'કળીયુગ'માં જીવીએ છીએ. 'કલીયુગ'નો અંત એટલે આપણાં ફીજીકલ કોસ્મોલ, બ્રહ્માંડનો પણ અંત ! વેદ પ્રમાણે સમગ્ર બ્રહ્માંડ પછી પાણીમાં ગરકાવ થઈ જશે ! કલ્પના કરી શકાય કે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સીજનનાં પરમાણુ માત્ર બચ્યાં હશે ! વેદનાં સમયનાં કોન્સ્પેટ ઉપર લાંબું લખી શકાય પરંતુ બ્રહ્માંડ સંદર્ભમાં બીજી અનેક વાત કરવાની કે એટલે સમયનાં આયામને અટકાવીએ. આજથી લગભગ ચારથી પાંચ હજાર વર્ષ પહેલાં વેદ કાળ ચાલતો હતો. જ્યારે 'વેદ'ની રચના થઈ હતી. ચારેય વેદમાં 'ઋગ્વેદ' સૌથી પ્રાચીન છે. જે હિન્દુ સંસ્કૃતિનું આભૂષણ છે.

સમય અને આયામ....

બ્રહ્માંનાં એક દિવસ અને રાત ૮.૬૦ અબજ વર્ષની થાય. હાલનાં આપણાં બ્રહ્માંડની ઉંમર વૈજ્ઞાાનિકો ૧૩.૮૦ અબજ વર્ષ ગણે છે. એટલે કે બ્રહ્માંનાં બે દિવસ અને એક રાત જેટલો સમય. ભગવાન વિષ્ણુ શ્વાસ બહાર ફેંકે છે ત્યારે એક 'બ્રહ્માંડ'નું સર્જન થાય છે. શ્વાસ અંદર લે છે એટલે સમગ્ર બ્રહ્માંડ સંકોચાઈને અંદર જતું રહે છે. આધુનિક વિજ્ઞાાન પણ કહે છે કે સિમ્યુલારીટીમાંથી યુનિવર્સ કોસ્મોસ સર્જન પામે છે. તેનો વિસ્તાર થાય છે. એક લિમિટ સુધી પહોંચીને તે સંકોચાવા લાગે છે અને ફરીવાર પોઇન્ટ ઓફ સિમ્યુલારીટીમાં પાછું આવે છે. ૧૯૭૯ બાદ બ્રહ્માંડ વિશેનાં આપણા ખ્યાલો બદલાયા. એક કરતાં વધારે આયામવાળા બ્રહ્માંડની કલ્પનાનો ઉદ્ભવ થયો. આધુનિક વિજ્ઞાાન ૧૦, ૧૨, ૨૬ આયામની વાત કરે છે. વેદ '૬૪' આયામ હોવાનું જણાવે છે. યાદ રહે આપણે કોમ્પ્યુટર માટે જે દ્વી-અંકી પદ્ધતિ વાપરીએ છીએ તેમાં પણ 'બે'નાં ગુણોત્તરમાં ચાર, આઠ, સોળ, બત્રીસ અને ૬૪ બીટ આવે છે. જે આગળ જતાં... ૧૨૮....સુધી પહોંચશે.
ટૂંકમાં વેદ પણ બહુઆયામી 'બ્રહ્માંડ' એટલે મલ્ટી ડાયમેન્શનલ કોસ્મોસની વાત કરે છે. ભગવદ્ગીતાનાં અગિયારમાં અધ્યાયનાં ત્રીજા શ્લોકમાં અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે. પ્રભુ તમે મને તમારૂં દર્શન કરાવો. હું તમારૂં દિવ્ય સ્વરૂપ જોવા માંગું છું. કહેવાય છે ત્યારબાદ ભગવાન કૃષ્ણએ અર્જુનને દિવ્યદ્રષ્ટિ આપી એટલે કે મનુષ્યની સમજમાં આવતાં માત્ર ચાર ડાયમેન્શન કરતાં વધારે આયામમાં એ 'બ્રહ્માંડ'નું દર્શન કરી શકે. ભગવાન કૃષ્ણ કહે છે કે 'બ્રહ્માંડનાં દિવ્ય દર્શન માટે તારે હજારો આયામ સમજવા પડે. મનુષ્યની ખુલ્લી આંખે આ બધા 'આયામ'નાં દર્શન કરવા અઘરી વાત છે.છેવટે કૃષ્ણએ આપેલ દિવ્ય દ્રષ્ટિ (મલ્ટી ડાયમેન્શનલ વિઝન) વડે અર્જુનને કૃષ્ણનાં વિરાટ સ્વરૂપ એટલે કે મલ્ટી ડાયમેન્શનલ યુનિવર્સનાં દર્શન થયા. ભગવાન વિષ્ણુનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન માત્ર એ સમયે ત્રણ વ્યક્તિ કરી શકી હતી. અર્જુન, વેદવ્યાસ અને સંજય. જેમને આ દિવ્ય દ્રષ્ટિ સાંપડી હતી. સરળ ભાષામાં કહી શકાય કે મહાભારત કાળમાં પણ માત્ર ત્રણ વ્યક્તિ 'મલ્ટી ડાયમેન્શનલ યુનિવર્સ''ને જોવા અને સમજવા માટે સમર્થ હતી.

બિગબેંગ: ધાર્મિક દ્રષ્ટિકોણ..

હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે, બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે આ પ્રકારનો ઘટનાક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે કંઈ જ ન હતું ત્યારે માત્ર નિરાકાર અનંત બ્રહ્મ હતું. એટલે ગુજરાતીમાં કહે છે. બ્રહ્મ સત્ય છે. જગત અર્થાત્ બ્રહ્માંડ આખું મિથ્યા છે. આ કલ્પનાને આપણે ઇશ્વર, પરમાત્મા કે પરમ તત્ત્વ સાથે જોડીએ છીએ. ઇશ્વર, પરમતત્ત્વ, પરમાત્મા દ્વારા મહદ્નો જન્મ થયો. તેમાંથી અંધકાર પ્રગટ થયો. અંધકારમાંથી અવકાશ ત્યારબાદ વાયુ, એટલે કે પરમાણુએ તત્ત્વોનાં પરમાણુ પેદા થયા. વાયુમાંથી અગ્નિ એટલે કે સ્ટાર સિસ્ટમ પેદા થઇ. ત્યારબાદ જળ, અને પૃથ્વી (ગ્રહ) બન્યાં.પૃથ્વીમાંથી ઔષધ એટલે પ્રિમોરડીઅલ સુપ જેમાંથી સજીવ પેદા થાય છે તે પેદા થયું. ઔષધમાંથી અન્ન એટલે એક કોષ વનસ્પતિ જેવાં કોષો, અન્નમાંથી વિર્ય એટલે કે બહુકોષી જીવ પેદા થયાં. વિર્યમાંથી મનુષ્ય અહીં મનુષ્યનો અર્થ માનવી નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ જેમાં વનસ્પતિ પ્રાણી જગત અને સૂક્ષ્મ કોષો બધા જ આવી ગયા. ભાગવત કથા અનુસાર બ્રહ્માંડ ઉલટા વૃક્ષ જેવું છે. જેમાં પહેલાં બીજ આવે કે ત્યારબાદ થડ, ડાળીઓ, પાંદડા અને ફળ, બીજ એટલે બ્રહ્માંડ બનાવનાર બ્રહ્મતત્ત્વ અને બાકી વૃક્ષ એટલે સમગ્ર બ્રહ્માંડ.
મનુષ્ય શરીર પણ એક બ્રહ્માંડની નાની પ્રતિકૃતિ જેવું છે. જે સૂક્ષ્મ શરીર (ઉર્જાથી બનેલા અને સ્થૂળ શરીર (જે પદાર્થથી બનેલ)નું સંયુક્ત સ્વરૂપ છે. મનુષ્યનાં મસ્તિસ્કમાં સહસ્ત્રાદ ચક્ર આવેલું છે. મસ્તીસ્કનાં મધ્યભાગમાં ઉર્જા સ્વરૂપ આત્મા છે. શરીરનાં બીજવાળા છેડે સહસ્ત્રાર ચક્ર જ્યારે દૂરનાં છેડા ઉપર મૂલાધાર ચક્ર છે. મધ્યમાં લાગણીઓનાં દરીયા જેવું અનાહત ચક્ર આવેલું છે.મનુષ્ય હંમેશાં શોધી રહ્યો છે કે આપણી સિવાય અન્ય સ્થાન પર પરગ્રહવાસી છે ખરા ? વેદો પ્રમાણે જ્યાં અન્ય સજીવો વસે છે. તેવી સિસ્ટમ  પ્રણાલીને વેદ 'લોક' કહે છે. આવા ચૌદ લોક છે. જેમકે સત્ય લોક, તપ લોક, જનલોક, મહર લોક, સ્વર્ગ લોક, ભુવર/ભૂગર્ભ લોક, ભૂલોક, અનાલ, વિતાલ, સુતાલ, તલતાલ, મહાતાલ અને રસતાલ. સાદી ભાષામાં વેદમાં ચૌદ સ્થાન બનાવ્યા છે જ્યાં મનુષ્ય જેવી સજીવ સૃષ્ટિ હોવી જોઈએ. ચૌદ લોકને ત્રણ પ્રકારનાં લોકમાં વહેચી નાખવામાં આવે છે. કૃતક ત્રિલોક, મહાલોક અને અકૃત્તક ત્રિલોક. કૃતક ત્રિલોકમાં ભુલોક, ભુર્વર લોક અને સ્વર્ગ લોકનો સમાવેશ થાય છે. ત્રિલોક એટલે પ્રિ ડાયમેન્શનલ પાર્ક.

દસ આયામ

ત્રિલોકમાં ભૂલોક, ભુવરલોક અને સ્વર્ગ લોક આવેલાં છે. ભૂલોકમાં ભૌતિક શરીરધારી મનુષ્ય વસે છે. મનુષ્યનાં મૃત્યુ બાદ જે આત્મા બચે છે. જેને સૂક્ષ્મ શરીર કહીએ તે ભૂંવરલોકમાં વસવાટ કરે છે. જ્યાંથી તેનો પુન: જન્મ થાય છે. સ્વર્ગલોકમાં આપણે જેને ભગવાન કે દેવતાં કહીએ છીએ તે વસે. મનુષ્ય સારા કર્મ કરી ભગવાન કે દેવતા બની સ્વર્ગલોકમાં જઈ શકે છે.આપણા અનુભવ જન્ય દુનિયામાં આપણે ત્રણ આયામ એટલે કે લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ કે ઉંડાણનો અનુભવ મેળવી શકીએ છીએ. ચોથું પરીમાણ એટલે 'સમય.' પાંચમાં આયામમાં મનુષ્ય જઈ શકે તો સમયનાં ત્રણેય કાલખંડમાં જઈ એક એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં ગતી કરી શકે છે. પાંચેય આયામ જેમાંથી પેદા થાય છે. તે મૂળ આયામ એટલે છઠ્ઠુ આયામ જેમાં મહાવિષ્ણુ નિવાસ કરે છે. વિશાળકાય શેષનાગ પર સૂતેલાં છે. મહાવિષ્ણું પાંચમાં ડાયમેન્શનલ આવેલ ભૌતિક બ્રહ્માંડ માટે ઉર્જા એટલે કે મહાતત્ત્વ પેદા કરે છે. વિષ્ણુનાં ત્રણ સ્વરૂપ છે. ગર્ભોદકશ્ય વિષ્ણુ, ક્ષિરોદાકશ્ય વિષ્ણુ અને મહાવિષ્ણુ. 
સ્વયંમ મહાવિષ્ણુ. મહાવિષ્ણુ પાંચ આયામવાળી ભૌતિક સૃષ્ટિ માટે મેટર/તત્ત્વ અને એનર્જી એટલે કે ઊર્જા પેદા કરે છે. ગર્ભોદ કશ્ય, વિષ્ણુ અનંત સંખ્યામાં બ્રહ્માંડ પેદા કરે છે. ક્ષિરોદાઝદય વિષ્ણુ, પાંચેય આયામનાં કણકણમાં તત્ત્વ/ઉર્જા સ્વરૂપે વ્યાપેલાં છે. સાતમા આયામને સત્ય આયામ કે બ્રહ્મ જ્યોતી કહે છે. સિદ્ધ યોગી આ બ્રહ્મ જ્યોતીનું ધ્યાન અને આરાધના કરે છે. જેનું જ્ઞાાન મળતા મનુષ્યની દ્રષ્ટિ ખુલી જાય છે. તત્ત્વજ્ઞાાન તેને મનુષ્યમાંથી દેવતા બનાવે છે.બ્રહ્માંડ માટેનું આઠમું આયામ ''કૈલાસ'' તરીકે ઓળખાય છે. જ્યાં ભગવાન 'શીવ' પરમતત્ત્વ ભૌતિક સ્વરૂપે વિરાજમાન છે. સિદ્ધ યોગી આ કૈલાસમાં બેઠેલ ભગવાન 'શીવ'ની આરાધના કરે છે. નવમુ  આયામ વૈકુંઠ તરીકે ઓળખાય છે. જ્યાં નારાયણ નિવાસ કરે છે. મનુષ્ય મોક્ષની કલ્પના કરે છે. તે 'વૈકુંઠ' પામવા માટેની છે. મનુષ્યને જન્મોજન્મનાં ફેરામાંથી મોક્ષ મળે ત્યારે તે વૈકુંઠમાં સમાઈ જાય છે. અહીં બૌદ્ધિક તત્ત્વ ખત્મ થઈ જાય છે. છેલ્લે બચ્યું દસમું આયામ જેને વેદ અનંત આયામ કહે છે. ભૌતિકશાસ્ત્રમાં તેને 'ઇન્ફીનીટી' સ્વરૂપે કલ્પના કરે છે. જે નિરંતર, નિરાકાર, સત્ય પરમાત્મા સ્વરૂપ છે. દસમું આયામ સદાશિવ પરમાત્મા છે. જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં ફરી આવી ગયા. સદાશીવ પરમાત્મામાંથી જ બાકીનાં નવ આયામનો જન્મ થાય છે. આ ચક્ર ચાલતું રહે છે.

No comments: