Showing posts with label Brain. Show all posts
Showing posts with label Brain. Show all posts

Monday, 31 March 2014

'મેમરી' : યાદોં કી બારાત કે માનસિક ભ્રમણા પરીક્ષાની દુનિયાનો 'લાખ રૃપિયાનો સવાલ'


તમે ક્યારેક તો વિચાર્યું હશે કે મારી 'મેમરી' એકદમ શાર્પ હોત તો કેવું સારું? નામ, તારીખ, ચહેરા અને ખાસ તો વાંચેલું બધું યાદ રહી જાત! કદાચ તમે માનો કે ન માનો, તમારાં મોબાઈલનાં રેડિપેશનની અસર તમારી યાદશક્તિ ઉપર અવશ્ય પડે છે! ખેર હવે પરીક્ષાઓની મોસમ ચાલે છે એટલે 'મેમરી' વધારવાનાં ટોનીક્સ, મેમરી ઈમ્પ્રુવમેન્ટ કલાસીસ વગેરેનો રાફડો ફાટશે અને... તમારી નબળાઈનો લાભ લેવા માર્કેટ મેનેજર ટાંપીને બેઠા છે. તેમની પ્રોડક્ટથી ફાયદો થશે કે નહીં કહી શકાય નહીં. કારણ કે આપણી 'મેમરી' વધી છે કે નહીં? મેમેરી યાદદાસ્તમાં ફેરફારો આવ્યા છે તે તપાસવાની સાયનીફીક મેથડ આપણી પાસે ઉપલબ્ધ નથી. ત્યારે, આપણા અનુભવજન્ય વિશ્વનાં આધારે આપણે આપણી યાદદાસ્તને હમેશાં મુલવતા રહીશું! યાદદાસ્ત આશીર્વાદ અને શાપ એમ સિક્કાની બે બાજુ જેવી છે. સારી મેમરી આપણે આખી જીંદગી સાચવી રાખવા માંગીએ છીએ. દુઃખદાયક, પીડાદાયક યાદોને આપણે હંમેશ માટે 'ડિલીટ' કરવા માંગીએ છીએ !
હોલીવુડની ફિલ્મ 'ઈટરનલ સનસાઈન ઓફ સ્પોટલેસ માઈન્ડ'માં પાત્રો નિષ્ફળ સંબંધોની યાદોને દૂર કરવામાં સફળ નિવડે છે. 'ટોટલ રિકોલ' ફિલ્મમાં પાત્ર ખોટી મેમરી ઈમ્પલાંન્ટ કરીને સોલાર સીસ્ટમની વરચ્યુઅલ ટ્રાવેલ કરે છે! સાયન્સ ફિક્શનનાં અજીબો ગરીબ તુક્કાઓ પણ સાચા ઠરે તે માટે ન્યુરો-સાયન્સનાં ખેરખાઓ કમર કસી રહ્યાં છે. મેમરીને કઈ રીતે ડિલીટ કરવી? મેમરીને કઈ રીતે ઈમ્પ્રુવ કરવી? અથવા નવી 'મેમરી'નું સર્જન કઈ રીતે કરવું ? વગેરે હોટ ટોપીકસ તેમનાં રિસર્ચ લીસ્ટાની ટોપ લાઈનમાં છે!
યાદદાસ્તની દુનિયા કઈ રીતે દોડે છે? ડો. ડેવીડ વોઝપુર કહે છે કે, તમે જે યાદ રાખો છો તે શરૃઆતમાં 'શોર્ટ ટર્મ' મેમરી તરીકે મગજમાં સ્ટોર થાય છે. થોડા સમય બાદ, કોમ્પ્યુટર સીસ્ટમની માફક મેમરીનો નવો ડેટા સ્ટોર કરવા જૂની 'મેમરી'ને મગજ આપમેળે દૂર કરે છે. જોકે મહત્વની વિગતો મગજમાં લાંબા ગાળા માટે સ્ટોર થાય છે. અને મનુષ્ય પોતાની ઇચ્છા મુજબ તેને ફરીવાર જાગૃત કરી શકે છે. જે પ્રક્રિયા કે માહિતી માત્ર યંત્રવત્ રીતે કશું વિચાર્યા વિના કરીએ છીએ ત્યારે ટુંકા ગાળાની મેમરી બની જાય છે. જે વસ્તુ લગાવ, ઈન્ટરેસ્ટ કે પેશન માફક કરીએ છીએ તે લાંબા ગાળાની યાદદાસ્ત બની જાય છે. મગજની 'મેમરી' સાથે કામ પાર પાડવાની પ્રક્રિયા ખૂબ જટીલ છે. મનુષ્યની મેમરી ડેટાનું ઈન્ફરમેશન પ્રોસેસીંગ, સ્ટોરેજ અને રિકોલીંગ એક અત્યંત જટીલ પ્રક્રિયા છે. જટીલ પ્રોસેનો તાગ મેળવીએ.

મેમરી એટલે શું?
સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનની ભાષામાં માહિતીનું સંકેતોમાં રૃપાંતર, તેનો સંગ્રહ અને ફરીવાર માહિતીની ઉપલબ્ધી પ્રક્રિયા એટલે મેમરી. કાંઈ યાદ રહે તો તેને 'ભૂલકણો' કહેવાય જેને મેડીકલ ભાષામાં 'એમ્નેશીયા' કહે છે.
જે દ્રશ્યમાન પદાર્થ કે ઘટનાને નજરોનજર જોઈ મેમરીનું સર્જન થાય છે તેને 'આઈકોનિક મેમરી' કહે છે. શ્રવણ શક્તિ, સાંભળેલી વાતોથી 'મેમરી' રચાય તો તેને 'ઈકોપીક મેમરી' કહે છે. શરીરનાં સંવેદનો, સ્પર્શ અને આવેગોથી જે મેમરી બને છે તેને 'હોટીક મેમરી' કહે છે. મેમરી લાંબા ગાળા કે ટુંકાગાળાની મેમરી તરીકે પણ ઓળખાય છે. તમે કોઈ પણ 'ચીજ' કેટલા સમય સુધી યાદ રાખી શકો છો તેનાં ઉપરથી મેમરીનું વર્ગીકરણ થાય છે.
કોઈ ખાસ ઘટના બને ત્યારે વ્યક્તિને તે સમયે તે શું કરતો હતો તે વાત તુર્તજ યાદ આવી જાય છે. જેમ કે રાજીવ ગાંધીની હત્યાનાં સમાચાર સાંભળ્યા ત્યારે તમે શું કરતાં હતાં? આવી યાદોને ફલેશ બલ્બ મેમરી કહે છે. વ્યક્તિ કોઈ ઘટના, પાત્ર, સ્થળ, ચીજવસ્તુ કે વ્યક્તિ સાથે લાગણીનાં તંતુઓથી જોડાઈ જાય અને જીવનભરની મીઠી યાદોમાં તેનું રૃપાંતર થઈ જાય તો આવી મેમરીને ઓટો-બાયોગ્રીફીકલ મેમરી કહે છે. જેમ સમય વિતતો જાય છે તેમ તેમ યાદો પણ ધુંધળી બનતી જાય છે. છેવટે ભૂલી જવાય છે. આવા મેમરી ફેઈલરને 'ટ્રાન્સીઅન્સ' કહે છે. જો બેધ્યાનપણાનાં કારણે તમે કોઈ ચીજ ભૂલી જાવ તો તેને 'એબસન્ટ માઈન્ડનેશ' કહે છે.
'
મેમરી' સાથે મનુષ્યનાં બાળપણથી ઘડપણની ઘટના જોડાયેલી છે તેમ સાયકોલોજીથી જીનેટીક્સ પણ જોડાએલું છે. મગજની પ્રક્રિયાનો તાગ મેળવવા ન્યુરો-સાયન્સ વિકસ્યુ છે. ઘણા પ્રકારનાં માનસિક રોગો ખાસ પ્રકારની મેમરી સાથે સંકળાયેલા હોય છે. પ્રેમરોગ અને મેમરીને અતુટ સંબંધ છે. પ્રેમ આંધળો કહેવાય છે કારણ કે તે વાસ્તવિક આંખોથી નહી 'દિલ'થી જોવાય છે અને લાગણીને ખરેખર તો 'દીલ' કે 'હૃદય' સાથે નહીં મન, મગજ, બ્રેઈન કે જેને આત્મા કહીએ છીએ તેની સાથે સંબંધ છે.

ડિલીટીંગ મેમરી :
તમારી યાદદાસ્તને કચરો વાળીએ તેમ સાફ કરી શકાતી હોત તો ? નકામી અને કષ્ટદાયક યાદો 'ડિલીટ' કરવાનું કોઈ બટન હો તો ! કુદરતી આફત, યુદ્ધ, બળાત્કાર, સામુહિક હત્યાકાંડ, આતંકવાદી હુમલા બધામાંથી પસાર થયેલ વ્યક્તિ માટે ઘટનાની 'મેમરી' એક માનસિક આફત બની જાય છે. જેની પીડા વ્યક્તિને જેટલી વાર 'યાદ' કરે તેટલી વાર કષ્ટ આપે છે. જેને પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) કહે છે. આવા કિસ્સામાં 'મેમરી' 'ડિલીટ' કરવી હિતાવહ જણાય. ડ્રગ એડિકશન એટલે કે નશો કરવાની આદત પણ નશાખોરને, પહેલીવાર નશો કરતી વખતે જે સેન્સેશન અનુભવાયુ હતું. તે 'મેમરી'નું પુનરાવર્તન કરે છે. ડ્રગનો બંધાણી આવાં સેન્સેશન વારંવાર મેળવવા ઇચ્છે છે. આવી મેમરી તેને ડ્રગ પ્રત્યે ફરી લલચાવે છે. આવા કિસ્સામાં ખાસ વળગણવાળી 'મેમરી', પીડાદાયક અને નુકસાનકારી વર્તણૂંક સુધારવા 'મેમરી ડિલીટ' કરવી સરળ અને સફળ ઉપાય જણાય. વૈજ્ઞાનિકો 'મેમરી ડિલીટ'ની વિવિધ પ્રક્રિયાઓમાં ઉંડો રસ લઈ રહ્યાં છે.
ચોક્કસ મેમરી ડિલીટ કઈ રીતે કરવી માટે વૈજ્ઞાનિકો 'મેમરી' કઇ રીતે લખાય છે, સ્ટોર થાય છે અને તેનું પુનઃ નિર્માણ કે યાદદાસ્ત કઇ રીતે તાજી થાય છે તે પ્રક્રિયાને ત્રણ મોડેલમાં સમજી રહ્યાં છે. નેચર ન્યુરોસાયન્સમાં છપાયેલ એક રિસર્ચ પેપર કહે છે કે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કનું ડિફ્રેગમેન્ટેશન થાય છે તે રીતે 'મેમરી' પણ સળંગ એકસૂત્રમાં લખાય છે. કોમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં એક ટોપીક કે વિષય (ફાઇલ)ને લગતો ડેટા કોઇ એક સ્થાને લખાતો નથી પરંતુ સમય બચાવવા ડેટા જ્યાં જગ્યા ખાલી મળે ત્યાં પ્રોસેસર લખી નાખે છે. હવે અલગ અલગ જગ્યાએ લખાયેલ ડેટા વાંચતા કોમ્પ્યુટરની ઝડપ ધીમી પડે છે. આવા સમયે હાર્ડ ડિસ્કનું ડિફ્રેગમેન્ટેશન કરવામાં આવે તો, એક ફાઇલને લગતો ડેટા એક નવી ખાલી જગ્યામાં એક સાથે સળંગ લખાય છે, જેને ડિક્રેગમેન્ટેશન કહે છે. મગજમાં પણ 'મેમરી' અવારનવાર એક જગ્યાએ લખાય છે. પ્રોસેસમાં જો કષ્ટદાયક 'યાદો'ને ફરી લખવાનો મોકો મળે તો 'મેમરી' આપમેળે ડિલીટ થઈ જાય. વૈજ્ઞાનિકો 'મેમરી ડિલીટ'નો સરળ ઉપાય શોધી રહ્યાં છે.

મેમરી ડીલીટીંગ કેમીકલ :
સામાન્ય રીતે 'મેમરી'ને ફરીવાર સ્ટોર થતાં કે પુનઃલેખન થતું અટકાવવા, વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રો કંવલઝીવ થેરાપી (ECT)  શોધી કાઢી છે. જે બ્રેઇનનું ડિફ્રેગમેન્ટેશન થતી વખતે 'મેમરી'ને રિકન્સ્ટ્રકશન થવા દેતી નથી. વૈજ્ઞાનિકોનું એક ગુ્રપ ન્યુરો-કેમિકલનો ઉપયોગ કરી 'મેમરી' ડિલીટ કરવા પ્રયત્નશીલ બન્યાં છે. સાનડિઆગોનાં ડૉક્ટર કર્ટની મિલર કહે છે કે, ''મગજનાં ચેતાકોષો એક ખાસ પ્રકારની નાની રચના જેને ડેન્ડ્રાઇટીક સ્પાઇન કહે છે તેના વડે જોડાએલા હોય છે. સ્પાઇનનું બંધારણ 'એકટીન' નામનાં પ્રોટીનનાં સ્વતંત્ર એકમોથી બને છે.'' વૈજ્ઞાનિકો માને છે કે 'મેમરી,' ડેન્ડ્રાઇટીક સ્પાઇનમાં સ્ટોર થાય છે. 'એકટીન' નામનું પ્રોટીન 'મેમરી'ની રચનામાં જવાબદાર છે. જો કોઈ ખાસ પ્રકારનાં રસાયણ વડે 'એકટીન'ની પ્રક્રિયા અટકાવી શકાય તો, 'મેમરી' સ્ટોર પણ થાય કે રિકોલ પણ થાય મતલબ ''મેમરી ડિલીટ.''
વૈજ્ઞાનિકોએ 'લામુકુલીન ' નામનું કેમિકલ શોધી કાઢ્યું છે જે 'એકટીન'ની ચેઇન પર સીધું અસર કરે છે. કષ્ટદાયક યાદોને દૂર કરવામાં ભવિષ્યમાં ખાસ પ્રકારનાં સિલેકટીવ ડ્રગ્સનું નિર્માણ થશે. અલગ અલગ પ્રકારની યાદદાસ્તોને દૂર કરવા અલગ અલગ ઔષધ કામે લાગશે.

જીનેટીક મેમરી :
મેમરી કઇ રીતે કામ કરે છે ? વંશપરંપરાગત કે વારસાગત લક્ષણો 'મેમરી' માટે જવાબદાર છે ખરાં ? સવાલનો જવાબ મેળવવા મથતાં વૈજ્ઞાનિકોને 'મેમરી'નો મૃત્યુઘંટ વગાડી શકે તેવાં 'જીન્સ' એટલે કે જનીનની ઓળખ મળી છે. જેને TET1 કહે છે. ૨૦૧૩માં 'ન્યુરોન' મેગેઝિનમાં છપાયેલ સંશોધન બતાવે છે કે કષ્ટદાયક મેમરીને દૂર કરવામાં TET1 જનીન ખૂબ ઉપયોગી સાબીત થાય તેમ છે. મનુષ્યનો ભય અને પીડા દૂર કરવામાં TET1 જનીન સફળ રહ્યું છે. TET1 જનીન વિશે વધારે સંશોધન થઈ રહ્યાં છે.
એમઆઇટીનાં સંશોધક લી હુઇ સાઇ કહે છે કે ''યાદદાસ્તને ધીરે ધીરે ઝાંખી કરવાની પ્રોસેસ સાથે અન્ય જનીનોનો એક નાનો સમૂહ કામ કરે છે. ગુ્રપ ઉપર TET1 નિયંત્રણ કરતું હોય તેવું હાલનાં તબક્કે લાગી રહ્યું છે. સંશોધકો કહે છે કે TET1 ''મેમરી નાબુદી'' માટે જરૃરી છે પરંતુ તે જુની-પુરાની મેમરીને ઇરેઝ કે સાફ કરી નાખતું નથી. પીડાદાયક મેમરીથી બચાવનાં રસ્તા તે બતાવે છે. વૈજ્ઞાનિકોને TET1 અને મેમરી સાથે સંકળાયેલ અન્ય જનીન Npas4 વચ્ચેનાં સંબંધો સમજી રહ્યાં છે.

ખોટી મેમરી :- 'મેમરી ઈમ્પ્લાન્ટ'
હોલીવુડની 'ઈન્સેપ્શન' નામની બ્લોક બસ્ટર ફિલ્મમાં ધંધાધારી ગુનેગારોનાં મગજમાં તેઓ ઉંઘતા હોય ત્યારે લશ્કરી ટેકનોલોજીનાં પ્રયોગનાં ભાગરૃપે ખાસ પ્રકારની 'મેમરી'નું પ્રત્યારોપણ 'ટ્રાન્સપ્લાન્ટેશન' કરવામાં આવે છે. આઈડિયા જોકે સદીઓ પુરાણો છે. વર્ષો પહેલાં કમલ હસન અને શ્રીદેવીની એક સંવેદનશીલ ફિલ્મ ''સદમા'' આવી હતી, જેમાં જુવાનજોધ યુવાન નાયીકા શ્રીદેવી પોતાની યાદદાસ્ત ગુમાવી બેસે છે. તે પાંચ-સાત વર્ષનું નાનું બાળક હોય તેવો વ્યવહાર અને વર્તન કરે છે. માબાપથી વિખુટી પડેલ 'શ્રીદેવી'ને કમલ હસન જીવની જેમ સાચવે છે. ફિલ્મનાં અંત ભાગમાં તેનાં માબાપ 'શ્રીદેવી'ને શોધી કાઢી કોઈ ચમત્કારી સાધુ બાવા પાસે લઈ જાય છે. મહાત્મા તેને ખાસ પ્રકારનું ઔષધ પીવડાવે છે. શ્રીદેવી ફરી પાછી મૂળભૂત 'મેમરી' મેળવીને બાળપણની યાદોથી મુક્ત થઈ જાય છે. સાથે સાથે કમલ હસન સાથે વિતાવેલ સમય પણ ભુલી જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે હાલનાં તબક્કે નવી 'મેમરી' ઈમ્પ્લાન્ટ કરવી ટેકનોલોજીકલી રીતે પણ મુશ્કેલ છે. ઘણી વાર મગજ પોતે ખોટી મેમરીનું સર્જન કરે છે.
માની લો કે એક ગુ્રપને કેટલીક ચીજ વસ્તુઓ ''મેમરી'' ટેસ્ટ માટે બતાવવામાં આવે છે. જેમાં સીવવાનાં દોરા, સીલાઈ મશીન, ઉન, પીન, બટન, કાપડ વગેરે છે. હવે ગુ્રપને દસ મીનીટ બાદ જોયેલી વસ્તુઓને યાદ કરી એક લીસ્ટ બનાવવાનું કહેતાં, ઘણા લોકો લીસ્ટમાં ''સોય''નો પણ સમાવેશ કરે છે. ખરેખર 'સોય' પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આમ મગજ અનુભવ અને ચીજવસ્તુને એક સાથે સાંકળીને 'ખોટી' ફોલ્સ મેમરીનું સર્જન કરે છે. વાસ્તવિક જીવનમાં પણ અન્ય રીતે મગજમાં ફોલ્સ 'ખોટી' મેમરી ઈમ્પ્લાન્ટ થઈ શકે છે.

'
મેમરી'માં સુધારો કે 'બુસ્ટ' શક્ય છે ?
વાસ્તવિક જીંદગીમાં અમેરીકામાં 'લોરેન્સ કીમ પીક' નામની એક વ્યક્તિ થઈ ગઈ જેનું ૨૦૦૧માં અવસાન થયું હતું. તેનાં મગજનાં વિકાસ સાથે કેટલીક અસામાન્યતા જોડાએલી હતી. માનસીક રીતે તે સામાજીક જીંદગીમાં ઘણી સમસ્યા ભોગવી ચુક્યો હતો. પરંતુ તેની ''મેમરી'' ગજબનાક હતી. તે એક સાથે પુસ્તકનાં બે પાના (ડાબા-જમણા) વાંચી શકતો હતો. વાંચેલું એકધાર્યું યાદ રાખી શકતો હતો. જેનો આધાર લઈને હોલીવુડની ઓસ્કાર વિજેતા ફિલ્મ ''હેઈન મેન'' બની છે. સવાલ થાય કે આવી અસામાન્ય ''મેમરી'' મેળવી કે કેળવી શકાય ખરી ?
વૈજ્ઞાનિકો કહે છે કે તમારી ''મેમરી'' માટે તમારું સ્વાસ્થ્ય, લાગણીશીલતાનું લેવલ, તમારી માનસીક તનાવની અવસ્થા અને તમારો ખોરાક સારી યાદદાસ્ત માટે ખૂબ જરૃરી છે. ૨૦૧૩નાં જર્નલ ઓફ ન્યુરોલોજીનું સંશોધન બતાવે છે કે ''મેડીટેરીઅન ખોરાક લેનાર (જેમાં માછલી, સલાડ, ચીકન અને ચોખા) 'મેમરી' ટેસ્ટમાં વધારે પાસ થાય છે. કારણ ? તેમાં ખાસ પ્રકારનું ફેટી એસીડ ઓમેગા- હોય છે. નવું શીખવા માટે અને શીખેલું લાંબા સમય સુધી યાદ રાખવા ઓમેગા- ઉપયોગી બને છે. જેમનાં ખોરાકમાં ઓમેગા- હોય છે તેના કારણે મગજના ચેતાકોષોમાં સંદેશા વ્યવહારમાં ઝડપી સુધારો જોવા મળે છે. એરોબેટીક કસરતનાં કારણે મગજનાં ''હાઈપો કેમ્પસ''ને તંદુરસ્ત લોહીનો જથ્થો મળતો રહે છે જે ''મેમરી'' વધારી શકે છે. પરદેશમાં લોકો 'મેમરી' ઈમ્પ્રુવ કરવા માટે કહેવાતાં સ્માર્ટ ડ્રગ્સ લે છે જેમાં, મોડાફીનીલ, રિટાલીન અને એડ્રોલાનો સમાવેશ થાય છે. દવાઓ માનસીક ચિકીત્સા માટે વપરાય છે. છતાં તેનો ઉપયોગ કરનારને લાગે છે કે દવાનાં કારણે તેની યાદદાસ્તમાં વધારો થયો છે. ખરેખર એક પ્રકારની ''પ્લાસી બો'' ઈફેક્ટ છે તેમ વૈજ્ઞાનિકો કહે છે. સુકા મેવા અને સીંગદાણામાં ઓમેગા- હોય છે. અખરોટ અને બદામ ખાવાથી યાદદાસ્ત 'મેમરી'માં ચોક્કસ ફરક પડી શકે ખરો !'