Sunday 3 May 2020

Homo sapiens: હાલમાં કટોકટી અને ખતરા/ અખતરામાંથી થઈ રહ્યો છે.


પ્રકાશન તારીખ:03-05-2020

  બુક  ઓફ જીનેસીસ”,પ્રાચીન હિબ્રુ બાઇબલ અને ઓલ્ડ ટેસ્ટામેન્ટનું પ્રથમ પુસ્તક માનવામાં આવે છે.  જેમાંનોહાસ આર્કનામના જહાજની કલ્પના છે.  પૃથ્વીના પ્રલય સમયે પૃથ્વીની જૈવિક વિવિધતા જાળવવા માટેકેટલાક જંગલી પ્રાણીઓને આજહાજમાં લઈ જઈ બચાવી લેવાની ઈશ્વરની ઈચ્છા દર્શાવવામાં  આવી હતી.. જેથી કરીને પ્રલય પછી પૃથ્વી પર ફરીવાર જીવન વિકાસ  શક્ય બને.  મૃત્યુ પહેલા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સએ પણ કહ્યું હતું કેમનુષ્ય પ્રજાતિ ઉપર સંપૂર્ણ વિનાશનો ખતરો આવે તે પહેલા મનુષ્યને સૂર્યમાળાના અન્ય ગ્રહ ઉપર વસવાટ માટે લઇ જવા પડશે.”  સવાલએ થાય કે મનુષ્ય પ્રજાતિ ઉપર સંપૂર્ણ નિકંદન નીકળી જવાનો ખતરો છે ખરો?.  2020 માં કોરોનાવાયરસ  દ્વારા મનુષ્યના અસ્તિત્વ સામે ચેતવણી આપવામાં આવી છે.  જે બતાવે છે કે અતિસૂક્ષ્મ વિષાણુ પણ મનુષ્યને ખતમ કરવા માટે કાફી છે.  જો મનુષ્યને બચાવવો હોય, તો પૃથ્વીનું સમગ્ર પર્યાવરણ અને તેની જૈવિક વિવિધતાને પણ બચાવવી પડશે. પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, દરિયાઈ સૃષ્ટિ, શાકભાજી  અને  ધાન્યના છોડને પણ બચાવવા પડશે.  આ ઉપરાંત મનુષ્ય શરીરમાં ઉપયોગી બનતા  અતિ સૂક્ષ્મ જીવાણુઓને પણ બચાવવા પડશે.  આપણે તેના માટે તૈયાર છીએ ખરા?
નોર્ડિક જીન બેંક અને નોર્ડજેનનુ મર્જર: સ્વાલબાલ્ડ ગ્લોબલ સીડ વોલ્ટનો જન્મ 
ઉત્તર ધ્રુવથી 1200 કિલોમીટર દૂર, આર્કટિક સર્કલનોર્વે અને ઉત્તર ધ્રુવની વચ્ચે ટાપુનો એક સમૂહ આવેલો છે.  જે ટાપુઓ, સ્વાલબાલ્ડ દ્વીપકલ્પ તરીકે ઓળખાય છે.  એક પર્વત ના પેટાળ માં ભવિષ્યમાં મનુષ્ય જાતિને ઉપયોગી થઈ પડે તેવું મહત્વનું બાંધકામ આવેલું છે. જેને વિશ્વ  ડુમ્સડે વોલ્ટ એટલેકે સ્વાલબાલ્ડ ગ્લોબલ સીડ વોલ્ટ તરીકે ઓળખે છે. પર્વતમાળાની તળેટીમાં લંબચોરસ આકારનું  સિમેન્ટ કોંક્રીટનું બનેલું પ્રવેશદ્વાર છે. આ પ્રવેશદ્વાર 430 ફૂટ  લાંબી ગુફા દ્વારા પર્વતના પેટાળમાં જાય છે.  કોરિડોરનો અંત થતાં અહીં ત્રણ ચેમ્બર આવેલા છે. પરંતુ  હાલમાં બિયારણ સાચવવા માટે માત્ર એક જ ચેમ્બર નો ઉપયોગ થાય છે. વેક્યુમ પેક થઈ ગયેલ સેમ્પલનેએલ્યુમિનિયમના વિશાળ બોક્સમાં સાચવવામાં ગયા છે.  જેનું આર્થિક મૂલ્ય એટલે કિંમત ખૂબ જ નજીવી છે પરંતુ મનુષ્યના ભવિષ્ય માટે તેનું મૂલ્ય અમૂલ્ય છે. 
ઉત્તરીય  યુરોપ અને ઉત્તરીય આર્કટિક ખંડ વિસ્તારમાં આવેલ દેશોજેવાકે નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ડેનમાર્ક, આઈલેન્ડ, ગ્રીનલેન્ડ નો વિસ્તારનોર્ડીક કન્ટ્રીતરીકે  ઓળખાય છે. સ્વાલબાલ્ડ ખાતે આવેલી કોલસાની તરછોડી દીધેલ ખાણમાં,  નોર્ડિક જીન બેંક ચાલતી હતી.૧૯૮૪ સુધી નોર્ડિક કન્ટ્રીમા થતી વિવિધ વનસ્પતિના બિયારણને  થીજી ગયેલી હાલતમાં અહીં સાચવવામાં આવતા હતા.  ત્યારબાદ નોર્ડિક જીન બેંક અને નોર્ડજેન  નામે ઓળખાતા વનસ્પતિનું રક્ષણ કરનાર કરનાર બેગ્રુપનું એકીકરણ થયું હતું.  જેને જાન્યુઆરી 2008માં સ્વાલબાલ્ડ ગ્લોબલ સીડ વોલ્ટ  નામ આપવામાં આવ્યું. 1980ના દાયકામાં કેરી ફોલર નામના ક્રોપ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને વિવિધઅનાજની તેમજ શાકભાજી ના  જિનેટિક મટીરીયલ એટલે કે ડી.એન.એ સાચવવા માટે  એક સલામત વોલ્ટ ની રચના કરવાની તરકીબ સુતી હતી.  પરંતુ 2001માં જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ સીડ ટ્રીટ્રી(કરાર)નો અમલ કરવામાં આવ્યો, ત્યારબાદ આ વોલ્ટની રચના કરવા માટેના દ્વાર ખુલ્યા હતા.  નોર્ડિક કન્ટ્રી દ્વારા સ્વાલબાલ્ડ ગ્લોબલ સીડ વોલ્ટમાં વિવિધ પ્રકારના 18000 સેમ્પલ અને 500  વનસ્પતિ બીજનું  દાન, જિનેટિક રિસોર્સ સેન્ટર ઓફ નેધરલેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. 
ડુમ્સડે વોલ્ટ:ભૂતકાળ ઉપર ચણાયેલી ઈમારત 
છેલ્લા 50 વર્ષમાં ખેતી કરવાની પદ્ધતિમાં સમૂળગી ક્રાંતિ આવી છે. ટેકનોલોજીના વિકાસ સાથે વિવિધ પાક ની ઉપજમાં વધારો થયો છે પરંતુતેની જૈવિક વિવિધતામાં ઘટાડો થયો છે.દિવસેને દિવસે વિશ્વમાંથી જિનેટિક મટીરીયલ અને જૈવિક વૈવિધ્ય ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યું છે. આજે મનુષ્યની ખોરાકની જરૂરીયાત પૂરી પાડે એવા અસંખ્ય પાકમાંથી માત્ર 30 જાતના પાક લેવામાં આવે છે, જે મનુષ્યની 95 ટકા જરૂરિયાત પૂરી પાડે છે.  ચીનમાં જોવા મળતી ચોખાની વિવિધ પ્રજાતિ માંથી હાલમાં માત્ર ૧૦ ટકા પ્રજાતિનો જ ઉપયોગ કરવામાં આવે છે.  1947 પછી અમેરિકાએ ફળ અને શાકભાજીની વિવિધ પ્રજાતિનો 90% હિસ્સો ગુમાવી દીધો છે એટલે કે તેનું નિકંદન નીકળી ગયું છે. આ પ્રકારનું monoculture ભવિષ્યમાં પાક માટે નુકસાનકારી સાબીત થઈ શકે તેમ છે. આ સમસ્યામાંથી ઉગરવા માટેવૈજ્ઞાનિકોએ વિવિધ  વનસ્પતિ શાકભાજી ફુલવાળા છોડ વગેરેના બીજને ભવિષ્યની પેઢી માટે અહીં સાચવી રાખ્યા છે.  એમ કહેવું જોઈએ કે મનુષ્ય જ્યારથી ખેતી કરવા લાગ્યો ત્યારથી માંડીને આજ સુધીના તેર હજાર વર્ષનો ઇતિહાસને  અહીંયા સાચવવામાં આવ્યોછે.  સ્વાલબાલ્ડ ગ્લોબલ સીડ વોલ્ટને સાચવવાનું કામ ક્રોપ ટ્રસ્ટ અને નોર્વેની સરકાર કરે છે. વિશ્વની ખાદ્યપાકની વનસ્પતિને સંરક્ષણ પુરૂં પાડવા માટે આનાથી વધારે સારું અને સલામત સ્થળ મળવું મુશ્કેલ છે.
આજે ડુમ્સડે વોલ્ટમાં  સાચવવામાં આવેલ  વિવિધપાક.ના બિયારણના સેમ્પલની સંખ્યા 10,00,000 ઉપર પહોંચી છે. સ્વાલબાલ્ડ ગ્લોબલ સીડ વોલ્ટની બિયારણ સાચવવા ની ક્ષમતા સાડા ચાર કરોડ સેમ્પલ જેટલી છે. 2013 સુધીમાં વિશ્વમાં જોવા મળતીખાદ્ય અનાજ અને શાકભાજી ઉપરાંત ફળોની જૈવિક વિવિધતાનો ત્રીજો હિસ્સો અહીં સાચવવામાં આવ્યો છે. વોલ્ટમાં રાખવામાં આવેલ બિયારણ પ્રાચીન અને જંગલી પ્રજાતિનું બિયારણ છે.  કેટલીક પ્રજાતિ તમને આજે આ વોલ્ટની બહાર જોવા મળે તેમ પણ નથી.  ભવિષ્યમાં જ્યારે નવા પ્રકારના પાક ની જરૂર પડે ત્યારે અહીં રાખવામાં આવેલ બિયારણનો ઉપયોગ થઇ શકે તેમ છે.વિવિધ પ્રકારના બિયારણ ને સાચવવા માટે દર વર્ષે ત્રણ લાખ દસ હજાર ડોલર જેટલો ખર્ચ આવે છે. 
દુનિયા એ આપેલી અમૂલ્ય ભેટ ( વિશેષ વાંચન)
            સંસ્થાની પ્રથમ જન્મજયંતીએ, અહીં ખોરાકમાં ઉપયોગમાં લેવાતા પાકની 9000 જાત અને 500 જાતના અન્ય બિયારણ ઉમેરવામાં આવ્યા. આ સાથે જ અહીં રાખવામાં આવેલ બિયારણના સેમ્પલ ની સંખ્યા ચાર લાખ ઉપર પહોંચી.  આયર્લેન્ડમાંથી બટાકાની 32 જાતોના બિયારણ પણ આવી પહોંચ્યા. હા વોલ્ટમાં ચોખાની બે લાખ જેટલી વેરાઈટી જોવા મળે છે. જેમાંની કેટલીક વેરાઈટી ખૂબ ઊંચા તાપમાને પણ ઉપયોગી બને તેવી છે. અહીં ભારત, પાકિસ્તાન, મેક્સિકો, અને સિરિયા  જેવા દેશ પણ પોતાને ત્યાં થતા વિવિધ પાકના બિયારણ ને અહીં બેક-અપ તરીકે સાચવવા આપેલ છે. હાલમાં વિશ્વમાં 1700 જેટલી જીન બેંક આવેલી છે. જે ડુમ્સડે વોલ્ટની મીનિ આવૃત્તિ જેવા છે.  જોકે વોલ્ટનો ઉપયોગ વિશ્વના વિવિધ દેશો  પોતાના દેશમાં રાખેલ બિયારણની બેકઅપ  કોપી સાચવવા માટે કરે છે છે. વિવિધ દેશના સેમ્પલો  અહીં ડિપોઝીટ તરીકે  મુકવામાં આવ્યા છે છે, અને જરૂર પડે ત્યારે ડિપોઝિટ કરનાર દેશને  પાછા આપવામાં આવે છે. 2015માં સૌપ્રથમવાર આ વોલ્ટમાંથી સીરિયાએ જમા કરાવેલ પોતાનું બિયારણ પાછું મેળવ્યું હતું.  સીરિયામાં થયેલા આંતરવિગ્રહના કારણે અહીંની જિનેટિક બેંકના પામી હતી.  વોલ્ટમાં રાખેલ બિયારણનો ઉપયોગ કરી સીરિયા એ ફરીવાર પોતાની કૃષિને સમૃદ્ધ કરી અને વોલ્ટ માંથી બહાર કાઢેલ બિયારણને ફરી પાછું જમા પણ કરાવ્યું.
અમેરિકાના  ઓકલોહોમા રાજ્યમાં વનવાસી અને આદિ જાતિના લોકો વસે છે.  તેમની પોતાને  આદિજાતિની સરકાર ચાલે છે. જે ચેરોકી નેશન તરીકે જાણીતી છે.  આ આદિ જાતિના લોકોએ અમેરિકા ખંડમાં યુરોપિયન પ્રજા ગઈ તે પહેલાના સાચવી રાખેલ  મકાઈના પાકની  નવ અલગ અલગ પ્રજાતિ ના બિયારણ પણ અહીં જમા કરાવ્યા છે.  આ પ્રજા ચેરોકી વાઇટ ઇગલ કોર્ન તરીકે ઓળખાતી મકાઈને પવિત્ર માને છે. તેઓ ધાર્મિક પૂજામાં તેનો ઉપયોગ કરે છે.  જેને ભવિષ્યની પેઢી માટે સાચવી રાખવા, એનું પણ બિયારણ જમા કરાવવામાં આવ્યું છે. તાજેતરમાં બ્રાઝિલમાંથી ડુંગળી, મધ્ય એશિયામાંથી ગુવારફળી,  પ્રિન્સ ચાર્લ્સના બગીચાના કેટલાક જંગલી ફૂલોવાળી ૨૭ વનસ્પતિના બિયારણ  પણ અહીં સાચવવામાં આવ્યા છે. ઘાના દેશના રાષ્ટ્રપ્રમુખ કહે છે કેકૃષિ વિજ્ઞાન માટે આ એક પ્રકારની ફૂડ સિક્યોરિટીની વીમા પોલિસી છે, ભવિષ્યની આવનારી પેઢીને કામ લાગે તેમ છે.2019 માં 36 જેટલી જીન બેન્કમાંથી ૬૦,૦૦૦ જેટલા બિયારણના સેમ્પલ અહીં જમા કરાવવામાં આવ્યા હતા. થાઈલેન્ડ, અમેરિકા, આયર્લેન્ડ, કોસ્ટારિકા, ઇથોપિયા અને લેબેનોન જેવા પ્રદેશમાંથી આ બિયારણ મેળવવામાં આવ્યા હતા. હાલમાં વોલ્ટમાં 10  લાખ બિયારણના સેમ્પલ છે, જેમાં ૫૦૦૦ જેટલી અલગ-અલગ પ્રજાતિના નમુના છે.  વનસ્પતિ બિયારણને - ૧૮ ડિગ્રી ટેમ્પરેચર ઉપર સાચવવામાં આવે છે.  પરંતુ જો અહીં વીજળી ગુલ થઈ જાયતો , પણ પર્વત ઉપર આવેલ બરફ અને આંતરિક તાપમાન બિયારણને લાંબો સમય સુધી સાચવી શકે તેમ છે. 
            યુદ્ધના કારણે અફઘાનિસ્તાન અને ઈરાકની જીન બેન્કનો  વિનાશ થઈ ચૂક્યો છે. ફિલિપાઈન્સમાં કુદરતી આપત્તિ કરણ જીન બેંકનો  નેસ્તનાબુદ થઈ ગઈ છે છે.  તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના કારણે પણ વનસ્પતિની કેટલીક પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. આવા સમયે આ વોલ્ટવનસ્પતિના પુનર્વસન માટે ઉપયોગી બને તેમ છે. 2020માં ભૂ-રાજકીય  તનાવ, આંતકવાદ  અને વિવિધ દેશો વચ્ચે વચ્ચે દુશ્મની નો માહોલ વધી રહ્યો છે ત્યારે મનુષ્ય ના ઉજ્જવળ ભવિષ્ય માટે  સ્વાલબાલ્ડ ગ્લોબલ સીડ વોલ્ટ એક આશીર્વાદ સમાન પુરવાર થશે. 
हिमालय की गोद में: ચાંગ લા વોલ્ટ
ભારત પાસે પોતાની જનીન બેંક છે. પરંતુ ભારતમાં થતાં અનાજ અને શાકભાજીનું જૈવિક વૈવિધ્ય જાળવી રાખવા ભારતે એક સલામત બેંક લોકર જેવુ વોલ્ટ વિકસાવેલું છે. હિમાલયના પહાડોમાં દુનિયાના બીજા નંબરના સૌથી ઊંચા રોડ દ્વારા નજીકના લેહ   સ્થળ પર પહોંચી શકાય છે. અહીંથી ત્રણ કલાકની   મુશ્કેલીભરી મુસાફરી કરી ૧૭,૫૦૦ ફુટની ઉંચાઈએ  પહોંચીએ ત્યારે, ચાંગ લા  નામની અજાણી જગ્યાએ આવે છે. નજીકમાં પ્રવાસીના ખૂબ જ લોકપ્રિય સ્થાન લદાક પાસે આવેલું છે. ચાંગ લા સ્થળે, ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા દુનિયાનું સૌથી ઊંચું સંશોધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાં ભારત પોતાની સલામત બિયારણ સાચવતું વોલ્ટ બનાવેલું છે. અહીંયા ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ઉપરાંત પૂર આવવાની કે ભૂકંપ આવવાની શક્યતા એકદમ નહીવત છે.  ભારતે  સલામત ચાંગ લા વોલ્ટમાં દરેક પ્રકારના વનસ્પતિના બિયારણ સાચવી રાખ્યા છે. જેમાં ૨૦૦ જેટલી વનસ્પતિની પ્રજાતિનો પણ સમાવેશ થાય છે.  જો કોઈ હોનારત સર્જાયતો , અહીં સાચવેલ બિયારણ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. અહીં સાચવેલા બિયારણમાં અખરોટ, જરદાળુ, કોબીજ, ડુંગળી, ગાજર, બટાકા, મૂળા, ટામેટા, જવ, ચોખા અને ઘઉંની વિવિધ પ્રજાતિનો સમાવેશ થાય છે.  અનાજ અને શાકભાજીની વિવિધ જાત, તાપમાન,  નુકસાનકારી જીવાત અને  ભેજ  સામે સુરક્ષિત રહી શકે તેમ છે
સંશોધન કેન્દ્રના નિષ્ણાતોનું કહેવું છેકેડુંગળી ના બિયારણ લગભગ ચારસો વર્ષ, ચોખા ના બિયારણ 1100 વર્ષ, ઘઉં ના બિયારણ ૧૬૦૦ વર્ષ, જવના બિયારણ 2000 વર્ષ અને વટાણાના બિયારણ 9000 વર્ષ સુધી સાચવી શકાય તેમ છે. ભારતનો પ્લાન નોર્વેમાં આવેલા ડુમ્સડે વોલ્ટ અને ફોર્ટ કોલિન્સ માં આવેલ કોલોરાડો નેશનલ સેન્ટર ફોર  જિનેટિક રિસોર્સિસ   જેવી આધુનિક સુવિધા ઊભી કરવાનો છે. જ્યાં બિયારણના લગભગ છ લાખ જેટલા પેકેટ સાચવવામાં આવ્યા છે. ભારત બિયારણના નવા  પેકેટ જમા કરે, તેપહેલાં અહીં ખાસ પ્રકારની કુલીંગ સીસ્ટમ વિકસાવવાની જરૂર છે.  જ્યારે તાપમાન -૪ ડિગ્રીથી ઉપર જાય ત્યારે કુલિંગ સિસ્ટમ ઉપયોગમાં લઈ શકાય.
            ડુમ્સડે વોલ્ટમાં 2016માં ગ્લોબલ વોર્મિંગના કારણે  તાપમાન ઊંચું જતા બરફ  પીગળી ગયો હતો. જે પ્રવેશ દ્વારની ગુફામાં પ્રવેશ થયો હતો.  પરંતુ આંતરિક ઠંડકના કારણે તે જામી ગયો હતો અને અહીં સાચવેલા બિયારણને આ પાણીની કોઇ અસર થઈ નહોતી અહીં દસ લાખ જેટલા બિયારણની વિવિધ જાતો સંગ્રહ કરવામાં આવી છે. હાલમાં  અહીં એક કરોડ 30 લાખ ડોલરના ખર્ચે ભવિષ્યમાં ભવિષ્યમાં પૂર આવે તો પ્રવેશદ્વારની  ગુફામાં ન પહોંચે તે માટે  પંપ અને ખાઈની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્લોબલ બાયોટા વોલ્ટ:  એક અનોખી નવી શરૂઆત.
મનુષ્ય શરીરમાં અબજોની સંખ્યામાં micro-organism વસે છે. જેમાં બેક્ટેરિયા ફૂગ વાયરસ જેવા જીવોનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો માને છે કે દુનિયામાં વિવિધ પ્રદેશોમાં વિવિધ વંશના લોકો વસે છે. દરેક લોકોના શરીરમાં સૂક્ષ્મ જીવાણુઓનું  વૈવિધ્ય ખૂબ જ છે.  મનુષ્યની ઉત્ક્રાંતિ સાથેજ એના શરીરમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓનું એક અનોખું જગત પણ વિકસિ ચૂક્યું છે.   હજી પણ શહેરીકરણથી દૂર રહેલા ભૌગોલિક વિસ્તારોમાં જૈવિક વિવિધતા જળવાઈ રહીછે.  જ્યારે મોટા શહેરોમાં એન્ટીબાયોટિક દવાઅને પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી, તેમના શરીરમાં રહેલ સૂક્ષ્મ જીવાણુઓની વિવિધતા હવે ખતમ થવા આવી છે. ઉદાહરણ તરીકે એમેઝોનના ગામડામાં વસતા લોકોના આંતરડામાં જે સૂક્ષ્મ જીવાણુ વસે છે,  તેની પ્રજાતિ કરતા,  સામાન્ય અમેરિકાનના આંતરડામાં રહેલ સૂક્ષ્મ જીવાણુ પ્રજાતિનું જૈવિક વૈવિધ્ય અડધું એટલે કે ૫૦ ટકા જેટલું જ છે. આ જૈવિક વિવિધતા ખતમ થાય તે પહેલા સૂક્ષ્મ જીવાણુ માટે એક સલામત વોલ્ટની રચના કરવી જોઈએ. વૈજ્ઞાનિકોને નોર્વેમાં આવેલાડુમ્સડે વોલ્ટઉપરથી માઈક્રો ઓર્ગેનિઝમ માટે સલામત વોલ્ટ બનાવવાનો વિચાર આવ્યો હતો.   
2020માં નોવેલ કોરોનાવાયરસનો ઉપયોગ, એક પ્રકારના જૈવિક શસ્ત્ર તરીકે થયો હોય, તેમ વૈજ્ઞાનિકો માને છે. જગત આખું જૈવિક હથિયાર તરીકે સૂક્ષ્મ જીવાણુઓ અને વાયરસનો ઉપયોગ કરે છે.  તેના સેમ્પલ પણ પોતાની લેબોરેટરીમાં સલામત જાળવી રાખે છે. જે મનુષ્યના અસ્તિત્વ સામે ખતરો  પેદા કરે તેમ છે. ખતરારૂપ જિનેટિક દુશ્મનો સાચવવા કરતા, મનુષ્યનાં સ્વાસ્થ્યને ઉપયોગી બને એવા microbes ને સાચવી રાખવા નો  આઈડિયા ખરેખર કાબિલે તારીફ ગણાય છે. ન્યુ બ્રૂનસવિક ખાતે આવેલી  રૂતજર યુનિવર્સિટીના સંશોધક મારિયા ગ્લોરીયા ડોમિનોઝ  બેલો  કહે છે કે જગત આખું જ્યારે વૈશ્વિક સ્વાસ્થ્યની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારનું વોલ્ટ ની રચના કરવી ખૂબ જ જરૂરી છે.મહિલા વૈજ્ઞાનિક મારિયા ગ્લોરીયાએ વિશ્વના  11 નિષ્ણાતોની મદદ લઇ,  ગ્લોબલ બાયોટા  વોલ્ટ નામના સંગઠનની રચના કરી છે.   મારિયા ગ્લોરીયા ડોમિનોઝ  બેલો, સલામત વોલ્ટ બનાવવા ઈચ્છે છે.  2020માં તેની આખરી રૂપરેખા તૈયાર થઇ જશે.



No comments: