Monday 31 March 2014

લાખો વર્ષ પહેલાં પૃથ્વી પર મનુષ્ય એકલો જ ન હતો. : મનુષ્યના પૂર્વજો


- આજથી ૧૮ લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર એક કરતાં વધારે મનુષ્ય પ્રજાતીઓ વસવાટ કરતી હતી. મતલબ કે આપણા કાકા-બાપાનો પોરીયાનો કુટુંબ કબીલો ત્યારે પૃથ્વી પર હતો. આપણા સગા વ્હાલાઓ હોમોસેપીઅન સાથેની 'રેસ' હારી ગયા. પરિસ્થિતિ સાથે સમન્વય સાધી શક્યા, અથવા પ્રાકૃતિક પસંદગીનાં કુદરતી નિયમમાં કાચા પડયા અને તેમની પ્રજાતીઓ લુપ્ત થઇ ગઇ.

આજે પૃથ્વી પર સજીવ સૃષ્ટીમાં 'હોમોસેપીઅન' એટલે કે મેધાવી માનવીનું એકચક્રી રાજ ચાલે છે. છેલ્લા ૨૫ હજાર વર્ષથી મનુષ્ય 'હોમીનીક' કુળની અન્ય મનુષ્ય પ્રજાતીની સ્પર્ધાથીમુક્ત થઇ ગયો છે. ૧૯૫૦-૬૦નાં દાયકામાં વૈજ્ઞાનિકો માનતા આવ્યા હતાં કે છેલ્લાં લાબા સમયગાળાથી પૃથ્વી પર 'હોમીનીક' કુળની ફક્ત 'હોમોસેપીઅન' પ્રજાતી એકલી ચાલી આવે છે. કોઈપણ સમયે બે મનુષ્ય પ્રજાતી એક સાથે પૃથ્વી પર વસવાટ કરતી હતી. તેમનું માનવું હતું કે 'પૃથ્વી પર સમયે એટલી મોટી ''ઇકોલોજીકલ સ્પેસ' ઉપલબ્ધ હતી કે એક સભ્યતા-સંસ્કૃતી વિકસાવી શકે તેવી બે પ્રજાતી એક સાથે રહી શકે. જેને 'સીંગલ સ્પીસીઝ હાઈપોથીસીસ' કહે છે. જો કે છેલ્લાં સો વર્ષનાં ફોસીલ રેકોર્ડ તપાસીએ તો, ઇતિહાસ કાંઈક અલગ બોલે છે. આજથી ૧૮ લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર એક કરતાં વધારે મનુષ્ય પ્રજાતીઓ વસવાટ કરતી હતી. મતલબ કે આપણા કાકા-બાપાનો પોરીયાનો કુટુંબ કબીલો ત્યારે પૃથ્વી પર હતો. આપણા સગા વ્હાલાઓ હોમોસેપીઅન સાથેની 'રેસ' હારી ગયા. પરિસ્થિતિ સાથે સમન્વય સાધી શક્યા, અથવા પ્રાકૃતિક પસંદગીનાં કુદરતી નિયમમાં કાચા પડયા અને તેમની પ્રજાતીઓ લુપ્ત થઇ ગઇ. એક સમયનાં આપણાં આદી પૂર્વજ જેવા કાકા-બાપાનાં પોરીયાઓની વૈજ્ઞાનિક કુંડળીનો અભ્યાસ કરીએ તો, પ્રાચીન નૃવંશશાસ્ત્રનો નવો અધ્યાય જાણવા મળશે. રહ્યા આપણા આદી-પ્રાચીન કાળનાં સગા વ્હાલાઓ...

Orrorin Tugehesis (
સમયગાળો ૬૦ લાખ વર્ષ પૂર્વે)
મનુષ્યનાં ફેમીલી ટ્રી - વંશવૃક્ષમાં પ્રજાતીને ક્યાં ગોઠવવી મોટો સવાલ છે. 'હોમીનીન' કુળનાં સૌથી પ્રાચીન અવશેષો 'ઓરોહીન ટુજેનેસીસ' પ્રજાતીનાં મળ્યાં છે. ચિમ્પાન્ઝીમાંથી મનુષ્ય અલગ થયો તે સમયનું શારીરિક બંધારણ પ્રજાતી ધરાવે છે. પ્રાચીન અશ્મીઓનો સમયકાળ વૈજ્ઞાનિકોએ ૬૦ લાખ વર્ષ પૂર્વેનો આલેખ્યો છે. ઓરીરીનનો ટુજેન ભાષામાં અર્થ થાય 'ઓરીજીનલ મેન'. કેન્યાનાં ટુજેન પહાડી વિસ્તારમાંથી પ્રજાતીનાં અવશેષો મળેલાં હોવાથી તેનું નામ 'ઓરીરીન ટુજેનસીસ' પાડવામાં આવ્યું છે. ૧૮૭૪માં તેનાં અશ્મીઓ શોધી કાઢવામા આવ્યા હતાં. તે ઓસ્ટ્રેલીઓ પીથેક્સને મળતાં આવતા નથી તેથી તેને મનુષ્યનાં સીધા પૂર્વ અને વંશવૃક્ષ શરૃ થાય છે તેનાં પ્રથમ ક્રમે મુકવામાં આવે છે. પૃથ્વી પર એંસીથી પચાસ લાખ વર્ષ પહેલાં 'ઓરીરીન' પ્રજાતી પૃથ્વી પર વિચરતી હતી. તેમનાં મગજનું કદ આજનાં ચિમ્પાઝી જેટલું છે. પરંતુ તેનાં આંતરીક ભાગનાં અવશેષો મળેલ હોવાથી વધારે અનુમાન કરવું શક્ય નથી. તેમનાં શરીરનો આકાર અને કદ આધુનિક ચિમ્પાન્ઝીને મળતાં આવે છે. પગનાં નમુના ઉપરથી, તેઓ બે પગે ચાલતાં હોવાનું વૈજ્ઞાનિકો માને છે. તેમનાં આંગળા વળેલાં હોવાથી તેઓ ઝાડ ઉપર પણ વસવાટ કરવા પણ સમર્થ હતાં.

Ardipithecus Ramidus (
સમયગાળો ૪૪ લાખ વર્ષ પૂર્વે)
ડિસેમ્બર ૧૯૯૨માં 'આર્દીપિથેક્સ રામીદસ'નાં પ્રાચીન અવશેષો ઇથોપીઆમાંથી મળી આવ્યા હતાં. જેનો સમયકાળ ૪૪ લાખથી ૪૨ લાખ વર્ષ પ્રાચીન કાળનાં માનવામાં આવે છે. ઇથોપીઆનાં આરામીસ વિસ્તારમાં આવાશ નદી આસપાસનાં વિસ્તારમાંથી અશ્મીઓનાં અસંખ્ય નમુનાઓ મળી આવ્યા છે. ૩૫ વ્યક્તિનાં ૪૦ કરતાં વધારે નમુના મળી આવ્યા છે. જેમાં મુખ્યત્વે દાંતનાં ચોકઠા છે. કેટલીક ખોપરી અને હાડકાં પણ છે. બાહુ (હાથ)નું લાંબુ હાડકું જોઈ વૈજ્ઞાનિકો અનુમાન કરે છે કે ઓસ્ટ્રેલોપીથેક્સ આફ્રેનસીસ કરતાં પ્રજાતીનું કદ નાનું હોવું જોઇએ. ૨૦૦૫માં ઉત્તર ઇથોપીયાનાં હુમા શહેર પાસેથી નવ વ્યક્તિનાં અવશેષ મળ્યા હતાં. હાડપીંજરની ખાસીયત છે કે તેમનું બંધારણ ચિમ્પાન્ઝી કે ગોરીલાને મળતું આવતું નથી. મતલબ કે મનુષ્ય ચિમ્પાન્ઝીથી અલગ થઇ ગયાનાં ખાસા લાંબા સમય (૧૦-૨૦ લાખ વર્ષ) પછી અસ્તિત્વ ધરાવતા હતાં. નમુના જોયા પછી વૈજ્ઞાનિક માને છે કે મનુષ્યની ઉત્ક્રાંતિ ગોઠણભેર ચાલતા વાનરમાંથી થઇ નથી. ચિમ્પાન્ઝી વાનરમાંથી મનુષ્ય પ્રજાતી અલગ થઇ છે. આર્દીનો અર્થ થાય ગ્રાઉન્ડ અથવા ફ્લોર. લેટીન ભાષામાં વિથેક્સનો અર્થ થાય 'વાનર'. 'આફર' ભાષામાં 'રામીડ' નો અર્થ થાય 'મુળ'. 'આર્દીફિથેક્સ રામીદસ'નો અર્થ થાય, 'ભૂમિ પર ચાલનાર મુળ વાનર'. અન્ય મનુષ્ય પ્રજાતી સાથેનો તેનો સંબંધ વૈજ્ઞાનિક ચર્ચાનો વિષય છે. 'આર્દી' મનુષ્યનાં સીધી લાઈનનાં વંશજોમાં પણ નથી. તેની એક અલગ શાખા છે. ૧૯૯૪માં અવશેષોને ઓસ્ટ્રેલોપીથેક્સ રૃમીદસ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૫માં નવાં અવશેષોનાં કારણે તેને નવી જાતી 'આર્દીપિથેક્સ'માં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તેઓ જમીન ઉપર ટટ્ટાર ચાલી શક્તા હતાં. ચાર અંગોનો ઉપયોગ કરી ઝાડ ઉપર પણ ઝડપથી ચડી શક્તા હતાં. તેમનાં મગજનું કદ ૩૦૦-૩૫૦ ક્યુબીક સેન્ટીમીટર જેટલું હતું. ઉંચાઈમાં તેઓ ચાર ફુટ આસપાસનાં હતાં.

Austrelo pithecus Afrensis (
સમયગાળો ૪૨ થી ૩૯ લાખ વર્ષ પૂર્વે)
૧૯૭૦નાં દાયકામાં ડોનાલ્ડ જોનસન અને મેરીલીંકી નામનાં સંશોધકોની અલગ અલગ ટીમ દ્વારા 'ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રેનસીસ' પ્રજાતીનાં ફોસીબ્સ મળી આવ્યા હતાં. પ્રાચીન જીવાશ્મીઓ માટે 'લ્યુસી' નામની સ્ત્રીનાં અવશેષો ખુબ લોકપ્રિય છે. 'લ્યુસી' ઓસ્ટ્રેલોપિથેક્સ આફેનસીસ પ્રજાતીનો ઉત્કૃષ્ટ નમુનો છે. જેનું લગભગ સંપૂર્ણ હાડપીંજર મળી આવ્યું હતું. લ્યુસીનાં અવશેષો ૩૯ લાખથી ૨૮ લાખ વર્ષ વચ્ચેનાં સમયગાળાનાં માનવામાં આવે છે. ઓસ્ટ્રેલોપિથેક્સનો અર્થ થાય દક્ષીણ તરફનો વાનર. દક્ષીણ આફ્રીકામાંથી તેનાં અવશેષો મળી આવતાં તેને 'આફ્રેનસીસ' લાગે છે. આફ્રીકાનાં ઇથોપીઆનાં 'અફાટ' બેઝીનમાંથી પ્રાચીન અશ્મીઓ મળી આવ્યા હતાં. ૧૯૭૪માં ડોનાલ્ડ જોન્સનની ટીમે 'લ્યુસી'ની શોધ કરી હતી. તે સમયનાં ખ્યાતનામ પોપસીંગર 'બિટપ્લ્સ'નાં એક ગીત ઉપરથી તેનું નામ 'લ્યુસી' રાખવામાં આવ્યું હતું. લ્યુસીની ઉંચાઈ માત્ર ૧૧૦ સે.મી. છે. પરંતુ તે સંપુર્ણ વિકસીત સ્ત્રી હતી. ૧૯૭૫માં નવ પુખ્તવયની વ્યક્તિ અને ચાર બાળકોનાં અશ્મીઓ મળી આવ્યા હતાં. નમુનાઓને 'ફર્સ્ટ ફેમીલી' તરીકે ઓળખવામાં આવે છે. કોઇક દુર્ઘટનાને કારણે એક કુટુંબનાં બધા સભ્યો મૃત્યુ પામ્યા હતાં. તાન્ઝાનીયામાં પ્રજાતીનાં પગલાની છાપ પણ સચવાયેલી મળી આવી છે. જ્વાળામુખીની રાખમાં તેમનાં પગલાં સચવાયેલાં છે. 'ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રેનસીસ'ને હોમોસેપીઅનનાં સીધા પુર્વજો માનવામાં આવે છે. કેટલાંક સંશોધકો પ્રજાતીને પ્રિએન્થોપસ આફ્રીકનસ અને 'પ્રિએન્થ્રોપસ આફ્રીનસીસ' જેવાં અન્ય નામે પણ ઓળખે છે. તેઓ બે પગે ચાલતા હતાં. તેમનું જડબુ લાંબુ હતું. મગજની સાઇઝ ૪૩૦ ઘન સે.મી. હતી. તેઓ સવાનાનાં ઘાસનાં પ્રદેશમાં વસવાટ કરતાં હતાં.

Homo Ergaster &- (
સમયગાળો ૨૦ લાખથી સાત લાખ વર્ષ પુર્વે)
હોમો-એર્ગાસ્ટરનો દેખાવ, આજના મેઘાવી માનવી હોમોએપીઅનને મળતો આવે તેવો છે. પ્રજાતીનાં લોકો પાતળા અને ઉંચા હતાં. તેમના શરીર પર વાળ ઓછા હતાં. કેટલાંક વૈજ્ઞાનિકો હજુ તેને આફ્રીકન હોમો ઈરેક્ટસ તરીકે ઓળખાવે છે. મનુષ્યનાં પુર્વજોની મહત્ત્વની પ્રજાતી છે જે પૃથ્વી પર આજથી સાત લાખ વર્ષ પૂર્વેથી ૨૦ લાખ પૂર્વે વચ્ચેનાં સમયગાળામાં પૃથ્વી પર હરતી ફરતી હતી. ૧૯૭૫માં પહેલાં હોમો-હેબીલીસ તરીકે ઓળખાયેલ ફોસીલને ફરી વાર અવલોકન કરતાં, હોમો-એર્ગાસ્ટર નવી પ્રજાતીની ધારણા આપવામાં આવી હતી. કોલીન ગુ્રવ્સ અને વ્રતીસ્લેવ માઝક નામનાં સંશોધકોને જડબાની રચનામાં ખાસ વિશેષતાઓ જોવા મળી હતી. પ્રજાતીને હોમો-ઈરેક્ટસનાં શરૃઆતનાં શારીરિક માળખા (ફોર્મ) તરીકે વૈજ્ઞાનિકો ઓળખે છે. લેટીન ભાષામાં 'હોમો' એટલે 'મનુષ્ય' કે 'માનવી' થાય. ગ્રીક ભાષામાં એર્ગાસ્ટરનો અર્થ ''કામ'' થાય. જેને ગુજરાતી ભાષામાં વર્કમેન કે મજુર ગણી શકાય. તેમની પાસે વિશાળ પત્થરોનાં ઓજાર પણ મળી આવ્યા છે. પ્રજાતીનો વસવાટ આફ્રીકા અને યુરેશિયામાં હતો.
ઘણા વૈજ્ઞાનિકો હોમો-એર્ગાસ્ટરને અલગ પ્રજાતી ગણવા તૈયાર નથી. તેઓ તેને 'હોમો-ઈરેક્ટસ'નાં ગુ્રપમાં મુકે છે. પ્રજાતી ઉંચી અને લાંબા પગ ધરાવતી હતી. તેમનાં મગજનો સારો વિકાસ થયો હતો. જે ૮૬૦ ઘન સે.મી. જેટલું હતું. શરીરનાં વજનનાં .૬૦ ટકા હિસ્સો મગજનાં વજનનો હતો. તેમનું જડબુ નાનુ અને ચહેરો સપાટ હતો. હડપચી ઉપસેલી હતી. તેઓ નુતન પ્રકારનાં પત્થરનાં ઓજાર વાપરતાં હતાં. જેમાં કુહાડી, છીણી, કોદાળી જેવા હથીયાર હતાં. પ્રજાતી અગ્નિનો ઉપયોગ રાંધવામાં કરતી હતી કે નહીં ચર્ચાનો વિષય છે. તેમનાં અવશેષો નજીક મળેલ 'અગ્નિ'નાં નમુનાં આકસ્મીક 'આગ'નો પુરાવો આપે છે. તેથી તેઓ નિયંત્રીત 'આગ'નો ઉપયોગ કરી શકતા હતાં તેવું માનવામાં આવે છે. જોકે .આફ્રિકાની વનડરરેક ગુફામાં નિયંત્રીત આગ-'ચુલા'નાં નમુના પણ મળ્યાં છે.

Homo Habillis (
સમયગાળો - ૨૩ થી ૧૬ લાખ વર્ષ પુર્વે)
હોમો હેબીલીસ પ્રજાતી આપણા એવા પુર્વજ છે જેમની મગજ રચનામાં નોંધપાત્ર વધારો થયેલ જોવા મળેલ છે. તેમને પત્થરનાં ઓજારો સાથે સીધા સાંકળી શકાય છે. તેમની કેટલીક લાક્ષણીકતાઓનાં કારણે મનુષ્ય જાતિ 'હોમો'માં અલગ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રજાતીની કેટલીક લાક્ષણીકતાઓ ઓસ્ટ્રેલોપિથેક્સ જાતી સાથે પણ મળતી આવે છે. લેટીન ભાષામાં 'હોમો' એટલે 'મનુષ્ય.' 'હેબીલીસ' એટલે 'કુશળ'. લોકો પત્થરનાં ઓજાર કુશળતાથી વાપરતા હતાં. જેથી 'કુશળ માનવી' હોમો હેબીલીસ તરીકે ઓળખાય છે. આધુનિક મનુષ્ય સાથે તેમનો નજીકનો સંબંધ છે.
તાંઝાનિયામાંથી ૧૯૫૯માં લુઈસ અને મેરીલીકીની ટીમે ખોદકામ કરીને હોમો હેબીલીસનાં અવશેષો શોધી કાઢ્યા હતા. ૧૯૬૪માં અવશેષોને 'હોમો' જાતીમાં મુક્તી વખતે ખૂબ વિવાદ થયો હતો. ૧૯૮૬માં મળેલ અર્ધ-હાંડપીંજરનાં અવશેષો ઉપરથી જાણવા મળ્યું કે શરીરનું બંધારણ ધાર્યા કરતાં વધારે વાનરને મળતું આવતું હતું. પ્રજાતીનાં લોકો આફ્રીકાનાં આજનાં કેન્યા અને તાન્ઝાનીયામાં વસવાટ કરતા હતા. તેમના શારીરિક લક્ષણો વાનરને વધારે મળતા આવતાં હોવાથી વૈજ્ઞાનિકો તેમને મનુષ્યનાં સીધી લાઈનનાં આદિ-પૂર્વજ માનતા ખચકાય છે. હોમો હેબીલીસ અને હોમો એર્ગાસ્ટર વચ્ચે સંબંધ હોવો જોઈએ. વૈજ્ઞાનિકો માને છે કે કદાચ બે પ્રજાતી, કોઈ અત્યાર સુધી શોધાયેલ પ્રજાતીમાંથી ઉત્ક્રાંન્તિ પામી હોઈ શકે. હોમો હેબીલીસનાં અવશેષો ૨૦ થી ૩૦ લાખ વચ્ચેનાં ફોસીલ રેકોર્ડનાં ગેપમાં મળી આવ્યાં છે. તેમનું પૂરું મુલ્યાંકન કરવું અઘરૃ છે. વૈજ્ઞાનિકો ઘણીવાર તેમને 'ઓસ્ટ્રેલોપિથેક્સ હેબીલીસ' તરીકે પણ ઓળખે છે. તેમનું મગજ અને દાંત અન્યની સરખામણીમાં મોટા છે. તેમનાં મગજનું કદ ૬૦૦ ઘન સે.મી. જેટલું હતું. તેમનું જડબુ નાનું અને દાંત આધુનિક મનુષ્યનાં દાંતની માફક વધારે ગોળાઈમાં ગોઠવાયેલા હતાં. તેઓ શાકાહારી હતાં.

હોમો-ઈરેક્ટસ : (સમયગાળો ૧૮ લાખથી ૩૦ હજાર વર્ષ પૂર્વે)
હોમો ઈરેક્ટસ આફ્રીકા ખંડ છોડી બહાર નિકળ્યા હતાં. તેમની ખોપરીનો આકાર અલગ રીતે ઓળખાઈ જાય તેવો, ભ્રમર પરનું હાડકુ ઉપસેલું હોય છે. ચીન અને ઈન્ડોનેશિયામાં પ્રજાતીનાં અવશેષો મળી આવ્યા છે. ચીનમાંથી મળી આવેલ અવશેષ 'પેકીંગમેન' પ્રજાતીનું ઉદાહરણ છે. તેમનું શારીરિક બંધારણ વધારે મજબુત હતું. વૈજ્ઞાનિકો હોમો ઈરેક્ટસને ત્રણ અલગ પ્રજાતી તરીકે ભૌગોલિક સ્થાન પ્રમાણે અલગ તારવે છે. તુરકાના બોપ, જાવામેન, તૌતાવેલ મેન પ્રજાતીનાં નમુના છે. જેઓ કેન્યા, ઈન્ડોનેશીયા, ચીન અને ફ્રાન્સમાંથી મળી આવ્યા હતાં.
તેઓ બે ધારવાળા ઓજાર વાપરતા હતાં. તેમનાં ઓજારની ધાર તિક્ષ્ણ રહેતી જે પ્રાણીનાં ચામડાને પણ ચીરી શકતી હતી. હોમો-ઈરેક્ટસે પ્રથમવાર નિયમીત રીતે આગનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે. ૧૮૯૧માં જાવામેનની શોધ યુજીન દુબોઈએ કરી હતી. હોમો ઈરેક્ટસનો અર્થ થાય (આજના મનુષ્ય માફક) બે પગે ટટ્ટાર રહી ચાલી શકે તેવો મનુષ્ય. આધુનિક સંશોધન પ્રમાણે હોમો-ઈરેક્ટસ મનુષ્ય પ્રજાતીની બાજુની કાળની પ્રજાતી છે. હોમો-એર્ગાસ્ટર મનુષ્યનાં સીધી લાઈનનાં પુર્વજ છે. તેમની પ્રજાતી મુખ્યત્વે ઈન્ડોનેશીયા અને ચીનમાં વસતી ધરાવતી હતી. તેમના મગજનું કદ ૧૦૫૦ ઘન સે.મી. જેટલું હતું. શારીરિક રીતે તેઓ ઠીંગણા અને મજબુત હતાં. ૧૬ લાખ વર્ષ પૂર્વે ઈન્ડોનેશીયા દક્ષીણ એશીયા સાથે જમીનથી જોડાએલું માનવામાં આવે છે. તેઓ માંસ અને શાકાહારી ખોરાક ખાતા હતાં.

હોમો-નિએન્ડરથાલેન્સીસ (સમયગાળો- .૫૦ લાખથી ૩૦ હજાર વર્ષ પહેલાં)
હોમો-એપીઅન અને હોમો-નિએન્ડરથાલેન્સીસ પ્રજા પૃથ્વી પર એક સમયે, એક સાથે રહેતી હોવાનાં પુરાવા મળ્યાં છે. હોમો-નિએન્ડરથાલેન્સીસને ટુંકમાં 'નિએન્ડરથાલ' પ્રજાતી તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ તે વધારે વૈજ્ઞાનિક ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે છેલ્લાં ત્રીસ હજાર વર્ષથી તેમનું અસ્તિત્વ ખત્મ થઈ ગયું છે. તેમનાં અનેક અવશેષો મળી આવ્યા છે. મનુષ્ય અને નિએન્ડરથાલ લગભગ ૭૦ હજાર વર્ષ એક સાથે પૃથ્વી પર અસ્તિત્વમાં રહ્યાં હતાં. તેઓ ફુટ ઉંચાઈનાં અને ભરાવદાર શરીરવાળા હતાં. તેમનાં હાડકા જાડા અને ભારે હતાં. સ્નાયુઓ વધારે મજબુત હતાં. મતલબ તેમનો 'મસલ પાવર' ખૂબ વધારે હતો. યુરોપ અને મધ્યપુર્વનાં દેશોમાં તેમની 'વસતી' હતી. કેટલાંક વૈજ્ઞાનિકો 'નિએન્ડરથાલ'ને મનુષ્યની એક પેટા પ્રજાતી ગણે છે. હોમોએપીઅન આફ્રીકા છોડીને યુરોપ તરફ વધારે જગ્યા અને રહેઠાણ યોગ્ય વાતાવરણ શોધવા નિકળ્યા હોય ત્યારે, તેમની વચ્ચે સમાગમ 'નિએન્ડરથાલ' સાથે થયો હોવાનું વૈજ્ઞાનિક અનુમાન છે.
સંશોધકો નિએન્ડરથાલનો સંપુર્ણ જેનોમ ઉકેલી રહ્યાં છે. હોમોસેપીઅન અને નિએન્ડરથાલનાં સંબંધો વિશે ઉગ્ર વાદ-વિવાદ ચાલે છે. પુરાતત્ત્વવિદનાં અભિપ્રાય મુજબ નિએન્ડરથાલ અલગ અલગ પ્રકારનાં ૨૦ ઓજાર વાપરતાં હતાં. અલગ અલગ હેતુ માટે અલગ અલગ ઓજાર હતાં. માંસ કાંપવા, ચામડુ ઉતરડાવવા, લાકડા કાપવા, શિકાર કરવા જુદા જુદા ઓજાર તેઓ વાપરતાં હતાં. ગુફામાં તેમનાં મૃતદેહોને દફન કર્યા હોય તેવાં અવશેષો પણ મળી આવ્યાં છે. જર્મનીનાં નિએન્ડર ખીણ પાસે તેમનાં અવશેષો મળી આવતાં તેમને 'નિએન્ડરથાલ' તરીકે ઓળખવામાં આવે છે. નિએન્ડરથાલની સંખ્યા એક ધારી ક્યારેય રહી નથી. તેઓ એક જગ્યાએથી બીજા સ્થળે સ્થળાંતર કરતાં રહેવાથી તેમનાં સબગુ્રપ પડી ગયા હતાં. નિએન્ડરથાલ આપણા સીધા પુર્વજ નથી.

No comments: