યુફો અને એલિયન્સ કનેક્શન
૧૯૫૦ના દાયકાની વાત છે. એરીયા-૫૧ઉપર નાગરીક વિમાનો ૨૦ હજાર કરતાં નીચેના લેવલે એરોપ્લેન ઉડતાં જોવા મળ્યા હતા. જ્યારે લશ્કરી વિમાનો ૪૦ હજાર ફૂટ કરતાં નીચે ઉડતા હતાં. અમેરિકાનું U-2 પ્લેન વિકાસ તબક્કામાં હતું. જે ૬૦ હજાર ફૂટ ઊંચાઈ પર ઉડતું હતું. તેનાં પાયલોટે 'ઉડતી રકાબી' જેને આપણે અન આઈડેન્ટીફાઈડ ઓબ્જેક્ટ (UFO) કહીએ છીએ તેને જોઈ હતી. સાંજના સમયે અનેકવાર "UFO" જોવા મળ્યાના રિપોર્ટ મળવા લાગ્યા હતાં. છતાં કોઈ મગનું નામ મરી પાડતું ન હતું. એરીયા-૫૧આજુબાજુ રહસ્યના જાળાં ગુંથાવા લાગ્યા હતા અને તેમાંથી UFO, એલીયન અને કોન્સ્પીરન્સી થિયરીનો ત્રિવેણી સંગમ શરૃ થઈ ગયો. લોકોની કલ્પનાઓને પાંખો આવી ગઈ. 'એરીયા-૫૧' ચર્ચાસ્પદ અને રહસ્યમય બનવા લાગ્યો.
'એરીયા-૫૧'અમેરિકાના નેવાડા રાજ્યનાં દક્ષિણ ભાગમાં આવેલ છે. જ્યાંથી જુગારની નગરી ગણાતું લાસવેગાસ ૧૩૪ કિ.મી. દૂર છે. તેનાં દક્ષિણ કાંઠે ગુ્રમ લેક છે. જે લશ્કરી હવાઈદળનું મોટું 'એરફિલ્ડ' છે. ૧૯૫૫માં અમેરિકન એરફોર્સ દ્વારા આ વિસ્તાર કબજે કરવામાં આવ્યો હતો. જ્યાં લોકહિડ માર્ટીનનો U-2 એરક્રાફ્ટનું ટેસ્ટીંગ થતું હતું. અહીંથી પસાર થતાં એક હાઈવેનું નામ છે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ હાઈવે. જેના ઉપર 'રાચેલ' નામનું નાનું ગામડું, પ્રવાસીઓ માટે પોપ્યુલર ડેસ્ટીનેશન છે. વિએતનામ યુધ્ધ સમયથી આ વિસ્તાર એરીયા-૫૧ તરીકે ઓળખાય છે.
સામાન્ય માણસ 'યુફો' અને 'એલિયન્સ'ની વાત કરે ત્યારે, લોકો તેને ગંભીરતાથી લે નહી, પરંતુ અહીં એક લેખક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે તેણે 'યુફો' અને એલિયેન્સ જોયા છે. જેન્ટલમેન ગણાતા 'એલિયન્સ' તેની મદદે આવે છે અને તેમણે મને ચેતવણી આપી છે કે ''પૃથ્વી પર ખતરો છે''. આવું વિધાન કરનાર લેખક છે -માઈક ઓરામ, માઈક ઓરામ બાળ સાહિત્ય લખનાર બ્રિટિશ લેખક છે. જેમણે "સ્ટ્રેન્જ વર્લ્ડ ઓફ જીમ્મી હેવઝ" અને 'ધ મેન ઓફ ધ બેન' લખી છે. તેમણે મને એમની પત્ની ફ્રેરાન ઓરામે 'એરીયા-૫૧'ની મુલાકાત લીધી ત્યારે તેમને કડવો અનુભવ થયાની વાત કરી હતી. તેમના કારનાં ટાયરમાં પંચર પાડવામાં આવ્યું હતું. તેમનો પીછો એક ટ્રકે કર્યો હતો. જે ત્યારબાદ રહસ્યમય રીતે અદ્રશ્ય થઈ ગઈ. આ સમયે પરગ્રહવાસી જેને ઓરામ 'સ્પેસ બ્રધર' કહે છે તેણે મદદ કરી હતી. અને એરીયા-૫૧ નાં રહસ્યમય વિસ્તારમાંથી તેમને બહાર કાઢ્યા હતાં. કાર્લ સગાન નામના વિજ્ઞાાન લેખકે, માઈક ઓરામની વાતને બકવાસ ગણાવી હતી...!
અંતરીક્ષ યુગનો આપણે આભાર માનવો જોઈએ કે આપણને નવી નવી ટેકનોલોજી રોજબરોજનાં ઉપયોગ માટે મળવા લાગી છે. પરંતુ વિચારો કે સ્ટીલ્થ ફાઈટર પ્લેન અને કેવલર જેવા મજબુત પદાર્થની ભેટ આપણને કોણે આપી છે? અલબત્ત, પરગ્રહવાસી એટલે કે એલીયન્સ તરફથી મળી છે. કોન્સપરન્સી થિયરીનાં નિષ્ણાતો ઉપર મુજબની રજુઆત કરે છે. ચંદ્રમાના ૫૦ વર્ષ પુરા થયા ત્યારે 'ટાઈમ' મેગેઝીન દ્વારા દસ થિયરી રજુ કરવામાં આવી હતી. જે લોકમાનસ પર સવાર હતી. કેટલાંક લોકો એવું ઠસાવવા માંગતા હતા કે માનવી ચંદ્ર ઉપર ગયો જ નથી? કેટલાક લોકો માને છે કે પૃથ્વીનું સંચાલન કેટલી ભૂગર્ભ સંસ્થાઓ (સીક્રેટ-સોસાયટી) દ્વારા થાય છે? આવા સવાલોનું ખંડન 'સેપરેટીંગ ફેક્ટ ફ્રોમ ફીક્શન' દ્વારા કરી હતી. જેમાં એરીયા-૫૧ માં UFO અને એલીયન્સની હાજરી છે. એ સવાલ પણ સામેલ હતો.
કોન્સ્પીયરન્સી થિયરીવાળા કહે છે કે પરગ્રહવાસીઓના તૂટેલા સ્પેસક્રાફ્ટના ટુકડાઓ એરીયા-૫૧ માં સાચવવામાં આવ્યા છે. જ્યાં રિવર્સ એન્જીનીયરિંગની કમાલ વડે અમેરિકાએ સ્ટીલ્થ ટેકનોલોજી અને કેવલર જેવું સૌથી મજબુત મટિરીઅલ વિકસાવ્યું છે. સવાલ એવો ધારદાર છે કે વિજ્ઞાાન જાણનારા પણ એકવાર કોન્સપરન્સી થિયરીમાં માનતા થઈ જાય અને... જ્યાં સુધી આવી થિયરીનું સત્તાવાર રીતે ખંડન કરવામાં ન આવે ત્યાં સુધી 'કોન્સપરન્સી થિયરી' લોકોને આકર્ષતી રહે છે. કારણ કે તેમાં રહસ્ય અકબંધ રહેલું છે. એરીયા-૫૧ ની બાબતે પણ આવું જ થયું હતું.
આર્મીના એક રિટાયર્ડ કર્નલે એરીયા-૫૧ અને UFOનાં ઈતિહાસનાં સૌથી ચર્ચાસ્પદ પ્રકરણ 'રોઝવેલ UFO' સાથે જોડીને ઉમેર્યું કે એરીયા-૫૧ માં તેમને રોઝવેલ ખાતે તુટી પડેલા એલીયન સ્પેસક્રાફ્ટનાં ભંગારને તપાસવા અને ચકાસવા માટે મંજુરી આપવામાં આવી હતી. કેટલાંક લોકો માને છે કે એરીયા-૫ભમાં સરકાર 'ટાઈમ ટ્રાવેલ'નાં પ્રયોગો કરે છે. એરીયા-૫૧ ને 'નેશનલ સિક્યુરીટી'ને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ગુપ્ત રાખ્યો છે. જેનાં કારણે રહસ્ય વધારે ઘેરું બનતું ગયું હતું. એક વાતનો ખુલાસો થઈ ચુક્યો છે કે એરીયા-૫૧ ખાતે, એરફોર્સને લગતાં લશ્કરી વિમાનોને લગતું સંશોધન જરૃર થાય છે. એટલે એરીયા-૫૧ નાં આકાશમાંથી વાતાવરણ છોડી અંતરીક્ષની શરૃઆત ક્યાંથી થાય છે? એ સવાલ મહત્વનો છે.
એરીયા-૫૧ અને એલીયન્સ બંનેનું અસ્તિત્વ છે: નાસાની પોઝિટિવ જાહેરાત
બ્રિટિશ શાળાનાં બાળકો સાથે નાસાનાં એડમીનીસ્ટ્રેટર મેજર ચાર્લ્સ બોલ્ડેન જણાવે છે કે એરીયા-૫૧ નું અસ્તિત્વ છે અને એક્સ્ટ્રા-ટેરેસ્ટ્રીઅલ લાઈફ એટલે કે પૃથ્વી સીવાય બહાર પણ સજીવનું અસ્તિત્વ છે. આ પ્રકારનાં એલીયન્સ સુક્ષ્મ જીવાણુ એટલે કે માઈક્રો ઓર્ગેનિઝમથી માંડીને આપણી કલ્પના બહારનો આકાર ધરાવતા સજીવો હોઈ શકે છે. કારણ કે પૃથ્વી સિવાય સુર્ય માળા બહાર ૨૦૦૦ કરતાં વધારે એક્ઝો-પ્લેનેટ શોધાયેલાં છે. ''મહત્ત્વની વાત એ છે કે એરીયા-૫૧ અને એલીયન્સ વચ્ચે કોઈ સંબંધ નથી. એરીયા-૫૧ માં પરગ્રહવાસીને સાચવવામાં આવ્યા નથી.''
બ્રિટિશ શાળાનાં બાળકો સાથે નાસાનાં એડમીનીસ્ટ્રેટર મેજર ચાર્લ્સ બોલ્ડેન જણાવે છે કે એરીયા-૫૧ નું અસ્તિત્વ છે અને એક્સ્ટ્રા-ટેરેસ્ટ્રીઅલ લાઈફ એટલે કે પૃથ્વી સીવાય બહાર પણ સજીવનું અસ્તિત્વ છે. આ પ્રકારનાં એલીયન્સ સુક્ષ્મ જીવાણુ એટલે કે માઈક્રો ઓર્ગેનિઝમથી માંડીને આપણી કલ્પના બહારનો આકાર ધરાવતા સજીવો હોઈ શકે છે. કારણ કે પૃથ્વી સિવાય સુર્ય માળા બહાર ૨૦૦૦ કરતાં વધારે એક્ઝો-પ્લેનેટ શોધાયેલાં છે. ''મહત્ત્વની વાત એ છે કે એરીયા-૫૧ અને એલીયન્સ વચ્ચે કોઈ સંબંધ નથી. એરીયા-૫૧ માં પરગ્રહવાસીને સાચવવામાં આવ્યા નથી.''
આ પ્રકારનો ખુલાસો મેજર ચાર્લ્સ બોલ્ડેને કર્યો હતો. હું એરીયા-૫૧માં હતો ત્યારે મેં કોઈ પરગ્રહવાસીનું સ્પેસક્રાફ્ટ કે પરગ્રહવાસીને ત્યાં જોયો નથી.એરોનોટીકલ ક્ષેત્રે કામ લાગે તેવી ટેકનોલોજી અહીં વિકસાવવામાં આવતી હોવાથી એરીયા-૫૧ વિશે રહસ્ય જાળવી રાખવામાં આવે છે જેનાં કારણે લોકોને પોતાની કલ્પનાનાં ઘોડા મન ફાવે તેમ દોડાવવાની આસાન સગવડ મળે છે. અહીં એક સવાલ એ પણ થાય છે કે એરીયા-૫૧ સિવાય અન્ય સ્થળે પણ એરોનોટીકલ અને સ્પેસ ટેકનોલોજીનાં સંશોધનો થાય છે. છતાં એવા સ્થળોએ 'એરીયા-૫૧' જેટલી સિક્રસી/રહસ્ય જાળવવામાં આવતું નથી. શા માટે? એરિયા- ૫૧ નાં અસ્તિત્વ અને તેનાં નેવાડામાં આવેલ 'લોકેશન'ની જાણકારી પણ છેક છેલ્લે ૨૦૧૩માં સીઆઈએ દ્વારા આપવામાં આવી હતી. આટલું રહસ્ય શા માટે?
એરીયા-૫૧ માં શું ચાલી રહ્યું છે તેની સત્તાવાર માહિતી નથી છતાં આધારભૂત માહિતી પ્રમાણે, અહીં ભૂતકાળમાં U-2 સ્પાય પ્લેન, એ-૧૨ ઓક્સકાર્ડ, SR-71 બ્લેક બર્ડ, બર્ડ ઓફ પ્રે, બ્લેક મન્ટા, ઓટોરા બ્લેક સ્ટાર વગેરેનો સમાવેશ થાય છે. એરિયા- ૫૧ નામ કઈ રીતે પડયું? નેવાડા ન્યુક્લીયર ટેસ્ટ સાઈટને ગ્રીડમાં વહેંચી નાખવામાં આવી છે જેને ૧ થી ૩૦ ભાગમાં વહેંચી નાખ્યું છે. જેનો એરીયા-૧૫ તેની સીમારેખા પર છે. નંબરને ઉલટાવીને એરીયા-૫૧ નામ આપવામાં આવ્યું છે.
એરીયા- ૫૧ : રહસ્યને ઘુટીને વધારે ઘેરી બનાવવામાં આવે છે
એરીયા-૫૧ની નજીક નેવાડા ન્યુક્લીયર ટેસ્ટ સાઈટ આવેલી છે. ઈ.સ. ૨૦૦૦માં સોવિયેત યુનિયનનાં ઉપગ્રહે લીધેલ ફોટોગ્રાફ ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટની વેબ સાઈટ પર મુકવામાં આવ્યા હતાં. અહીંનો એરફોર્સ બેઝ ડ્રાય લેક બેડ એટલે કે સુકાયેલા સરોવરનું તળીયું છે જે ગુ્રમ લેક તરીકે જાણીતું છે. ૩૬,૦૦૦ હેક્ટર જેવા વિશાળ વિસ્તાર સામાન્ય લોકો માટે પ્રતિબંધીત છે. વિવિધ સંસ્થાનું હાઈ સિક્યોરીટી કલીયર મળે તો જ સરકારી અમલદાર કે વ્યક્તિ એરીયા-૫૧માં પ્રવેશી શકે છે.
એરીયા-૫૧ની નજીક નેવાડા ન્યુક્લીયર ટેસ્ટ સાઈટ આવેલી છે. ઈ.સ. ૨૦૦૦માં સોવિયેત યુનિયનનાં ઉપગ્રહે લીધેલ ફોટોગ્રાફ ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટની વેબ સાઈટ પર મુકવામાં આવ્યા હતાં. અહીંનો એરફોર્સ બેઝ ડ્રાય લેક બેડ એટલે કે સુકાયેલા સરોવરનું તળીયું છે જે ગુ્રમ લેક તરીકે જાણીતું છે. ૩૬,૦૦૦ હેક્ટર જેવા વિશાળ વિસ્તાર સામાન્ય લોકો માટે પ્રતિબંધીત છે. વિવિધ સંસ્થાનું હાઈ સિક્યોરીટી કલીયર મળે તો જ સરકારી અમલદાર કે વ્યક્તિ એરીયા-૫૧માં પ્રવેશી શકે છે.
બીજા વિશ્વ અને પ્રમુખ રૃઝવેલના સમયથી એરીયા-૫૧ અસ્તિત્વમાં આવ્યો હતો. જુની અને નવી તસ્વીરો તપાસતા માલુમ પડે છે કે અહીં નવી સુવિધાઓ વાળી બિલ્ડીંગો અને એરબેઝ વિકસાવવામાં આવ્યા છે. પ્લેનને મુકવા માટેનાં હેંગર છે. વિવિધ જગ્યાએ રડાર એન્ટેના લાગેલા છે. રહેવા માટેના બિલ્ડીંગ, રસોઈઘર, ઓફિસ અને રન વે પણ વિકસાવાયેલા છે. અહીં 'સ્કુટ એન્ડ હાઈડ' બિલ્ડીંગ છે. જ્યારે કોઈ સેટેલાઈટ આ વિસ્તાર પરથી પસાર થાય ત્યારે, એરક્રાફ્ટને ઝડપથી સંતાડવા માટેની સગવડ છે. લોકો કહે છે સપાટી પર દેખાતી રચનાઓ માત્ર આઈઝબર્ગ/તરતાં બરફનાં પહાડની ટોચ જેવાં છે. વિશાળ ફેસિલિટીતો ભૂગર્ભમાં ઉભી કરવામાં આવી છે. અન્ડરગ્રાઉન્ડ રેલ્વે એરીયા-૫૧ને લોસઆલમોસ, વ્હાઈટ સેન્ડ અને લોસ એન્જલ્સ સાથે જોડે છે.
એરીયા-૫૧માં કામ કરનાર વ્યક્તિ સામાન્ય નાગરીક હોય કે લશ્કર સાથે સંકળાયેલ મિલિટરીમેન હોય, અહીં પ્રવેશતા પહેલાં ''પ્રતિજ્ઞાા લેવી પડે છે કે ''અહીં ચાલતી પ્રવૃત્તી વિશે તે મૌન રહેશે અને રહસ્ય જાળવી રાખશે.'' ડિફેન્સ કોન્ટ્રેક્ટરની માલિકીનાં લાસ વેગાસ ખાતે આવેલ એરપોર્ટ પરથી નિશાની વગરના બોઈંગ- ૭૩૭ અથવા ૭૨૭ વડે સિક્યોરીટી ક્લીયરન્સ મેળવેલ વ્યક્તિને એરીયા-૫૧માં પ્રવેશ આપવામાં આવે છે. દરેક પ્લેનને 'જેનેટ' તરીકે ઓળખવામાં આવે છે જેની પાછળ ત્રણ અંકો ધરાવતો આંકડો હોય છે. જે એરપોર્ટ સંચાલન માટે આપવામાં આવે છે. એરીયા-૫૧ R-૪૮૦૮શ તરીકે જાણીતો છે. અહીંથી વ્યાપારી કે લશ્કરી વિમાનની ફલાઈટ ઉડાડવા માટે પણ પ્રતિબંધ છે. બફરનોન ધરાવતા વિસ્તાર પર એરીયા-૫૧નાં પાયલોટ પણ તેમનું પ્લેન ઉડાડી શકતા નથી. આવું કરનારને શિક્ષા કરવામાં આવે છે.
No comments:
Post a Comment