Monday 27 April 2020

મ્યુઓન ટોમોગ્રાફી : ગ્રેટ પિરામિડમાં ગુપ્ત ચેમ્બર શોધી કાઢે છે !






 પુરાતત્વવિજ્ઞાનીઓએ ગ્રેટ પિરામિડ ઓફ ગીઝામાં એક રહસ્યમય ખંડ (ચેમ્બર) શોધી કાઢી છે. જે માટે આધુનિક કટિંગ ઓફ ઇમેજીંગ ટેકનોલોજી વપરાઈ છે. આ ટેકનિકમાં અંતરિક્ષમાં ઉત્પન્ન થયેલા ખાસ પ્રકારના કણોનો ઉપયોગ થયો છે. પ્રોજેક્ટને સ્કેન પિરામીડ  બીગ વોઇડ નામ આપવામાં આવ્યું છે.

આધુનિક ટેકનોલોજીથી મળી આવેલ ચેમ્બર ૩૦ મીટર એટલે કે લગભગ ૧૦૦ ફૂટ લાંબુ છે તેની ઉંચાઈ ૧૦ ફૂટ જેટલી છે. ગ્રાન્ડ ગેલેરી તરીકે ઓળખાતા બાંધકામ ઉપરના ભાગમાં રહસ્યમય ચેમ્બર મળી આવ્યું છે. કેટલાક સમયથી આર્કિયોલોજીસ્ટને શંકા હતી કે પીઝાના પિરામિડમાં શોધાયા વિનાના એક ચેમ્બર હોવાની શંકા વ્યક્ત કરી હતી. આખરે આ શંકા વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ છે. પુરાતત્ત્વવિદોને રહસ્યમય ચેમ્બર શોધવામાં સફળતા મળી છે. જો કે ચેમ્બરમાં શું છે ? એ રહસ્ય હજી અકબંધ રહ્યું છે. કારણ કે સ્કેનિંગ ટેકનિકથી ગુપ્ત ચેમ્બરની હાજરી શોધી કાઢવામાં આવી છે. પરંતુ ત્યાં સુધી પહોંચવાનો માર્ગ ખોદવામાં આવ્યો નથી. રહસ્યમય ચેમ્બર શોધાયા બાદ, આર્કિયોલોજીસ્ટ સૌ પ્રથમ સૂક્ષ્મ કેમેરાઓ વડે ચેમ્બરમાં શું છે ? તેનું દસ્તાવેજી વાત કરશે ત્યારબાદ જરૃર પડશે તો ચેમ્બરને ખોલવાનો માર્ગ મોકળો કરવામાં આવશે.

પ્રસ્તાવના :નવી ટેકનોલોજીનો શુભારંભ


ગ્રેટ પિરામિડ ઓફ પીઝા, ખુફુના પિરામિડ તરીકે પણ ઓળખાય છે. ફારોહ ખુફુના શાસનકાળ ઇ.સ. પૂર્વે ૨૫૦૯થી ૨૪૮૩ વચ્ચેનો હતો. વરસો સુધીના સંશોધન કરવા છતાં આ વિશાળ પિરામિડની રચના કઈ રીતે કરવામાં આવી છે ? તેમાં કઈ ટેકનોલોજી કે ટેકનિક વપરાઈ હતી ? તેની સાચી માહિતી વૈજ્ઞાાનિકો મેળવી શક્યા ન હતા. નવા શોધાયેલા ચેમ્બરનું ચોક્કસ બાંધકામ અને તેની ઉપયોગીતા વિશે કોઈ માહિતી મળી નથી છતાં આર્કીઓલોજીસ્ટોને આશા છે કે નવા શોધાયેલા ચમ્બર વેગ પિરામિડના રહસ્ય ઉકેલવામાં વૈજ્ઞાાનિકોને સફળતા મળશે. ઇ.સ. ૮૨૦ની સાલમાં ખલીફા અલ મામુએ પીઝાના આંતરિક ભાગોમાં પહોંચવા માટેનો માર્ગ ખોદી કાઢ્યો હતો. ત્યારબાદ પીઝાના પિરામિડમાં કોઈ અન્ય બાંધકામ કે ચેમ્બર મળ્યું ન હતું. આશરે ૧૨૦૦ વર્ષ બાદ વૈજ્ઞાાનિકોએ આ પિરામિડમાં નવું ચેમ્બર હોવાનું આધુનિક ઇમેજીંગ ટેકનોલોજીથી શોધી કાઢ્યું છે. વિશાળકાય પિરામીડમાં વિશાળકાય ચેમ્બર શોધી કાઢવી એ ખૂબ મોટી ઉપલબ્ધી ગણાય.

રહસ્યમય ચેમ્બર શોધવા માટે ખાસ પ્રકારનો રોક્સર વાપરવામાં આવ્યો છે જે મ્યુઓન નામના ખાસ પ્રકારના કોસ્મિક કણો પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. આ પ્રકારના મ્યુઓનનું સર્જન ત્યારે થાય છે. જ્યારે બાહ્ય અંતરિક્ષમાંથી આવતા કોસ્મિક કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ 'મ્યુઓન' કણોનું સર્જન કરે છે.અલગ અલગ સ્થાનો પર ગોઠવેલ મ્યુઓન ડિટેક્ટરનો ડેટા એકઠો કરીને આર્કીઓલોજીસ્ટ રહસ્યમય ચેમ્બરનો 3D મેપ બનાવવામાં સફળતા મળી છે. યુનિ. ઓફ કુલીહીરો મોરેશીયાના નાગોયા જણાવે છે કે, મ્યુઓન ડિટેક્ટરનો ઉપયોગ પ્રથમવાર ઇમેજીંગ ટેકનોલોજીમાં થયો છે.

મ્યુઓન ડિટેક્ટર વડે કોઈ શોધ કરવાની પણ આ પ્રથમ ઘટના છે એવું માનવામા આવે છે કે અંદાજે ૪.૫૦ લાખ વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ પિરામિડના આ રહસ્યમય ચેમ્બર સુધી કોઈ વ્યક્તિ પહોંચી શકી નથી. નવું સંશોધન પિરામિડ અને ઇજીપ્તના સંબંધી નવી માહિતી પૂરી પાડશે. મ્યુઓન અને મ્યુઓન આધારિત ટેકનોલોજીની વાત આગળ ચલાવીએ છીએ.

મ્યુઓન્સ આખરે શું છે ?


મ્યુઓન એ નેગેટીવ પ્રકારનાં સર્જક એટલે કે વિજભારીત કણો છે. આ કણોનો સમાવેશ લેપટોન ફેમીલીમાં થાય છે. જેમાં ઈલેક્ટ્રોન જેવાં સુક્ષ્મ કણોનો સમાવેશ થાય છે. ઈલેક્ટ્રોન કરતા મ્યુઓન વધારે દળદાર અને ભારે કણ છે. મ્યુઓન અને ઈલેક્ટ્રોન કોઇ અન્ય સુક્ષ્મ કણોનાં બનેલાં નથી. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણો ક્વાર્ક નામનાં સુક્ષ્મ કણોની ત્રિપુટી વડે બનેલા હોય છે. ઈલેક્ટ્રોન અને મ્યુઓન, અન્ય કણોનાં બનેલા નથી. આ કારણે આવા કણો, એલીમેન્ટ્રી એટલે પ્રાથમિક કણો તરીકે ઓળખાય છે.કોસ્મીક રેડીયેશનનો અભ્યાસ કરતી વખતે કાર્લ એન્ડરસન અને શેથ નેડર મેયરે મ્યુઓન કણો શોધી કાઢ્યા હતાં. કેલટેકનાં નિષ્ણાંત વૈજ્ઞાાનિકોની આ જોડીને નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યું હતું. દર મિનીટ પૃથ્વીનાં એક ચોરસ મીટર વાતાવરણનાં ક્ષેત્રમાંથી અંદાજે ૧૦ હજાર મ્યુઓન કણો પૃથ્વી તરફ ધકેલાય છે.

આ કણોનો મુખ્ય સ્ત્રોત સુર્યમાળાની બહાર આવેલો હોય છે. સુર્યમાળાની બહારથી આવતાં કોસ્મીક કિરણોમાંથી ''મ્યુઓન'' નામનાં કણોનો જન્મ થાય છે. કોસ્મીક રે, એક હાઇ-એનર્જી રેડિયેશન છે. વાતાવરણની સૌથી ઉપરની સપાટી પર રહેલાં વાયુનાં વિવિધ રેણુઓ સાથે, કોસ્મીક રેની અથડામણ થાય છે ત્યારે 'મ્યુઓન' કણ પેદા થાય છે.મ્યુઓન કણો અસંવેદનશીલ જેવાં છે. મેટર એટલે કે પદાર્થ અથવા તેનાં કણો સાથે તેઓ ખાસ પ્રક્રીયા દર્શાવતા નથી. સોલીડ એટલે કે અતિશય ઘનતા ધરાવતા પદાર્થમાંથી પણ તેઓ આસાનીથી પસાર થઇ જાય છે. મનુષ્ય શરીરમાંથી મ્યુઓન કણો કોઇ પણ અડચણ વગર પસાર થઇ જાય છે. આ કણો તેમની ઉર્જા ગુમાવ્યા વગર પૃથ્વીનાં ખૂબ જ ઊંડા ભાગ સુધી બેરોકટોક પહોંચી શકે છે.

મ્યુઓન એક પ્રકારનાં અસ્થાયી કણો છે. જેનો જીવનકાળ ૨.૨૦ માઇક્રો સેકન્ડ છે. જે અન્ય પ્રકારનાં સબ એટમીક કણો કરતાં ખુબ જ વધારે છે. અન્ય કણોની માફક મ્યુઓનનો પ્રતિકણ પણ છે. જેને 'એન્ટી મ્યુઓન' કહે છે. શરૃઆતમાં મ્યુ મેશન નામનાં કણથી ઓળખાતા હશે. પૃથ્વીનાં વાતાવરણમાં સર્જન પામતાં મ્યુઓન 'સેકન્ડરી મ્યુઓન' તરીકે ઓળખાય છે.

મ્યુઓન ટોમોગ્રાફી :


મ્યુઓન નામનાં સુક્ષ્મ કણો ઘન પદાર્થમાં ઊંડે સુધી ઉતરી શકતા હોવાનાં કારણે નવી પ્રણાલી વિકસાવી શકાઇ છે. જેને મ્યુઓન ટોમોગ્રાફી કહે છે. એક્સ રે માફક હવે મ્યુઓન કણો વડે સ્કેનીંગ થઇ શકે છે. સ્કેન કરેલ પદાર્થનું ચિત્ર કે ઈમેજ પણ મેળવી શકાય છે.સ્કેનીંગ કરતી વખતે ઓબજેક્ટ / પદાર્થની આસપાસ સંવેદનશીલ અને પાવરફુલ ડિટેક્ટર ગોઠવવામાં આવે છે. મહીનાઓ સુધી પદાર્થનું સ્કેનીંગ ચાલુ રહે છે કારણ કે કુદરતી રીતે સર્જાએલા મ્યુઓન કણો સંખ્યાની દ્રષ્ટિએ ઓછા હોવાથી, લાંબા સમય સુધી સ્કેનીંગ ચાલુ રાખવું પડે છે. પૃથ્વીનાં ઉપરનાં વાતાવરણનાં એક ચો.મીટર વિસ્તારમાં આશરે દસ હજાર મ્યુઓન પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશ પામી શકે છે.


પદાર્થમાં જ્યાં ખાલી જગા છે ત્યાં મ્યુઓન કણો ખૂબ જ આસાનીથી પ્રવેશ પામે છે. જ્યારે ઘનતા વધારે હોય તેવા ભાગમાંથી મ્યુઓન પસાર થાય ત્યારે થોડા વિચલીત થાય છે. કેટલાંક, જેની ઉર્જા ઓછી હોય તે શોષાઇ જાય છે.કેટલાંક આડા અવળા થઇ માર્ગ બદલે છે. આ ઉપરથી એક ચિત્ર ઊભું થાય છે. લગાતાર ડેટાનું સ્કેનીંગ કરી વૈજ્ઞાાનિકો ઓબજેક્ટની 3D ઈમેજ બનાવી શકે છે. આ રીતે પદાર્થની અંદર ઉતર્યા વગર, અથવા પદાર્થને તોડી નાખ્યા વગર અંદરનું બંધારણ જાણી શકાય છે. મ્યુઓન ટોમોગ્રાફી એ અત્યાધુનિક ટેકનોલોજી છે. જેનો આવનારાં સમયમાં વધારે ઉપયોગ થવાની શક્યતા છે.

આ ટેકનિકનો ઉપયોગ શરૃઆતમાં જ્વાળામુખીનું આંતરીક બંધારણ જાણવા માટે થતો હતો. બે પ્રકારનાં ખડકોનું બંધારણ, તેમની સીમારેખા અને તેમનું તાપમાન પણ મ્યુઓન ટોમોગ્રાફી વડે મેળવી શકાય છે. પૃથ્વીની સપાટી નીચે વહેતા ભૂગર્ભજળ, ખાલી જગ્યા, ખડકોમાં રહેલ ફોલ્ટ, જ્વાળામુખીની સક્રિયતા વગેરેનો અંદાજ પણ મ્યુઓન ટોમોગ્રાફીથી આવી શકે છે. જાપાનનાં હુકુશીમા શહેરમાં થયેલ ન્યુક્લીઅર અકસ્માત બાદ, બચેલા અંદાજતા / બાંધકામનું સ્કેનીંગ પણ મ્યુઓન ટોમોગ્રાફી વડે કરવામાં આવ્યું હતું.

ગુપ્ત ખંડ / જગ્યાની ખોજ બાદ, આગળનું પગલું ?


વૈજ્ઞાનિકોએ ગીઝાનાં પિરામીડનાં સ્કેનીંગ માટે મ્યુઓન ટોમોગ્રાફી અને નાના રોબોટનો ઉપયોગ કર્યો છે. વૈજ્ઞાાનિકે ખૂબ જ નાનો પ્રોબ બનાવ્યો હતો. જે ૩.૫૦ સે.મી. જેટલા નાના છેદમાંથી પિરામીડનાં આંતરીક ભાગમાં મોકલવામાં આવ્યો હતો. નવેમ્બર મહીનામાં ગીઝાનાં પિરામીડમાં ગુપ્ત ખંડની શોધ આર્કીયોલોજીસ્ટે કરી હતી.૧૯મી સદી બાદ, ઈજીપ્તમાં થયેલ આ મહત્વપૂર્ણ ખોજ છે. પ્રોબ સાથે ઊડીને ફિલ્મ બનાવી શકે તેવો રોબોટ પણ ગુપ્ત ચેમ્બરમાં મોકલવામાં આવશે. આ ચેમ્બરમાં સંપૂર્ણ અધ્યન પામે. નાનામાં નાનો રોબોટ ઉતારવું એક ચેલેન્જીંગ કામ છે. પૃથ્વીની સભ્યતામાં સૌથી ઊંચું બાંધકામ પિરામીડનું છે. જેની ઊંચાઇ ૪૮૦ ફુટ (૧૪૬ મીટર) એટલે કે ૪૪ માળનાં બિલ્ડીંગ જેટલી છે. ૭૫૪ ફુટ એટલે કે ૨૩૦ મિટર છે.

પિરામીડમાં ગુપ્ત ચેમ્બરની શોધ થયા બાદ, હવે સુક્ષ્મ રોબોટ અને હવા ભરેલા ગેસનાં ફુગ્ગા જેવાં ડ્રોન વિમાનથી ચેમ્બરની આંતરીક રચના અને ચેમ્બરમાં શું છે તેનો તાગ મેળવવામાં આવશે. કેરો યુનિ. અને ફ્લોરીડા બેઝ એચ.આઇ.પી. ઈન્સ્ટીટયુટ સ્કેન પિરામીડ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. સુક્ષ્મ ડિવાઇઝ બે પેલોટનું બનેલું હશે. જેમાં એચડી કેમેરાં લગાવવામાં આવ્યાં છે. બાંધકામને નુકસાન ન થાય તે માટે દિવાલમાં કાણું પાડીને નાનાં ડિવાઇઝ અંદર ઉતારવામાં આવશે. સંશોધનમાં ઉપયોગમાં લેવાનારાં રોબોટ ફ્રાન્સની 'ઈતરીયા' રિચર્સ ઈન્સ્ટીટયુટ અને નેશનલ સેન્ટર ફોર સાયન્ટીફીક રિસર્ચ વાળા બનાવી રહ્યાં છે.

આ ગુપ્ત ખંડમાં કોઇ ગુપ્ત ખજાનો છે કે નહીં એ વાત, વૈજ્ઞાાનિકો જાણતા નથી. કેટલાંક વૈજ્ઞાાનિકો દાવો કરે છે કે પિરામીડમાં રહેલ ખાલી ભાગ બાંધકામ વખતે મજુરો વાપરતાં હશે. જેને કન્સ્ટ્રકશન ગેપ તરીકે ઓળખવામાં આવે છે. જે ગ્રાન્ડ ગેલેરી અને કિંગ ચેમ્બરની રચના કરતી વખતે મજુરો વાપરતા હશે. આ ગુપ્ત ચેમ્બર કે ખાલી જગ્યાનું રહસ્ય હવે થોડાક મહીનામાં લોકો સામે આવી જશે. ડૉ. મોહેર કહે છે કે સંપૂર્ણ સંશોધન કરવા માટેની કોઇ નિશ્ચિત ટાઇમ લાઇન ઘડવામાં આવી નથી. ઈજીપ્તનાં મિનીસ્ટ્રી ઓફ એન્ટીકવીટીની પરવાનગી પણ લેવાની હજુ બાકી છે. પરવાનગી મળ્યા બાદ, સંશોધન આગળ વધારવામાં આવશે.

No comments: