Tuesday 28 April 2020

ઈઝરાયેલી ગીફ્ટ-વિશ્વને યહૂદી સમુદાયે આપેલી અનોખી ભેટ


આરબ અને યહુદીઓની એક સાંસ્કૃતિક વાર્તા અલગ અલગ પરીપેક્ષ્યમાં રજુ કરવામાં આવે છે. એક યહુદી ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો. બીજી વ્યક્તિ તેને પુછે છે. મોઝીસ તારું દિમાગ ફરી ગયું છે કે શું ? તું આરબ ન્યુઝ પેપર વાંચી રહ્યો છે ? મોઝેસ જવાબ આપે છે. પહેલાં હું જેવીસ પેપર વાંચતો હતો. તેમાં કંઈ સમાચાર રહેતાં જ નહીં. લખ્યું હોય, ઈઝરાયેલ પર હુમલો, આટલાં યહુદીઓ ઘાયલ, યહુદીઓ ધીરે ધીરે દુર થઈ રહ્યાં છે. યહુદીઓ ગરીબીમાં જીવી રહ્યાં છે. ત્યારથી મેં આરબ ન્યુઝ પેપર વાંચવાનું શરૃ કર્યું. જેમાં સમાચાર હોય છે કે, ''યહુદીઓ બેંકનાં માલીક બની રહ્યાં છે. મીડીયા ઉપર યહુદીઓનાં નિયંત્રણ થઈ રહ્યાં છે. યહુદીઓ તવંગર અને શક્તિશાળી બની રહ્યાં છે. યહુદીઓ દુનિયા પર રાજ કરી રહ્યાં છે.'' બસ મને લાગે છે કે આરબ પેપર વધારે સારું છે. કદાચ આરબ પેપરમાં છપાતી વાતો ખોટી પણ નથી. આજે આખા વિશ્વ પર યહુદીઓની આણ અને સત્તા જોવા મળે છે. કચ્છ કરતાં નાનું ઈઝરાયેલ, આખા વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. જેનો શ્રેય જાય છે યહુદી એકતા અને તેમના અથાગ પ્રયત્નોને. તાજેતરમાં ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુ ભારતની મુલાકાતે આવી ગયા. વડાપ્રધાન મોદીને દરિયાનું ખારૃ પાણી મીઠું કરવા માટેની મોબાઈલ જીપ ભેટ આપી હતી. આ પરીપેક્ષ્યમાં ઈઝરાયેલનો વિજ્ઞાાન વિકાસ તપાસીએ... 

યહુદીઓ :- ટોચનાં શિખરો પર બિરાજે છે 

આજે જ્યાં ઈઝરાયેલ છે તેની આસપાસનાં વિસ્તારોમાં લોહયુગથી ઈઝરાયેલનું સામ્રાજ્ય હતું. ઈ.સ. પૂર્વે ૭૨૦માં આરબોએ હુમલો કરીને આ વિસ્તાર કબજે કરીને નિઓ-અસીરીયન એમ્પાયર/સામ્રાજ્ય શરૃ થયું હતું. ત્યાર બાદ, તેને બેબીલોનવાસીઓએ કબજે કર્યું. ત્યારબાદ અહીં સત્તાપલટો થવા લાગ્યો. પરંતુ ઈઝરાયેલના મુળ વતનીઓ - યહુદીઓ પર અત્યાચાર થતાં આવ્યા. જેના કારણે તેમનામાં અલગ યહુદી રાષ્ટ્ર પેદા કરવાનો મક્કમ નિર્ધાર રોપાયો. ૧૫૧૭માં ઓટોમાન સામ્રાજ્યનાં પતન બાદ, યહુદીઓ પોતાની માતૃભૂમિને સ્વતંત્ર કરવા જોમપૂર્વક લડવા લાગ્યા હતા. ત્યારથી આરબ/યહુદી વચ્ચે છુટાછવાયાથી માંડી જંગ લડાયા. ૧૯૪૭માં યુનાઈટેડ નેશન્સ દ્વારા પેલેસ્ટાઈનનાં ભાગલા પાડવાની યોજના જાહેર કરવામાં આવી. આરબોએ તેનો વિરોધ કર્યો. યહુદીએ યોજના સ્વીકારી બસ યાદ રહે કે આ સમયગાળામાં ભારત પાકિસ્તાનનાં ભાગલા થયા હતા. બરાબર એક વર્ષ બાદ યહુદીઓએ પોતાના સ્વતંત્ર દેશ ''ઈઝરાયેલ''ની સ્વતંત્રતાની ઘોષણા કરી દીધી. વિશ્વના અનેક દેશોએ ઈઝરાયેલને માન્યતા પણ આપી દીધી. વેસ્ટ બેંક અને ગાઝાપટ્ટી પર આરબોનો કબજો યથાવત રહ્યો હતો. એક વાર ઈઝરાયેલની સ્થાપના થયા બાદ, યહુદીઓ તેમનાં દેશ પાછા ફરવા લાગ્યા અને ગણતરીનાં દાયકાઓમાં ઈઝરાયેલને વિશ્વનાં નકશા પર મુકી દરેક ક્ષેત્રોમાં તેઓ અગ્રેસર રહેવા લાગ્યા. આજે પણ વિશ્વ આખુ ઈઝરાયેલ અને યહુદીઓનું વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઋણી રહ્યું છે. 

આ રહ્યું એક લિસ્ટ નજર નાખો : 

વિશ્વ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટઆઈનસ્ટાઇન યહુદી હતાં. જેમણે ઈઝરાયેલના પ્રેસીડેન્ટ થવાની વિનંતી ઠુકરાવી દીધી હતી. ગુગલનાં સ્થાપક સર્ગેપબ્રિન યહુદી છે. જેમનો જન્મ રશિયામાં થયો હતો. બ્લુમબર્ટા મિડીયાનાં માલીક માયકલ બ્લુમબર્ગ યહુદી છે. ફેસબુકને લોકપ્રિય બનાવનાર ૩૬ વર્ષના અમેરિકન નાગરીક માર્ક ઝુકરબર્ગ પણ યહુદી છે. માઈક્રોસોફટનાં CEO રહેલ સ્ટીવ બોલમેર પણ યહુદી છે. ન્યુયોર્ક ડેઈલી ન્યુઝ અને યુ.એસ. ન્યુઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ જેવા વર્તમાન પત્રના માલીક મોરર્ટીમર ઝુકરમાન યહુદી છે. ઓરેકલનાં સ્થાપક લેરી એલીસનનો સમાવેશ પણ આ યાદીમાં કરી શકાય. રૃથ એરોન વિશ્વ પ્રસિદ્ધ બાયોકેમીસ્ટ છે. નોબેલ પ્રાઇઝ વિનર એલી વિઝેલ વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યકાર છે. હોલીવુડમાં સ્ટીવન સ્પીલબર્ગનો ડંકો વાગે છે. જુરાસીક પાર્કથી લોકો તેમને ઓળખે છે. તેઓ યહુદી છે. ઈઝરાયેલ સિવાય અન્ય દેશોમાં વસેલા યહુદી સફળતાનાં શિખરો પર બિરાજે છે. 

ઈઝરાયેલ : સંસોધન ક્ષેત્રે 

ઈઝરાયેલનાં વિકાસનો મુખ્ય આધાર તેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીની હરણફાળને આધારીત છે. ઈઝરાયેલ તેના ઘરેલું ઉત્પાદન આવકનો ૫ ટકા જેટલો હિસ્સો, સંશોધન ક્ષેત્રે વાપરે છે. વિશ્વ આખામાં યહુદીઓની સંખ્યા ૦.૧૦ ટકા જેટલી છે. જ્યારે રિસર્લ પેયર, સંશોધનની વાત કરીએ તો, વિશ્વમાં પ્રકાશીત સંશોધન લેખનો એક ટકા જેટલો ભાગ યહુદી વૈજ્ઞાાનિકોનાં યોગદાનવાળા સંશોધન પત્રો હોય છે. વિશ્વમાં આ ગુણોધર ધ્યાનમાં લઈએ તો, ઈઝરાયેલ સંશોધન ક્ષેત્રે ટોપ પર નંબર વન પોજીસનમાં આવે. વૈજ્ઞાાનિકોની સંખ્યાની સરખામણી કરીએ તો પણ ઈઝરાયેલ એટલે કે યહુદીનો પર્યાય ગણાતું રાષ્ટ્ર અગ્રેસર છે. યાદ રહે કે ભારત, પાકિસ્તાન અને ઈઝરાયેલ એક જ સત્તાકાળમાં આઝાદ થયા હતા. દર દસ હજાર વ્યક્તિમાં/ નોકરીયાત પ્રજામાં ઈઝરાયેલમાં ૧૪૦ જેટલાં વૈજ્ઞાાનિકો અને ટેકનિશીઅન હોય છે. અગ્રેસર ગણાતા અમેરીકામાં દર દસ હજાર નિષ્ણાતોમાં માત્ર ૮૫ અને જાપાનમાં દર દસ હજાર તજજ્ઞાોમાં માત્ર ૮૩ વૈજ્ઞાાનિકો હોય છે. આ આંકડાઓ ઉપરથી ઈઝરાયેલ અને યહુદીઓનું વિજ્ઞાાન અને તકનીકી ક્ષેત્રે કેટલું યોગદાન હશે એનો સચોટ અંદાજ આપે છે. એક સમય એવો હતો કે (૨૦૧૨માં) દસ લાખની વ્યક્તિ/વસ્તીમાં ઈઝરાયેલમાં ૮૪૦૦ જેટલાં વૈજ્ઞાાનિકો/સંશોધકો કાર્યરત હતાં. જ્યારે અમેરિકામાં ૪૦૦૦, દક્ષિણ કોરીયામાં ૬૫૦૦ જાપાનમાં ૫૨૦૦ વૈજ્ઞાાનિકો કામ કરતાં હતાં. ૧૯૯૮માં ટેકનોલોજીકલ અસર ધરાવતાં વિશ્વનાં દસ શહેરોમાં તેલ અવીવનો સમાવેશ થતો હતો. રણ જેવા ઉજ્જડ વિસ્તારને ઈઝરાયેલે નવી ટેકનોલોજી વિકસાવીને હરિયાળો પ્રદેશ બનાવી દીધો છે. ૧૯૦૬માં ખેતિવિશારદ આરોનઆરોનશોને ઘઉંની વિશિષ્ટ જાત શોધી કાઢીહતી. જેને મધર ઓફ ઓલ વ્હીટ કહે છે. ૧૯૧૨માં હૈઈફામાં ટેકનિઓન-ઈઝરાયેલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરી હતી. જેના ઉપર ત્યારબાદ ઓટોસન સામ્રાજયએ કબજો મેળવ્યો હતો. એક સમય એવો પણ હતો કે યુરોપમાં યહુદીઓને ટેકનિકલ શિક્ષણ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એજ ઈઝરાયેલ આજે ટેકનોલોજીકલ ક્ષેત્રે અગ્રેસર છે. ૧૯૨૫માં હેબુ્ર યુનિ. ઓફ જેરૃસલેમની સ્થાપના થઈ હતી. આજે વેઈઝમાન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, સંશોધન ક્ષેત્રે અગ્રેસર છે. ૧૯૯૦નાં દાયકામાં રશિયામાં રાજકીય ઉથલપાથલ થવા માંડી ત્યારે રશીયન યહુદીઓ ઈઝરાયલ તરફ પાછા વળ્યા અને રાતોરાત ઈઝરાયેલમાં વૈજ્ઞાાનિકોની સંખ્યા બમણી થઈ ગઈ હતી. 

ઈઝરાએલી ગીફ્ટ : વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન : 

ઈઝરાએલ વિજ્ઞાન ક્ષેત્રે અગ્રેસર છે જેનો લાભ ટેકનોલોજી વિકાસમાં થયો છે. ખેતીવાડી, ઉર્જા, તબીબી વિજ્ઞાાન, રોબોટીકસ, જીનેટીક્સ અને બીજા અનેક ક્ષેત્રોમાં યહુદીઓએ નવી ટેકનોલોજી વિકસાવી છે જેના પર ઉડતી નજર નાખીએ તો... લકવાગ્રસ્ત લોકોની મદદ માટે 'રિ-વોક' નામની બાયોનીક સિસ્ટમ વિકસાવાયી છે. જેના આધારે અપંગ વ્યક્તિ ચાલી શકે છે. ભૌતિકશાસ્ત્રમાં પ્રોટોન, ન્યુટ્રોન રચનાર આદી કણ ક્વાર્કની આગાહી, તેલ અવીવ યુનિ.ના યુવાલ નીમાને કરી હતી. બ્લેક હોલ્સ એન્ટ્રોપીની ફોરમ્યુલા, હિબુ્ર યુનિ.ના જેકોબ બેકેન્સ્ટેઈને આપી છે. વિશ્વનો સૌથી નાનો વિડીયો કેમેરા 'એન્ડોસ્કોપ' ઈઝરાયેલી મેડિકલ સાયન્સની 'મેડીગસ' દ્વારા શોધવામાં આવ્યો છે. પાર્કિન્સન રોગ માટેની દવા ''એઝીલટેક'' ટેકનીઓન દ્વારા શોધવામાં આવી છે. કેપોક્ષોન નામની એમ્યુનો મોડયુલર દવા, વેઈઝમાન ઈન્સ્ટી. ઓફ સાયન્સે શોધી છે. ખાસ પ્રકારનાં ઈન્ટરફેરોન પ્રોટીન પણ વેઈઝમાન ઈન્સ્ટી. દ્વારા શોધવામાં આવ્યા છે. માથાનાં વાળ કરતાં પણ પાતળો તેનો વાયર ટેકનીઓનની ટીમે વિકસાવ્યો છે. વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર, જે ડિએનએ ટેકનોલોજી પર ચાલે છે તેને પણ વેઈઝમાને વિકસાવ્યું છે. કોમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે ઈઝરાયેલ અને યહુદીઓ ખૂબ જ આગળ છે. કોમ્પ્યુટરમાં ટેમ્પોટેલ લોજીક લગાવવાનું કામ આમીર નુએલી નામનાં વૈજ્ઞાાનિકે કર્યું છે. ડેટાને સલામત રાખવા માટે ખાસ પ્રકારનાં એન્ક્રીપ્શન માટે ઇજીછ પબ્લીક કીની શોધ આદી શમીરે કરી છે. આપણે જે યુએસબી પેન ડ્રાઈવ વાપરીએ છીએ તેની શોધ એમ-સીસ્ટમે કરી હતી. જોકે તેના દાવાને અન્ય લોકો ચેલેન્જ કરે છે. પસર્નલ કોમ્પ્યુટર માટેની પ્રથમ ઈન્ટેલ ચીપ - ૮૦૮૮ ઈઝરાયેલનો હૈઈફા લેબોરેટરીમાં વિકસાવવામાં આવી હતી. પેન જેવું સ્કેનર ઈઝરાયેલની 'વિઝકોમે' વિકસાવ્યું છે. લેકર કી બોર્ડ નામે ઓળખાતું વરચ્યુઅલ કી બોર્ડ ઈઝરાયેલની ગીફ્ટ છે. આજે આપણે મોબાઈલ પર ઈન્ટરનેટનો કોલ માટે ઉપયોગ કરીએ છીએ, તે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ ઈઝરાયેલની વોકલ ટેકે કર્યો હતો. બેબીલોન નામની વિશ્વ પ્રસિદ્ધ ટ્રાન્સલેશન ડિકશનરી આમોન ઓવીડીયાએ વિકસાવી છે. બે અલગ અલગ ઓપરેટીંગ સીસ્ટમ પર કામ તેવું વોટ્સ અપનું આધુનિક વર્તન ગણાતું ''વાઈબર'' સોફટવેર ટેલમેન મેકોએ વિશ્વને આપ્યું છે. 

ખ્યાતનામ યહુદી વૈજ્ઞાનિકો -


ઈઝરાયેલનાં ખ્યાતનામ વૈજ્ઞાાનિકની ઓળખ મેળવવા પ્રયત્ન કરીએ... જેમાં યહુદી અમેરીકન નાગરીક પણ છે. 
આડા જોનાથ : રિબોઝોમનાં બંધારણ પર તેમણે મહત્વનું સંશોધન કર્યું છે. જે માટે ૨૦૦૯માં તેમને રસાયણ શાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. મધ્ય પૂર્વમાંથી નોબેલ પ્રાઈઝ મહીલા વિજેતા બનવાનું બહુમાન પણ આડાને મળે છે. છેલ્લા ૪૫ વર્ષબાદ રસાયણશાસ્ત્રમાં નોબેલ વિજેતા તે પ્રથમ મહીલા છે. 
ડેન શિષમાન : કવાસીક્રિસ્ટલની શોધ માટે નોબેલ પ્રાઇઝ મેળવનાર વૈજ્ઞાાનિક એટલે ડેન શિષમાન 
- આવારાજા હરહમ્કો અને આરોન સીચેનોવેર : યુબીકવીટીન નામનાં પ્રોટીનની કાર્યપદ્ધતિ શોધવા માટે નોબેલ પ્રાઈઝ મેળવનાર બે વૈજ્ઞાાનિકો. 
આલ્બર્ટ સાબીન : 'દો બુંદ જીંદગી કે' નામે આપવાની 'પોલીયો'ની ઓરલ રસી આલ્બર્ટ સાબીને શોધી હતી. - આલ્બર્ટ ઈઝરાયેલ સાંન્ચ : અમેરિકન માઈક્રોબાયોલોજીસ્ટ જેમણે સ્ટેપ્ટોમાઇસીન નામની એન્ટીબાયોટીક દવા શોધી છે. 
- એલેકઝાન્ડર વિનર : લોહીનાં RG ફેક્ટરનાં સહ શોધકમાં તેમનું નામ માનભેર લેવાય છે. 
- આર્થર કોર્નબર્ગ : ડિએનએ રીપ્લીકેશન માટે નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક. 
- બારૃક બ્લુમબર્ગ : કમળો એટલે કે હિપેટાઈટીસ 'બી'ની રસી શોધનાર નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક. 
- ચાર્લ્સ વેઈઝસાન : ઈન્ટરફેરોન કલોનીંગ માટે પ્રસિદ્ધ વૈજ્ઞાાનિક. 
- યુવાલ નિસાન : કવાર્ક કણની સંભાવના રજુ કરનાર ભૌતિકશાસ્ત્રી. 
- યાકીર આરશનોવ : ભૌતિક શાસ્ત્રમાં આરહાનોવ બોમ અસર શોધનાર વૈજ્ઞાાનિકમાં યાકીર આહરાનોવ અને ડેવિડ બોમનો સમાવેશ થાય છે. 
- જેકોબ બેનેસ્ટેઈન : બ્લેક હોલ એન્ટ્રોપીની રચનામાં મહત્વનું યોગદાન આપનાર ભૌતિકશાસ્ત્રી.

No comments: