Sunday 9 December 2012

પ્રોજેક્ટ રેડ બુલ સ્ટ્રેટોસ

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- ‘‘પૃથ્વીની સપાટીથી ૩૧ કી.મી. ની ઉચાઈએથી માનવીનો કુદકો’’ઃસાયન્સ અને સાહસનો સમન્વય...

 

જો બઘુ જ ધાર્યા મુજબ અને પ્લાનીંગ પ્રમાણે ચાલશે તો, થોડાજ દિવસોમાં આકાશમાંથી ફ્રિફોલ એટલે કે મુક્ત કુદકો મારવાનો વિશ્વ વિક્રમ નોધાશે. પૃથ્વીની સપાટીથી ૧ લાખ ૨૦ હજાર ફુટ (૩૬.૭૦ કી.મી. અથવા ૨૨.૮૦ માઈલ) ઉચાઈએથી ફેલિક્ષ બોમ ગાર્ટનર નામનો સાહસીક બલુન સાથે જોડેલ ખાસ પ્રકારની કેપ્સ્યુલ માંથી કુદકો મારશે. કુદકો મારતાં પહેલા, નેટ પ્રેક્ટીસ અથવા ટ્રાયાલ ખાતર તેણે ૭૧૫૮૧ ફુટ એટલે કે લગભગ ૧૩ માઈલ એટલે કે ૨૧ કી.મી.ની ઉચાઈએથી કુદકો માર્યો હતો. આ સાહસના બેક ગ્રાઉન્ડમાં સાયન્સ અને સાયન્ટીસ્ટ સપોર્ટ રહેલો છે. ફેલિક્ષે આ સાહસ ગયા માર્ચની ૧૫ તારીખે કર્યું છે. વર્લ્ડ રેકોર્ડ બ્રેક જમ્પ મારવાની તૈયારી આગામી જુલાઇથી ઓક્ટોબર વચ્ચે થશે. અને કદાચ... ફેલિક્ષ બોમ ગાર્ટનર રાતોરાત મીડીયા માટે હિરો પણ બની જાય. છેલ્લા પચાસ વર્ષથી સૌથી વધારે ઉચાઈએથી કુદકો મારવાનો રેકોર્ડ ૧,૦૨,૮૦૦ ફુટ એટલે કે ૩૧.૩૦ કી.મી. નો છે. આ રેકોર્ડ બ્રેક વ્યક્તિ છે. યુ.એસ. એરફોર્સ પાઈલોટ કેપ્ટન જોસેફ વીલીયમ કિટીન્જર, જે જો કીટીન્જરનાં હુલામણા નામે ઓળખાય છે.
જો કિન્નરે અમેરિકાનાં હવાઈદળમાં કમાન્ડ પાયલોટથી કારકીર્દીની શરૂઆત કરી હતી. અત્યારે તેમનાં નામે સૌથી વધારે ઉચાઈએથી, સૌથી ઝડપી અને સૌથી લાંબા સ્કાય જમ્પનો રેકોર્ડ બોલે છે. વિયેતનામનાં યુઘ્ધ વખતે તેમણે ફાઈટર પ્લેનનાં પાઈલોટ તરીકે સેવા આપી હતી. તેમનાં પ્લેનને તોડી પાડવામાં આવ્યું હતું. તેઓ પેરાસ્યુટ જમ્પ મારી કુદી પડ્યા હતા. દુશ્મનોએ તેમને ઉતર વિયેતનામની જેલમાં અગીયાર મહીના રાખ્યા હતા. ત્યારબાદ તેમને રાઈટ-પેટરસન એરફોર્સ બેઝ પર સેવા આપવા મુકવામાં આવ્યા હતા. અહીં એરોસ્પેસ મેડિકલ રિસર્ચ લેબોરેટરી પણ આવેલી છે. આ સંશોધન કેન્દ્ર ઘ્વારા કેપ્ટન જો કીટીન્જર પસંદગી ‘‘પ્રોજેક્ટ એક્સેલસીપોર’’ માટે કરવામાં આવી હતી. જેનો અર્થ થતો હતો, ‘‘હંમેશા માટે ઉપર તરફ’’ આ પ્રોજેક્ટમાં વાતાવરણની ખુબ ઉછાઈએ પહોચીને પેરેસ્યુટ સાથે કુદકો મારવાનો હતો.
૧૬, નવેમ્બર ૧૯૫૯ના રોજ વિશાળ હિલીયમ બલુનમાં ૭૬,૪૦૦ ફુટ ઉચાઈએ એટલે કે (૨૩.૩૦ કી.મી.) એવરેસ્ટ શિખર ઉપર બીજા એવરેસ્ટ શિખર ગોઠવ્યા બાદ જે ઉચાઈ મળે, તેટલી ઉચાઈએથી કુદકો માર્યો હતો. ખરેખર એમ કહેવું જોઈએ કે મોતનાં કુવામાં કુદકો માર્યો હતો કારણ કે તેમની સાથે જોડેલ વૈજ્ઞાનિક સાધનો નિષ્ફળ ગયા અને તેઓ એ ભાન ગુમાવી દીઘું હતું. તેઓ પીછાની માફક દર મિનીટે પોતાનાં ગુરૂત્વ કેન્દ્રની આજુબાજુ ૧૨૦ વાર ગોળ ચક્કરડી ઘુમી રહ્યા હતા. બાળકો જે ઝડપે ભમરડો ફેરવે છે તેમ ભમરડાની માફક તેઓ હવામાં ગોળ ફરી રહ્યાં હતાં. વૈજ્ઞાનિકોની ગણતરી મુજબ આ સમયે તેમનાં ઉપર ગુરૂત્વાકર્ષણ કરતાં ૨૨ ગણા વધારે જી-ફોર્સની અસર વરતાતી હતી. આ પણ એક નવો કિર્તીમાન હતો. જો કીટીન્જરનું શરીર ૨૩ ગણા ગુરૂત્વકર્ષણ બળ સામે ટક્કર જીલી રહ્યું હતું. બચી ગયેલાં કીટીન્જરને મૃત્યુનો ડર ન લાગ્યો તેમણે ફરીવાર ૭૪,૭૦૦ ફુટ (૨૨.૮૦ કી.મી.) ઉચાઈએથી ફરી કુદકો મારીને, લીઓ સ્ટીવન્સ પેરાસ્યુટ મેડલ મેળવ્યો હતો.
વિશ્વ રેકોર્ડમાં જેની ગણના થાય છે તે હાઈ સ્કાય જમ્પ તેમણે ૧૬ ઓગસ્ટ ૧૯૬૦ ના રોજ ‘‘એકસેલ સિપોટ-૩’’ તરીકે માર્યો હતો. જમ્પ માર્યા ત્યારે તેઓ ૧,૦૨,૮૦૦ ફુટ (૩૧.૩૦ કી.મી.) ની ઉચાઈએ હતાં. પૃથ્વીથી સાડા પાંચ કી.મી. ઉચાઈએ તેમણે પેરાસ્યુટ ખોલ્યુ ત્યારે તેમનો પતનનો વેગ ૯૮૮ કી.મી. પ્રતિ કલાકનો હતો. યાદ રહે કે મનુષ્ય ૧૦૦ કી.મી. પ્રતિ કલાક કરતાં વધારે ઝડપે કાર દોડાવવાનું પણ પંસદ કરતો નથી. આપણી કારની મહત્તમ ઝડપ કરતાં પણ આ ઝડપ નવ ગણી વધારે હતી. કુદકો માર્યા પછી માત્ર ચાર મીનીટ અને ૩૬ સેંકન્ડ બાદ તેઓ પૃથ્વીની સપાટીને સ્પર્શી ચુક્યાં હતાં. આ વખતે પણ કમનસીબીએ તેમનો સાથ છોડ્યો ન હતો. તેમનાં જમણા હાથનો પ્રેસરાઈઝડ પ્રલવ નકામો જતાં, તેમનો જમણો હાથ સામાન્ય હાથ કરતાં સુજીને બમણા કદનો થઈ ગયો હતો. વિશ્વનો આ સૌથી વધારે ઉચાઈએથી મારેલ પેરાસ્યુટ જમ્પ, લાંબા સમયગાળાનો કુદકો અને મનુષ્ય ઘ્વારા વાતાવરણમાં સૌથી વધારે ઝડપે મારેલ કુદકો આમ ત્રણ વર્ષ રેકોર્ડ જો કીટીન્જરનાં નામે બોલે છે. ૧૯૬૦માં બત્રીસ વર્ષની ઉંમરે કુદકો મારનારાં જોસેફ કિસીન્જર હાલમાં ૮૩ વર્ષ પુરા કરી, ટુંક સમયમાં ૮૪ વર્ષનાં થશે. તેમનાં અનુભવનો લાભ નવાં સર્જનારા વર્લ્ડ રેકોર્ડ માટે ફેલિક્ષ બોમ ગાર્ટનર પણ લેશે. જો કીટીન્જર ‘‘પ્રોજેક્ટ રેડ બુલ સ્ટ્રેટોસ’’ની ટીમનાં સભ્ય છે. આખરે ‘‘પ્રોજેક્ટ રેડ બુલ સ્ટ્રેટોસ’’નો મકસદ શું છે ?
પૃથ્વીની સપાટીથી લગભગ ૧,૨૦,૦૦૦ ફુટ એટલે કે ૩૬.૭૦ કી.મી.ની ઉચાઈએથી ફેલીક્ષ બોમ ગાર્ટનર નામનો સાહસીક પૃથ્વી તરફ કુદકો મારશે. આ કુદકો વતાવરણનાં સ્ટ્રેટોસ્ફીઅર માંથી મારવામાં આવશે તેથી મિશન સાથે સ્ટ્રેટોસ નામ જોડવામાં આવ્યું છે. આ મિશનને કામિયાબ બનાવવા એરોસ્પેસ મેડિસીન, એન્જીનીરીંગ અને અન્ય શાખા સાથે સંકળાયેલાં વૈજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે. આ સાહસ મિશન માટે ખાસ પ્રકારનાં બલુનની રચના, કેપ્સ્યુલ આકારનાં કમાન્ડરૂમ અને ખાસ પ્રકારનાં પ્રેશરસ્યુટની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આ મિશનનો ઘ્યેય માત્ર નવો વિશ્વ રેકોર્ડ કરયાનો નથી સમગ્ર મિશન દરમ્યાન સંશોધન માટેનો ડેટા ભેગો કરવામાં આવશે. અગાઉ જો કીટીન્જરે મારેલ કુદકાનો વૈજ્ઞાનિક ડેટા બેક અપ, વૈજ્ઞાનિકોની ટીમ ચકાસી ગઈ છે.
ફેલીક્ષે પોતાની કારકીર્દીની શરૂઆત એક સ્ટંન મેન તરીકે કરી છે. ૧૯૯૯માં મલેશીયાનાં કુઆલામ્પુર નાં ‘‘પેટ્રોનાસ ટાવર’’ ઉપરથી પેરાસ્યુટ જમ્પ મારીને ખ્યાતી પ્રાપ્ત કરી હતી. ઉચી બીલ્ડીંગપરથી પેરાસ્યુટ જમ્પ મારવાનો આ એક નવો કિર્તીમાન હતો. ખાસ પ્રકારની વંિગ રચના ધરાવતી સીસ્ટમ વડે ૨૦૦૩માં ‘‘સ્યાક ડાઈવ’’ મારીને તેમણે ‘‘ઈંગ્લિશ ચેનલ’’ પાર કરી છે. આ ઉપરાંત રિઓડીજાનેરોનાં સ્ટેચ્યુ ‘‘ફાઈસ્ટ ધરેડિમર’’ ઉપરથી કુદકો મારીને પણ નામનાં મેળવી છે. દુનિયાની સૌથી ઉચી બિલ્ડીંગ લાઈપેઈ ૧૦૧, તાઈવાનનાં બિલ્ડીંગ ઉપરથી પણ તેમણે જમ્પ માર્યો છે. ૨૦૧૦માં દુબઈમાં બુર્જ ખલીફા બન્યું તે પહેલાં તાઈપેઈ ૧૦૧ વિશ્વની સૌથી ઉચી ઈમારત ગણાતી હતી. જમીનથી તેનાં ઉપર ૧૦૧ માળ બાંધકામ આવ્યા છે. જેની ઉચાઈ ૫૦૮ મીટર જેટલી છે. આજની તારીખે માનવ સર્જીત સૌથી ઉચી ઈમારત બુર્જ ખલીફા છે જેની ઉચાઈ ૮૩૦ મીટર છે. ફેલીક્ષ તેનાં નવાં મિશનને ‘‘સ્પેસ મિશન’’ તરીકે ખપાવે છે. કારણ કે...
આગામી જમ્પ માટે ફેલીક્ષ ખાસ પ્રકારે ડિઝાઈન થયેલ સ્પેસ શ્યુટ પહેરશે. આ મિશનની ખાસીયત એ છે કે કુદકો માર્યા પછી તે ઘ્વની પટલ એટલે કે સાઉન્ડ બેરીઅરને તોડીને અવાજ કરતાં વધારે ગતીથી પતન કરશે. કુદકો માર્યાની ૩૫ સેંકન્ડ બાદ તે મેક-૧ એટલે કે અવાજની ઝડપ પ્રાપ્ત કરી લેશે. મિશન માટે ‘‘નાસા’’નાં નિષ્ણાંતો એ પણ મદદ કરી છે. વૈજ્ઞાનિકો ઈચ્છે છે કે ફેલીક્ષનાં મિશન સમયે કોઈપણ ઈક્વીપમેન્ટ બગડે કે ખોટકાય નહીં. જો કિસીન્જરે સાધનો બગડતાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી મોતનાં મુખમાંથી પાછા ફર્યા હતાં. છેલ્લે ફેલીક્ષ ૭૧૮૫૧ ફુટની ઉચાઈએથી કુદકો માર્યો છે. તેનાં સાહસ વિશે તેનાંજ શબ્દોમાં વાત કરીએ તો...
‘‘આપણે જાણીએ છીએ કે ‘જો’નો રેકોર્ડ છેલ્લાં ૫૦ વર્ષથી અંકબંધ છે. તેને તોડવાના અનેક પ્રયાસો થયા છે. પરંતુ સફળતા મળી નથી. જો કીટીન્જર બાળપણથી મારાં માટે પ્રેરણારૂપ ‘હિરો’ બની રહ્યાં છે.’’ સાહસની વાત કરતાં તે ઉમેરે છે કે, ‘‘તમે જ્યારે જમ્પ મારવા માટે કેપ્સ્યુલમાંથી દબાણ મુક્ત કરો છો ત્યારે તમારૂ પેટ અને શરીરનો બધોજ ભાગ શરીરની બહાર જવા માગતો હોય તેમ વર્તે છે. આ ખુબ જ ગંભીર વાત છે. જો કોઈ ખરાબી પેદા થાય કે પ્રેશર સ્યુટ બરાબર કામ ન કરે તો, નરી આંખે મોતનાં તારાંનો નાચ નિહાળવાની તક મળી જાય.’’ ‘‘જો મારો પ્રેશર સ્યુટ કામ કરતો બંધ થઈ જાય તો, નિચા દબાણનાં કારણે લોહી હવાના પરપોટા સાથે ઉકળવા માંડે. સાયન્ટીફીક શબ્દોમાં તેને ‘એબુલીઝમ’ કહે છે. જ્યાં સુધી હું ૬૩ હજાર ફુટ કરતાં નીચે ન આવું ત્યાં સુધી મારી આ હાલત ચાલુંજ રહે.’’ ઓછા દબાણનાં કારણે શરીરમાં રહેલ વાયુ બહાર નિકળવાની કોશીશ કરવા માડે તેથી કોશીકાઓ વળવા લાગે છે. અંદર અને બહારનું દબાણ અલગ અલગ હોવાથી ‘‘બેરોટ્રોમા’’ નામની પરિસ્થિતિમાંથી શરીરને પસાર થવું પડે છે. મર્યાદીત ઓક્સીજનની સ્થિતીમાંથી શરીર ‘હાઈપોક્ષીઆ’માંથી પસાર થાય છે. આ સમયે મગજમાં મૃત્યુનાં વિચારો આવે તે સ્વાભાવિક છે. ક્યારેક મનુષ્યને શીચિ ગીચાર ઈટૅીૈીિહબી એટલે કે મૃત્યુ નજીકનો અનુભવ પણ થાય છે.
ડૉ. જોનાથન કલાર્ક આ પહેલાં, નાસાનાં ક્રુ સર્જન રહી ચુક્યાં છે. મિશન સ્ટ્રેટોસમાં તેઓ માનવ શરીરની બધી મર્યાદાઓ અને કટોકટીનાં સમયે શરીરની જૈવિક પ્રક્રીયાઓ અને શારીરીક અવસ્થાઓનો અભ્યાસ કરી ચુક્યાં છે. મિશનમાં નિષ્ણાંતો કહે છે કે ‘‘આ અમારો પબ્લીસીટી સ્ટંન્ટ કે સ્યુસાઈડ સ્ટન્ટ નથી.’’ એમ એ સાબીત કરવા માંગીએ છીએ કે ‘‘વાતાવરણનાં ઉપલા ભાગમાંથી પણ મનુષ્ય પસાર થઈ શકે છે. મુક્ત કુદકો મારી શકે છે અને વાતાવરણમાં રી-એન્ટ્રી પણ લઈ શકે છે.’’
જો સીસ્ટમમાં કોઈ ખરાબી સર્જાય તો, સુપર સોનીક સ્પીડે પણ ખુલે તેવી ઈમરજન્સી પેરાસ્યુટની વ્યવસ્થા છે. બન્જી જમ્પીંગની પ્રેકટીસમાં ફેલીક્ષે શરીરની મુવમેન્ટ કઈ રીતે રાખવી તેનો પુરો અભ્યાસ કર્યો છે. આખરે આ સાહસનો ખરો મકસદ સમજાવતા ડૉ. કલાર્ક કહે છે કે ‘‘સ્પેસ ટ્રાન્સપોર્ટ અને સ્પેસ ટુરીઝમનો કોમર્સીઅલ યુગ ખાનગી ધોરણે શરૂ થઈ રહ્યો છે. અપર એટમોસ્ફીયરમાં સ્પેસ વેહીકલમાં ખામી સર્જાતા, મુસાફરોને ‘‘ઈમરજન્સી’’માં પેરાસ્યુટ વડે કુદકો મારવો પડે ત્યારે તેમની શું હાલત થાય ?’’આ સવાલનો જવાબ મિશન ‘‘સ્ટ્રેટોસ’’ આપી શકે તેમ છે. અહીથી મેળવેલ વૈજ્ઞાનિક ડેટા અને માહીતી નવાં યુગની ‘‘ઈમરજન્સી એસ્કેપ સિસ્ટમ’’ વિકસાવવા માટે થઈ શકે છે. મિશન દરમ્યાન મેળવેલ માહીતી સ્પેસ ટુરીઝમ માટે અમુલ્ય સાબીત થાય તેમ છે. જો કે આખા સાહસનો મુખ્ય આધાર વૈજ્ઞાનિક ઉપકરણો ઉપર છે. એટલા ખાતર પણ આ સાહસમાં વપરાયેલા સાધનો અને સાયન્સ ઉપર એક નજર નાખી લઈએ તો...
જ્યાંથી ફેલીક્ષ કુદકો મારશે તે સ્ટ્રેટોસ્ફીપરમાં સંપૂર્ણ શુન્યાવકાશ નથી પરંતુ, શ્વાસમાં લેવા પાત્ર હવાનાં નામ માત્રનાં છુટા છવાયા કણો હોય છે. જેનાં કારણે ખાસ પ્રેસરાઈઝડ સ્યુટ અને કેપ્સ્યુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ ફુટની ઉચાઈએ પહોચેલ ‘‘ફેલીક્ષ’’ ની ઝડપ અવાજની ઝડપને સમકક્ષ બની જશે. જો આ ઝડપમાં પ્રવેગ ચાલુ રહે તો, ઘ્વની પટલ છેદાય અને ‘‘સોનીક બુમ’’ સર્જાશે. જે માટે પણ સ્યુટને ડિઝાઈન કરવો જરૂરી છે. જ્યાં પૃથ્વીનાં વાતાવરણ કરતાં, માત્ર ૧% જેટલું જ વાતાવરણ હોવા છતાં અહીં પણ ગુરૂત્વાકર્ષણ બળનો પૃથ્વી જેટલું જ વર્તાવાનું છે. જેમ જેમ ફેલીક્ષ પૃથ્વી તરફ આવતો જશે તેમ તેમ તેને નડતો અવરોધ વધતો જશે. ગુરૂત્વાકર્ષણનાં કારણે તેની ઝડપ વધે તો તેને કંટ્રોલ કરવી પડશે. હકીકતમાં ફેલીક્ષ જેમ જેમ નીચે આવતો જશે તેમ તેમ તેની ઝડપ ઘટતી જશે. અને ૫૦૦૦ ફુટની ઉચાઈએ પેરાસ્યુટ ખુલી જશે ત્યારે તેની ઝડપ સૌથી ઓછી હશે. વાતાવરણમાં જેમ જેમ ઉચે જતાં જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. જેટ પ્લેન ઉડે છે તે ઉચાઈ એટલે કે ૩૫ હજાર ફુટની ઉચાઈએ ૫૦-૭૦ ખ ડિગ્રી જેટલો ફર્ક પડે છે. અલગ અલગ ૠતુ પ્રમાણે પણ ફેરફાર થતાં રહે છે. પરંતુ સ્ટ્રેટોસ્ફીઅરમાં ઓઝોન વાયુની હાજરીનાં કારણે ટેમ્પરેચર જેમ જેમ ઉચે જતાં જાય તેમ તેમ વધતું જાય છે. ઓઝોન કણો સૂર્યનાં વીકીરણો અને ઉર્જા શોષી લે છે. આ ઉર્જાને ગરમી સ્વરૂપે તે સ્ટ્રેટોસ્ફીઅરમાં પાછી મોકલે છે. આમ છતાં અહી ૦ થી માઈનસ દસ ડીગ્રી ફેરહીટ જેટલી ઠંડી હોય છે.
આખા મિશન દરમ્યાન નવા જનરેશન માટેનો સ્પેસસ્યુટ નો વિકાસ થશે જે અંતરીક્ષમાંથી ‘ઈમરજન્સી એકઝીટ’ માટે કામ લાગશે.
ફેલીક્ષની સલામતીનો મુખ્ય આધારે તેનો સ્પેસ સ્યુટ છે. ૧૯૪૧ થી સ્પેસ સ્યુટ અને એન્ટી-જી સ્યુટ બનાવનારી કંપની ડેવ કલાર્ક ઘ્વારા ફેલીક્ષ માટે લગભગ ૧૪ કી.ગ્રા. વજનનો સ્પેસ સ્યુટ બનાવવામાં આવ્યો છે. તેનું મટીરીઅલ્સ આગ પ્રતિરોધક છે તો સાથે સાથે અંત્યત ઠંડીમાં પણ શરીરનું તાપમાન જાળવી રાખે તેવું છે. કુદકો માર્યાની ક્ષણોથી માંડીને પેરાસ્યુટ ખુલે તે સમગ્ર સમય દરમ્યાન ફેલીક્ષની સલામતી અથવા જીવાદોરી આ સ્પેસ સ્યુટ છે. તેનાં માથાની હેલ્મેટ ૪ કિ.ગ્રા.વજનની છે. જેમાં અલગ અલગ સ્ત્રોત વડે શુઘ્ધ ઓક્સીજન પહોચડવાની વ્યવસ્થા છે.
ફેલીક્ષની આરામદાયક સ્થિતી અને જરૂરીયાતને ઘ્યાનમાં રાખીને તેનાં ‘‘ચેસ્ટ પેક’’ એટલે કે છાતી ઉપરની સીસ્ટમ ગોઠવવામાં આવી છે. જેમાં વોઈસ ટ્રાન્સમીટર અને રીસીવર લાગેલ છે જે હેલ્મેટ સાથે જોડાયેલ છે. તેની પોઝીશન જાણવા માટે ય્ઁજી સીસ્ટમ લગાડવામાં આવી છે. સાયન્ટીફીક ડેટાનાં આદાન પ્રદાન માટે ખાસ વ્યવસ્થા, ટેલીમેટ્રી સાધનો વડે કરવામાં આવી છે. ૧૨૦ ના ખુણે જોઈ શકાય તેવા લ્લઘ કેમેરા તેમાં લાગેલ છે.
એક લાખ વિસ હજાર ફુટની ઉચાઈએ ફેલીક્ષને પહોચાડવા માટે હિલીયમ વાયુ ભરેલ બલુન વાપરવામાં આવશે જેમાં ત્રણ કરોડ કપુલીક ફીટ જેટલો ગેસ ભરેલો હશે. જો કીટીન્જરે વાપરેલ બલુન કરતાં તે દસ ઘણું વધારે વિશાળ છે. તેને ઉડતું જોઈએ ત્યારે એમ લાગે કે ૭૫ માળની બીલ્ડીંગ હવામાં ઉડી રહી છે. બલુનના નીચેનાં ભાગે ખાસ પ્રકારની કેપ્સ્યુલ બનાવેલી રાખવામાં આવી છે. જેમાં બેસીને ફેલીક્ષ નિશ્ચિત ઉચાઈએ પહોચશે. પૃથ્વી પર પાછા ફરતાં તેને મુખ્ય મદદ પરાસ્યુટની લેવી પડશે. અત્યારે પેરાસ્યુટ બનાવનારી કોઈપણ કંપની ગેંરટી આપતી નથી કે તેમનું પેરાસ્યુટ પચ્ચીસ હજાર ફુટની ઉચાઈએ કામ કરશે. આવા સંજોગોમાં ખરા અર્થમાં નેકસ્ટ જનરેશન પેરાસ્યુટની ડિઝાઈન કરવામાં આવી છે. જેનું વજન લગભગ ૩૦ કિ.ગ્રા. જેટલું છે. મુખ્ય પેરા સ્યુટની રીંગમાં પોતાને કંટ્રોલ કરે અને ઈમરજન્સીમાં કામ લાગે તેવી મીની પેરાસ્યુટ અને ઓક્સીજન સીસ્ટમ છે. મિશન રેડ બુલ સ્ટ્રેટોસ સાયન્સ અને સાહસનો સંગમ છે. મિશનની ગંભીરતાં જાણતો ફેલીક્ષ બોમ ગાર્ટનર લગભગ ઓગસ્ટ મહિનામાં ન્યુમેક્સીઝોનાં ‘રોેઝવેલ’’ ખાતેથી પોતાનું સાહસીક મિશન શરૂ કરશે. ‘‘રોઝવેલ’’ ભુતકાળમાં ઉડતી ચકલીની ઘટનાને કારણે પણ પ્રખ્યાત બન્યું હતું. ફેલીક્ષનાં સાયન્ટીફીક સાહસ માટે આનાથી વધારે શું કરીશું ? માત્ર.... બેસ્ટ ઓફ લક !

No comments: