Sunday 9 December 2012

મનુષ્ય 'પ્રોક્સીમા સેન્ટોરી' સુધી પહોંચી શકશે ?

મનુષ્ય સભ્યતા, નજીકનાં સ્ટાર 'પ્રોક્સીમા સેન્ટોરી' સુધી પહોંચી શકશે ?

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- પૃથ્વી પરના જીવન માફકની જિંદગી અંતરીક્ષયાત્રીઓ 'સ્ટારશીપ'માં ભોગવી શકે તેમ છે. પોતાની ધરી ઉપર ગોળ ફરતું સ્ટારશીપ જરૃરી કુત્રીમ ગુરુત્વાકર્ષણ બળ પેદા કરી આપી શકે.

 

 

સ્પેસ ટ્રાવેલ એટલે કે આંતરીક્ષ સફર હમેંશા સાયન્સ ફિક્શનનાં રસીયા માટે એક હોટ ટોપીક રહ્યો છે. અંતરીક્ષની ફાયનલ ફ્રન્ટીયર કઈ? આજની ઉપલબ્ધ ટેકનોલોજી વડે માનવી અંતરીક્ષમાં ક્યાં સુધી જઈ શકે? આવા મો માથા વગરનાં સવાલો સામાન્ય માનવીનાં દિમાગમાં ભલે પગપેસારો ન કરે. વિજ્ઞાાનકથાનાં રસિયાઓ, ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાાનિકો અવારનવાર મનુષ્યની ટેકનોલોજીકલ તાકાતને ભુતકાળ સાથે સરખાવતા હોય ત્યારે આવા વિચિત્ર સવાલો થવા આમ વાત છે. પરંતુ સામાન્ય માનવી હજી પૃથ્વીની હદ છોડી નજીકનાં 'સ્પેસ' એરીયામાં પહોંચી શક્યો નથી ત્યારે, સૂર્યમાળાને છોડીને અન્યત્ર જવાની કલ્પનાજી ક્યાંથી કરી શકે છતાં, માનવી હાલનાં તબક્કે 'સ્પેસ ટ્રાવેલ' નામની ઓછી ખેડાપોતી ભૂમી ઉપર ક્યાં ઉભો છે તેનું મુલ્યાંકન કરવું હોય તો એક સવાલ જરૃર પુછી શકાય! માનવી આજની ઉપલબ્ધ ટેકનોલોજી વડે સુર્યની સૌથી નજીકનાં તારા સુધી પહોંચી શકે ખરો! આ સવાલની ભીતરમાં રોમાંચક તથ્યો છુપાએલાં છે.
હોમોસેપીઅન નામની બુદ્ધિશાળી 'સ્પીસીઝ' આમાં ઉડતી થઈ તેને માત્ર એકાદ સદી જેટલો સમયગાળો વિકસ્યો છે. વાનરમાંથી નર તરીકે ઉત્ક્રાંતિ પામેલ માનવી હજારો વર્ષથી પૃથ્વી પર કેદ થઈને રહી ગયો છે. ૧૯૬૧ એટલે કે આજથી લગભગ પચાસ વર્ષ કરતાં વધારે સમય બાદ તે થોડી મીનીટો માટે અંતરીક્ષ સફરની ઝલક પામી શક્યો હતો. આ માનવીને આપણે પુરી ગાગારીન નામે ઓળખીએ છીએ. આ ઘટનાનાં આઠેક વર્ષ બાદ, એક ડઝન જેટલાં મનુષ્ય ચંદ્રની ધરતી પર પગલાં પાડી આવ્યા અને આપણને માત્ર એકાદ નામ યાદ છે. ચંંદ્ર ઉપર પગલાં પાડનાર પ્રથમ મનુષ્ય હતો. નિલ આર્મસ્ટ્રોગ. બાકીનાં અંતરીક્ષયાત્રીઓનાં નામ દાવા હોયતો, 'ગુગલ'નું સર્ચ એન્જીન, વિકીપીઝીયા કે પુસ્તકોનો સહારો લેવો પડે તેવું સામાન્ય માનવીનું સામાન્ય જ્ઞાાન છે. આ જનરલ નોલેજમાં એક તથ્યનો ઓર ઉમેરો થઈ શકશે. સૂર્યથી સૌથી નજીકનો તારો 'પ્રોક્સીમા સેન્ટોરી' છે. પાછા મૂળ વાત પર આવીએ તો, સ્પેસ ટ્રાવેલનાં ક્ષણીક ઉભરામાં માનવી ૧૯૭૨ બાદ, લો અર્થ ઓરબીટ ગણાતી, સ્પેસ અને પૃથ્વી વચ્ચેની પ્રથમ સીમારેખા રેખામાં મુસાફરી કરતાં શીખી ચુક્યો છે. સૂર્યમાળાનાં દુરનાં માપનોરા પ્લેનેટ 'પ્લુટો' સુધી આપણી નવી ટેકનોલોજીથી બનેલ 'ન્યુ હોરાઈઝન' અંતરીક્ષયાને સાડા નવ વર્ષ જેટલો સમય લાગશે. મનુષ્ય નિર્મિત અને પૃથ્વી છોડી ગયેલ 'સ્પેસક્રાફંટ' આજની તારીખે માત્ર મહત્તમ ઝડપ ૫૭,૬૦૦ કિ.મી. પ્રતિ કલાકની મેળવી શક્યું છે. અંતરીક્ષમાં અંતરને કી.મી.માં નહી પ્રકાશ વર્ષમાં માપવું પડે પરંતુ, ત્યાં આપણી ફુટપટ્ટીની સમજ કાચી પડવાનો સંભવ હોવાથી, વૈજ્ઞાાનિકોએ અંતરીક્ષમાં અને ખાસ કરીને સૂર્યમાળાની સીમારેખાઓ પુરતો એક એકમ વાપર્યો છે જેને એસ્ટ્રોનોમિકલ યુનિય (AU) કહે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનાં સરેરાશ અંતરને વૈજ્ઞાાનિકો એક એસ્ટ્રોનોઝીકલ યુનીટ એટલે કે ૧ AU કહે છે. જે અંદાજે પંદર કરોડ કી.મી. જેટલું થાય. (ચોક્કસ આકડો - ૧૪૯૫ ૯૮ ૦૦૦ કી.મી.)
સૂર્યથી જો પૃથ્વી એક AU દૂર હોય તો, સૂર્યમાળાનો વ્યાપ સમજવા માટે થોડીક સરખામણી કરી લઈએ. ગુરૃનામનો ગ્રહ સૂર્યથી ૫.૨૦ AU, નેપ્ચ્યુન ૩૦ AU દૂર આવેલો છે. થોડે દુરથી કુઈપર બેલ્ટ ચાલું થાય છે. મનુષ્ય રચીચ વોએજર યાન અત્યારે સુર્યથી ૧૨૦ AU જેટલું દૂર પહોચ્યું છે. ઉર્ટ કલાઉડને જો સુર્યમાળાની ભાગોળ કે સીમારેખા રેખા ગણતા હોઈએ તો, ઉર્ટ કલાઉડની શરૃઆત સુર્યથી ૨૦૦૦ AU દુરથી થાય છે અને પુરુ ૫૦,૦૦૦ AU અંતરે થાય છે. સતત પાંત્રીસ વર્ષની ભાગદોડ બાદ વોપેજર અત્યારે સુર્યથી ૧૨૦ AU પહોચ્યું છે. હાલની તેની ઝડપ ૬૦ હજાર કી.મી. પ્રતિ કલાક જેટલી છે. જે મેળવતાં પાત્રીસ વર્ષનો સમય વિતી ગયો છે. સુર્યમાળાની ભાગોળ જો ૫૦,૦૦૦ AU ને પુરી થતી હોય તો, વોયેઝર-૧ ને ઉર્ટનું કલાઉડ પસાર કરી જવામાં કેટલાં વર્ષો લાગી જાય! ગણતરીઓ બાજુમાં મુકીએ અને રસીયાઓ, નિષ્ણાંતો અને વૈજ્ઞાાનિકોની દુનિયાને લગતો સવાલ કરી પુનરાવર્તન કરી લઈ તો...
શુ માનવી સુર્યથી સૌથી નજીકનો,માત્ર ૪.૨૨ પ્રકાશવર્ષ દુર આવેલાં તારાં 'પ્રોક્સીમા સેન્ટોરી' સુધી પહોચી શકે ખરો? સ્પેસ ટ્રાવેલ માટેનું માનવીનું આ પ્રથમ ડેસ્ટીનેશન હોય તો, જરા તેની માહિતી પણ મેળવી લઈએ. 'પ્રોક્સીમા'નો લેટીન અર્થ થાય, નેકસ્ટ (હવે પછીનું) કે નિઅરેસ્ટ ટું (સૌથી નજીકનું) નામ પ્રમાણે જ સુર્યનો સૌથી નજીકનો પહેલો સગો કહીએ કે પાડોશી એ 'સ્ટાર' 'પ્રોક્સીમા સેન્ટોરી' છે. ૧૯૧૫માં રોર્બા ઈન નામનાં ખગોળશાસ્ત્રીએ તેને શોધી કાઢયો હતો. આ તારો ખુબ જ ઝાંખો હોવાથી તેને નરી આંકે નિહાળવો ખુબજ મુશ્કેલ છે. પરંતુ તે જે તારાંમંડળ એટલે કે 'સેન્ટોરસ'નો સભ્ય છે તેમાં રહેલ 'આલ્ફા સેન્ટોરી' તારો એ દક્ષિણ આકાશનો સૌથી વધારે તેજસ્વી તારો છે અને સુર્યથી ૪.૪૪ પ્રકાશવર્ષ દુર છે. સુર્યમાળા બહારનું માનવીનું આ પ્રથમ સ્પેસ ડેસ્ટીનેશન હોય એ સ્વાભાવિક વાત છે. પરંતુ માનવી હાલની ટેકનોલોજીથી ત્યાં પહોંચી શકે ખરો? જો વોયેઝરની હાલની ઝડપ જેટલું વેગવાન 'સ્પેસશીપ' બનાવીએ તો પણ, માનવીને ત્યાં પહોચતાં ૭૬ હજાર વર્ષ ફરી એકવાર રીપીટ ૭૬,૦૦૦ વર્ષ લાગે. તો પછી સોલાર સિસ્ટમ બહારનાં 'સ્પેસ ટ્રાવેસ'ને માત્ર સાયન્સ ફિકશન ગણીને ભણી જવાનું? જી! ના! વૈજ્ઞાાનિકો કહે છે કે કાળામાથાનો માનવી ધારે તો 'કદાચ' પોતાનાં જીવનકાળ દરમ્યાન જ 'પ્રોક્સીમા સેન્ટોરી' નામનાં સુર્યથી સૌથી નજીકનાં તારા સુધી પહોંચી શકે પરંતુ પાછા વળતાં પ્રવાસમાં પૃથ્વી સુધી આવે ત્યાં સુધી કદાચ 'રામ નામ સત્ય' છે. અને બ્રહ્માંડ નહીં! બ્રહ્મ સત્ય છે નો સાક્ષાત્કાર તેને થઈ ચુક્યો હોય. જો વૈજ્ઞાાનિકોને પ્રોક્સીમા સેન્ટોરી સુધી 'કદાચ' પહોચી શકાય એવું લાગતું હોય તો આ શક્યતાને સફળ બનાવવા માટે આજની ટેકનોલોજી પાસે કેટલી સંભાવના છે?
ચાલો આપણી ચીર પરીચીત સ્પેસ ટ્રાવેલ ટેકનોલોજી જેનો પણ આથમયાંને માંડ માંડ એકાદ વર્ષ થયું છે. તે સ્પેસ શટલની વાત કરીએ તો સ્પેસ શટલનાં પ્રવાહી બળતણ ઓકસીજન અને હાઈડ્રોજનનું મિશ્રણ પ્રતિ કીલોગ્રામે ૧૦૦ મેગાજુલ્સ જેટલી ઉર્જા આપી શકે છે. જો સ્પેસ શટલ દ્વારા આપણે નજીકનાં તારા 'પ્રોક્સીમા સેન્ટોરી' સુધી માત્ર સો વર્ષનાં ગાળામાં પહોંચવું હોય તો, આપણાં દરમ્યાન બ્રહ્માંડ જેટલાં ૫૫ બ્રહ્માંડ એકઠા કર્યા બાદ જે દળ મળે તેટલો પદાર્થ સમાવી શકાય તેટલી મોટી સ્પેસ શટલની ટાંકી બનાવવી પડે. જેને શક્યતા તરીકે નહી પણ સ્વપ્ન તરીકે પણ સ્વીકારી શકાય નહીં. છતાં યાદ રહે કે વૈજ્ઞાાનિકો ઈન્ટરટેલર એટલે કે આંતર તારાકીય, સરળ ભાષામાં બે તારાઓ વચ્ચે સ્પેસ ટ્રાવેલ કરી શકાય તેવાં 'ઇન્ટરસ્ટેલર સ્ટારશીપ'ની ડિઝાઈનો તૈયાર કરી રહ્યાં છે. મુખ્ય સવાલ આવા 'સ્ટારશીપ'માં કેવા પ્રકારનું બળતણ વાપરવું અને ઉર્જામાં તેનું રૃપાંતર કરી શકે તેવાં કેવાં પ્રકારનાં એન્જીન બનાવવાએ સવાલ પેચીદો બની રહ્યો છે. જ્યારે પુષ્કળ ઉર્જાની જરૃર હોય ત્યારે પ્રથમ 'ઓપ્શન' તરીકે નાભીકીય ઉર્જા એટલે કે 'ન્યુક્લીયર પાવર'ની શક્યતાઓ વૈજ્ઞાાનિકો તપાસે એ સમજી શકાય તેવી વાત છે. માનવી યુરેનિયમ કે પ્લુટોનિયમ જેવાં તત્ત્વોનાં નાભી કેન્દ્રોને તોડીને દર કી.ગ્રામ આવા પદાર્થમાંથી ૧૦૦ ટેરા જુલ જેટલી ઉર્જા પેદા કરી શકે છે. જે ઉર્જા સ્પેસ શટલની ઉર્જા ક્ષમતા કરતાં દશ લાખ ગણી વધારે કહેવાય. આ સારો ઓપ્શન હોવા છતાં, સગવડીયો ઓપ્શન નથી. રેડિયોએક્ટીવ પદાર્થોનાં નાભી કેન્દ્રોને તોડીને ઉર્જા મેળવવા માટે હજારો ટન વાયુ (મેસ્ટલી હાઈડ્રોજન)ની જરૃર પડે. જે વાપરતાં હજારો ડીગ્રી જેટલું તાપમાન ઉચું જાય અને તેની સામે ટકી શકે તેવું ખુબ જ એડવાન્સ કક્ષાનું મટીરીયલ્સ અને એન્જીનને ઠંડુ રાખવા માટે અત્યાંધુનિક કુલીંગ સીસ્ટમ જોઈએ. આ હિસાબે પરમાણુ પ્રક્રિયા કરતાં (નાભીકેન્દ્રોને તોડવા કરતાં) જોડવાની પ્રક્રિયા જેને સંલંપન એટલે કે ફ્યુઝન કહે છે તે વધારે ઉપયોગી સાબિત થાય તેમ છે. જો વજનમાં હલકા હોય તેવાં તત્ત્વોનાં પરમાણુ નાભી કેન્દ્રોને સંયોજવામાં આવે તો, એક કિ.ગ્રામ પદાર્થમાંથી ૩૦૦ દેશ જુલ જેટલી ઉર્જા મેળવી શકાય. ૧૯૭૦માં આ દિશામાં થયેલાં પ્રયોગો બતાવે છે કે 'ન્યુકલીયર ફ્યુઝન વાપરીને માનવી આંતર તારાકીય સ્પેસ ટ્રાવેલ કરી શકે તેમ છે. જે માટે હાલની કે નજીકનાં ભવિષ્યની આધુનિક ટેકનોલોજી વાપરવી પડે. આ ટેકનોલોજીવાળા સ્ટારશીપ માટે બળતણ તરીકે ડયુટેરીયમ અને હીલીયમ-૩ નામનાં તત્ત્વોનો ઉપયોગ કરવો પડે. પૃથ્વી પર હિલીયમ-૩ની પુષ્કળ અછત છે. આવા સંજોગોમાં માત્ર વાયુનાં બનેલાં વિશાળ ગ્રહો ઉપર માનવીએ નજર દોડાવવી પડે તેમ છે. અને માનીલો કે બધી સગવડ થઈ ગઈ છે અને માનવી 'સ્ટારશીપ'માં બેસીને 'પ્રોક્સીમા સેન્ટોરી' તરફ જવા તૈયાર પણ છે તો પણ સમસ્યા તો છે જ... નાભી કેન્દ્રોને સંયોજીને ઉર્જા મેળવતું એન્જીન પુષ્કળ તોફાની સાબીત થાય. તેને કંટ્રોલમાં રાખવું મુશ્કેલ સાબીત થાય. આ ઉપરાંત પુષ્કળ ઉર્જા પેદા કરી યાન જે પ્રવેગ મેળવે તે દરમ્યાન માનવીનું શરીર અને સ્વાસ્થય આ તોફાની સફરમાં અડીખમ રહી શકે નહી એ મુખ્ય સમસ્યા છે.
વૈજ્ઞાાનિકો માને છે કે ફ્યુઝન પ્રોપેલ્ડ સ્ટારશીપ વડે પ્રકાશની ઝડપની માત્ર ૧૦ ટકા જેટલી ઝડપ પ્રાપ્ત કરીને પણ પ્રોક્સીમા સેન્ટોરી સુધી માત્ર પચાસ વર્ષમાં પહોંચી શકાય. આ આંકડો વાસ્તવિક અને આશાસ્પદ લગાડી શકાય. અત્યારનાં ભૌતિકશાસ્ત્ર અને આવનારા દાયકાઓની ટેકનોલોજી વડે આ કામ શકય અને તેવું છે. એક અર્થમાં લાબો આંતરીક્ષ પ્રવાસ, પરંપરાગત સ્પેસમીશન ઓછુ અને ગ્રાન્ડ સોશીયલ એક્સપરીમેન્ટ વધારે સાબીત થાય કારણ કે માનવીની અડધી જિંદગી આ પ્રવાસમાં જ ખર્ચાઈ જાય તેમ છે. આ કારણે સ્ટારશીપમાં એકલ દોકલ અંતરીક્ષયાત્રી નહીં પરંતુ, એક નાનું ગામડું વસી શકે તેટલાં માનવીને મોકલવાની વ્યવસ્થા કરવી પડે. અમેરિકા ખંડ શોધવા નિકળેલ વસાહતીઓ માફક, આ અંતરીક્ષયાત્રીઓ ભવિષ્યમાં બ્રહ્માંડનાં અન્ય ખુણે માનવ સભ્યતાથી સજ્જ નવી સજીવ સૃષ્ટીવાળી દુનિયા ઉભી કરી શકે તેમ છે.
પૃથ્વી પરના જીવન માફકની જિંદગી અંતરીક્ષયાત્રીઓ 'સ્ટારશીપ'માં ભોગવી શકે તેમ છે. પોતાની ધરી ઉપર ગોળ ફરતું સ્ટારશીપ જરૃરી કુત્રીમ ગુરુત્વાકર્ષણ બળ પેદા કરી આપી શકે. ઝીરો ગ્રેવીટીમાં ખોરાક માટેની સામગ્રીની ખેતી કરવાનું વૈજ્ઞાાનિકો શીખી ચુક્યાં છે. આટીફીશીયલ ઈન્ટેલીજન્ટ ધરાવતા રોબોટ 'સ્ટારશીપ'ની ઓટોમેટેડ રીપેરીંગ વ્યવસ્થા સંભાળી શકે. નિર્ધારીત પ્રવાસ માર્ગથી 'સ્ટારશીપ' આડુ અવળુ થાય તો તેનાં માર્ગનું યોગ્ય કરેકશન પણ તેના વડે થઈ શકે. અલ્ટ્રા થીન મટીરીયલ્સ જેવું કે 'ગ્રાફીન' વડે સ્પેસશીપને કવચ આપવામાં આવ્યું હોય તો, અંતરીક્ષમાં માર્ગમાં અડચણ રૃપ બનતાં વાયુઓનાં પરમાણુઓ અને સ્ટારડસ્ટ સામે યોગ્ય રક્ષણ આપી શકે તેમ છે.
પૃથ્વી સાથે સંદેશા વ્યવહાર જાળવી રાખવો કદાચ, સ્ટારશીપ માટે કપરુ કામ સાબિત થાય. જે મોટો પ્રોબ્લેમ છે અને તેનો સાચો ઉકેલ હજી વૈજ્ઞાાનિકોને દેખાતો નથી. માર્ગમાં પાવર રીલે કરી શકે તેવાં કોમ્યુનિકેશન સ્ટેશનને સ્ટારશીપમાં બનાવી માર્ગમાં મુકતાં જવાનો એક ઉપાય છે. પરંતુ સમગ્ર કોમ્યુનિકેશન દરમ્યાન દુરનાં અંતરો સુધી પહોંચી શકે તેટલી 'સીગ્નલ સ્ટ્રેગ્થ' જળવાઈ રહે તે અત્યંત જરૃરી છે. એકવાર સ્ટારશીપમાં ગયા બાદ, અંતરીક્ષયાત્રીઓ પૃથ્વીની દુનિયાથી કપાઈ જાય. ટેકનીકલ સેન્સમાં જોવા જઈએ તો, તેઓ 'એકલતા', 'આઈસોલેશન'માં સરી પડે. આ સમયે તેમની પોતાની ઓળખ જાળવી રાખવી જરૃરી બની જાય. સ્પેસશીપમાં જ જન્મેલાં બાળકોને પૃથ્વી સાથેનું વળગણ કે તેમનાં પુર્વજો સાથેનાં લાગણી સેતુઓ બંધાએલા ન રહે એ બનવાજોગ છે. આ હિસાબે 'સ્ટારમીશન' ટેકનોલોજીકલ કરતાં સામાજીક સમસ્યા વધારે બને તેમ છે. મા બાપ દ્વારા જે લેશન શરૃ કરવામાં આવ્યું છે તેને, સ્ટારશીપમાં જન્મેલાં બાળકોને આગળ ધપાવવામાં રસ ન પડે એવું પણ બની શકે. ખેર... આ બધી જ સમસ્યાઓ જાણવા છતાં વૈજ્ઞાાનિકો 'ઈન્ટરસ્ટીલર સ્પેસ ટ્રાવેલ' કરવા માટે 'સ્ટારશીપ' અને ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યાં છે. પ્રોજેક્ટ ઇકારસ અને 'પ્રોજેક્ટ ડેડલસ' આવા જ પ્રોજેક્ટ છે.
સ્પેસ ટ્રાવેલ માટેનાં 'સ્ટારશીપ'ની રચના પાછળ જ અબજો-અબજો રૃપિયા ખર્ચવા પડે. પૃથ્વીની સમગ્ર ઉર્જા જરૃરીયાત કરતાં, ૧૦૦ ગણી વધારે ઉર્જા 'સ્ટારશીપ'માં વાપરી શકાય તે માટેની આગોતરી વ્યવસ્થા કરવી પડે. આ સંશોધન માટે શોધાયેલી હજારો ટેકનોલોજીને પેટન્ટ આપી તેનું વ્યાપારીકરણ કરી નાણાંની વ્યવસ્થા થઈ શકે. 'સ્ટારશીપ ટેક્નોલોજી'નાં સંશોધન દ્વારા જ એક નવી ઈન્ડસ્ટ્રીનો પાયો નાખી શકાય. પૃથ્વીવાસીનાં ઉપયોગ માટે ન્યુકલીયર ફ્યુઝન સીસ્ટમ ખુબ જ ઉપયોગી સાબિત થાય.

No comments: