Sunday 9 December 2012

ઉત્ક્રાંતિ હજી ચાલુ જ છે!

‘‘પ્રકૃતિ સામે જંગે ચઢેલ, મનુષ્યની કહાની’’

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- મનુષ્ય સજીવનું સર્જન શા માટે અને કઈ રીતે થયું? તેનો માત્ર એકજ શબ્દમાં ઉત્તર આપવો હોય તો. જવાબ છે. ઉત્ક્રાંતિ એટલે ઈવોલ્યુશન.

 

 લેખનું શિર્ષક વાંચીને કદાચ તમને આશ્ચર્ય થાય અથવા ચોંકી જવાય. જ્યારે જ્યારે ‘ઉત્ક્રાંતિ’ હજી ચાલુ જ છે. પૂર્ણ થઈ નથી એમ વૈજ્ઞાનિક સંદર્ભમાં કહેવાય છે ત્યારે એક વાર તો ઈવોલ્યુશનરી બોયલોજીસ્ટ પણ વિચારતાં થઈ જાય છે. કારણ? ઉત્ક્રાંતિને આપણે અત્યાર સુધી ભુતકાળનાં સદર્ભમાં જ વિચારતાં આવ્યાં છીએ. જે કોઈ જૈવિક બદલાવ કે ઉત્ક્રાંતિ વિશે થોડું ઘણું જાણે છે તેને પણ ખબર છે કે ‘ઉત્ક્રાંતિ’ એ ટુંકા ગાળાનું સાહસ નથી જેની અસર કે ઝલક એકાદ જીંદગી કે જનરેશનમાં જોવા મળી જાય. સજીવોની ચોક્કસ જાતી ઉપર થતું અસરકારક ‘ઈવોલ્યુશન’ એટલે ઉત્ક્રાંતિ સેંકડો જનરેશન બાદ મળે છે. હજારો-લાખો સાલ બાદ જોવા મળનાર જૈવિક બદલાવને આપણે અડધી સદીનાં ટાઈમ સ્કેલમાં ફિટ કરી શકીએ નહીં. હજારો વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા સાવ અચાનક અટકી જાય તેમ પણ નથી. એટલીસ્ટ એ કારણે ચોક્કસ કહી શકાય કે ઉત્ક્રાંતિ હજી ચાલુ જ છે. અટકી નથી. આ મતલબનાં શબ્દો તાજેતરનાં ‘સેલ’ નામનાં વૈજ્ઞાનિક મેગેઝીનમાં છપાયા છે. આ શબ્દો અને ઉત્ક્રાંતિનો મુખ્ય સંદર્ભ પણ બેશક માનવીય એટલે ‘હ્યુમન’ છે. ચિમ્પાન્ઝીથી મનુષ્ય સુધીની સફર પણ ઉત્ક્રાંતિ જ છે. અને... લુપ્ત ડાયનોસૌરથી પક્ષીઓ સુધીનો ઇતિહાસ પણ ઉત્ક્રાંતિ જ છે. આજે આપણે જે ભાષા વાપરીએ છીએ જે સભ્ય સમાજ જીવન વિતાવી રહ્યા છીએ અને જે ‘કલ્ચર’ની વાત કરીએ છીએ તે ‘કલ્ચર’ પણ હ્યુમન ઈવોલ્યુશનનું જ ઈનામ છે.
ઈતિહાસ અને વિજ્ઞાનનાં અકળ ટર્નંિગ પોઈન્ટ ઉપર મનુષ્યનું સર્જન શા માટે થયું. બ્રહ્માંડનું સર્જન શા માટે થયું? તેનો જવાબ મેળવતાં લાખો વર્ષ નીકળી જાય પરંતુ પૃથ્વી પર મનુષ્યનું સર્જન શા માટે અને કેવી રીતે થયું તેનો જવાબ આસાન છે. તેનાં પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. મનુષ્ય સજીવનું સર્જન શા માટે અને કઈ રીતે થયું? તેનો માત્ર એકજ શબ્દમાં ઉત્તર આપવો હોય તો. જવાબ છે. ઉત્ક્રાંતિ એટલે ઈવોલ્યુશન. આમ આદમીને અજાણ્યા લાગતાં આ શબ્દની સહેલી ઓળખ મેળવવી હોય તો...
તમને જરૂર સવાલ થશે કે ઉત્ક્રાંતિ એટલે શું? કોઈપણ એક જાતીનાં સજીવની આખી જમાત એટલે કે પોપ્યુલેશન/વસ્તી ઉપર થતાં ઘણા બધા જૈવિક બદલાવની એક ટોટલ ઈફેક્ટ જોવા મળે તેને ઉત્ક્રાંતિ કહે છે. આ જૈવિક ફેરફારો શરીર રચનામાં આસાનીથી જોઈ શકાય તેવાં હોઈ શકે અથવા મનુષ્યનાં વારસાગત લક્ષણોનાં જાદુઈ ચિરાગ જેવાં જીનેટીક લેવલે અદ્રશ્ય પણ હોઈ શકે છે. સજીવ અને પર્યાવરણ વચ્ચેની કશ્મકશમાં સજીવ ટકી જાય છે. ત્યારે લાભકારી ફેરફારોની સંખ્યા વધતી જાય છે અને દુર્ગુણાત્મક ગેરફાયદા ઘટતાં જાય છે. જૈવિક ફેરફારો સંતાનોપ્તિ દ્વારા વારસામાં મળતાં જાય છે. અને સજીવ જાતી પોતાના અસ્તિત્ત્વ એટલે કે ‘સર્વાઈવલ’ માટે ફીટ બની જાય છે. જેને કુદરતની પ્રાકૃતિક પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન કરે છે. કુદરત જેનાં અસ્તિત્ત્વને ટકાવી રાખે છે તેની પાછળનું એક માત્ર કારણ છે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. આખરે પર્યાવરણ અને પ્રતિકૂળતા સામે અડગ રહેનાર સજીવને નેચરલ સિલેક્શનનો લાભ મળે છે. ઉત્ક્રાંતિએ હજારો લાખો વર્ષના સજીવની એક જાતીનું વણથભ્યું યુઘ્ધ છે. જે જીનેટીક બ્લ્યુ પ્રિન્ટનાં ફેરફાર વિના શક્ય જ નથી. તમે તમારાં જીવનકાળ દરમ્યાન મિસ્ટર યુનિવર્સ જેવી સિક્સ પેક બોડી અને મશલ્સ માસ તમારાં બાળકોને વારસામાં મળવાનો નથી. તમે પહેલવાન અને તમારું સંતાન તિતિઘોડા જેવું સળકડીબાજ જેવું પણ હોઈ શકે. કારણ કે, સતત બે-ચાર જનરેશનમાં થતાં ફેરફારો વારસામાં મળતા નથી. કારણ કે તે ઉત્ક્રાંતિ નથી. ઉત્ક્રાંતિ એક સજીવને અન્ય સજીવ સાથે જોડે છે. ઉત્ક્રાંતિ મનુષ્ય જાતીને શું આપી ચુકી છે. જૈવિક બદલાવ માટેનું ‘જીનેટીક મ્યુટેશન’ એટલે કે ‘જનીનીક બદલાવ’. જો લાભકારી હોય તો જનીનો સજીવને નવી પ્રકૃતિ આપે છે અને જનીનોમાં આંકડા ખોટી રીતે લખાયા તો વિકૃતિ આપે છે.
લાભકારી ફેરફારો ઉત્ક્રાંતિ છે. નેેેગેટીવ-પ્રતિકૂળ અને બીન ફાયદાકારક ફેરફારો જનીનિક વિકૃતિ આપે છે. જે સજીવને વિવિધ રોગો અને ખામીઓનું ‘ઘર’ આપે છે. ચિમ્પાન્ઝીના બલ્યુ પ્રિન્ટમાં થયેલાં ફેરફારોએ પૃથ્વી પર મેધાવી માનવી ‘હોમોસીઅન’નું સામ્રાજ્ય સ્થાપી દીઘું છે. નર અને વાનર હવે અલગ થઈ ચુક્યાં છે. નર માટે નગરો વિકસી રહ્યાં છે. વાનરોનાં પ્રાકૃતિક આવાસો લુપ્ત થઈ રહ્યાં છે. છતાં નર અને વાનરનાં અસ્તિત્ત્વનો જંગ તો હજી ચાલુ છે. અસ્તીત્વનાં જંગમાં માનવીએ જીનેટીકલી શું મેળવ્યું છે અને શું ખોયું છે. ઉત્ક્રાંતિના આયનામાં જરા તેની તસ્વીર જોઈ લઈએ.
મનુષ્ય જનીનોની આખી કિતાબ ‘જેનોમ’ તરીકે ઓળખાય છે. એક મનુષ્યનું શુન્યમાંથી સર્જન કરવા માટે જે બધા જનીનો જોઈએ તેનો સમુહ એટલે ‘જેનોમ’. વૈજ્ઞાનિકોએ મનુષ્ય ઉત્ક્રાંતિને સમજવા માટે મુખ્યત્વે ચાર પોપ્યુલેશનનું પૃથ્થકરણ કર્યું છે. મનુષ્ય ઉત્ક્રાંતિ માટે હેપમેપ નામનો પ્રોજેક્ટ પણ વૈજ્ઞાનિકો ચલાવી રહ્યાં છે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્ક્રાંતિ અને નેચરલ સિલેક્શન દ્વારા મનુષ્ય જેનોમમાં જે ફેરફારો થયા તેનો અભ્યાસ થઈ રહ્યો છે. મનુષ્યનાં આદી પૂર્વજો વાનર હતાં અને બે લાખ વર્ષ પહેલાં પૂર્વ-આફ્રિકામાં વાનરમાંથી મનુષ્ય (હોમો-સેપીઅન) સર્જાવાની લાંબી ઘટના શરૂ થઈ હતી. આગ/અગ્નિનો પ્રથમ ઉપયોગ મનુષ્યની અન્ય પ્રજાતિ હોમો-હેડેલબજેનિસીસ દ્વારા કરવામાં આવ્યો હોવાની સાબીતીઓ મળી છે. આજનો મેધાવી માનવી-હોમોસેપીઅન ૧.૬૦ થી બે લાખ વર્ષ પહેલાં આફ્રીકામાં સર્જન પામ્યો અને ૧.૩૦ થી ૧.૫૦ લાખ વર્ષ વિતાવ્યા બાદ, છેલ્લાં ૬૪ થી ૭૦ હજાર વર્ષના ગાળામાં તે સ્થળાંતર કરીને વિશ્વનાં અન્ય ખંડો તરફ ગયો હતો. જેને આપણે સભ્ય કે સુસંસ્કૃત માનવી ગણીએ છે તેનો માઈન્ડ સેટઅપ અને કલ્ચરલ મેપ તો, મનુષ્ય ખેતી કરતાં શીખ્યો ત્યાંથી શરૂ થયો હતો. ખેતીની શરૂઆત અંદાજે ૧૨,૦૦૦ વર્ષ પહેલાં થઈ છે.
મનુષ્ય જેનોમમાં બદલાવ આવવાની શરૂઆત ૫૦ થી ૭૦ હજાર વર્ષ પહેલાં થઈ હતી જ્યારે માનવી આફ્રીકા છોડીને અન્ય ખંડ તરફ જવા લાગ્યો. મનુષ્ય જેનોમનાં ૭૦૦ ક્ષેત્રોમાં ઝડપી બદલાવ છેલ્લા ૫ થી ૧૫ હજાર વર્ષના ગાળામાં જોવા મળ્યાં છે જ્યારે મનુષ્યએ ખેતીને આજીવિકા તરીકે અપનાવી લીધી હતી. મનુષ્ય ઉત્ક્રાંતિ સમજવા આફ્રીકાનાં નાઈજીરીયાની ‘પોરૂબા’, ચીનનાં હાન વંશ, ટોક્યોના જાપાનીઝ યુરોપનાં ફ્રેન્ચ ઉસહ કુટુંબો ઉપરાંત પૂર્વ એશીયાની કેટલીક જાતીઓનો અભ્યાસ થયો છે. યુનિ. ઓફ શિકાગોનાં પોપ્યુલેશન જીનેટિસ્ટ જોનાથન પ્રિચાર્ડ કહે છે કે, ‘‘મનુષ્ય માટે નેચરલ સિલેક્શનનો ટર્નંિગ પોઈન્ટ ૧૦,૮૦૦ પહેલાં આફ્રીકન માટે શરૂ થયો હતો. જ્યારે એશિયન અને યુરોપીઅન માટે આ સમયગાળો ૬૬૦૦ વર્ષ પહેલાંનો છે. ચીનમાં આ સમયે ચોખાની ખેતી વ્યાપક બની હતી.’’ લોકોએ ખોરાકમાં પાલતુ પ્રાણીઓનાં દુધનો ઉપયોગ શરૂ કર્યો એટલે, દુધનાં પ્રોટીનને પચાવી શકે તેવાં જનીનોનો મનુષ્ય જેનોમમાં ઉમેરો થયો. મનુષ્યને અન્ય પ્રાણીઓથી અલગ કરવાનું કામ ઉત્ક્રાંતિએ ‘મગજ’ નામના ભાગ ઉપર નેચરલ સિલેક્શન દ્વારા શરૂ કર્યું હતું. જેના પરિણામે.. બે લાખ વર્ષ પહેલાં મગજનાં કદ, બંધારણ અને જૈવિક પ્રક્રિયાઓમાં ફેરફાર થયા. અને મનુષ્ય પાસે ઈન્ટેલીજન્સ એટલે કે ચતુરાઈ અને બુઘ્ધિ નામનાં સદ્‌ગુણો ઉમેરાતાં ગયા. મગજનાં કદ અને ઈન્ટેલીજન્સ વચ્ચે કોઈ સંભવ છે ખરો? આ પ્રશ્ને વૈજ્ઞાનિકો પણ વિભાજીત છે.
મગજનાં કદ સાથે સંકળાયેલા બે જનીનો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્‌યાં છે. જે માઈક્રો સેફાલીન અને છજીઁસ્ તરીકે ઓળખાય છે. માઈક્રો સેફાલીનની એકાદ કોપીમાં વિકૃતિ કે ફેરફાર સર્જાય ત્યારે મગજનું કદ સામાન્ય કરતાં નાનું રહે છે. આ જનીનમાં બદલાવ અંદાજે ૩૭,૦૦૦ વર્ષ પહેલાં આવ્યો હોવાનું વૈજ્ઞાનિક અનુમાન છે. નવો બદલાવ યુરોપ, મઘ્ય પૂર્વ અને અમેરિકા ખંડની વસ્તીમાં જોવા મળે છે. છજીઁસ્ જનીનોમાં બદલાવ છેલ્લાં ૫૮૦૦ વર્ષમાં જોવા મળ્યો છે. મગજનાં વિકાસની વાત નીકળે ત્યારે એવું કહેવાય છે કે ‘‘સ્લો એન્ડ સ્ટેડી વિન્સ, ધ રેસ. આ રેસ એટલે પ્રાકૃતિક પસંદગીનો સિઘ્ધાંત. ઓસ્ટેલોપિથેક્સ કરતાં હોમોસેપીઅનનાં મગજને અલગ કરનાર જનીનમાં બદલાવ ૨૫ લાખ વર્ષ વર્ષ પહેલાં આવ્યો હતો. ૬૦ લાખ વર્ષ પહેલાં મનુષ્ય નજીકનાં ચિમ્પાન્ઝીથી અલગ થયા ત્યારથી માંડી અત્યાર સુધી માત્ર ૩૦ જનીનો નેચરલ સિલેક્શન દ્વારા આપમેળે કોપી પામવાની કળા હાંસલ કરી જેને જીન ડુપ્લીકેશન કહે છે. આમાનું એક જનીન જીઇય્છઁ-૧ છે જેનાં કારણે મગજમાં નિઓ-કોર્ટેક્ષનો વિકાસ થયો અને મગજનાં કાર્યમાં ઉચ્ચ ક્ષમતા આવી. મનુષ્યમાં ભાષાનો વિકાસ આ જનીનનાં કારણે થયો. ઉપરાંત સજાગતા દ્વારા વિચારવાની ક્ષમતા પણ મેળવી જે તેને અન્ય પ્રાણીથી અલગ પાડતી હતી. જીઇય્છઁ-૨ અંદાજે ૩૫ લાખ વર્ષ પહેલાં પ્રથમ વાર કોપી પામ્યું. દસ લાખ વર્ષ પછી બદલાયેલા જનીનની બીજી કોપી તૈયાર થઈ. અત્યારે તેની ત્રીજી કોપી કાર્યશીલ છે. મગજનાં આ જનીનમાં વિકૃતિ સર્જાય છે ત્યારે મનુષ્ય ‘વાઈ’નાં દર્દથી પીડાય છે. વૈજ્ઞાનિકોએ જીઇય્છઁ-૨ જનીનનું ઉંદરમાં આરોપણ કરી ‘સ્માર્ટ માઈસ’ સર્જવાની શરૂઆત કરી છે. જેની અસર નીચે ચેતાતંત્રના મુખ્ય દોરડા ‘સ્પાઈન’ની જાડાઈ વધે છે અને માહીતીનાં આદાન પ્રદાનની પ્રક્રિયા પણ ઝડપી બની છે. કોમ્પ્યુટર ચીપ માફક જીઇય્છઁ-૨માં થતાં લાભકારી બદલાવ, મનુષ્યનાં મગજ નામનાં કોમ્પ્યુટરનો પ્રોસેસીંગ પાવર વધારી રહ્યો છે.
ઉત્ક્રાંતિ પર્યાવરણ આધારીત છે. એટલે આબોહવાનાં બદલાવની સીધી અસર મનુષ્ય ઉપર થવી જોઈએ. આ બદલાવ સામે ટકી રહેવા તેનાં શરીરનાં જનિનોમાં પણ બદલાવ સર્જાવો જોઈએ. ‘ઈવોલ્યુશન’નો આ બેઝીક કન્સ્પેટ છે. અને આવું બને જ છે. વાનર મુખ્યત્વે ફળો આધારીત ખોરાક લે છે. આપણાં પુર્વજનોને પણ એજ પેટર્નમાં ખોરાકની શોધ કરવાની હતી. પાકા રાતા, પીળા કે લાલ ચટ્ટક ભડકામણા રંગો જોવા માટે ખાસ રંગો પારખવાવાળી દ્રષ્ટિએ જોઈએ. જે મનુષ્યએ ઉત્ક્રાંતિ દરમ્યાન મેળવી છે.
મનુષ્યની આંખમાં ત્રણ રંગોને પારખી શકે તેવાં શંકુ કોષો છે. મોટાભાગનાં સ્તન્ય વંશી પ્રાણીની આંખમાં માત્ર બે રંગો પારખી શકે તેવાં શંકુ કોષો છે. એક ખાસ જનીનનાં કારણે શંકુ કોષ વાદળી રંગ પ્રત્યેની સંવેદના ધરાવે છે. આ જનીન રંગસુત્ર-૭ ઉપર આવેલું છે. જ્યારે લાલ અને લીલા રંગ પ્રત્યે સંવેદન આપનાર જનીન, મનુષ્યને નર-માદા તરીકે અલગ પાડનાર સેક્સ ફોમોઝોમ- ઠ ઉપર આવેલાં હોય છે. મનુષ્ય પાસે એક્સ રંગસૂત્રની એક માત્ર કોપી હોય છે. જેમાનાં રંગ માટેનાં જનીનમાં વિકૃતિ થાય તો તેને લાલ કે લીલા રંગનો ભેદ પારખવો મુશ્કેલ થઈ જાય છે. જેને કલર બ્લાઈન્ડનેસ કહે છે. હવે માની લો કે સ્ત્રીઓ પાસે એક્સ રંગસૂત્રની બે કોપી છે. બીજી કોપીનાં રંગ સંવેદનાવાળો જનીન એક્ટીવ થઈ જાય તો? સ્ત્રીને બેઝીક ચાર રંગો પારખવાની ક્ષમતા મળે છે. જેનાં કારણે નજીકનાં રંગો વચ્ચે તો પાતળો ભેદ પણ તે આસાનીથી પારખી શકે. આવી દ્રષ્ટિને ‘ટેટ્રાકોમેટ’ છતી કરે છે જે પક્ષીઓ અને પાણીમાં વસનાર કાચબાઓ પાસે છે. જનીનોનાં કેટલાક બદલાવ મનુષ્યને અલગતા અને વિશિષ્ટતા આપે છે. હિરો નામની અંગ્રેજી સીરીઅલ્સ, એક્સ-મેન નામની હોલીવુડ મુવીની સીરીઝ, સ્પાઈડરમેન વગેરે આ જીનેટીક મ્યુટેશન દ્વારા સુપર પાવર મેળવનાર મનુષ્યની ‘સાયન્સ ફિક્શન’ આવૃત્તિ છે. પ્રયોગોમાં જોવા મળ્યું છે કે ઘણી સ્ત્રીઓ પાસે ‘ટેટ્રાકોમેટ’ દ્રષ્ટિ છે. નેચરલ સીલેક્શનની પ્રક્રિયામાં આ જનીનો આવનારી પેઢીઓમાં સક્રીય બને તો, સ્ત્રીઓની આખી વસતીને ટેટ્રા વિઝનની ભેટ મળી શકે.
ઔદ્યોગીકરણનાં કારણે મનુષ્યને ‘હૃદયરોગ’ નામની બિમારી મળી છે. જોકે તેનાં મુળીયા આપણાં ભૂતકાળમાં છે. જ્યારે ખોરાકની તંગી વરતાય કે ખોરાક મેળવવા માટે ખુબજ હાડમારી વેઠવી પડે ત્યારે, મનુષ્યએ તેનાં ખોરાકમાં ચરબી આધારીત એનર્જી-ડેન્સ ખોરાક વધારી નાખ્યો જેનાં કારણે ઓછા ખોરાકમાંથી તે વધારે કેલરી મેળવી શકતો હતો. આજે આ ચરબીનો સ્ત્રોત રક્તવાહીનીઓમાં જમા થઈને ઘણી સમસ્યાઓ પેદા કરે છે. ઉત્ક્રાંતિ પાસે આ સમસ્યાનો ઉકેલ છે. ઈટાલીનાં એક નાના સમુદાય પાસે એક ખાસ પ્રકારનું જનીન છે. સામાન્ય રીતે એપોલીયો પ્રોટીન છ૧નામનું જનીન હોય છે જે રક્તમાં રહેલ કોલેસ્ટેરોલ ઉપર નિયંત્રણ રાખે છે. ઈટાલીનાં મિલાન શહેરનાં નાના સમુદાયમાં આ જનીનમાં બદલાવ થતાં છર્ઁં-છૈંસ્ નામનું જનીન રચાયું છે જે છર્ઁં-છૈં કરતાં વધારે અસરકારક છે. કોષોમાંથી તે કોલેસ્ટેરોલ દુર કરે છે. રક્તવાહીનીઓને લાગેલ કોલેસ્ટેરોલનો કાટ પણ દૂર કરે છે. જેનાં કારણે હાર્ટ-એટેકનું પ્રમાણ અસરકારક રીતે ઘટી જાય છે. આ જનીન આધારીત દવાનું પ્રમાણ અસરકારક રીતે ઘટી જાય છે. આ જનીન આધારીત દવા તૈયાર થઈ રહી છે. આ ઉપરાંત ઁભજીણ-૯ નામનું જનીન પણ ઉપર દર્શાવેલ અસર પુરી પાડે છે. તે વધારે પાવરફૂલ છે અને ‘હદયરોગ’નાં કિસ્સામાં ૮૮% જેટલું જોખમ ઘટાડી નાખે છે.
આફ્રીકાની બર્કીનો ફાસો નામની જાતીમાં હિમોગ્લોબીન સાથે સંકળાયેલ લ્લમજ જનીનમાં બદલાવ જોવા મળ્યો છે. જેનાં કારણે આ આફ્રીકાવાસીને મેલેરીયા સામે ૩૦% વધારે રક્ષણ મળે છે. જે લોકો પાસે બદલાવ પામેલ જનીનની બે કોપી સક્રીય હોય છે તેને મેલેરીયાનાં જોખમ સામે ૯૩% વધારે રક્ષણ મળે છે. જો કે આ સક્રિયતાનાં કારણે તે હળવા સીકલ સેલ એનીમીયાનો પણ ભોગ બને છે.
એક વાર તો ગંભીર અકસ્માત થયો. કારમાં ટ્રાવેલ કરનાર મિડવેસ્ટ ફેમિલીનાં એક પણ સભ્યનું હાડકુ ભાગ્યું ન હતું. તેમનાં એક્સ-રે જોઈ ડોક્ટરો ચકીત થઈ ગયા. આ કોઈ ચમત્કાર ન’હતો. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્‌યું કે આ ફેમિલીનાં ન્ઇઁ-૫ નામનાં જનીનમાં આવેલ ફેરફારનાં કારણે તેમનાં હાડકાની ઘનતા ખુબજ વધેલી હતી. વધારે ઘનતાનાં કારણે સામાન્ય માનવી કરતાં તેમનાં હાડકાં વધારે મજબુત બન્યા હતા. આવા અસંખ્ય અજાણ્યાં જનીનોનાં બદલાવ, પ્રાકૃતિ પસંદગીના કારણે મનુષ્યને વધારે મજબુત બનાવી શકે છે.
આફ્રીકાનાં રણ વિસ્તાર ‘સહરા’માં વસનારી પ્રજાનો જેનોમ તપાસતા જાણવા મળ્યું છે કે તેમનાં ર્ખંઠૈં૧ નામનું જનીન આ લોકો માટે લાભકારી કામ કરે છે. જ્યાં પાણીની ખૂબજ અછત છે તેવા પ્રદેશમાં આ લોકોની કીડનીમાં આ જનીન પાણીનો સારો એવો જથ્થો જાળવી રાખે છે. જેનાં કારણે તેઓ કીડનીને લગતી બીમારીઓથી બચી શકે છે. ગોરી ચામડીવાળા યુરોપીઅનોને પણ ‘ભુરી’ કાયા ઉત્ક્રાંતિ દ્વારા મળી છે. ૪૫ હજાર વર્ષ પહેલાં હોમોસેપીઅને યુરોપમાં પણ મુક્યો હતો. વિટામીન- ઘનાં સંશ્વ્લેષણ માટે યોગ્ય સુર્યપ્રકાશ મેળવવા માટે તેમની ચામડી ‘ગૌરવર્ણી’ બની છે. જ્યારે વિષુવવૃત્ત પાસે સુર્ય પ્રકાશ ખુબજ હોવાથી તેનાં નુકસાનકારી વિકીરણોથી બચવા આફ્રીકનોની ચામડીનો રંગ ‘કાળો’ થઈ ગયો છે. મનુષ્ય ઉત્ક્રાંતિ હજી ચાલુ જ છે તેનો જીવતો જાગતો પુરાવો તિબેટનાં લોકો છે.

No comments: