Sunday 9 December 2012

ડિએનએ: વૈશ્વિક અચળાંક ?

માનવ અસ્તિત્ત્વનો સવાલ વણઉકલ્યો જ છે !

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

- માનવ સર્જીત યાન ‘‘વોયેજર’’ સૂર્યમાળા બહાર નીકળી રહ્યું છે. વૈજ્ઞાનિકો એ બંિગબેગ કરતાં વધારે તાપમાન પેદા કર્યું છે છતાં....
- બ્રહ્માંડમાં જ્યાં પણ જીવ સૃષ્ટી છે તેમાં ડિએનએ હોવું એ સામાન્ય બાબત હોવી જોઈએ. આ અર્થમાં ડિએનએ ‘‘યુનિવર્સલ કોન્સ્ટન્ટ’’ ચીજ છે. બ્રહ્માંડમાં ગમે ત્યાં જાવ તેનું અસ્તિત્વ અચળ રહેવાનું !

 

મનુષ્ય અંતરિક્ષનાં અગાધ દરિયામાં વસી રહ્યો છે. પૃથ્વી એ માત્ર અવકાશમાં આપણી ઓળખ માટેનું એક માત્ર એડ્રેસ છે. દિવસે દિવસે વૈજ્ઞાનિકો બ્રહ્માંડમાં તેની હાજરી અને અસ્તિત્વને સાબીત કરવાં અનોખી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યાં છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડનાં સર્જન સમયની ઘટના ‘‘બંિગબેગ’’ જેવાં મહાવિસ્ફોટ સમયે પેદા થયેલ તાપમાન કરતાં અઢી લાખ ગણું વધારે તાપમાન પેદા કરી ચુક્યાં છે. પૃથ્વી પરનાં સૌથી વધારે માનવ સર્જીત તાપમાનનો આ વર્લ્ડ રેકોર્ડ છે. મનુષ્ય બ્રહ્માંડનું સર્જન, સેકન્ડનાં એક અબજમાં ભાગ માટે કરી શકે છે એ વાત સાચી કરી બતાવી છે. પૃથ્વી પર બ્રહ્માંડ સર્જન કર્યું છે અને બીજા અંતિમ રૂપે બ્રહ્માંડમાં પોતાનું સર્જન મોકલી આપ્યું છે. માનવ સર્જીત અંતરીક્ષ યાન વોપેજર સૂર્યમાળાની સીમા રેખા છોડી, બ્રહ્માંડ અને સૂર્યમાળા વચ્ચેનાં ખાલી પટ્ટી એટલે કે ‘‘આંતર તારાકીય અંતરીક્ષ’’ (ઇનરસ્ટીલર સ્પેસ)માં પ્રવેશી ચૂક્યું છે. બ્રહ્માંડમાં મનુષ્યનાં અસ્તિત્ત્વની સાબીતી ૧૭.૭૦ અબજ કીલોમીટર પહોંચી ચૂકી છે. સૂર્ય અહીં ઘૂધળો થઈ ચૂક્યો છે. તેનાં પ્રકાસને અહીં પહોંચતાં ૧૬ કલાક ૨૪ મિનિટ જેટલો સમય લાગે છે. જોકે નજીકનાં તારાંઓ અથવા ગ્રહ સુધી પહોંચતાં વૉપેજરને કરોડો વર્ષ લાગશે અને ત્યાં સુધી તે હેમખેમ રહેશે કે કેમ એ સવાલ પણ છે, છતાં...મુખ્ય સવાલ મનુષ્યનાં અવશેષનો નહીં અસ્તિત્ત્વને લગતો છે. મનુષ્ય એ એક બાજુ ‘‘બંિગબેગ’’ જેવી ઘટનાં સૂક્ષ્મ સેકંડ માટે સર્જી છે અને બીજી બાજુ બ્રહ્માંડમાં તેનું બનાવેલ અંતરીક્ષ યાન ૧૭.૭૦ અબજ કી.મી. દૂર પહોંચ્યું છે. શક્યતા છે કે પરગ્રહવાસી માટે વૉયેજર ‘ઉડતી રકાબી’ સાબીત થાય પરંતુ, આપણાં સુધી તેનાં ખબર પહોંચવાનાં નથી. બ્રહ્માંડમાં મનુષ્ય જેવાં, મનુષ્યથી ઉતરતી કક્ષાનાં, કે પછી મનુષ્યથી વધારે ઇન્ટેલીજન્ટ જીવો બ્રહ્માંડ છે કે નહીં ? આ વાત આપણે જાણતાં નથી. છતાં પોઝીટીવ થિન્કીંગ કરીએ તો, જો પૃથ્વી પર મનુષ્ય અને અન્ય સજીવોનું અસ્તિત્ત્વ છે તો...બ્રહ્માંડમાં પણ પૃથ્વી જેવાં હજારો ગ્રહ છે ત્યાં પણ ‘જીવન’ હોવું જોઈએ. પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ જો એક અકસ્માત માત્ર હોય તો, બ્રહ્માંડમાં અન્યત્ર પણ આવો અકસ્માત સર્જાવાની શક્યતાં ખૂબ જ વધારે છે. નવાં સંશોધનો બતાવે છે કે સજીવનાં બંધારણની બલ્યુ પ્રિન્ટ જેવું ડિએનએ એક વૈશ્વિક જૈવિક અચળાંક હોવો જોઈએ. કુદરતે બ્રહ્માંડમાં સજીવ સૃષ્ટી સર્જવા માટે આ ‘‘યુનિવર્સલ કોન્સ્ટન્ટ’’નો ઉપયોગ કર્યો હોવો જોઈએ. આખરે મનુષ્ય સર્જન માટે અકળ કુદરતોનો આખરી પ્રયોજનયુક્ત પ્રયોગ છે કે આવાં અનેક પ્રયોગો બ્રહ્માંડમાં ‘નેચર’ કરી ચુક્યું છે ? મનુષ્ય અસ્તિત્ત્વને લગતાં સવાલો અગણિત છે પરંતુ જવાબ વૈજ્ઞાનિકો ડિએનએમાંથી મેળવવા માંગી રહ્યાં છે ત્યારે, મનુષ્યએ તાજેતરમાં મેળવેલ બે મહાન સિદ્ધિઓની ઝલક મેળવીને આપણા અસ્તિત્વનું ખરૂં પ્રયોજન શોધવા પ્રયત્ન કરીએ.
વૈજ્ઞાનિકોએ વૉયેજરયાનને ૧૯૭૭માં ગુરૂ અને શની ગ્રહનાં સંશોધન માટે પાંચ વર્ષનાં અભિયાન માટે મોકલ્યું હતું. મનુષ્યએ ઘડેલ યાનની ગુણવત્તાં જુઓ કે આજે ૩૦ વર્ષ બાદ પણ તે કાર્યરત છે. પૃથ્વીથી ૧૧ અબજ માઈલને દૂર પહોંચી ચૂક્યું છે. અત્યારે એ સૂર્યમાળાનાં પરપોટા બહાર અને બ્રહ્માંડને જોડતાં ‘સ્પેસ વોઈડ’માં પહોંચી ચૂક્યું છે. નાસાનાં જેટ પ્રપાઝન લેબોરેટરીનાં વૈજ્ઞાનિકો કેલિફોર્નિયામાં સ્પેસ ક્રાફટનાં સિગ્નલો ઉપર નજર રાખી રહ્યાં છે. સિગ્નલો બતાવે છે કે ‘યાન’ સૂર્યનાં ચુંકબીય ક્ષેત્રને પસાર કરી ચૂક્યું છે. સૂર્યમાળાની બહાર નીકળનાર, માનવ સર્જીત પ્રથમ ઓબજેક્ટ વૉયેજર છે. ૧૯૭૦માં પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે નાસાનાં વૈજ્ઞાનિકોનો એક ઘ્યેય ‘ઇન્ટર સ્ટીલર સ્પેસ’માં પહોંચવાનો હતો. પરંતુ, તેઓ કેટલે દૂર જઈ શકશે તેનો અંદાજ તેમને ન’હતો. નાસાંનાં વૈજ્ઞાનિકો પણ મૂઝવણમાં છે કે આ પ્રસંગની ઉજવણી કઈ રીતે કરવી ? ૧૯૭૭માં જ વોયેજર-૧ યાન પછી તેનાં જેવું જ બીજું જોડીયુ યાન વોયેજર-૨ અંતરિક્ષમાં રવાના થયું હતું. આ યાન વોયેજર-૧ કરતાં ૧૬.૦૯ લાખ કી.મી. પાછળ છે. તે વખતની ટેકનોલોજી મુજબ યાન પોતાની ઓનબોર્ડ સીસ્ટમમાં માત્ર ૮,૦૦૦ શબ્દો સ્ટોર કરી શકતું હતું. આ ડેટાને ૧૬૦ બીટ પ્રતિ સેકન્ડની ઝડપે તે પૃથ્વીને મોકલતું હતું. આ સિસ્ટમ માટે ફ્રિઝનાં જાણીતા બલ્બ જેટલી ઉર્જા તે વાપરતું હતું. તેનાં રેડિયો સિગ્નલોને પકડવા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સ્પેનમાં ડિપ સ્પેસ નેટવર્ક ઉભું કરાયું હતું. વોયેજરે મોકલેલ સીગ્નલને પૃથ્વી સુધી પહોંચતા ૧૭ કલાક ૨૪ મિનિટનો સમય લાગે છે. વૈજ્ઞાનિકોની આશા અને અંદાજ કહે છે કે ૨૦૨૫ સુધી તે માહીતીનાં સીગ્નલો મોકલતું રહેશે.
વૈજ્ઞાનિકોની એક અન્ય સિદ્ધિને ગીનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ નોંધવામાં આવી છે. ન્યૂયોર્કની બુ્રકહેવન નેશનલ લેબોરેટરીમાં સેંકન્ડનાં એક અબજમાં ભાગ માટે ૪ ટ્રીલીયન સેલ્સીયસ = ૪ પરાર્ધ = ચાર લાખ કરોડ સેલ્સીયસ જેટલું તાપમાન પેદા કર્યું છે. આ પ્રયોગ દ્વારા ૧૩ થી ૧૪ અબજ વર્ષ પહેલાં બિગબેંગ નામનાં વિસ્ફોટ સમયે શું બન્યું હતું તેની માહિતી વૈજ્ઞાનિકોને મળશે. આ મહાભયંકર તાપમાને પરમાણુઓનું અસ્તિત્વ રહેતું નથી. પદાર્થ પરમાણુ રચનારા આદી કણો એટલે કે સબ-એટમીક પાર્ટીકલનાં સુપમાં ફેરવાઈ જાય છે. બિગબેંગનાં વિસ્ફોટ બાદ માઈક્રોસેકન્ડ પૂરતું આવું જલદ અને ઉગ્ર તાપમાન રહ્યું હતું. બિગબેગનાં વિસ્ફોટથી માંડીને ૧૦-૪૩ સેંકન્ડનાં સમયગાળામાં શું બન્યું હતું. તેની માહિતી વૈજ્ઞાનિકો પાસે નથી. વૈજ્ઞાનિકો માને છે કે આ સમયગાળામાં અલ્ટ્રા હોટ મેટરની વર્તણૂંક સંપૂર્ણ પ્રવાહી પદાર્થ જેવી રહી હશે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળાનાં રિલેટીવિસ્ટીક હેવી આયન કોલાયકર (ઇલ્લૈંભ) માં સોનાનાં આયનને (વિજભારીત પરમાણુને)ને પ્રકાશની ઝડપે સોનાનાં અન્ય આયન સાથે ટકરાવ્યા હતાં. લોખંડનો સળીયો કેટલો ગરમ થયો છે તે તેનાં રંગ ઉપરથી ખબર પડે છે તે જ રીતે વૈજ્ઞાનિકો અથડામણ દરમ્યાન છુટા પડતાં પ્રકાશનાં રંગનાં આધારે પેદા થતાં તાપમાનને માપે છે. બિગબેંગ પછી પદાર્થ કઈ રીતે સર્જન પામ્યો હતો તે જાણવાં વૈજ્ઞાનિકો આવા પ્રયોગો કરી રહ્યાં છે. સામાન્ય રીતે ૨૦ લાખ સેલ્સીયસ કે તેનાંથી વધારે તાપમાને, પરમાણુ નાભીમાં રહેલ ન્યુટ્રોન અને પ્રોટોન પિગળીને પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે. આ પ્રવાહીનાં નાના નાનાં કણો કવાર્ક અને ગ્યુઓન તરીકે ઓળખાય છે. આ પ્રવાહીને ‘કવાર્ક-ગ્યુઓન’ સુપ કહે છે. બ્રહ્માંડનાં સર્જનની શરૂઆતમાં પદાર્થ આ સ્વરૂપે હતો. ત્યાર બાદ તાપમાન ઘટતાં તે ઠંડો પડ્યો અને નાનાં પરમાણુઓ સર્જાયા. સમય જતાં પરમાણુઓમાંથી તારાઓ, ગ્રહો, તારા મંડળ, કોસ્મીક ડસ્ટ, નિહારીકાઓ રૂપે પદાર્થ પોતાનું અસ્તિત્ત્વ બનાવીને બ્રહ્માંડમાં બેઠો છે. કણ-ભૌતિક વૈજ્ઞાનિકો માને છે કે આરંભિક સમયનાં કવાર્ક-ગ્લુયૉન પ્લાઝમાં વાયુ સ્વરૂપે હોવા જોઈએ. આજનો નવો અભ્યાસ બતાવે છે કે આ પ્લાઝમાં સુપ પ્રવાહી જેવી બિહેવીયર/લાક્ષણિકતા દર્શાવતો હોવો જોઈએ. આવનારાં સમયમાં મીડીયામાં પ્રસિદ્ધિ પામેલ લાર્જ હેદ્રોન કોલાયડરમાં વૈજ્ઞાનિકો સીસાનાં આયનો અથડાવી આ પ્રયોગોનું પુનરાવર્તન કરનાર છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં ૪ પરાર્ધ = ચાર લાખ કરોડ સેલ્સીયસનું વર્લ્ડ રેકોર્ડ જેવું તાપમાન પેદા કર્યું છે તેની મહાનતા, ગહનતા અને અંદાજ અન્ય પદાર્થ સાથે સરખામણી કરીએ તો જ આવે. સુપરનોવા સ્વરૂપે મૃત્યુ પામનારાં તારાંઓની નાભીનું તાપમાન બે અબજ ડીગ્રી કરતાં વધારે હોતું નથી. આપણાં સૂર્યનાં નાભી કેન્દ્રનું તાપમાન અંદાજે પાંચ કરોડ ડિગ્રી જેટલું છે. આ હિસાબે માનવસર્જીત તાપમાનની સિદ્ધિ અનોખી છે. સવાલ એ છે કે આ તાપમાન પ્રયોગશાળામાં ટક્યું ? કેટલું ? સેંકન્ડનાં અબજમાં ભાગ જેટલું ! સાદા અને સરળ શબ્દોમાં કહીએ તો, વૈજ્ઞાનિકોએ સેંકન્ડનાં અબજમાં ભાગ માટે પ્રયોગશાળામાં મીની-‘‘બિગબેંગ’’નું સર્જન કર્યું હતું ! સાયન્સની ફોટોગ્રાફીનાં મુખ્ય સવાલ અસ્તિત્ત્વને લગતાં જ છે. મનુષ્યનાં અસ્તિત્ત્વનું રહસ્ય, પ્રયોજન કે કારણ શું છે ? સજીવનું સર્જન બ્રહ્માંડમાં થવું સામાન્ય ઘટના છે કે અકસ્માત ? વિજ્ઞાનનાં બે વિરુદ્ધ ઘુ્રવ સુધીની સીમારેખાનું જ્ઞાન મેળવનાર, વૈજ્ઞાનિકોનાં જ્ઞાનની પણ સીમા આવી જાય છે. મનુષ્યનાં અસ્તિત્વનાં સવાલ ને તત્ત્વજ્ઞાન તરીકે નહીં પરંતુ જૈવિક અર્થઘટન તરીકે મેળવવાની કોશીશ કરીએ તો....આઘુનિક સંશોધન કહે છે કે....
જેમણે ‘‘પ્રોસેથેસ’’ ફિલ્મ જોઈએ છે તેનાં માટે આ જાણીતી વાર્તા જેવી વાત છે. વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડનાં સર્જન બાદ પરમાણુઓમાંથી પદાર્થની રચના થઇ છે તેવી જ રીતે, જીવ સર્જનનાં પાયાનાં બિલ્ડીંગ બ્લોક ‘‘ડિએનએ’’ છે. બ્રહ્માંડમાં વસનારા અન્ય પરગ્રહવાસીઓ (જો હોય તો,) સાથે બંધારણની સરખામણી કરીએ તો, ‘‘ડિએનએ’’ સર્વસામાન્ય ફેકટર સાબીત થાય તેમ છે. મતલબ કે સજીવ સૃષ્ટીનું સનાતન સત્ત્વ એ છે કે બ્રહ્માંડમાં જ્યાં પણ જીવ સૃષ્ટી છે તેમાં ડિએનએ હોવું એ સામાન્ય બાબત હોવી જોઈએ. આ અર્થમાં ડિએનએ ‘‘યુનિવર્સલ કોન્સ્ટન્ટ’’ ચીજ છે. બ્રહ્માંડમાં ગમે ત્યાં જાવ તેનું અસ્તિત્વ અચળ રહેવાનું ! ડિએનએનું સ્વરૂપ બદલાયેલું ભલે હોય, અસ્તિત્ત્વ તો એજ રહેવાનું !
વૈજ્ઞાનિકોનાં નવાં સંશોધનો પ્રમાણે, ડિએનએ ખૂબ જ નીચા તાપમાને અને ખૂબ જ ઓછા દબાણે પણ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખે છે. વૈજ્ઞાનિક વાતનો સરળ અર્થ એ થયો કે બ્રહ્માંડમાં નીચા તાપમાન અને ઓછા દબાણવાળા અનેક સ્થળો (અહીં ગ્રહ એમ સમજવું) છે જ્યાં જટીલ બંધારણ ધરાવનારાં ડિએનએને પણ આસાનીથી એક જીવ તરીકે વિકાસ પામવાની તક મળી રહે તેમ છે. આ નવાં જ્ઞાન મુજબ વૈજ્ઞાનિકોએ જ્યાં કલ્પના કરી ન’હતી. તેવાં ગ્રહો ઉપર પણ ‘જીવ’ હોવાની શક્યતાઓ છે ખરી ! જો કે વૈજ્ઞાનિકોને આ વાતનાં સોલીડ પુરાવાઓ મળ્યાં નથી.
આ નવી થિયરીનો પાયો રાલ્ફ પુડરિત્ઝ નામનાં વૈજ્ઞાનિકે નાખ્યો છે. ઓન્ટારિયોનાં હેમિલ્ટન શહેરની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં રાલ્ફ પુડરિત્ઝ પોતાનું સંશોધન કરે છે. તેમનાં સંશોધનનો મુખ્ય વિષય છે. એમિનો એસીડ. મનુષ્યનાં શરીરમાં જે ડિએનએ તેમજ અન્ય પ્રોટીન રહેલાં છે તેનો મુખ્ય બંધારણીય પદાર્થ એમિનો એસીડ છે. ટૂંકમાં વિવિધ એમિનો એસીડ વડે પ્રોટીનનું સર્જન થાય છે. મનુષ્ય શરીરનાં સર્જન માટે આવા ૨૦ સ્ટાન્ડર્ડ રસાયણો જવાબદાર છે. આ વીસમાંથી દસ એમિનો એસીડ એવાં છે જેનું અસ્તિત્ત્વ લાખો વર્ષ પહેલાં પણ હતું. પૃથ્વીનાં વાતાવરણમાં આવી ચડેલ અવકાશીપીંડ (મિટીઓરાઈટ્‌સ)માં પણ આ દસ માનાં ઘણાં એમિનો એસીડની હાજરી જોવા મળી છે.
રાલ્ફ પુડરિત્ઝ તારણ કાઢે છે કે ‘‘આ દસ એમીનો એસીડ બંધારણમાં સરલતા ધરાવે છે. જેનાં સર્જન માટે ઓછી ગરમી અને ઓછું દબાણ હોય તો પણ ચાલે. આ દસ જૈવિક એસીડ, વિપરીત, ઉગ્ર અને પ્રતિકૂળ પર્યાવરણમાં ટકી રહે તેવાં છે. પૃથ્વી પર ખરેલ ઉલ્કાઓનો પરિસ્થિતિ ઉપર અનુમાન બાંધી શકાય નહીં પરંતુ એટલું સાચું છે કે આવાં અવકાશીપીંડ હુંફાળાં અને ભેજયુક્ત હોવા જોઈએ. આ પરિસ્થિતિ આપણી પૃથ્વીની યુવાવસ્થા જેવી અવસ્થા દર્શાવે છે. જેમાં જીવસર્જન માટેની શક્યતાઓ ભરપૂર રહેલી છે. બ્રહ્માંડમાં અન્યત્ર આવી પરિસ્થિતિ મળી રહે તેવી છે. જીવનાં વૈશ્વિક બંધારણ માટે આ રીતે પ્રથમ જીનેટિક કોડ ‘‘સર્વત્ર’’ યુનિવર્સલ વ્યાપેલ હોઈ શકે. આ વાતની સાબીતી કરવા માટે પરીક્ષણો કરવા પડે તેમ છે. પ્રોમેથિયસ ફિલ્મની વાર્તામાં પણ એક પરગ્રહવાસી પ્રજા પૃથ્વી ઉપર ઉતરી આવે છે. જેઓ મનુષ્યનું સર્જન કરવા માંગતાં હોય છે. ફિલ્મનાં શરુઆતનાં દ્રશ્યમાં મનુષ્ય જેવો જીવ કાળુ પ્રવાહી પીને, ઝરણાંમાં પડે છે. અને અચાનક એક નવો સજીવ પેદા થઇ બહાર આવે છે.’’ ઓગષ્ટ મહીનામાં નાસાએ અત્યાર સુધી બાંધેલ મોટું અને ખર્ચાળ રોબોટીક યાન, ક્યુરોસીટી સેવર મંગળની ભૂમિ ઉપર ઉતરશે. તેનાં અનેક ઘ્યેયમાંથી એક ઘ્યેય એ પણ છે કે મંગળમાં જીવ સૃષ્ટિની શક્યતાઓ તપાસવાની છે. સુક્ષ્મ જીવ પણ પેદા થઈ શકે તેવી પરિસ્થિતિ મંગળ ઉપર છે ખરી ? ભૂતકાળમાં મંગળની ભૂમિ કે પાણીમાં સૂક્ષ્મજીવો હતા ખરા ? મંગળની વાત જવા દઈએ તો પણ ! પૃથ્વી ઉપર જીવનું સર્જન કઈ રીતે થયું આ સવાલ હજી પણ વિજ્ઞાન માટે અનુમાન અને વણઉકલ્યા રહસ્ય જેવો જ રહ્યો છે.
ચાર્લ્સ ડાર્વિને ‘‘હુંફાળાં નાનાં તળાવ’’ની કલ્પના કરી જેમાં સજીવ પેદા કરનાર તત્ત્વોનાં ‘‘પ્રાઈમોડીઅલ સુપ’’/ આદી જીવસર્જન માટેનું પ્રવાહી હતું. જેમાં એમિનો એસીડ પણ હતાં. આ પાયાનાં બિલ્ડીંગ બ્લોકનું સંયોજન થવાની સર્જન અને વિસર્જન પ્રક્રીયા સતત માલતીજ રહી. આ ક્રમમાં એવી તક પેદા થઇ જ્યારે કોઇક સંયોજીત રેણુઓ ભેગા થઈ પોતાનાં જેવાં જ બીજા રેણુઓ બનાવવાની ક્ષમતા મેળવી હતી. આવા રેણુઓ પૃથ્વી પર ચાર અબજ વર્ષ પહેલાં અસ્તિત્ત્વમાં આવ્યા. જે આજનાં સૂક્ષ્મ સજીવથી માંડી જટીલ રચના ધરાવનારા સજીવનાં આદી. કોષોનાં પરદાદા હતાં.
આજનાં આઘુનિકયુગનાં ચાર્લ્સ ડાર્વિન ગણાતાં રિચાર્ડ ડોકીન્સ આવી જ વાત તેનાં પુસ્તક ‘‘ધ બ્લાઇન્ડ વૉચમેકર’’માં વર્ણવે છે. જેમાં ગ્રેહામ કેઇન્સ અને સ્મીથની થિયરીનો હવાલો આપવામાં આવ્યો છે. પ્રાઇમોડીઅલ સુપમાંથી એવાં કલે ક્રિસ્ટ્રલ (મારી સ્ફટીક) રચાયા, જેઓ પ્રવાહીમાંથી કઈ રીતે સર્જન પામ્યા તેની માહિતી જાળવી રાખી શકતા હતાં. આજનાં સજીવો પોતાનાં જેવો બીજો સજીવ પેદા કરવાની પાયાની માહીતી ‘‘ડિએનએ’’ દ્વારાં જાળવી રાખે છે. આ પરિસ્થિતિ કરતાં, ઉપરી પરિસ્થિતિની વાત યુનિ.કોલેજ ઓફ લંડનનાં બાયોકેમિસ્ટ નિકલેન કરે છે. તેઓ માને છે કે પૃથ્વી પરનો પ્રથમ ‘રિપ્લીકેટર્સ’ પોતાનાં જેવાં અન્ય રેણુઓ રચી શકતાં ‘‘મોલેક્યુલ્સ’’ દરિયાનાં તળીયે આવેલ જ્વાળામુખીનાં હોટ વેન્ટ (ગરમ નલીકાઓ)માં પેદા થયાં હતાં. આ થિયરી તેમણે ‘‘લાઇફ એસેન્ડીંગ’’ પુસ્તકમાં લખી છે.
યુનિ.ઓફ બંકીમહામનાં સેન્ટર ફોર એસ્ટ્રો-બાયોલોજીનાં ડિરેક્ટર પ્રો. ચંદ્રવિક્રમસંિઘે અલગ દલીલ કરી છે. જીવનું સર્જન પૃથ્વી પર થયું નથી. ઘૂમકેતુ અને લધુગ્રહો દ્વારા એક ગ્રહ મંડળથી બીજા ગ્રહ મંડળ સુધી સૂક્ષ્મ જીવો દ્વારાં જીવસૃષ્ટિનો વિકાસ થયો છે. આ હાઇપોથિસીસને ‘‘પાનસ્પર્મીઆ’’ કહે છે. તાજેતરમાં ‘‘એક્સટ્રીમોફીલીસ’’ નામનાં સૂક્ષ્મ જીવોની શોધ થઈ છે જે જ્વાળામુખી જેવી ઉંચા તાપમાન અને એસિડીક વાતાવરણમાં પણ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખે છે. થોડાં વર્ષો પહેલાં ૬૦ ડીગ્રી સુધી ટકી રહે તેવાં સૂક્ષ્મ સજીવોનું અસ્તિત્વ ટકાવી રહે તે મુશ્કેલ જણાતું હતું. જ્યારે આઘુનિક સંશોધનમાં ૧૨૦ ડીગ્રી સુધી અસ્તિત્વ ટકાવી શકે તેવાં સૂક્ષ્મ સજીવો શોધાયા છે. મહાસાગરનાં તળીયામાં પણ સૂક્ષ્મ જીવોની હાજરી જણાઈ આવી છે. અસ્તિત્ત્વની સાબીતીઓ અનેક છે પરંતુ અસ્તિત્ત્વનું પ્રયોજન હજી સુધી જાણવા મળ્યું નથી. સંશોધનો બતાવે છે કે નીચા તાપમાન અને દબાણે પણ એસિનો એસીડ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખે છે. ઉચાં તાપમાન અને દબાણે ‘‘એકસ્ટ્રીમોફીલીસ’’ જેવાં સૂક્ષ્મ જીવો પણ ટકી જાય છે. મતલબ એ કહી શકાય કે જીવન સર્જન એ માત્ર અકસ્માત નથી. બ્રહ્માંડમાં પણ અન્યત્ર સૂક્ષ્મ જીવો કે જટીલ સજીવો હોવાં જોઈએ. ડિએનએ બધી જ જીવસૃષ્ટિ માટે સનાતન સત્ય સાબીત થાય પણ ખરૂં ?! 

No comments: