Sunday 9 December 2012

- એક અબજ પાઉન્ડનાં ખર્ચે બનેલ સબમરીન

HMS AMBUSH '

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- એક અબજ પાઉન્ડનાં ખર્ચે બનેલ આઘુનિક ન્યુક્લિયર સબમરીન.

 

યુરોપનાં સંદર્ભમાં વિસ્તારની દ્રષ્ટિએ ગણીએ તો ગ્રેટ બ્રિટન ખોબા જેવડું ગણાય. ૧૭મી સદીથી ૨૦ સદી સુધી તે પાવરફુલ રાષ્ટ્ર ગણાતું હતું. અને... આપણે તેમની ગુલામીનો સ્વાદ ચાખી ચુકયા છીએ. ખેર, આજની તારીખે પણ વિશ્વનાં મહાસત્તા જેવાં ગણાતા વિકસીત દેશોમાં તેની ગણના થાય છે. દુનિયાના વિવિધ દેશો ઉપર સામ્રાજ્ય સ્થાપવામાં સંિહફાળો બ્રિટીશ આર્મડ ફોર્સીસ એટલે કે બ્રિટીશ લશ્કરનો રહ્યો છે જે વિશ્વમાં રોયલ ગણાય છે. જેમાં રોયલ નેવી એટલે કે નૌકાદળ, લશ્કરી વ્યુહાત્મક દ્રષ્ટિએ પાવરફુલ ગણાય છે.
પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટન વિજેતા બન્યું, તેમ છતાં રોયલ નેવીનું કદ થોડું ઘટાડી નાખવામાં આવ્યું હતું. પરંતુ જેવાં બીજા વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાવા માંડયાં ત્યારે વળી તેનું કદ અને પાવર વધારી નાખવામાં આવ્યા. આજની તારીખે દુનિયાની વિશાળ નૌકાસેનામાં રોયલ નેવીની ગણના થાય છે. બીજા વિશ્વયુદ્ધનાં અંત ભાગમાં અમેરિકન નેવી પણ વિશ્વની વિશાળ દરિયાઈ તાકાત તરીકે ઉભરી આવ્યું હતું. અને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાને આમંત્રણ આપતી ઘટના પર્લ હાર્બર ખાતે બની હતી જે અમેરિકાનાં નેવી માટેનું એક બંદર હતું. બીજા વિશ્વયુદ્ધ પછી રોયલ નેવીને એન્ટી સબમરીન ફોર્સમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. કારણ માત્ર સોવિયેત સબમરીન નો ડર હતો. અને એક વાર સોવિયેત યુનિયનનાં ટુકડા થતાં તેની તાકાતમાં ઘટાડો થઇ ગયો અને બ્રિટીશ નેવીની રણનીતિઓ પણ બદલાવા લાગી હતી.
આજની તારીખે તેની પાસે ૯૭ જેટલાં યુદ્ધજહાજો છે. ૧૭૦ જેટલા એરક્રાફટ છે જે યુદ્ધજહાજો ઉપરથી ઊડે છે. બ્રિટીશ યુદ્ધ જહાજો એવા છે જે ફાઇટર પ્લેન અને હેલીકોપ્ટર લઇને દરિયામાં સફર ખેડી શકે છે. એર ક્રાફટ ઉડયા પછી ઉતરવા માટે એરપોર્ટનો રન વે જોઈએ તેવાં લેન્ડીંગ પ્લેટફોર્મ ડોકસની સંખ્યા બે છે. ન્યુકલીયર પાવરથી ચાલતી સબમરીનોનો તો કાફલો છે. સબમરીનની સંખ્યા છ છે. ગાઈડેડ મિસાઇલ દ્વારા નૌકાજહાજનો ખાતમો બોલાવતી ડિસ્ટ્રોયરોની સંખ્યા પણ છ છે. રોયલ નેવીનાં આ આંકડાઓની માયાજાળ બીછાવવાનો મતલબ શું છે ?
તાજેતરમાં બ્રિટનને તેનાં નૌકાદળમાં એક અબજ પાઉન્ડ કંિમતની (આંકડો ફરી વાંચો એક અબજ ડોલર નહીં પણ પાઉન્ડ) સુપર સબ ગણાતી પાવરફુલ ન્યુકલીયર સબમરીનનો સમાવેશ કર્યો છે. નૌકાદળનાં ઇતિહાસમાં આ એક નોંધપાત્ર ઘટના છે. મહત્વની વાત એ છે કે રોયલ નેવીની એચએમએસ એમ્બુશ એ સાયન્સ અને ટેકનોલોજીનું કમાલનું કોમ્બીનેશન ધરાવે છે. તેની સોલાર સિસ્ટમ એટલી પાવરફુલ છે કે ૩૦૦૦ માઇલ (અંદાજે પાંચ હજાર કી.મી.) દુર આવેલ દરિયામાં થતી જહાજોની હિલચાલને પારખી શકે છે. તેની બીજી ખાસીયત એ છે કે તે એક સાથે ૩૮ જેટલા ટોમ હૉક ક્રુઝ મિસાઇલને લઇને ફરી શકે છે. અખાત યુદ્ધમાં ટોમહોક મિસાઇલોનો છુટથી ઉપયોગ થયો હતો. એમએમએસ એમ્બુશ લાંબા લચક નામને ટૂંકુંએમ્બુશ કરીશું. લપાઇ છુપાઇને શિકાર ઉપર હુમલો કરવાની આદતને એમ્બુશ કહે છે. નામ પ્રમાણે આ સબમરીન પણ હુમલાખોર એટલે કે એટેક સબમરીન છે.
દુનિયાની શ્રેષ્ઠ સબમરીનમાં ગણના પામનાર આ સુપર સબ અત્યાર સુધી બાંધવામાં આવેલ પાવરફુલ અને સોફીસ્ટીકેટેડ સબમરીન છે. તેની હાઈ-ટેકની સાબીતી આપવા એક ઉદાહરણ કાફી છે. આ સબમરીનને સપાટી પરની હિલચાલ જોવા માટે પેરીસ્કોપની જરૂર પડતી નથી. વૈવિઘ્ય અને વેપન્સ (હથિયારો)નાં સંદર્ભમાં આ સબમરીન એસ્ટપુટ કલાસ સબમરીન ગણાય છે.
સબમરીનને એસ્ટપુટ કલાસ એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે બ્રિટનની પ્રથમ ન્યુકલીયર સબમરીન જીૈંૈં૯ નું નામ એમ.એમ.એસ. એસ્ટપુટ છે. બ્રિટીશ નૌકાઓની આગળ લ્લસ્જી શબ્દ હિઝ મેજેસ્ટીસ શીપ અથવા સબમરીન માટે વપરાય છે. આ શબ્દ રોયલ નેવી માટે ૧૭૮૯થી વાપરવામાં આવે છે અને બ્રિટીશ રાજાશાહીનો દબદબો જાળવી રાખવાની રોયલ કોશીશ છે. રોયલ નેવીમાં શરૂઆતમાં એસ કલાસ અને ટી કલાસ સબમરીન હતી. પ્રશાંત મહાસાગરમાં પર્લ હાર્બર ઉપરનાં હુમલા બાદ બ્રિટીશ નૌકાદળને ડિઝલ- ઇલેકટ્રીક પાવરથી ચાલતી સબમરીન વિકસાવવાની જરૂર પડી અને રોયલ નેવી માટે એમ્ફીબીયન કલાસ એટલે કે એ- કલાસની સબમરીન બાંધવાની નોબત આવી. માત્ર આઠ મહિનાનાં સમયગાળામાં એક નવી નક્કોર સબમરીન બાંધી નાંખવામાં આવી હતી. ટી કલાસની સબમરીનની રચનામાં ૧૫ મહિના જેટલો સમય લાગ્યો હતો. જર્મન યુ બોટની માફક અહીં વેલ્ડીંગ ટેકનીકનો બેસુમાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પહેલાં માત્ર બે એમ્ફીબીયન કલાસની સબમરીન બ્રિટન બનાવી શકયું હતું.
સબમરીન અને સબમર્સીબલ વેટીકલ ઘણીવાર એકબીજાનાં પર્યાય તરીકે વાપરવામાં આવે છે. પ્રથમ સબમરીન અથવા સબમર્સીબલ વિશે ઇતિહાસમાં પણ મતમતાંતર છે. ઇંગ્લેન્ડનાં રાજવી જેમ્સ પ્રથમની સેવામાં રહેલ કોર્નેલિપસ ડેબ્રેલ નામનાં ડચમેન દ્વારા પ્રથમ સબમર્સીબલનાં બાંધકામનો ઐતિહાસિક રેકોર્ડ મળે છે. વિજ્ઞાનનાં સંશોધન માટે તૈયાર થયેલ સબમર્સીબલનો લશ્કરી ફાયદો અને પાવરફુલ વાહન તરીકે ઉપયોગ, જરૂરી બન્યો ત્યારે, સબમર્સીબલનું નામ બદલાઈને ‘સબમરીન’ ફેરવાઈ ગયું. ૧૬૪૮ માં ઇંગ્લેન્ડનાં બિશપ જહોન વિલ્કીન્સે સબમરીનનો નૌકાયુદ્ધ માટે આવશ્યક રણનીતી અને ફાયદાનું વર્ણન ‘મેથેમેટીકલ મેજીક’ નામનાં પુસ્તકમાં કર્યું હતું. અને છેવટે ૧૭૯૫માં લશ્કરી હેતુ માટે પ્રથમ મિલીટરી સબમરીન બાંધવામાં આવી જેનું નામ ‘ટર્ટલ’ રાખવામાં આવ્યું. જેણે ન્યુયોર્કનાં બારામાં બ્રિટીશ યુદ્ધજહાજ ‘ઇગલ’ને ડુબાડવાની નિષ્ફળ કોશીશ કરી હતી. માનવ શકિતનો ઉપયોગ કરીને ચાલતી સબમરીન ‘નોટીલસ’ની ડિઝાઇન અમેરિકન રોબર્ટ ફલટન કરી અને... આજે મિલટરી હિસ્ટ્રીમાં સંપુર્ણ કાયાપલટ થયેલી સબમરીનનો યુગ શરૂ થયો છે. વિજ્ઞાન હવે સદીઓનાં અનુભવ પછી સંપુર્ણતા લાવી શકયું છે. આવા એક સાયન્ટીફીક પરફેકશનનું નામ છે. ‘ લ્લસ્જી એમ્બુશ’.
રોયલ નેવી માટે લ્લસ્જી એમ્બુશ’ નવું નામ નથી. આ નામનો બે વાર ભૂતકાળમાં ઉપયોગ થઇ ચુકયો છે. અમેરિકન ગન બોટ નં. ૫ ને બેટલ ઓફ બેક બોર્ગમાં રોયલ નેવીએ કબજે કરીને નવું નામ લ્લસ્જી એમ્બુશ આપ્યું હતું, જેને એક વર્ષ રાખીને છેવટે વેચી નાખવામાં આવી. ફરીવાર ૧૯૪૫માં ઁ-૪૧૮ એમ્ફીબીયન કલાસ સબમરીન ને લ્લસ્જી એમ્બુશ નામ આપવામાં આવ્યું અને ૧૯૬૭માં તેને નિવૃત્ત કરી નાખવામાં આવી.
આજકાલ સમાચારોમાં ઝળકી ગયેલ લ્લસ્જી એમ્બુશનો બાંધકામનો ઓર્ડર રોયલ નેવીએ તે સમયની એટલે કે ૧૯૯૭માં ય્ઈભ કંપનીના માર્કોની મરીનને આપ્યો હતો. આજે આ કંપની બીએસઈ સિસ્ટમ સબમરીન સોલ્યુશન નામે જાણીતી છે. એમ્બુશનાં બાંધકામની સત્તાવાર શરૂઆત ઓકટોબર - ૨૦૦૩માં થઇ હતી. સાત વર્ષ બાદ તેનું બાંધકામ પૂરું થયું. ૨૦૧૧માં તેને પાણીમાં ઉતારવામાં આવી અને સપ્ટેમ્બર ૨૦૧૧માં પ્રથમ વાર તેનો ડ્રાઈવ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. હવે તેનો કબજો રોયલ નેવીને તાજેતરમાં સોંપવામાં આવ્યો છે. તેની સત્તાવાર લશ્કરી કામગીરીની શરૂઆત ૨૦૧૩માં કરવાનું પ્લાનીંગ છે. એમ્બુશને કાયમી ઓળખ નંબર જી-૧૨૦ આપવામાં આવી છે.
એમ્બુશનું કદ વિશાળ છે. ૯૭ મીટર લાંબી અને લગભગ ૩૫ મીટર વ્યાસની સબમરીનનું વજન ૭૪૦૦ ટન જેટલું છે. સબમરીનમાં ૯૮ વ્યકિતઓનો સમાવેશ થઇ શકે છે. જયારે મહત્તમ ક્ષમતા ૧૦૯ની છે. જેમાં ટોર્પીડો અને ટોમ હોક એટેક ક્રુઝ મિસાઇલ્સ ગોઠવી શકાય છે. એમ્બુશના નાભીકીય ઉર્જાથી ચાલતા રિએકટરમાં ફરી બળતણ ભરવામાં ન આવે તો પણ ૨૫ વર્ષ સતત ચાલે છે. સબમરીન દરિયાનાં પાણીને શુદ્ધ કરીને પીવા લાયક બનાવવા અને સબમરીનમાં ઓકસીજન પેદા કરે છે. સબમરીનની મુખ્ય સમસ્યા ખોરાક સપ્લાયની છે. ૯૮ ઓફીસર્સ માટે માત્ર ત્રણ મહિના ચાલે તેટલો ખોરાક જ તેમાં સમાવી શકાય છે. જો આ મર્યાદા નડતી ન હોત તો આ સબમરીન સપાટી ઉપર આવ્યા સિવાય સતત ૨૫ વર્ષ સુધી પૃથ્વીનાં પેટાળમાં રહીને તેની પ્રદક્ષીણા કરી શકે તેમ છે.
નવી એસ્ટપુટ કલાસ સબમરીન તેની પૂર્વજ ટ્રફાલ્ગર કલાસ સબમરીન કરતાં ૫૦% વધારે મોટી છે. સબમરીનનું ન્યુકલીઅર રીએકટર ડસ્ટબીનનાં નળાકાર જેટલું છે. તેની લંબાઈમાં લંડનની દસ સીટી બસ સમાઈ જાય છે. તેની મુખ્ય લાક્ષણિકતા તેનાં કાન એટલે કે સોલાર સિસ્ટમ છે. જેનો પ્રોસેસીંગ પાવર આજનાં બે હજાર લેપટોપ એકઠાં કરો એટલો થાય. ગયા વર્ષના બ્રિટનનાં રાષ્ટ્રીય ઓડિટ ઓફીસ રિપોર્ટ પ્રમાણે પ્રથમ ત્રણ એસ્ટપુટ કલાસ સબમરીન એસ્ટપુટ એમ્બુશ અને આર્ટફુલ માટે ૨.૫૮ બીલીયન પાઉન્ડનો કોન્ટ્રેકટ કરવામાં આવ્યો હતો. આજે આ ત્રણ સબમરીન બ્રિટીશ સરકારને ૩.૮૦ અબજ પાઉન્ડમાં પડી છે. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે પ્રોજેકટ તેનાં નિર્ધારિત કાર્યક્રમ કરતાં ૪૭ મહિના મોડો ચાલી રહ્યો છે. ચાર વર્ષનાં લાબાં ડિલે પાછળનું કારણ શું છે ?
મોટો ફરક ટ્રફલ્ગર કલાસ સબમરીનની ડિઝાઇન અને અમેરિકા- રશિયા વચ્ચેનાં કોલ્ડ વોરનાં અંતનાં કારણે પડયો છે. તેનું નિર્માણ કરનાર કંપનીને ન્યુકલીઅર સબમરીન ડિઝાઇન કરવાનો પુરતો અનુભવ ન હતો. સબમરીનની કોમ્પ્યુટેડ અપડેડ ડિઝાઇન (ભછઘ) વિકસીત કરી વાપરવામાં કંપનીને બહુ મોટી જહેમત ઉઠાવવી પડી હતી. છેવટે ૨૦૦૩માં વધારે નાણા અને અમેરિકન સબમરીન કંપનીની મદદ આપવાનું નક્કી કરવું પડયું હતું. છેવટે ૨૦૦૯માં એસ્ટપુટ ૧૮ મહિનાની દરિયાઇ ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવી હતી. બરો ખાતેનાં સબમરીન યાર્ડમાં લગભગ ૫૦૦૦ લોકોનાં સહયોગ અને મહેનત બાદ આ સબમરીન તૈયાર કરી શકાઇ છે.
બ્રિટનનું સંરક્ષણ મંત્રાલય ત્રણ સબમરીનનો ઓર્ડર ભુતકાળમાં આપી ચુકી હતી. ચોથી સબમરીન લ્લસ્જી ઓફિસીયલનો ઓર્ડર તાજેતરમાં અપાયો છે. પાંચમી અને છઠ્ઠી સબમરીન માટે વાટાઘાટો ચાલી રહી છે. આવનારાં વર્ષોમાં રોયલ નેવીમાંથી સાત ટ્રફાલ્ગર કલાસ સબમરીનને છુટ્ટી આપવામાં આવશે. તેના સ્થાને સાત એસ્ટપુટ કલાસ ન્યુકલીઅર સબમરીન રોયલ નેવીને મળશે. કોલ્ડ વોરનાં જમાનામાં બ્રિટીશ સબમરીનનો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવતો હતો. દરિયામાં બીછાવેલાં ટેલીફોન કેબલમાં વહેતાં વાર્તાલાપનું ટેપીંગ કરવા સબમરીનનો ઉપયોગ થતો હતો. અને આજની તારીખે સુએઝ કેનાલની પુર્વમાં વર્ષનાં દરેક દિવસે એકાદ બ્રિટીશ સબમરીન હાજર જ હોય છે.
સબમરીનમાંથી લશ્કરી અધિકારીઓની આવન જાવન કરી શકાય તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ મિલીટરી સિક્રેટ જાળવી રાખવા કંપની કે સરકાર દ્વારા વધારે માહિતી લીઝ કરવામાં આવી નથી. આ ઉપરાંત સ્પેશીયલ ફોર્સ ટ્રુપ માટે ખાસ પ્રકારનો એસેસ હેટચ ગોઠવવામાં આવ્યો છે. એમ્બુશની ખાસીયત એ છે કે ૯૮ માણસ માટે ખાસ બેડની વ્યવસ્થા છે. છતાં આ સગવડને લકઝરી ગણી શકાય નહીં. સબમરીનનાં કેપ્ટન માટે જ ખાસ અલાયદો કમરો છે, જેમાં વોસ બેસીન છે. બાકીનાં લોકો માટેનાં ખાસ બંકમાં ત્રણ માળની પથારીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં વચ્ચેની પથારી પોતાને મળી તેવી બધાને ઇચ્છા હોય છે કારણ કે નીચેની પથારી લોકોનાં પગ પાસે હોય છે. અવરજવરનો ઘોંઘાટ અને વાંકા વળીને નીચેની બેડમાં ધુસવાની જફામારી લોકોને ગમતી નથી. સૌથી ઉપરની પથારી માટે પણ વણજોઈતી ચડ ઉતરની મહેનત કરવી પડે છે. અને ... ત્રણ મહિના ફ્રેસ એર / તાજી હવા વગર જીવવું આમેય દુષ્કર કામ છે. દરેક માટે એક નાનું ‘લોકર’ છે. ખલાસી માટે પાંચ નાહવાનાં ‘શાવર’ અને પાંચ ટોઇલેટ છે. નવી ડિઝાઇનમાં સારા સુધારા કરવામાં આવ્યાં છે.
મિલીટરી સિક્રેટને બાજુમાં રાખીને જે માહિતી મળી છે તે મુજબ, સબમરીન પાણીમાં ઉતરે છે ત્યારે ૬૫ વિશાળકાય બ્લ્યુ વ્હેલ જેટલી જગ્યા રોકે છે. મહત્તમ તે ૨૦ દરિયાઈ નોટ એટલે કે ૩૭ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલે છે- જાણે અમદાવાદ જેવાં સીટીમાં આરામથી બાઇક ચલાવતા હોઈએ. દિવસમાં ૫૦૦ માઈલનો પ્રવાસ ખેડી શકે છે. તેની પુછડીએ અલ્ટ્રા કવાઇટ મલ્ટી બ્લેડેડ પ્રોપેલર છે. તેના દ્વારા પેદા થતાં ઘોંઘાટને રોકવા માટે ખાસ રબરનાં ટાઇલ્સનો ઉપયોગ થયો છે. તેનાં બે માસ્ટ ઉપર થર્મલ ઇમેઝીંગ અને લો લાઇટ કેમેરા છે, જેનું જોડાણ ઓપ્ટીકલ કેબલ દ્વારા કરવામાં આવ્યું છે, જે પેરીસ્કોપનું સ્થાન લઇ લે છે. માત્ર ત્રણ જ સેકન્ડમાં કેમેરા યુનીટ સપાટી ઉપર પહોંચી જાય છે અને મોનીટર ઉપર કેપ્ટનને ૩૬૦ ડીગ્રીએ પિકચર જોવા મળે છે. અન્ય છ માસ્ટ ઉપર સેટેલાઇટ, રડાર અને અન્ય નેવીગેશન સીસ્ટમ લગાડવામાં આવી છે.
બીજા વિશ્વયુદ્ધની ફિલ્મો જોનાર વર્ગ માટે પેરિસ્કોપ વિટીન સબમરીનની કલ્પના કરવી વિચિત્ર લાગે તેવી છે. છતાં ટેકનોલોજીએ તેને વાસ્તવિકતા આપી છે. ડિઝીટલ કેમેરા વડે બનેલ ઓપ્ટીકલ પેરિસ્કોપ જયારે ટીવી સ્ક્રીન ઉપર વિડીયો ફુટેઝ દર્શાવે ત્યારે કોઇ સાયન્સ ફિકશન ફિલ્મ જોતા હોઈએ તેવો આભાસ થાય છે. અંતમાં ન્યુકલીયર સબમરીનનાં રિએકટ કે તેની સેફટીને લગતાં સવાલો પુછીને સ્ટોરીની મત્તા બગાડવી ન જોઈએ.
આખરે એમ્બુસ એ એક અબજ પાઉન્ડનાં ખર્ચે બનેલ આઘૂનિક ન્યુકલીઅર સબમરીન છે.

No comments: