Sunday 9 December 2012

હિરોઈક એજ ઓફ એન્ટાંકર્ટીકા;

ડગ્લાસ મેશન અને...જ્યોર્જ મૂરે લેવિક...

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી

- ‘દક્ષિણ ઘુ્રવ ઉપર મનુષ્યે પગ મુકયાંને માત્ર સો વર્ષ જ વીત્યા છે’
- ૧૫મી અને ૧૬મી સદીમાં કેપ ઓફ ગુડ હોપ અને કેપ હોર્નનાં દરિયાઈ માર્ગે જનારાઓએ ‘ટેરા ઓસ્ટ્રાલીસ ઇન્કોનીટા’ની કલ્પના કથાઓને સાચી માનવા લાગ્યા હતા.

 

સાલ હતી - ૧૮૯૩. લંડનમાં રોયલ જ્યોગ્રાફીકલ સોસાયટીની મીટીંગ ચાલી રહી હતી. ખ્યાતનામ પ્રોફેસર જ્હોન મુરે વક્તવ્ય આપી રહ્યા હતા. ૧૮૭૨-૭૬નાં સમયગાળામાં દક્ષિણ ઘુ્રવ નજીકનાં મહાસાગરમાં તેઓ ‘ચેલેન્જર’ અભિયાન લઈને ગયા હતા. તેમની મનની આશા અઘુરી રહી ગઈ હતી. સદીઓથી સાહસવીરો દુનિયાનાં પ્રો. જ્હોન મુરે પ્રસ્તાવ રજુ કર્યો કે ‘દક્ષિણને લગતાં ભૌગોલિક અને ભૂસ્તરશાસ્ત્રીય સવાલોનાં જવાબ મેળવવા માટે એક ખાસ અભિયાન દક્ષિણ ઘુ્રવ રવાના કરવું જોઈએ.’ પ્રો. મુરનાં પ્રસ્તાવને અમલ મુકવામાં બે વર્ષ જાણે કે વીતી ગયા. ૧૮૯૫માં લંડનમાં આંતરરાષ્ટ્રીય ભૌગોલિક મહાસભા ભરાઈ હતી. બેઠકમાં સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ‘ભલે ગમે તે રસ્તા અખત્યાર કરવા પડે, વિશ્વની દરેક વૈજ્ઞાનિક સંસ્થાઓને નિવેદન કરવામાં આવે છે કે વૈજ્ઞાનિક જીજ્ઞાસાવૃત્તિ સંતોષવા માટે દક્ષિણ ઘુ્રવનાં સંશોધન માટે અભિયાન રવાના કરવું જોઈએ.’ આ મહાસભામાં, વ્હેલ પકડવાનાં અભિયાનમાં ગયેલ નોર્વેનાં સાહસીક કાર્સ્ટેન બોર્ચગ્રેવિકે પણ ભાષણ આપ્યું હતું. દક્ષિણ ઘુ્રવની ભૂમિ ઉપર પ્રથમ વાર પગલાં પાડવાનું બહુમાન તેણે મેળવ્યું હતું. તેણે દરખાસ્ત મુકી કે કેપ એડેરથી ફુલ સ્કેલ ‘એન્ટાર્કટીક એક્સપીડીશન’ શરૂ કરવું જોઈએ. તેણે અભિયાનને લગતી વિગતો અને આઉટલાઈન પ્લાન પણ રજુ કર્યો હતો. ઇતિહાસ સાક્ષી છે કે દક્ષિણ ઘુ્રવને સર કરવું આસાન કામ ન હતું. જો બગાસું ખાતાં મોંમાં પતાસુ આવે તેમ હોત તો, સામાન્ય સાહસીક પણ ત્યાં પહોંચી ગયો હોત. પરંતુ ઇતિહાસ બોલે છે કે...
૧૫મી અને ૧૬મી સદીમાં કેપ ઓફ ગુડ હોપ અને કેપ હોર્નનાં દરિયાઈ માર્ગે જનારાઓએ ‘ટેરા ઓસ્ટ્રાલીસ ઇન્કોનીટા’ની કલ્પના કથાઓને સાચી માનવા લાગ્યા હતા. સદીઓની ગણતરીની શરૂઆત જ્યાંથી થાય છે, ત્યાંથી એટલે કે પ્રથમ સદીની શરૂઆતમાં ‘ટોલેમી’નાં લખાણોમાં દક્ષિણ ઘુ્રવ જેવાં ખંડનાં અસ્તિત્વને લગતી પરિકલ્પના રજુ કરવામાં આવી હતી. નવજાગ્રતીકાળ એટલે યુરોપનાં ‘રેનેસાં’ પીરીયડમાં શિક્ષિત અને બુદ્ધિશાળી વર્ગ માનવા લાગ્યો હતો કે પૃથ્વી ગોળ છે. ઉત્તર અને દક્ષિણ દિશામાં આ ગોળાની ધરી રેખા દોરવામાં આવે તો, બે અંતિમ જેવાં પરસ્પર વિરુદ્ધ બંિદુઓ મળે તેને તેઓ ઘુ્રવ તરીકે ઓળખી રહ્યાં હતાં. ભુગોળની ભાષામાં તે ૯૦ અંશ ઉત્તર કે ૯૦ અંશ દક્ષિણનું સ્થાન હતું. ગ્રીક સાહિત્યમાં આ વાત ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ તરીકે વર્ણવવામાં આવી હતી. આ બે ગોળાર્ધને અલગ પાડતી રેખાને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ તેને ગ્રીક લોકો ‘બેલ્ડ ઓફ ફાયર’ તરીકે ઓળખી રહ્યાં હતાં. આ સમયથી દક્ષિણ ભાગમાં આવેલ અણદેખી અને વણખેડી ભુમિને ‘ટેરા ઓસ્ટ્રાલીસ’ નામ મળી ગયું હતું. બીજી સદીમાં ટાયરનાં ‘મારીનસ’ દ્વારા ‘એન્ટાંકર્ટીકા’ શબ્દ પ્રથમવાર વાપરવામાં આવ્યો હતો. જેનો અર્થ થતો હતો. ‘આર્કટીક સર્કલ’થી વિપરીત/વિરુદ્ધ. લોકો ‘એન્ટાંકર્ટીકા’ને માત્ર નામ, કલ્પનાકથાઓ અને દંતકથાો વડે જ ઓળખતા હતા. આજથી માત્ર બસો વર્ષ પહેલાંનો ઇતિહાસ તપાસો તો ખબર પડશે કે ‘દક્ષિણ ઘુ્રવ પ્રદેશનાં દર્શન કોઈએ કર્યા ન’હતાં. ૧૮૨૦ની આસપાસ ઘણા લોકોએ દક્ષિણ ઘુ્રવ પ્રદેશનો જોયાનાં દાવા રજુ કર્યા હતા. જોકે ઐતિહાસિક દસ્તાવેજો પ્રમાણે દક્ષિણ ઘુ્રવ પ્રદેશને માત્ર દુરથી નિહાળવાનો શ્રેય અને રેકોર્ડ રશિયન સાહસીકો ફેબીયન ગોરીબ બેલીંગ્શૌહોન અને મિખાઈલ લાઝારિવનાં નામે નોંધાયો હતો. અને તેનાં એક વર્ષ બાદ, કેપ્ટન જ્હોન ડેવીસ નામનાં અમેરિકન નાગરિકે દક્ષિણ ઘુ્રવ પ્રદેશની જ્યાંથી સીમારેખાઓ શરૂ થતી હતી, ત્યાંનાં બરફ ઉપર પગલાં પાડ્યાં હતાં. આ વાતને પણ લગભગ પંચોતેર વર્ષ વીતી ગયા અને....
પ્રો. જ્હોન મુરેની મહેચ્છાઓ અને કાર્સ્ટેન બોર્ચગ્રેવિકેનાં પ્લાનને સફળ બનાવવા અનેક સાહસીકોએ જીવસટોસટનાં ખેલ ખેલીને પણ ‘એન્ટાંકર્ટીકા’ એટલે કે દક્ષિણ ઘુ્રવની દીશા પકડવા માંડી હતી. અહીંથી ઇતિહાસનું એક ઘુ્રવ બંિદુ શરૂ થયું અને...... ૨૫ વર્ષનાં એક સમયગાળાને અંગ્રેજીમાં સુંદર ઉપનામ મળ્યું. ‘હિરોઈક એજ ઓફ એન્ટાંકર્ટીકા એક્સપીડીશન’. નામને સાર્થક કરનારાં સમયગાળામાં અનેક સાહસીકો ‘શહીદ’ પણ થઈ ગયાં. જેમાં સૌથી વધારે દર્દનાક અને ગમખ્વાર ઘટનાનો ભોગ બન્યાં હતા બ્રિટનનાં ‘કેપ્ટન રોબર્ટ ફાલ્કન સ્કૉટ’. મૃત્યુ પહેલાં લખેલી તેમની ડાયરીનાં પ્રકરણ વાંચો ત્યારે, દક્ષિણ ઘુ્રવ પ્રદેશનાં બરફાળ વાતાવરણમાં જેમ શરીરની ચેતના ‘શૂન્ય’ થઈ જાય તેવી સ્થિતિ ‘મન’ની થઈ જાય છે. એ વાત ખરી કે આ વિરતાનો જંગ હતો. ‘હિરાઈક એજ’ની શરૂઆત, ઇતિહાસકારો ૧૮૯૭-૯૮થી થઈ હોવાનું માને છે અને અંત... ખ્યાતનામ સાહસીક અર્નેસ્ટ શેકલટનનાં મૃત્યુ એટલે કે ૫ જાન્યુઆરી ૧૯૨૨ને માને છે. શેકલટનનાં સાહસ ઉપરથી હોલીવુડની મુવી બની ચુકી છે અને અનેક પુસ્તકો લખાયા છે. ‘હિરોઈક એજ’માં લગભગ ૧૬ જેટલાં અભિયાનનાં નિષ્ણાત અને નિપુણ માણસોની ટોળી દક્ષિણ ઘુ્રવ પહોંચવા નીકળી હતી. જેમાં કુલ ૧૭ જેટલાં માનવી મોતને ભેટ્યા હતા. દરેક સંશોધક અને સાહસીકની કથા એક ‘વિરગાથા’ છે. છતાં દક્ષિણ ઘુ્રવ ઉપર પ્રથમવાર પહોંચી ઇતિહાસમાં અમર થવાનું બહુમાન નોર્વેનાં ‘રોઆલ્ડ આમુનસેન’ને મળ્યું છે. તેમની ખરી રેસ હતી. ટેરાનોવાનાં રોબર્ટ ફાલ્કન સ્કોટ સાથે. જે રોઆલ્ડ આમુનસેન પછી માત્ર ૩૩મા દીવસે દક્ષિણ ઘુ્રવ ઉપર પહોંચ્યા હતા. પરંતુ પરિસ્થિતિ વિકટ બનતાં પાછા ફરતાં રસ્તામાં પાંચ સાહસવીરો, શહાદત વહોરી લીધી હતી. મૃત્યુ પાછળ કોનો હાથ કે વાંક હતો. નિષ્ણાતો હજુ તેનાં વિશે વાદ-વિવાદ, સંશોધન અને સમીકરણો માંડતા રહે છે. ‘હિરોઈક એજ’ દરમિયાન ઓસ્ટ્રેલિયાનાં એક સંશોધક પણ ઇતિહાસમાં અમર થઈ ગયાં. દક્ષિણ ઘુ્રવ ઉપર પહોંચવા માટે તેમનાં માટે સાહસ નહીં ‘સાયન્સ’ મહત્વનો મુદ્દો હતો. આજે આ વાત એક સેન્ચુરી પૂરી થઈ છે. ઓસ્ટ્રેલિયામાં આ સાયન્ટીફીક જીનીયસ માટે ‘સેન્ચુરી’ ઉજવણીનો માહોલ છે. જ્યારે વિજ્ઞાનમાં તેમની સરાહના તેમના સંશોધન વડે થઈ રહી છે. આ પ્રથમ જીવીત અને જીનીયસ સાયન્ટીસ્ટ એટલે ‘ડગ્લાસ મેશન’.
ડગ્લાસ મેશનનો જન્મ યોર્કશાયરમાં થયો હતો. અહીંથી તે ઓસ્ટ્રેલીયા ગયા. સીડની યુનિવર્સિટીમાં તેમણે જીઓલોજીનો અભ્યાસ કર્યો અને ગ્લેસીઅલ જીઓલોજીનાં સંશોધનની વૃત્તિ એ તેમને દક્ષિણ ઘુ્રવની દિશા તરફ વહેતા કર્યા. આલ્બર્ટ આઈનસ્ટાઈને જ્યારે ‘થિયરી ઓફ સ્પેશીયલ રિલેટીવીટી’ વિકસાવી રહ્યા હતા ત્યારે, ડગ્લાસ એડેલેઈડ યુનિ.માં વ્યાખ્યાતા તરીકે પોતાની કારકીર્દી શરૂ કરી રહ્યા હતા. ૧૯૦૭-૦૯માં ‘નિસરોડ’ એક્સપીડીશનમાં અર્નેસ્ટ શેકલટન અને સાથીઓ જ્યારે સૌથી વધારે ડીફીકલ્ટ રૂટ પરથી ચુંબકીય દક્ષિણ ઘુ્રવ પહોંચ્યા હતા તે ટીમમાં ‘ડગ્લાસ મેશન’ એક સભ્ય હતા. રોબર્ટ ફાલ્કન સ્કોટ માત્ર દક્ષિણ ઘુ્રવ ઉપર પહોંચીને ઇતિહાસમાં અમર થવા માંગતા ન હતા. તેમનો મકસદ પણ માર્ગમાં વૈજ્ઞાનિક અઘ્યયન અને સંશોધન કરતા જવાનો હતો. આ હિસાબે તેમણે ડગ્લાસ મેશનને પોતાનાં ‘ટેરાનોવા’ અભિયાનમાં જોડાવવા માટે ઓફર કરી હતી. મેશનનાં મનમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાથી બરાબર સામેનાં ૨૦૦૦ માઈલનાં દક્ષિણ ઘુ્રવની સીમારેખાને સમજવા પોતાનું અલગ અભિયાન ચલાવવાનો આઇડિયા હોવાથી, તેમણે રોબર્ટ ફાલ્કન સ્કોટને ‘ના’ પાડી દીધી (અને કદાચ કરૂણાંન્તિકામાંથી બચી ગયાં). ઓસ્ટ્રેલીયન એસોસીએશન ફોર એડવાન્સ મેન્ટ ઓફ સાયન્સની નાણાકીય મદદથી ડગ્લાસ મેશને પોતાનું અલગ અભિયાન દક્ષિણ ઘુ્રવ તરફ શરૂ કર્યું. ડિસેમ્બર ૧૯૧૧માં તેઓ એન્ટાર્કટીકા જવા રવાના થયા અને ૧૯૧૨માં દુનિયાનાં સૌથી ઠંડા વિસ્તારમાં લેન્ડીંગ કર્યું. આ વિસ્તારને તેમણે નામ આપ્યું ‘કોમનવેલ્થ બે’.
મેશનની પાર્ટી ભૂસ્તરશાસ્ત્ર, નક્શા વિજ્ઞાન, હવામાનશાસ્ત્ર, જીઓ-મેગ્નેટીઝમ અને જીવ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરતાં કરતાં આગળ વધવાની સુચના આપી હતી. ૧૫ જાન્યુઆરી એ બધી જ ટીમને બેઝ પાછા ફરવાની સુચના આપવામાં આવી હતી. જેથી ‘ઔરા’ જહાજમાં વળતો પ્રયાસ શરૂ કરી શકાય. ડગ્લાસ મેશનની ટીમ ‘ફાર ઇસ્ટર્ન ટ્રેક’ કહેવાતં રૂટે આગળ વધી રહી હતી. ડિસેમ્બર૧૯૧૧માં શરૂ થયેલ અભિયાન દક્ષિણ ઘુ્રવ સુધી પહોંચવા માટે સતત અગિયાર મહીનાથી ઝઝુમી રહ્યા હતા. ડગ્લાસ મેશનનાં અન્ય બે સાથી હતા ઝેવીયર મેર્ટઝ અને લેફ્‌ટનન્ટ બેલગ્રેવ નીન્નીસ. કોમનવેલ્થ બે થી તેઓ લગભગ ૫૦૦ કી.મી. જેટલાં દુર હતાં. માર્ગમાં બરફની સાંકડી ઉંડી તિરાડ જોવા મળી. સામાન્ય રીતે આવી તિરાડની ચકાસણી કરીને સંશોધકો કુદી જતાં હતા. ઝેવીયર મેર્ટઝ એ ચકાસણી કરીને સૌ પ્રથમ છલાંગ લગાવી. ત્યારબાદ ડગ્લાસ મેશન પણ સલામત રીતે તિરાડને ક્રોસ કરી ગયા. હવે વારો નિન્નીસનો હતો. જેવો નિન્નીસ તેમની સ્લેજ અને સ્લેજ ખેંચનારાં કુતરાઓ અને તિરાડ પસાર કરવાનો પ્રયત્ન કર્યો અને... તિરાડને જોડતો ‘આઈસ બ્રીજ’ તુટી ગયો. પળવારમાં નિન્નીસ, સ્લેજ અને કુતરાં બરફની તિરાડમાં ગરકાવ થઈ ગયા. મેશન અને મેર્ટઝ તિરાડની કિનારે દોડી આવ્યા પરંતુ, હવે કોઈ ઉપાય બચ્યો નહોતો. ૧૫૦ ફુટ ઉંડાઈની ધાર ઉપર સ્લેજ પડી હતી. પાસે કમર તુટેલો કુતરો પડ્યો હતો અને તેની નીચે માત્ર અંધકાર હતો. લેફ્‌ટનન્ટ નીન્નીસ પેટાળમાં ગરકાવ થઈ ગયા હતા. ત્રણ કલાક સુધી તેઓ નિન્નીસને બુમ પાડીને બોલાવતા રહ્યા. પરીણામ શૂન્ય. તેમની પાસે હતાં એ બધા દોરડા બાંધીને લંબાવવા છતાં તેઓ કુતરા સુધી પહોંચી શક્યા નહોતા. તેમણે માત્ર સાથીદાર નિન્નીસ નહોતો ગુમાવ્યો ! તેમણે માલસામાન ભરેલી સ્લેજ અને છ તંદુરસ્ત કુતરાં ગુમાવ્યા હતા. જે વળતા પ્રવાસમાં તેમનું ભોજન બનવાનાં હતા. સ્લેજમાં ટેન્ટ બાંધવાનો સામાન, ખોરાક અને વધારાનાં કપડા હતા. હવે માત્ર બે માણસ માટે માત્ર દસ દિવસ ચાલે તેટલાં રેશન-પાણી બચ્યા હતા. અને મુખ્ય બેઝ કેમ્પ ‘કેપ ડેનીસન’થી તેઓ ૫૦૦ કી.મી. દુર હતાં. નિન્નીસનાં મૃત્યુ બાદ, નબળા કુતરાનો ભોજન તરીકે તેઓ ઉપયોગ કરતા રહ્યા. આમ લગભગ દસ દીવસ સુધી ચાલ્યું. હવે તેઓ બેઝ કેમ્પથી ૨૫૭ કી.મી. દુર હતાં. દરરોજનાં તેઓ અંદાજે દસ કી.મી. અંતર કાપતા હતા. ક્રિસમસ તેમની ભુખમરામાં વીતી ગઈ. ૧૯૧૩નાં નવા વર્ષની શરૂઆત હતી અને ઝેવીયર મેર્ટઝનાં પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. હવે મેર્ટઝ અશક્ત થઈ ચુક્યો હતો. મેશને તેને સ્લેજ ઉપર ખેંચી જવાની વાત સાથે પણ સહમત થયો. મેશને મેર્ટઝને સ્લીપીંગ બેગમાંથી બહાર આવવા માટે મદદ કરી. આ આખરી મદદ હતી. મેર્ટઝ હવે કાયમ માટે આંખો બંધ કરી ચુક્યો હતો. હવે બચ્યા હતા માત્ર ડગ્લાસ મેશન અને બેઝ કેમ્પથી ૧૬૫ કિ.મી.નું અંતર. કેલેન્ડર ત્યારે ૭ જાન્યુઆરી ૨૦૧૩નો દીવસ બતાવી રહ્યું તું. ૧૭ જાન્યુઆરીએ ડગ્લાસ મેશન બરફની તિરાડમાં તુટી પડ્યા, પરંતુ લોડેડ સ્લેજ સાથે બાંધેલો પટ્ટો તેમનાં માટે જીવતદાન સાબીત થયો. હવે બરફનાં તોફાનો અને ઝંઝાવાત શરૂ થયો. માત્ર હાડપંિજર બની ગયેલ ડગ્લાસ મેશન બેઝ કેમ્પ ‘કેપ ડેનીસન’ પહોંચ્યા ત્યારે, સીઝન પૂરી કરી ‘ઔરા’ જહાજ ઓસ્ટ્રેલીયા તરફ રવાના થઈ ગયું હતું. બેઝ કેમ્પ પર છ વ્યક્તિ, ‘ડગ્લાસ મેશન’ અને ટીમને શોધવા રોકાયા હતા. બેઝકેમ્પનાં બરફાળ, જાન લેવા વાતાવરણમાં હજી તેમને એક વર્ષ વિતાવવાનું હતું. ૨૬ ફેબુ્રઆરી ૧૯૧૪નાં રોજ ડગ્લાસ મેશન ઓસ્ટ્રેલીયાનાં તેમનાં ઘર આંગણે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે મેર્ટઝ અને મેશન બંનેને વિટામીન એ પોઈઝનીંગ થયું હતું. જેનો સ્રોત હતો. ખોરાકમાં લીધેલ કુતરાનાં લીવર એટલે કે યકૃત.
ઓસ્ટ્રેલીયાની સરકારે ‘ડગ્લાસ મેશન’નાં અભિયાનને ‘સર્વકાલીન શ્રેષ્ઠ’ ‘ગ્રેટેસ્ટ પોલાસ સાયન્ટીફીક એક્સપીડીશન’ જાહેર કર્યું. ડગ્લાસ મેશનની ટીમે, ચુંબકત્વ, ભુસ્તરશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને હવામાન વિજ્ઞાનનાં વિગતવાર અમુલ્ય અવલોકનો લીધા હતા. ૧૯૨૦માં તેઓ જીઓલોજીનાં પ્રોફેસર નિમાયા. ૧૯૫૨માં તેઓ શિક્ષણ અને સાયન્સ જગતથી નિવૃત્ત થયા. ૧૯૫૮માં ‘હિરોઈક ઇરા’નાં છેલ્લાં ભડવીરનું અવસાન થયું. દક્ષિણ ઘુ્રવ અત્યારે પણ એમનું એમ અડીખમ ઉભું છે. ફલક ઉપરથી માત્ર સમય પસાર થઈ ગયો છે. ભારતે સોવિયેત સંઘ સાથે કરાર કરીને, ૧૯૭૧-૭૩માં ઇસરોનાં સહયોગથી ડૉ. પરમજીતસીંઘ શેહરા દક્ષિણ ઘુ્રવની મુલાકાતે જઈ આવ્યા છે. ભારતે અત્યાર સુધી લગભગ ૩૦ જેટલાં અભિયાન દ્વારા ‘એન્ટાંકર્ટીકા’નો અભ્યાસ કરવાનાં પ્રયત્નો કર્યા છે. ૧૯૮૫માં દક્ષિણ ગંગોત્રી નામે કાયમી સેટલમેન્ટ ઉભી કરી હતી. ૧૯૮૯માં બરફ નીચે દટાઈ જવાથી તેનો ત્યાગ કરવામાં આવ્યો છે. ૧૯૮૮-૮૯માં ‘મૈત્રી’ અને ૨૦૧૨માં ‘ભારતી’ નામનું એક્ટીવ રિસર્ચ સ્ટેશન કાયમી ધોરણે ઉભું કર્યું છે. ભારતીય વૈજ્ઞાનિકો અહીં ભૂસ્તરીય ઉત્ક્રાંતિ, ગોન્ડવાના લેન્ડ પુનઃરચના, ખંડ સર્જન પ્રક્રિયા, વાતાવરણમાં બદલાવ, મૌસમ વિજ્ઞાન અને પ્રદુષણ વિશે સંશોધનો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને અહીં ઘણી બધી વિચિત્રતાઓ પણ નજરે પડે છે.
ફ્‌યુચર સાયન્સને લાગે વળગે છે ત્યાં સુધી, છેલ્લાં દાયકામાં થયેલનાં સંશોધનો જોઈએ તો... પૂર્વ એન્ટાંકર્ટીકાનાં આઈસ સીટ તુટવાથી ત્યાંના મહાસાગરનું દરિયાઈ સપાટીનું લેવલ ઉંચું ગયું છે. દર વર્ષે મહાસાગરનું લેવલ ૬.૫૦ મીલીમીટર વધી રહ્યું છે. ૨૦૦૯માં ઇન્ટરનેશનલ પોખાર યર ઉજવવામાં આવ્યું હતું. દક્ષિણ ઘુ્રવની સજીવ સૃષ્ટિની જૈવિક વૈવિઘ્યને ઇન્ટરનેટ ઉપર ડેટા સાથે ઉપલબ્ધ કરાવાયો છે. શોખીનો અને જીવવૈજ્ઞાનિકો માટે તે અલભ્ય ખજાનો છે. ઇન્ટરનેટનાં આ ડેટાબેઝ ઉપર એકવાર નજર નાંખવા જેવી છે. જેમાં ૧,૨૨,૫૦૦ જેટલાં દરિયાઈ જીવોનાં નામ હતા. ૨૦૦૮માં ન્યુઝીલેન્ડનાં સંશોધકોએ ત્રીસ હજાર જેટલાં નવાં દરિયાઈ જીવો શોધી કાઢ્‌યા હતા. ૨૦૦૬માં દક્ષિણ ઘુ્રવની એક બરફાળ ખંડિય છાજલી તુટી જતાં નીચેનાં મહાસાગરમાંથી ૨૨૦ થી ૨૦૦૦ મીટર સુધીની ઉંડાઈએ જળચરોની હાજરી રોબોટ દ્વારા શોધી કાઢવામાં આવી હતી. આજની તારીખે વૈજ્ઞાનિકોએ બે કરોડ જેટલાં ઘશછ નાં નમુના દરિયાઈ સુક્ષ્મ જીવો મેળવ્યાં છે. વૈજ્ઞાનિકોએ ૨૦,૦૦૦ જેટલાં મરીન માઈક્રોબ્સને અલગ તારવ્યાં છે. આખરે મહાસાગરમાંથી જ જીવસૃષ્ટિનું પારણું બંધાયું હોવાથી આશ્ચર્યજનક પરીણામો મળવા સામાન્ય વાત છે. 

No comments: