Sunday 9 December 2012

દ-વીન્સી કોડની વાસ્તવિકતા

લિઓનાર્દોનાં 'રિઅલ' 'દ-વીન્સી કોડની વાસ્તવિકતા, મોનાલીસા કબરમાંથી બેઠી થશે ?

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- કલા નિષ્ણાંતો મોટો વર્ગ માને છે કે રહસ્યમય સ્ત્રી, મેડોના લીસા, અથવા ટુકા નામમાં 'મોના' અથવા મીસીસ લીસા છે. કોઈ ૧૦૦ ટકા ખાતરીથી આ વાત સ્વીકારતું નથી. આ રહસ્ય ખરેખર ઉકેલી શકાય તેમ છે. ઉત્તર ઈટાલીનાં ફલોરેન્સ શહેરની એક ''કોન્વેન્ટ''નાં તરછોડાએલાં ખંડેરો નીચેની ભૂમિ ખોદવામાં આવે તો જવાબ જરૃર મળી શકે! મોનાલીસા કોણ હતી?

 

૨૧ ઓગષ્ટ ૧૯૧૧ની વાત છે. લૂવ્ર મ્યુઝીયમનાં સ્ટોરેજનાં ટોઈલેટમાં આગલી રાત્રે છુપાએલ ચોર બહાર નિકળે છે. તેને શેની ચોરી કરવાની હતી તે પહેલેથી જ ખબર હતી. મ્યુઝીયમનો દિવાલ પાસેથી એક પેઈન્ટીંગ તે ઉતારી લે છે. પોતાનાં લાંબા ઓવરકોટમાં પીઠ પાછળ પેઈન્ટીંગ સંતાડી, આ માણસ આરામથી મુખ્ય દ્વારની બહાર નિકળે છે. સોમવાર હોવાથી મ્યુઝીઅમ બંધ હતું. પરંતુ... સારસંભાળ કરનાર સેવકો પોતાની ફરજ બજાવવા આવી પહોંચ્યા હતાં. પેઈન્ટીંગ ચોરાઈ ગયા પછી દિવાલ ઉપર ખાલી પડેલ જગ્યા, આ લોકોએ જોઈ હતી. તેમનાં મનમાં કોઈ શંકા જાગી ન હતી. મ્યુઝીયમ ફોટોગ્રાફર ઘણીવાર ફોટો ખેંચવા માટે પેઈન્ટીંગ્સને નીચે ઉતારતો હતો.
બીજા દિવસે પોલીસમાં પેઈન્ટીંગની ચોરીનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે, ફ્રાન્સમાં હલચલ મચી ગઈ. જે પેઈન્ટીંગ ચોરાઈ ગયું હતું, તે વિશ્વનું સૌથી વધારે જાણીતું અને દુર્લભ પેઈન્ટીંગ હતું. દુનિયામાં તે ''મોનાલીસા''નાં નામે ઓળખાય છે. જેવું દુર્લભ ચિત્ર હતું. તેઓ જ તેનો સર્જક હતો. લિઓનાદો-દ-વિન્સી. બહુમુખી પ્રતિભાશાળી લિઓનાર્દો-દ-વિન્સી. (૧૪૫૨-૧૫૧૯)ની એક કાબેલ ચિત્રકાર, મૂર્તિકાર, આર્કીટેક્ટ, ઈજનેર અને વૈજ્ઞાાનિક હતો. કલા સમિક્ષકો અને રેનેસાં કામનાં અનેક કલાકારો ઉપર તેનો પ્રભાવ દબાયેલો રહ્યો હતો. ફ્રાન્સનાં વકીલની ગેરકાયદેસર ઔલાદ તરીકે જન્મેલ લિઓનાર્દોને કુદરતે મ્યુઝીક અને ચિત્રકળાનાં અનોખો ગુણો આપ્યા હતાં. નવજાગૃતિકાળનાં યુરોપનો, લિઓનાર્દો - ''માસ્ટર પીસ'' જીનીઅસ પ્રતિભા હતો અને... વર્ષો બાદ... ફ્રાન્સનાં મ્યુઝીઅમમાંથી તેનું જગવિખ્યાત પેઈન્ટીંગ ''મોનાલીસા'' ચોરાઈ ગયા પછી, ''મોનાલીસા'' એક આઈકોન તરીકે વિશ્વનાં સામાન્ય માનવીનાં દિલો-દિમાગ સુધી પહોંચી ગઈ હતી. ''મોનાલીસા''નાં સ્મીતને કલારસીકો અને સમીક્ષકો દુનિયાનું શ્રેષ્ઠ ''સ્માઈલ'' ગણે છે. શા માટે? જવાબ માટે ઘણું બધું લખીએ તો પણ ઓછું ગણાય.
ચોરી થયા પછી મ્યુઝીઅમ સત્તાવાળાઓએ અનેક કર્મચારીઓ ઉપર દંડાત્મક પગલાં ભર્યા. એક વર્ષ પહેલાં, મ્યુઝીઅમનાં નિયામકો જાહેરમાં વચન આપ્યું હતું કે ''મોનાલીસા'' મ્યુઝીઅમમાં સલામત છે. પેઈન્ટીંગ ચોરીને ભાગવું એટલે નોત્રદામનાં બેલ ટાવર ચોરીને ભાગવા જેવું અસંભવ કાર્ય છે. છતાં... દુનિયાનું માસ્ટરપીસ પેઈન્ટીંગની ચોરી થઈ હતી એ હકીકત હતી. બે વર્ષ બાદ ફલોરેન્સનાં એક આર્ટ ડિલરને પત્ર મળ્યો. લીઓનાર્ડ તરીકે ઓળખાવતા વ્યક્તિએ 'મોનાલીસા'નું પેઈન્ટીંગ પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો. તેણે ક્યુકે એક દેશપ્રેમી નાગરીક તરીકે, તે પોતાની અને લીઓનાર્દોની માતૃભૂમિને આ પેઈન્ટીંગ પરત સોંપવા માંગે છે. જેની કિંમત છે માત્ર પાંચ લાખ લીરાં. આર્ટ ડિલર આલ્ફ્રેદો ગેરી અને કલા પારખુ, ફાગેરેન્સ મ્યુઝીઅમનાં નિયામક મુફીઝી ગેલેરી આ માણસને મળ્યાં. વિન્સેમો પેરૃજીઆ નામનાં ઈટાલી અને સુટકેસમાં છુપાવેલું 'મોનાલીસા'નું પેઈન્ટીંગ બહાર કાઢીને, બંને લોકો સામે ધરી દીધું. બંને લોકોએ પોલીસ બોલાવી. વિન્સેઝોની ધરપકડ કરવામાં આવી અને, ફરીવાર ફ્રાન્સનાં લુવ્ર મ્યુઝીઅમને ''મોનાલીસા'' પાછી મળી. મ્યુઝીઅમનાં લોકોનાં ચહેરા ઉપર 'મોનાલીસા' કરતાં વધારે સુંદર 'સ્મીત' ખીલી ઊઠયું હતું. વિશ્વમાં આટલી પ્રસિદ્ધિ પામનાર ''મોનાલીસા'' કોણ હતી? સામાન્ય માનવીથી માંડી કલાજગતનાં મહાનાયકો આ સવાલનો જવાબ મેળવવા માંગે છે. જેનો ઉતર આપી શકે તેમ છે માત્ર ''સાયન્ટીસ્ટ'' સમાજ. કલાજગત ઉપરાંત વિજ્ઞાાન જગતનાં લોકો પણ જાણવા માંગે છે કે ''મોનાલીસા'' કોણ હતી? જેને ''મોનાલીસા'' તરીકે ઓળખવામાં આવે છે તે વ્યક્તિનું જ ''પેટ્રિઈટ'' લીઆનાર્દાે-દ-વિન્સીએ બતાવ્યું હતું? શું મોનાલીસાનાં ચિત્રમાં કોઈ સાંકેતિક મેસેજ છે? આવા અકળાવનારા સવાલોની શોધમાં શરૃ થઈ છે. મોનાલીસાની સાયન્ટીફીક સર્ચ?
આખરે મોનાલીસાં કોણ હતી? અનુમાન અને ઉતર ઘણા છે. એક અભિપ્રાય પ્રમાણે 'મોનાલીસા' પુરૃષ હતો. અથવા રાજકુમારી અથવા વેશ્યા અથવા રેનેસાં માસ્ટર દ વિન્સીની 'માતા' હતી! લુવ્ર મ્યુઝીઅમનું જગવિખ્યાત પેઈન્ટીંગને કેટલાંક કલા રસિકો, લીઆનાર્દો-દ-વિન્સીનું સેલ્ફ પોટ્રેઈટ પણ ગણે છે. શક્ય છે કે મોનાલીસા એ કોઈ વાસ્તવિક વ્યક્તિનું ચિત્ર ન પણ હોય! કલાકારની કલ્પનામાંથી તેનો જન્મ પણ થયો હોય. છતાં છેલ્લાં સેંકડો વર્ષોથી સાયન્ટીસ્ટ, શોખીનો, કલા પારૃખુઓ, અને ઈતિહાસકારો વચ્ચે ''હોટ ડીબેટ''. જવાબી થિયરીઓ ઘણી છે પરંતુ તે કલ્પના આધારીત છે. ઈતિહાસકારો પાસે પણ સ્પષ્ટ જવાબ નથી. આ વિકટ સમસ્યાનાં મૂળમાંથી પુરાતત્ત્વવિદ/આર્કીઓલોજીસ્ટની સાયન્ટીફીક સર્ચ ચાલું થઈ રહી છે.
પંદરમી સદીનાં મધ્ય ભાગમાં ઈટાલીઅન ચિત્રકાર અને લેખક જીઓર્જીઓ વાસારીએ ''મોનાલીસા'' વિશે નોંધ લખેલ છે. નોંધ પ્રમાણે લિઓનાર્દોએ ફલોરેન્ટાઈન સીલ્ક વેપારી ફ્રાન્સેસ્કો ડેલ જીઓકોન્ડા મારે ''મોનાલીસા'' પેઈન્ટીંગ બનાવ્યું હતું. તેણે ધનાઢ્ય વેપારીની પત્ની 'મોનાલીસા'નું પોટ્રેઈટ ચિતર્યું હતું. નોંધમાં પેઈન્ટીંગ અને રહસ્યમય સ્મીતવાળી મોડેલનું વર્ણન પણ છે. કલા નિષ્ણાંતો મોટો વર્ગ માને છે કે રહસ્યમય સ્ત્રી, મેડોના લીસા, અથવા ટુકા નામમાં 'મોના' અથવા મીસીસ લીસા છે. કોઈ ૧૦૦ ટકા ખાતરીથી આ વાત સ્વીકારતું નથી. આ રહસ્ય ખરેખર ઉકેલી શકાય તેમ છે. ઉત્તર ઈટાલીનાં ફલોરેન્સ શહેરની એક ''કોન્વેન્ટ''નાં તરછોડાએલાં ખંડેરો નીચેની ભૂમિ ખોદવામાં આવે તો જવાબ જરૃર મળી શકે! મોનાલીસા કોણ હતી?
તાજેતરમાં આર્કાઓલોજીસ્ટની એક ટીમ દ્વારા અહીં ફલોરેન્સની 'કોન્વેન્ટ' ખંડેરોમાં ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ દરમ્યાન હાડપિજર પણ મળી આવ્યું છે. આ હાડપીજર લીસા ઘેરાર્ડીનીનું માનવામાં આવે છે. લીસા ઘેરાર્ડીની, ફાન્સેસ્કો ડેલ જીઓકોમ્ડાની પત્ની માનવામાં આવે છે. કંકાલની વૈજ્ઞાાનિક ઓળખ મેળવવાની બાકી છે. કબર ઉપર પણ કોઈ ''ટોમ્બ સ્ટોન'' ગોઠવેલો હતો. પ્રારંભિક અવલોકનો ઉપરથી લાગે છે કે સંશોધકો સાચા રસ્તે છે. જે હાડપિજર મળ્યું છે તે ૬૦ વર્ષની આસપાસની સ્ત્રીનું છે. લીસા ઘેરાર્ડીનીનું અવસાન ૬૩ વર્ષે થયું હતું. ખોપરી અને જાંઘ પાસેનાં હાડકાં સ્ત્રીનું હાડપિંજર હોવાનાં પુરાવાઓ આપે છે.
વૈજ્ઞાાનિકોનું હવે પછીનું કાર્ય, ન હાડકામાંથી ડિએનએનાં સેમ્પલ એકત્ર કરવાનું છે. એકત્રીત કરેલ ડિએનએને ઘેરાર્ડીનીનાં નજીકનાં સગાઓ, જેને ફલોરેન્સનાં ચર્ચમાં દફન કરવામાં આવ્યા હતાં. તેના ડિએનએ સાથે સરખામણી કરશે. ત્યારબાદનાં તબક્કામાં જો ડીએનએ સેમ્પલ દ્વારા સાબીત થાય કે, આર્કીઓલોજીસ્ટે ખોદી કંકાલ એ મોનાલીસાનું જ છે. તો... પછી... વૈજ્ઞાાનિકો તેની ખોપરીનો ઉપયોગ કરી ચહેરાનું પુનઃ નિર્માણ કરશે. ખોપરી ઉપરથી ચહેરો બનાવવા માટે ખાસ પ્રકારનાં સોફટવેર અને ફોરેન્સીક સાયન્સ માટે વપરાતાં 'ફેસ રિકંન્સ્ટ્રકશન' સોફટવેરનો ઉપયોગ કરવામાં આવશે. તૈયાર થયેલ ચહેરા અને લીઓનાર્દો-દ-વિન્સીનાં ખ્યાતનામ પેઈન્ટીંગ વચ્ચેની સામ્યતાને પણ કોમ્પ્યુટર પ્રોગ્રામ વડે સરખામણી કરવામાં આવશે. અને પરીણામ સ્વરૃપ એ નક્કી થઇ શકશે કે લીઓનાર્દોની 'મોનાલીસા' લીસા ઘેરાર્ડીની હતી કે નહીં! જો ઉત્તર 'ના'માં મળશે તો, વૈજ્ઞાાનિકો નવી થિયરી ઉપર કામ કરશે! આને કહેવાય કબરમાંથી મડદાં ખોદી કાઢવા. આખરે 'મોનાલીસા'નાં ગર્ભીત સ્મીતની કિંમત, સાયન્સ દ્વારા નક્કી થશે!
લીઓનાર્દોનાં ચિત્રની નાયીકા 'મોનાલીસા'ને શોધવાનું અભિયાન ઈટાલીઅન સંશોધકો, કલા જગતનાં ઈતિહાસકારો અને આર્કીઓલોજીસ્ટ કરી રહ્યાં છે. ટીમનાં લીડર સીલ્વાનો વીન્સેટી છે. જેઓ એક લેખક અને પ્રોગ્રામ બ્રોડકાસ્ટર પણ છે. કેટલાંક વર્ષ પહેલાં ફ્લોરેન્સમાં આવેલ ફ્રાન્સીસ્કન કન્વેન્ટ ઓફ સેન્ટ ઓર્સોલો ખાતે રહી હતી. ચર્ચના ડેથ રેકોર્ડ પ્રમાણે 'લીસા' ૧૫ જુલાઇ ૧૫૪૨નાં રોજ કન્વેન્ટની ભુગર્ભમાં આવેલ દફન ચેમ્બરમાં દાટવામાં આવી હતી.
ઈ.સ. ૧૮૦૦ની આસપાસ, કન્વેન્ટને જર્જરીત હાલતમાં છોડી દેવામાં આવી હતી. ત્યારબાદ અહીં ટોબેકો ફેકટરી પણ બની હતી. યુધ્ધ દરમ્યાન અહીં ''રેફ્યુજી કેમ્પ'' ઊભા કરવામાં આવ્યા હતા. વેન્સેન્ટીની ટીમ અહીં ખોદકામ કરવા આવી ત્યારે આધુનિક ગ્રાઉન્ડ પેનીટ્રેટીંગ રડાર ટુલ્સ પણ લાવી હતી. જેના દ્વારા જમીનની અંદર દાટવામાં આવેલ વસ્તુઓ શોધી શકતા હતાં. આધુનિક કોન્ક્રીટ, ઈંટોના થર અને પથ્થરો વચ્ચેથી પણ તેમણે લીસાની કબર શોધી કાઢી છે. વિશ્વ વિખ્યાત પેઇન્ટીંગની નાયીકા આવાં વેરાન સ્થાને દફન કરવામાં આવી હતી એવી ભાગ્યે જ કોઇને કલ્પના આવી શકે. દરરોજ હજારો દર્શનાર્થીઓ, એક ફુટ ઊંચા અને પોણા બે ફુટ પહોળા પેઇન્ટીંગને, બુલેટપ્રુફ ગ્લાસમાંથી નિહાળે છે. આ પેઈન્ટીંગની કરોડો નકલ, ટી શર્ટ, ટાઇ, કોફી ગ્લાસ, પ્લેઈંગ કાર્ડ પોસ્ટર, પોસ્ટકાર્ડ અને અસંખ્ય અવનવા સ્વરૃપે વેચાઇ છે.
યુનિવર્સિટી ઓફ આમસ્ટરડેમનાં વૈજ્ઞાાનિકોએ કોમ્પ્યુટર પ્રોગ્રામ વાપરીને ''મોનાલીસા''નાં પેઇન્ટીંગની એનાલીસીસ કરી છે. પેઇન્ટીંગમાં જે હાવભાવ વ્યક્ત થયા છે તેનો ચિતાર કોમ્પ્યુટર પ્રોગ્રામે આપ્યો છે. જે મુજબ 'મોનાલીસા' પેઇન્ટીંગ બનાવડાવતી વખતે ૮૩% ખુશમીજાજ અને આનંદી મુડમાં હતી. નવ ટકા હતાશા, છ ટકા ભય અને બે ટકા ગુસ્સાનો સમન્વય 'મોનાલીસા'નાં માસ્ટર પીસ પેઇન્ટીંગમાં થયો છે. મોનાલીસા બાબતે મળેલ છુટક છુટક આધારભૂત માહિતી મુજબ, તેનો જન્મ ૧૬ જુન ૧૪૭૯માં થયો હતો. માત્ર સોળ વર્ષની ઉમરે તેનાં લગ્ન, તેનાથી ૨૦ વર્ષ મોટા વિધૂર પુરૃષ પરંતુ, ધનાઢ્ય રેશમ વસ્ત્રનાં વેપારી ફ્રાન્સેસ્કો ડેલ જીઓકોન્ડા સાથે થયા હતાં. તેમને છ સંતાનો થયા હતાં. જ્યારે તેનો પતિ મૃત્યુ પામ્યો ત્યારથી તે ફલોરેન્સની 'કન્વેન્ટ'માં જતી રહી હતી.
લીઓનાર્દોએ મોનાલીસાનાં ચિત્રની શરૃઆત ૧૫૦૩માં કરી હતી અને ૧૫૦૬માં તેને પૂર્ણ કર્યું હતું. તેનાં અસલી ગ્રાહકને લીઓનાર્દોએ ''પેઇન્ટીંગ'' સોંપ્યું ન હતું. શા માટે? કારણો ખબર નથી! બની શકે કે ચિત્રથી લીઓનાર્દોને સંતોષ થયો ન હોય. શક્ય છે કે પેઇન્ટીંગ 'માસ્ટરપીસ' લાગ્યું હોય અને પોતાનો સ્ટુડીઓ સજાવવા માટે તેણે તેને રાખી મૂક્યું હોય. મોનાલીસાની માફક તેનાં સર્જક લીઓનાર્દો-દ-વિન્સીની કબર વિશે પણ લોકો અજાણ છે. સીલ્વાનો વેન્સીટીએ ફ્રાન્સનાં સત્તાવાળા પાસે, ફ્રાન્સનાં શહેરમાંથી લીઓનાર્દો-દ-વિન્સીની કબર શોધીને ખોદી કાઢવા માટે પરવાનગી માંગી હતી. પરંતુ સત્તાવાળાઓએ 'સીલ્વાનો વિન્સેટી'ની વિનંતીનો જવાબ આપ્યો નથી. કોઇ જાણતું નથી કે લીઓનાર્દોને ક્યાં દફન કરવામાં આવ્યો છે. લોઇર વેલીના એમ્બોઇશનાં એક નાનાં 'ચેપલ'માં તેમને દફન કર્યા હોવાની શક્યતાઓ રહેલી છે. લીઓનાર્દો-દ-વિન્સીનાં શરીરનાં અવશેષો મળે તો તેનાં ડિએનએનો ઓળખ પ્રસ્થાપિત કરવા વૈજ્ઞાાનિક ઉપયોગ થઇ શકે છે. ''મોનાલીસા''નું ચિત્ર એ ખરેખર લીઓનાર્દોનું સેલ્ફ પોટ્રેઇટ છે કે તેની માતાનું ચિત્ર છે. આ થિયરીને પણ વૈજ્ઞાાનિક રીતે ચકાસી શકાય તેમ છે. પરંતુ ફ્રાન્સનાં ઠંડા પ્રતિભાવથી સીલ્વાનો વિન્સેટીની ટીમ નાખુશ જરૃર છે.

No comments: