ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી |
|
- એસ્ટ્રોબાયોલોજીસ્ટ અને જીયોલોજીસ્ટને સતાવતી, ‘ધ ગ્રેટેસ્ટ મર્ડર મિસ્ટ્રી ઓફ ઓલ ધ ટાઈમ’- આજથી ૨૦ કરોડ વર્ષ પહેલાં, ટ્રાયસીક યુગનાં અંત ભાગમાં અને જુરાસીક યુગની શરૂઆતમાં પૃથ્વી પરથી સજીવસૃષ્ટીનું સામુહિક નિકંદન નિકળી ગયું હતું. આ આઘુનિક નિકંદનને ટ્રાયસીક જુરાસીક એક્સટીંક્શન અર્થાત્ ‘ટી-જે એક્સટીંક્શન’ તરીકે વૈજ્ઞાનિકો ઓળખે છે.૧૮૫૯ માં પ્રકાશીત થયેલ ચાર્લ્સ ડાર્વિનનાં વિશ્વ પ્રસિદ્ધ વર્ક ‘ધ ઓરિજીન ઓફ સ્પીસીઝ’માં ‘માસ એક્સટીંક્શન’ જેવી ઘટનાનો ક્યાંય ઉલ્લેખ નથી. અશ્મીઓનાં અભ્યાસ ઉપર ‘સામુહિક નિકંદન’ની ઘટના વિશે ઓળખ મેળવનાર વૈજ્ઞાનિક ફ્રેન્ચમેન જ્યો૪જીસ કુવીવર (૧૭૬૯-૧૮૩૨) હતાં. તેઓએ અશ્મીઓમાં રહેલ શરીર રચનાને ર્જીવીત પ્રાણીઓ સાથે રહેલ શારીરિક સામ્યતા બનાવીને નામના મેળવી હતી. ‘મામોથ’ હાથી જેવાં પ્રાણીનાં સામૂહિક નિકંદનની પ્રથમ જાણ જ્યોર્જીસ કુવીયરે વિશ્વને કરી હતી. તેણે પોતાનાં સંશોધનમાં જણાવ્યું હતું કે ‘પૃથ્વી ઉપર ‘સામુહિક નિકંદન’નાં અનેક એપીસોડ વીતી ચુક્યા છે. અનેકવાર સજીવ સૃષ્ટિની અનેક પ્રજાતિઓની પૃથ્વી પરથી નાશ પામી છે અને ફરીવાર નવી પ્રજાતિઓ વિકસી છે. જ્યોર્જીસ કુવિયરે તેનું સંશોધન ૧૮૧૨માં પ્રકાશીત કર્યું હતું. આ સમયે નેપોલીયન પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહ્યો હતો. નેપોલીયનનાં યુદ્ધનાં કારણે જ્યોર્જીસ કુવિયરનું સંશોધન પડદા પાછળ ધકેલાઈ ગયું. ફ્રેન્ચ પ્રત્યેની તિવ્ર ઘૃણાના કારણે અંગ્રેજોએ જ્યોર્જીસ કુવિયરનાં સંશોધનની અવગણના કરી નાખી અને એક નવા બ્રિટિશ વૈજ્ઞાનિક ‘લાઈમ લાઈટ’માં આવી ગયાં. આ વૈજ્ઞાનિક હતા ચાર્લ્સ લીએલ. આ વૈજ્ઞાનિકે જીઓલોજી એટલે ભુસ્તરશાસ્ત્રને લગતું એક વિધાન કરીને વિશ્વ પ્રસિદ્ધી મેળવી હતી. ‘વર્તમાનકાળ એ જ ભુતકાળની (રહસ્યોને ઉજાગર કરતી) ચાવી છે.’ ચાર્લ્સ ડાર્વિન અને જ્યોર્જીસ કુવિયરનાં સંશોધનથી પ્રભાવિત થયેલ ચાર્લ્સ લીપેલે પોતાનાં નવાં ‘આઈડિયા’ વિકસાવ્યા. સામુહિક જીવસૃષ્ટિ વિનાશને લગતાં ગૌણ સંસોધન પેપર ૧૯૫૦થી ૧૯૭૦નાં ગાળામાં પ્રકાશિત થતાં રહ્યાં હતાં. ૧૯૮૦નાં દાયકામાં ‘માસ એક્સટીંક્શન’ વિજ્ઞાન જગત માટે ટોપ પ્રાયોરીટી લેવલ ઉપર આવી ગયું. યુનિવર્સિટી ઓફ ચિકાગોનાં બે વૈજ્ઞાનિક ડેવીડ રૂપ અને જેક સેખોસ્કી એ ટાઈમ સ્કેલ સાથે નાશ પામેલ સજીવ પ્રજાતિઓનો ગ્રાફ દોરીને વિશ્વ સમક્ષ મુક્યો હતો. સમય સાથે નાશપામેલ સજીવ કુટુંબોની વિગતોને જીવંત ગ્રાફ જોઈને વિજ્ઞાન વિશ્વ ચોંકી ઉઠ્યું હતું. તેમનાં સંશોધનનો સારાંશ એ હતો કે ‘૪૪ કરોડ વર્ષ પુર્વનાં ઓર્ગેવીસીન યુગનાં અંતમાં સજીવ સૃષ્ટીની ૮૫% પ્રજાતીઓ નાશ પામી હતી. ૩૬.૭૦ કરોડ વર્ષ પહેલાંનાં ડેવોનીયન યુગનાં અંત ભાગમાં ૮૩% સજીવ પ્રજાતી નાશ પામી હતી. ૨૫ કરોડ વર્ષ પહેલાં પરમીઅન યુગની સમાપ્તી સમયે થયેલ સામુહિક વિનાશમાં કુલ પ્રજાતીનો ૯૫% હિસ્સો નાશ પામ્યો હતો. આ લેખમાં જેની મુખ્ય ચર્ચા કરવાની છે તે, ટ્રાયસીક યુગનાં અંતમાં થયેલ ટી-જે એક્સટીંક્શન નામની ઘટના આજથી ૨૦-૨૧ કરોડ વર્ષ પહેલાં બની હતી. જેમાં ૮૦% સજીવ સૃષ્ટી નાશ પામી હતી. સામુહિક સજીવ સૃષ્ટીનાં નિકંદનની મોટી ઘટના ૬.૫૦ કરોડ વર્ષ પહેલાં બની હતી. જેમાં ડાયનોસોર સહીત અનેક પ્રજાતીનાં સજીવોનું ૭૬% પ્રમાણ પૃથ્વી પરથી વિદાય લઈ ચુક્યું હતું. આ ઉપરાંત ડેવીડ રૂપ અને જોક સેપોસ્કી એ બીજી ૨૩ જેટલી નાની ઘટનાઓને જીઓલોજીકલ સ્કેલ પર આંકી બતાવી હતી. જેમાં મોટા પ્રમાણમાં સજીવ સૃષ્ટીનાં અનેક સભ્યોનો સામુહિક વિનાશ થઈ ચુક્યો હતો. પૃથ્વી પરથી ડાયનોસોરનાં અસ્તિત્વ નાબુદ થવાની ઘટનાને વૈજ્ઞાનિકો ણ ્ એક્સટીંક્શનથી ઓળખે છે. જો પૃથ્વી ઉપરથી ડાયનોસોરની આકસ્મીક વિદાય-વિનાશની ઘટના બની ન હોત તો પૃથ્વીનો અને વિજ્ઞાન ઉત્ક્રાંતિનો ઇતિહાસ કંઈક અલગ રચાયો હોત. શક્ય છે કે આજનાં મોર્ડન યુગમાં પૃથ્વી પર મેઘાવી માનવી ‘હોમોસેપીઅન’નું સામ્રાજ્ય સ્થપાયેલું છે તેવી કોઈ ઘટના બની ન હોત. ડાયનોસોર સામેના જંગમાં વાનર વૃક્ષો છોડીને જમીન ઉપર આવવાની હંિમત પણ કરત નહી. હવે ‘ધ ગ્રેટેસ્ટ મર્ડર મીસ્ટ્રી ઓફ આલ ટાઈમ’ને સોલ્વ કરવા આઘુનિક એસ્ટ્રોબાયોલોજીસ્ટ મેદાનમાં આવી ગયા છે. આજથી ૨૦ કરોડ વર્ષ પહેલાં, ટ્રાયસીક યુગનાં અંત ભાગમાં અને જુરાસીક યુગની શરૂઆતમાં પૃથ્વી પરથી સજીવસૃષ્ટીનું સામુહિક નિકંદન નિકળી ગયું હતું. આ આઘુનિક નિકંદનને ટ્રાયસીક જુરાસીક એક્સટીંક્શન અર્થાત્ ‘ટી-જે એક્સટીંક્શન’ તરીકે વૈજ્ઞાનિકો ઓળખે છે. આ સમયે પૃથ્વી પરનાં બધા જ ખંડો એક સાથે જોડાયેલા હતા અને ‘પેંગીયા’ નામનાં સુપર કોન્ટીનેન્ટ તરીકે ઓળખાતો એક માત્ર ભુખંડ હતો. વિષુવવૃત્તથી લઈને ઘુ્રવ પ્રદેશ સુધી પૃથ્વીની ભુગોળ અને ગરમાગરમ ‘હોટ હાઉસ’ વિકસેલું હતું. ઘુ્રવ પ્રદેશો ઉપર ઘુ્રવ હિમ/બરફનું કોઈ નામોનિશાન ન હતું. ઘુ્રવ પ્રદેશ યઅને વિષુવવૃત્તનાં પ્રદેશોમાં સપાટી પરનાં પોપડાં નીચે કોલસો જમા થઈ રહ્યો હતો. ટી-જે નિકંદન બાદ ડાયનોસોર અને સ્તનધારી સજીવો ઉત્ક્રાંતિ પામી રહ્યા હતા. આ ઉપરાંત કરોડરજ્જુ ધરાવતાં પ્રાણીઓની સૃષ્ટી પણ વિકસી ચુકી હતી. એ સમયે વિભીન્નતા ધરાવતાં બીજા અનેક સજીવો પણ હતાં. જે છેવટે નામશેષ થઈ ગયા હોવાથી તેનાં ઉપર વધારે માહિતા મળતી નથી. પાણીમાં પણ અનેક પ્રકારનાં સજીવો વિકસેલાં હતાં. મગર અને પાયથન જેવા પ્રાણીઓ પણ હતા. ઉભયજીવી સજીવોનો પણ એક સમુહ વિકસી ચુક્યો હતો. કાંટાળી અને ધારદાર પાંદડાવાળી વનસ્પતિ વિકસેલી હતી. ફુલો આપનારી વનસ્પતિનાં નમુનાઓ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત સુક્ષ્મ જીવો અને કિટકોની અનોખી જમાત પણ સજીવ સૃષ્ટીનાં નકશા ઉપર ઉભરી ચુકી હતી. ટી-જે એક્સટીંક્શન પછી ડાયનોસોર રાજાપાઠમાં આવી ગયા હતા અને તેમનું સામ્રાજ્ય ૧૩.૫૦ કરોડ વર્ષ ટકી રહ્યું અને... કે.ટી બાઉન્ડરી તરીકે ઓળખાતી સીમા રેખા પર આવીને ૬.૫ કરોડ વર્ષ પહેલાં ‘ડાયનોસોર’ની પૃથ્વી પરથી વિદાય, સામુહિક નિકંદન દ્વારા નિશ્ચિત ઘટના બની ગઈ હતી. ટી જે એક્સટીંક્શનનાં તાણાવાણા ઉકેલવા માટે હવે કોલંબીયા યુનિવર્સિટીનાં પોલ ઓલસનનાં નેતૃત્વ નીચે વૈજ્ઞાનિકોની એકટીમ કામે લાગી ચુકી છે. બ્રિટન અને ઉત્તરીય આયર્લેન્ડનાં ટાપુઓમાં વૈજ્ઞાનિકો ભુસ્તરીય નમુનાઓ એકઠા કરી રહ્યા છે. આ પ્રદેશો પસંદ કરવા પાછળ વૈજ્ઞાનિક સુઝબુઝ કામે લાગી છે. અહીં પ્રાચીન ભુસ્તરીય ખડકો, પૃથ્વીની સપાટી બહાર ઉંચકાઈ ચુક્યા છે એટલે એની સ્તરરચના આસાનીથી જોઈ શકાય છે. પુસ્તકાલયમાં પુસ્તકોનાં વિવિધ સ્તર ગોઠવ્યા હોય તેવાં ખડકાળ સ્તર દ્રશ્યમાન બની રહ્યા છે. તેથી આર્કીઓલોજી માફક ઉંડું ખોદકામ કરવાની અહીં જરૂર પડે તેમ નથી. અહીંના ખડકોમાં અશ્મીઓનાં ભૌતિક નમુનાઓ અને ઇકો સિસ્ટમનાં સેમ્પલો ધરબાયેલા પડ્યા છે. આ ખડકોનું સર્જન ટી.જે.એક્સટીંક્શન બાદ થયેલું છે. વૈજ્ઞાનિકો શેવાળ, હથોડી અને જીયોલોજીકલ મેપ લઈને ખડકોનાં ચહેરાનું બારીકીથી અવલોકન કરી રહ્યા છે. મહાસાગરો એ ખડકોને કોતરીને પહાડીવાળી કરાડ પેદા કરી ખડકોને ૨૦ કરોડ વર્ષ સુધી નગ્ન કરી નાખ્યા છે. આયરલેન્ડ અને બ્રિટનનાં પ્રદેશોમાં તે સમયે કરોડરજ્જુવાળા પ્રાણીઓનું સ્વર્ગ હતું. ગરોળી, મગર જેવા ચાર પગવાળા સરિસૃપો, અન્ય ઉભયજીવી પ્રાણીઓ સાથે વસવાટ કરી રહ્યા હતા. પેટે સરકીને ચાલનારાં પ્રાણીઓમાં સ્તનધારી પ્રાણી જેવી વિશેષતા વિકસી રહી હતી. અને અચાનક કોઈક એવી ઘટના બની ગઈ કે પૃથ્વી પર વસનારા પ્રાણીઓ-વનસ્પતિની ૮૦% પ્રજાતિઓનું આંખનાં પલકારામાં નિકંદન નીકળી ગયું હતું. દસ હજાર વર્ષનો સમયગાળો, કરોડો વર્ષમાં ગણવામાં આવતાં જીઓલોજીકલ સ્કેલ માટે ‘આંખનાં એક પલકારા’ સમાન જ હતો. વૈજ્ઞાનિકો માને છે કે સજીવ સૃષ્ટીનાં સામુહિક વિનાશની ઘટના-પચાસથી દસ હજાર વર્ષના સમયગાળામાં બની હોવી જોઈએ. જો કે વૈજ્ઞાનિકો આ ગાળાને સંકોચીને માત્ર ૧૦ હજાર વર્ષનો બતાવે છે. જેમાં ૮૦% સજીવ સૃષ્ટિ વિનાશ પામી હતી. આ વિનાશને લગતી અનેક થિયરી રજુ કરવામાં આવી છે. પરંતુ, આ મર્ડર મિસ્ટ્રીને વૈજ્ઞાનિકો ઠોસ આધાર અને સબુતો વડે ‘સોલ્વ’ કરવા માંગે છે. ઘટના સ્થળેથી ડિટેક્ટીવ જેટલી ચીવટથી વૈજ્ઞાનિકો નમુનાઓ એકઠા કરી રહ્યા છે. પોલ ઓલસન અને ટીમનાં સભ્ય કુદરતની લાયબ્રેરી જેવી આ સાઈટ પરથી ખડકોનાં નમુના એકઠા કરી રહ્યા છે. તેમાં સામુહીક નિકંદનનાં અસરગ્રસ્તો ઉપરાંત આંખે દેખનાર સાક્ષીઓનો લખેલો ઇતિહાસ અને સાબીતીઓ છે. વૈજ્ઞાનિકો અશ્મીજન્ય આ લખાણનાં અર્થ ઉકેલી રહ્યા છે. વૈજ્ઞાનિકો આયર્લેન્ડનાં ટાપુ કિનારા પહેલાં, ઇંગ્લેન્ડનાં સમરસેટ કાઉન્ટી ઉપરાંત બ્રિસ્ટર ચેનલનો વિસ્તાર ખુંદી વળ્યાં છે. બેરી આઈલેન્ડનો લેવરનોક વિસ્તાર થોડાંક અશ્મીઓથી ભરેલો ‘ડેડ ઝોન’ છે. શા માટે વૈજ્ઞાનિકોએ બ્રિટન અને આયરલેન્ડની આ ત્રણ સાઈટ ઉપર પસંદગી ઉતારી છે. ટીમ લીડર પોલ ઓલસન કહે છે કે પાણીમાં કાંકરી નાખતા જે પ્રકારનાં વમળ સર્જાય તેવાં આકારમાં ખડકોનાં વિવિધ સ્તરોમાં વમળો જેવી મોટી ઉથલપાથલ જોવા મળી છે. ખડકોનાં સ્તરમાં આ પ્રકારની વિકૃતિ ત્યારે જ સર્જાય જ્યારે કોઈ મોટો ભૂકંપ થયો હોય. આ પ્રકારની ખડકોમાં મોટી ઉથલપાથલ માત્ર બ્રિટનનાં ખડકોમાં જ નહીં, પરંતુ બેલ્જીયમ અને દુરનાં ઇટાલી સુધી જોવા મળી છે. ડિફોરમેશન ઝોન (વિકૃતિ વિસ્તાર)ને ઘ્યાનમાં લઈએ તો, સજીવોનાં સામુહિક વિનાશ સાથે આ પ્રકારની ભુસ્તર રચનાને સીધો સંબંધ છે. વૈજ્ઞાનિકો આ રહસ્ય હવે ઉકેલશે. તે પહેલાં વૈજ્ઞાનિકો ક્લાઈમેટ ચેન્જ અને નવાં વધારે આક્રમણ સજીવોની ઉત્ક્રાંતિવાળા ‘લાઈફ ફોર્મ’ને પણ વિનાશ સાથે સાંકળી રહ્યાં છે. જો કે બ્રિટનમાંથી મળેલા અવશેષો આ થિયરીને બહુ ઓછું સમર્થન આપી રહ્યા છે. કાર્બનીક તત્વોથી સભર ‘શેલ’ આ ખડકોમાં જોવા મળે છે. જેની રચના ‘એનોકસીયા’ પીરીયડમાં થઈ છે. પ્રાણવાયુ વિહીન સમયગાળાને એનોક્સીયા પીરીયડ કહે છે. શેલમાં ગ્લોબલ વાર્મંિગને લગતાં કાર્બન સાયકલનાં ચિન્હો છે. આ ઉપરાંત દરિયાઈ લેવલમાં ઘટાડો અને છીછરાં દરિયાઈ પાણીમાં વસનારા સજીવોનાં અશ્મીઓમાં પણ ઘટાડો થયેલ જોવા મળ્યો છે. જીયોલોજીકલ રેકોર્ડ પ્રમાણે બ્રિટનનાં ટાપુઓનાં કદ જેટલાં વિસ્તારમાં જોવા મળેલ, ખડકોમાં તરંગો જેવો અને અચળાંક જેવી રચના કોઈ અવકાશી પીંડની પૃથ્વી સાથેની ટકરામણ રૂપે જવાબદાર છે ? વૈજ્ઞાનિકો આ શક્યતા પણ ચકાસી રહ્યા છે. ‘સાયન્સ’ જર્નલનાં તાજેતરનાં અંકમાં દર્શાવાયું છે કે આ સમયનાં સજીવોની બાયોલોજીમાં ૧૨,૦૦૦ ગીગા ટન જેટલો કાર્બન ઉમેરાયો હતો. જેનાં કારણે સજીવોએ ૧૦-૨૦ હજારનાં ગાળામાં ૧૬,૦૦૦ ગીગા ટન જેટલો મિથેન વાયુ વાતાવરણમાં મુક્ત કર્યો હશે. જેનાં કારણે નાટ્યાત્મક ક્લાયમેટ ચેન્જની અસર નીચે વિશાળ સમુદાય ધરાવતી જૈવિક વિવિધતા ખતમ થઈ ગઈ હશે. ટ્રાયસીક-જુરાસીક એક્સટીંક્શનનાં રહસ્યમાં એક નવા અપરાધીનો પણ ઉમેરો થઈ ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે આ મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ ક્યારે આવે છે ? |
અજનબી આકાશગંગા, અજનબી દુનિયામાં ડોકિયું, અજનબી, આકાશ ગંગા, દુનિયા, ફ્યુચર સાયન્સ, સાયન્સ@નોલેજ. કોમ, સાયન્સ@નોલેજ.Com, Science@knowledge.com
Sunday, 9 December 2012
ટ્રાયસીક-જુરાસીક માસ એંક્ષટીંન્કશન !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment